Atmadharma magazine - Ank 096
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૮
સળંગ અંક ૦૯૬
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ ૮ મું, અંક ૧૨ મો, વીર સં. ૨૪૭૭, આસો (વાર્ષિક લવાજમ રૂા. ૩–૦–૦)
૯૬
વીતરાગનાં વચન
સર્વજ્ઞ વીતરાગ કહે છે કે અમે સ્વતંત્ર અને જુદા છીએ, ને તું પણ પૂર્ણ
સ્વતંત્ર અને જુદો છે; કોઈની મદદની તારે જરૂર નથી. –આવાં નિસ્પૃહી વચન
વીતરાગ વિના બીજું કોણ કહે?
દેવ–ગુરુ–ધર્મ વીતરાગી સ્વતંત્ર તત્ત્વ છે, તેમ હું પણ સ્વતંત્ર અનંત
તાકાતવાળો છું, પરના આશ્રય વિના હું મારા અનંત ગુણોને પ્રગટ કરી શકું
છું. –આવી યથાર્થ માન્યતા તે સમ્યગ્દર્શન છે. આમ હોવા છતાં જે એમ માને
કે દેવ–ગુરુ–શાસ્ત્ર મને તારી દેશે, તે જીવે– ‘આત્મા અનંત પુરુષાર્થ સ્વતંત્રપણે
કરી શકે છે’ એમ વીતરાગે કહ્યું છે તે વીતરાગનું વચન માન્યું નથી.
–સમયસાર પ્રવચનો ભાગ ૧ પૃ. ૧૧૭.

PDF/HTML Page 3 of 21
single page version

background image
સુવર્ણપુરી – સમાચાર

ધાર્મિકોત્સવ દર સાલ પ્રમાણે ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. હંમેશ સવારમાં પૂજન, પ્રવચન, બપોરે
સ્વાધ્યાય, પ્રવચન, ભક્તિ તથા સાંજે આરતિ, પ્રતિક્રમણ અને રાત્રિચર્ચા થતાં હતાં. પ્રવચનમાં સવારે શ્રી
સમયસારના બંધ અધિકારની ગા. ૨૮૩ થી ૨૮૭ વંચાઈ હતી અને બપોરે શ્રી પદ્મનંદી પચીસીમાંથી
ઋષભજિન સ્તોત્ર ઉપર ભક્તિરસ ભરેલાં પ્રવચનો થયાં હતાં.
ભાદરવા સુદ એકમના રોજ સવારે મહાન પરમાગમ શ્રી નિયમસારજીના ગુજરાતી અનુવાદનું પ્રકાશન
ઘણા ઉલ્લાસપૂર્વક થયું હતું. સવારે પૂજન બાદ નિયમસારજીના પ્રકાશન–મહોત્સવ નિમિત્તે શાસ્ત્ર–યાત્રા નીકળી
હતી. ત્યાર બાદ આત્માર્થી ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે પૂજ્ય ગુરુદેવશ્રીના કરકમળમાં ઘણી ભક્તિપૂર્વક
નિયમસાર અર્પણ કર્યું હતું. પ્રવચનમાં પ્રથમ માંગળિક તરીકે પૂ. ગુરુદેવશ્રીએ નિયમસારનો ૨૯૭મો કળશ
વાંચ્યો હતો. પ્રવચન પછી નિયમસારજીની પૂજા થઈ હતી. એમ વિધવિધ ઉલ્લાસપૂર્વક નિયમસાર શાસ્ત્રનું
પ્રકાશન થયું હતું.
ભાદરવા સુદ ત્રીજે સવારે પ્રભુજીની રથયાત્રા નીકળી હતી, ને વનમાં અભિષેક–પૂજનાદિ થયા હતાં.
ભાદરવા સુદ ચોથથી દસલક્ષણધર્મની શરૂઆત થઈ હતી. (આ વખતે એક તિથિ વચમાં ઘટતી હોવાથી
દસલક્ષણધર્મની શરૂઆત ભાદરવા સુદ ચોથથી થઈ હતી.) દસલક્ષણધર્મ ઉત્સાહથી ઊજવવામાં આવ્યા હતા. આ
દિવસો દરમિયાન સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાંથી દસલક્ષણધર્મનું સ્વરૂપ પૂ. ગુરુદેવશ્રીએ પ્રવચનમાં વાંચ્યું હતું.
ભાદરવા સુદ પાંચમે જિનેન્દ્રદેવની રથયાત્રા ગામમાં ફરી હતી.
દસલક્ષણધર્મના છેલ્લા દિવસોમાં બપોરે પૂ. ગુરુદેવશ્રીના રેકોર્ડિંગ–પ્રવચનો પણ સંભળાવવામાં આવતા
હતા અને ભક્તિના ખાસ કાર્યક્રમો ગોઠવાતા હતા.
ભાદરવા સુદ ૧૪ (અનંત ચતુર્દશી) ના રોજ મહાન પરમાગમ શ્રી નિયમસાર ઉપરના પ્રવચનો શરૂ થયા
હતા. (આ પહેલાંં પંચાસ્તિકાય વંચાતું હતું, તેની આઠ ગાથાઓ વંચાયેલ; ત્યાર પછી નિયમસારનું વાંચન શરૂ
થતાં તે વાંચન બંધ રહ્યું હતું.) પ્રવચન બાદ પ્રભુજીની રથયાત્રા નીકળી હતી ને વનમાં અભિષેક–પૂજન થયા હતા.
ભાદરવા વદ એકમે ક્ષમાવણી દિન ઉજવાયો હતો. આ દિવસે જિનમંદિરમાં શ્રી સીમંધરજિનેન્દ્રનો ૧૦૮
કલશથી મહા અભિષેક ઘણા જ ઉલ્લાસ અને ભક્તિપૂર્વક થયો હતો. આ પ્રસંગે રત્નત્રયપૂજન વગેરે પણ થયું હતું.
આત્મધર્મના ગ્રાહકોને સૂચના
આ અંકની સાથે આત્મધર્મનું આઠમું વર્ષ પૂરું થાય છે. માટે દરેક ગ્રાહકોએ પોતાનું નવા વર્ષનું લવાજમ
તુરત મોકલી દેવા વિનંતિ છે આસો વદ૦) સુધીમાં જે ગ્રાહકોનું લવાજમ નહિ આવે તેમને વી. પી. થી કારતક
માસનો અંક મોકલવામાં આવશે. નાના ગામની પોસ્ટઓફિસમાં ઘણા વી. પી. કરવામાં બહુ મુશ્કેલી પડે છે,
તેથી આશા છે કે ગ્રાહકો પોતાનું લવાજમ વેલાસર મોકલીને આત્મધર્મની વ્યવસ્થામાં સહકારરૂપ થશે. લવાજમ
મોકલવાનું સરનામું:
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ: સૌરાષ્ટ્ર.
વડોદરામાં દિગંબર જિનમંદિર
વડોદરામાં ઘણા ધર્મપ્રેમી મુમુક્ષુઓ વસે છે, અને ત્યાં દિગંબર જિનમંદિર છે. પણ તે દિગંબર જિનમંદિર
‘ક્યાં છે તેની ઘણાને ખબર નથી; તેથી આ બાબતમાં વડોદરાથી એક પત્ર છે. તેમાં જણાવે છે કે: ‘વડોદરામાં
વસતા આત્મધર્મપ્રેમી ભાઈઓને વિનતિ કરવામાં આવે છે કે વડોદરામાં માંડવીથી પાણી દરવાજા રોડ, નવી
પોળ માં દિગંબર જૈનમંદિર તેમ જ ધર્મશાળા છે; તે મંદિરમાં હંમેશાં સ્વાધ્યાય માટે મંદિરના વહીવટકર્તા તરફથી
સગવડ કરાવી આપવામાં આવશે. ભવ્યજીવોને ધર્મનો લાભ લેવા માટે આ સૂચના આપવામાં આવી છે.’
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’ –એ લેખમાળા (પ્રવચનસારના પરિશિષ્ટ ઉપરનાં પ્રવચનો) નું
લખાણ આ અંકે આપી શકાયું નથી.

PDF/HTML Page 4 of 21
single page version

background image
: આસો : ૨૪૭૭ આત્મધર્મ : ૨૪૯ :
“ધાર્મિકોત્સવ – પ્રવચનો”
[૧]
[શ્રવણ વદ ૧૨: સમયસર ગ. ૨૮૨]
સત્ના શ્રવણની દુર્લભતા
જુઓ! અનંતકાળમાં પ્રથમ તો મનુષ્યદેહ મળવો દુર્લભ છે, અને તેમાં પણ આત્માના સ્વરૂપનું સાચું
શ્રવણ મળવું અનંતકાળે દુર્લભ છે. આત્મસ્વભાવના ભાન વગર અનાદિ કાળથી જીવ સંસારની ચાર ગતિમાં
રખડે છે; ચારે ગતિમાં અનંત અવતાર જીવ કરી ચૂક્યો છે, પણ તેમાં દેવ, નરક અને તિર્યચ ગતિના ભવ કરતાં
મનુષ્યના ભવ બહુ થોડા કર્યા છે. ચાર ગતિના જીવોમાં મનુષ્યોની સંખ્યા બહુ થોડી છે અને મનુષ્યદેહ મળે
તેવા ભાવ કરનારા જીવો પણ થોડા છે. મનુષ્યભવ પામીને પણ સત્યનું શ્રવણ મળવું મહા દુર્લભ છે. સત્ય
તત્ત્વના શ્રવણ વગર તેની રુચિ ક્યાંથી કરે? માટે, આ દુર્લભ મનુષ્ય અવતાર અને યથાર્થ તત્ત્વના શ્રવણનો
યોગ પામીને આત્માની સમજણ કરી લેવી જોઈએ. આત્માની દરકાર વિના જો આંખ મીંચાણી તો ફરી
અનંતકાળે પત્તો ખાવો મુશ્કેલ છે.
સરસ, ઝીણી, ઊંચી અને અપૂર્વ વાત
અત્યારે આત્મસ્વભાવની ઘણી સરસ વાત આવી છે. ઝીણી લાગે તો પણ આ જ વાત સમજવા જેવી છે.
બહારની સાધારણ વાત તો અનંતવાર સાંભળી છે પણ આ આત્મસ્વભાવની ઊંચી વાત કદી નથી સમજ્યો.
દયા, દાન વગેરેની વાત તો બધા કરે છે, તે કાંઈ અપૂર્વ નથી, તે વાત તો જીવ અનંતવાર કરી ચૂક્યો છે, દયા–
દાન વગેરેથી પુણ્ય બાંધીને અનંતવાર મોટો રાજા થયો ને સ્વર્ગનો દેવ પણ થયો, પણ વાસ્તવિક આત્મતત્ત્વ
રાગરહિત ચૈતન્યમૂર્તિ છે તેના ભાન વગર કલ્યાણ થયું નહિ.
બંધના નાશની અને ધર્મની રીત
આત્મા એક સ્વતંત્ર ચૈતન્યમૂર્તિ પદાર્થ છે; તેને પર્યાયમાં વિકાર, અને કર્મ વગેરે બીજા તત્ત્વો સાથે જે
સંયોગ દેખાય છે તેનું કારણ શું? પોતાના સ્વભાવથી વસ્તુમાં વિકાર–દુઃખ કે સંયોગ ન હોય. આત્માના
સ્વભાવને નહિ જાણવાથી પુણ્ય–પાપને જ જે પોતાનું સ્વરૂપ માની રહ્યો છે એવા અજ્ઞાની જીવને પર્યાયમાં
વિકાર અને જડ કર્મ સાથેનો સંબંધ થાય છે. આત્માના અજ્ઞાનને લીધે અજ્ઞાની અનંતકાળથી બંધાયેલો છે. તે
બંધન કેમ ટળે? –કે પોતાનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય છે, વિકાર કરવાનો પોતાનો સ્વભાવ નથી–એમ જો
સ્વભાવને સમજે તો તે સ્વભાવના આશ્રયે બંધનનો નાશ થાય. પ્રથમ વસ્તુસ્વભાવને ઓળખવો તે જ ધર્મની
રીત છે.
સંસારમાં જે વસ્તુ લેવી હોય તે વસ્તુને પહેલાંં ઓળખે છે અને તેના ભાવ–તાલને જાણે છે. તો જેને
આત્માનો ધર્મ કરવો હોય તેણે પ્રથમ આત્માને ઓળખવો તો જોઈએ ને! આત્મા શું ચીજ છે અને તેને ધર્મ કેમ
થાય તે જાણ્યા વિના કદી ધર્મ થઈ શકે નહિ.
અજ્ઞાની બંધાય છે, જ્ઞાની બંધાતો નથી
આત્માનો મૂળ સ્વભાવ તો સ્વચ્છ જ્ઞાતાદ્રષ્ટા છે; એવા સ્વભાવનો જે અજાણ છે એવા અજ્ઞાની જીવને
જે રાગ–દ્વેષ–મોહાદિ પરિણામો છે તે જ બંધનું કારણ છે. જે પોતાના શુદ્ધસ્વભાવને જાણે છે એવો ધર્માત્મા
રાગાદિ પરિણામોને કદી પોતાના કરતો નથી, પણ તે રાગાદિને પોતાના સ્વભાવથી જુદા જ જાણે છે તેથી તેને
બંધન થતું નથી.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૨૫૦ : આત્મધર્મ ૨૪૭૭ : આસો :
અપૂર્વ ધર્મક્રિયા
યથાર્થ આત્મતત્ત્વનો નિર્ણય કરવો તે અનંતકાળે નહિ કરેલી એવી અપૂર્વ ધર્મક્રિયા છે; એ સિવાય પર
જીવની દયા–દાન વગેરે શુભ ભાવની ક્રિયા તે કાંઈ અપૂર્વ નથી, એવું તો અજ્ઞાની પણ અનંતવાર કરી ચૂક્યો છે.
અહીં તો જેનાથી અનંતકાળના જન્મમરણનો અંત આવી જાય એવી અપૂર્વ ધર્મક્રિયાની વાત છે.
. શું કરવું?
પહેલાંં તો અંતરમાં જિજ્ઞાસુ થઈને આ વાતનું શ્રવણ કરવું જોઈએ, આવી સત્ય વાત જ્યાં સાંભળવા
મળે ત્યાં વારંવાર સમાગમ કરવો જોઈએ; સ્વાધ્યાય અને ચર્ચા–વિચારણા કરીને તત્ત્વને નક્કી કરવું જોઈએ.
યથાર્થ તત્ત્વને નક્કી કરવું તે પણ ધર્મની ક્રિયા છે.
કર્મ સાથેના નિમિત્તનૈમિત્તિક સંબંધની દ્રષ્ટિથી અજ્ઞાની બંધાય છે ને જ્ઞાનીએ
સ્વભાવદ્રષ્ટિના જોરે નિમિત્ત સાથેનો સંબંધ તોડી નાખ્યો છે તેથી તે બંધાતા નથી
આત્મા અને કર્મ બંને ભિન્ન ભિન્ન ચીજ છે; જેને આત્મા ઉપર દ્રષ્ટિ છે તેની દ્રષ્ટિમાં કર્મનો અભાવ છે,
અને જેને કર્મ ઉપર દ્રષ્ટિ છે તેની દ્રષ્ટિમાં આત્માનો અભાવ છે. ધર્મીને સ્વભાવદ્રષ્ટિમાં ‘આત્મા’ જ છે એટલે
તેને તો જૂનું કર્મ નિમિત્તપણે પણ નથી. જેની દ્રષ્ટિ કર્મ ઉપર છે તેને જ જૂનું કર્મ નવા બંધનનું નિમિત્ત થાય છે.
અજ્ઞાનીની દ્રષ્ટિમાં ‘આત્મા’ નથી પણ કર્મ જ છે એટલે તેને જ કર્મ નિમિત્તરૂપે છે. અંર્ત દ્રષ્ટિના પરિણમનમાં
જ્ઞાનીને સ્વભાવનો જ ઉદય છે ને કર્મનો ઉદય નથી;–અજ્ઞાનીને કર્મનો ઉદય છે ને સ્વભાવનો ઉદય નથી. ધર્મી
જીવ ગૃહસ્થપણામાં હોય ને અલ્પ રાગ–દ્વેષ થતા હોય તો પણ સ્વભાવદ્રષ્ટિમાં તેને ગણ્યા જ નથી અને અજ્ઞાની
બાહ્યત્યાગી દ્રવ્યલિંગી થઈને બેઠો હોય પણ અંદર ઊંડે ઊંડે શુભવિકલ્પની રુચિ પડી હોય, તેને તો ક્ષણે ક્ષણે
જૂનું કર્મ નવા બંધનનું નિમિત્ત થઈ રહ્યું છે.
પૂર્વે વિકારભાવ કરેલો તેના નિમિત્તે જે કર્મ બંધાયું તે કર્મ ફરીને રાગ–દ્વેષ–મોહનું નિમિત્ત કોને થાય
છે? –કે જેને શુદ્ધ આત્માનો વિશ્વાસ નથી અને કર્મ તરફ જ વલણ છે એવા અજ્ઞાનીને જ પૂર્વ કર્મ ફરીને રાગ
દ્વેષ–મોહનું નિમિત્ત થાય છે. ધર્મીને તો સ્વભાવદ્રષ્ટિના પરિણમનને લીધે શુદ્ધતા જ વધતી જાય છે એટલે તેને
પૂર્વનું કર્મ નવા બંધનનું નિમિત્ત થતું નથી. અસ્થિરતાનું જે અલ્પ બંધન છે તેનો સ્વભાવદ્રષ્ટિમાં સ્વીકાર નથી.
અજ્ઞાની તો ક્ષણિક રાગને જ પોતાનું સ્વરૂપ માની રહ્યો છે, સ્વભાવની દ્રષ્ટિ નથી પણ નિમિત્ત ઉપર જ દ્રષ્ટિ
પડી છે, તેથી કર્મના નિમિત્તે જે રાગ–દ્વેષ–મોહાદિ ભાવો થાય છે તે જ નવા કર્મબંધનનું કારણ છે અને તે નવા
કર્મો તે અજ્ઞાનીને ફરીને ઉદય વખતે પણ મોહભાવમાં જ નિમિત્ત થશે; કદાચિત્ પુણ્ય બાંધીને ભગવાન પાસે
જશે તો ત્યાં પણ ભગવાનને સમ્યગ્જ્ઞાનાદિનું નિમિત્ત તે નહિ બનાવે, પણ નિમિત્તાધીનદ્રષ્ટિને લીધે પૂર્વ કર્મના
ઉદયને મિથ્યાત્વાદિનું જ નિમિત્ત બનાવશે. આ રીતે જેને ચૈતન્ય–પરમેશ્વરની પ્રતીતિ નથી ને કર્મના નિમિત્ત
ઉપર જ દ્રષ્ટિ છે તેવા અજ્ઞાનીને કર્મની પરંપરા ચાલ્યા જ કરે છે. ધર્મી જીવે સ્વભાવદ્રષ્ટિના બળથી અનાદિના
કર્મની પરંપરાને તોડી નાંખી છે ને નિર્મળ પર્યાયની પરંપરા આત્મા સાથે જોડી છે. દ્રષ્ટિ ઉપર ધર્મ–અધર્મનો
આધાર છે. ધર્મીની દ્રષ્ટિ સ્વ ઉપર છે, અધર્મીની દ્રષ્ટિ પર ઉપર છે. સ્વ ઉપરની દ્રષ્ટિથી ધર્મની પરંપરા ચાલે છે
ને પર ઉપરની દ્રષ્ટિથી અધર્મીને કર્મની પરંપરા ચાલે છે; નિમિત્ત ઉપરની દ્રષ્ટિ હોવાથી તેને કર્મ સાથેનો
નિમિત્તનૈમિત્તિક સંબંધ રહ્યા જ કરે છે. આત્માના સ્વભાવને કર્મ સાથે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ પણ નથી,
એવા દ્રવ્યસ્વભાવને જાણ્યા વિના મિથ્યાબુદ્ધિ ટળતી નથી. અજ્ઞાનીને પર્યાયબુદ્ધિથી વર્તમાન તો મિથ્યાત્વ છે ને
ભવિષ્યમાં પણ કર્મના ઉદય વખતે તેને પર્યાયબુદ્ધિને લીધે મિથ્યાત્વ જ થશે; સંયોગ અને વિકારીભાવ ઉપર
દ્રષ્ટિ રાખીને તે જ્યાં જ્યાં જશે––સમવસરણમાં સાક્ષાત્ ભગવાન પાસે જશે––તો ત્યાં પણ તે મિથ્યાત્વભાવને
જ ઉત્પન્ન કરશે. અહીં તો બંધન સિદ્ધ કરવું છે એટલે જે જીવ પર્યાયબુદ્ધિ ચાલુ રાખે છે તેની આ વાત છે. કોઈ
જીવ ભવિષ્યમાં સ્વભાવને સમજીને મિથ્યાત્વ ટાળે તેને આ વાત લાગુ પડતી નથી.

PDF/HTML Page 6 of 21
single page version

background image
: આસો : ૨૪૭૭ આત્મધર્મ : ૨૫૧ :
જન્મ – મરણથી થાકેલા આત્માર્થીનો ઉલ્લાસ
અહીં તો વર્તમાનમાં દ્રષ્ટિ–રુચિ ક્યાં પડી છે તેની મુખ્ય વાત છે. અહો! સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જીવને
વર્તમાન કદાચિત્ અલ્પ રાગાદિ થતા હોય તો પણ તેને સ્વભાવદ્રષ્ટિના જોરમાં બંધન થતું જ નથી. પર્યાયમાં
અલ્પબંધન છે પણ તેને પર્યાયની બુદ્ધિ નથી. જુઓ ભાઈ! આત્માનો આવો સ્વભાવ સાંભળતાં એક વાર
અંદરથી આત્મા ઊછળવો જોઈએ... આત્માને માટે એમ ઉલ્લાસ આવવો જોઈએ કે અરે! સિદ્ધ સમાન મારો
સ્વભાવ, ને મારા અજાણપણે મને સંસાર રહે–એ કેમ પાલવે? અહો! મારું આવું સ્વરૂપ અનાદિથી મેં સાંભળ્‌યું
ન હતું... અત્યારથી માંડીને સાદિ–અનંત કાળ આત્માને માટે આપીને પણ હવે મારે મારું હિત કરવું છે. ––આમ
અંદરથી આત્માની ધગશ કરીને સત્સમાગમ કરવો જોઈએ અને વારંવાર અંતરમાં પરિચય કરવો જોઈએ. આ
તો જેને આત્માની દરકાર હોય ને અનાદિના જન્મ–મરણથી થાક લાગ્યો હોય તેને માટે વાત છે.
ઊંધી દ્રષ્ટિમાં મિથ્યાત્વના નિમિત્ત – નૈમિત્તિકની પરંપરા
સ્વભાવને ચૂકીને સંયોગદ્રષ્ટિને લીધે જ સંસાર ઊભો છે. મિથ્યાદ્રષ્ટિ જીવ કદાચ પુણ્ય બાંધશે અને
સમવસરણમાં જશે તો ત્યાં પણ, ભગવાન જે નિરાલંબી ચૈતન્ય તત્ત્વ કહે છે તેના ઉપર તે દ્રષ્ટિ નહિ કરે પણ
કર્મના ઉદયમાં દ્રષ્ટિ રાખીને ફરીને મિથ્યાત્વ જ ઉત્પન્ન કરશે. જે પુણ્ય કરતાં કરતાં ધર્મ થશે એમ માને છે, જેને
પુણ્ય ઉપર અને નિમિત્ત ઉપર દ્રષ્ટિ પડી છે, તેને પુણ્યનો ઉદય ભવિષ્યમાં ધર્મનું તો નિમિત્ત નહિ થાય, પણ
મિથ્યાત્વનું જ નિમિત્ત થશે. ‘અત્યારે તો સમકિત વગર વ્યવહારચારિત્ર પાળો, તેનાથી પુણ્ય થશે, પુણ્યથી
ભગવાન પાસે જશું, ને ત્યાં જઈને સમકિત પામી જશું’ એવી જેની ભાવના છે તે મિથ્યાદ્રષ્ટિ છે, તે પુણ્યને પણ
ભવિષ્યમાં મિથ્યાત્વનું નિમિત્ત બનાવશે. જુઓ, આ વાત સમજવા જેવી છે. અજ્ઞાનીને કર્મ વિકાર કરાવે છે–
એમ નથી, પણ તેની દ્રષ્ટિ ઊંધી છે તેથી જ તેને કર્મનો ઉદય ફરી ફરીને મિથ્યાત્વનું નિમિત્ત થાય છે.
ભગવાનની દિવ્યવાણીમાં તો સ્વભાવદ્રષ્ટિનો જ ઉપદેશ આવે છે, પણ અજ્ઞાનીને પોતાની રુચિ જ ઊંધી છે ત્યાં
ભગવાનનો ઉપદેશ શું કરે? અજ્ઞાની તો ભગવાન પાસે જઈને પણ, ભગવાનને સમ્યક્ત્વ વગેરેનું નિમિત્ત નહિ
બનાવે પણ મિથ્યાત્વભાવ કરીને કર્મના ઉદયને મિથ્યાત્વનું નિમિત્ત બનાવશે. એ રીતે, આ બંધ અધિકારમાં
અજ્ઞાનીને જ બંધન ગણ્યું છે; અજ્ઞાનીને ઊંધા ભાવમાં ભવિષ્યમાં કર્મનું નિમિત્તપણું આવશે, પણ સત્સમાગમનું
નિમિત્તપણું તેને નહિ થાય. સત્સમાગમ તો સ્વ તરફ વળવાનું કહે છે, જો સ્વ તરફ વળે તો જ સત્સમાગમને
નિમિત્ત કહેવાય.
જૈનધર્મનો મૂળ પાયો
અહો! સ્વભાવદ્રષ્ટિની આ વાત અત્યારે લોકોને બહુ મોંઘી થઈ પડી છે... પણ જૈનધર્મનો મૂળ પાયો જ
આ છે. આવી દ્રષ્ટિ પ્રગટ કર્યા વગર જેટલું કરે તે બધું ય સંસારનું જ કારણ થાય છે. આ દ્રષ્ટિ વગર
મોક્ષમાર્ગની શરૂઆતનો અંશ પણ થતો નથી. સાધુ નામ ધરાવનારા પણ જો એમ કહે કે ‘હમણાં
વ્યવહારચારિત્રથી પુણ્ય બાંધીને પછી ભગવાન પાસે જશું અને ત્યાં ભગવાનના નિમિત્તે નિશ્ચયસમ્યકત્ત્વ
પામશું, ’ તો તેમાં એકદમ ઊંધી દ્રષ્ટિ છે, તત્ત્વની ઘણી વિપરીત માન્યતા છે. આચાર્યદેવ કહે છે કે અરે જીવ!
જો તારી દ્રષ્ટિ જ નિમિત્ત ઉપર પડી છે તો ભવિષ્યમાં પણ તને તારી ઊંધી દ્રષ્ટિને લીધે કર્મ મિથ્યાત્વનું જ
નિમિત્ત થશે. આ નિમિત્તાધીન દ્રષ્ટિ છોડ ને ચિદાનંદ નિરપેક્ષ સ્વભાવની દ્રષ્ટિ કર તો અનાદિનું બંધન ટળે ને
ધર્મ થાય. પહેલાંં નિરપેક્ષ સ્વભાવની દ્રષ્ટિ કરવી તે જ જૈનધર્મનો મૂળ પાયો છે.
રાગનો અકારક આત્મસ્વભાવ
આ ભગવાન આત્મા પોતે સ્વભાવથી વિકારનો કર્તા નથી; વિકારનું કર્તૃત્વ તો પર્યાયબુદ્ધિમાં છે,
સ્વભાવદ્રષ્ટિથી તો આત્મા રાગાદિકનો અકર્તા જ છે. આવા આત્મસ્વભાવને ચૂકીને જે જીવ એકલા વર્તમાન પૂરતા
વિકારને જ ભાળે છે તે અજ્ઞાની છે. પર્યાયબુદ્ધિને અહીં ‘આત્મા’ જ ગણ્યો નથી. કેમકે રાગ તે ખરેખર આત્મા
નથી તેથી જે ભાવ રાગાદિકનો કર્તા થાય તે ભાવને ‘આત્મા’ ગણ્યો નથી પણ ‘અનાત્મા’ ગણ્યો છે. આત્મા

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૨૫૨ : આત્મધર્મ ૨૪૭૭ : આસો :
તરફ વળીને આત્માના સ્વભાવ સાથે એકતા કરે તેને જ અહીં ‘આત્મા’ ગણ્યો છે. ત્રિકાળી સ્વભાવ રાગરહિત
છે, તે સ્વભાવની દ્રષ્ટિથી તો આત્મા રાગનો અકર્તા જ છે.
શિષ્યની સમજવા માટેની ધગશ
‘આત્મા રાગાદિકનો અકર્તા જ છે’ એ વાત શિષ્યને રુચે છે, તેથી તે બરાબર સમજવા માટે અહીં શિષ્ય
પૂછે છે કે: પ્રભો! આત્મા રાગાદિકનો અકારક જ કઈ રીતે છે? પર્યાયમાં રાગ–દ્વેષ થતા દેખાય છે છતાં
આત્માને રાગદ્વેષનો અકર્તા આપ કઈ રીતે કહો છો? પ્રશ્નમાં સમજવા માટેની ધગશ છે. શિષ્યને એટલી વાત
તો બેઠી છે કે આખો આત્મા કાંઈ રાગાદિકનો કર્તા નથી. જો આખો આત્મા જ રાગાદિકનો કર્તા હોય તો તે
રાગાદિનું કર્તાપણું કદી ટળી ન શકે. રાગને જ સદા કર્યા કરું એવું મારું સ્વરૂપ ન હોય. તેથી પ્રશ્ન ઊઠ્યો કે હે
નાથ! આપે આત્માને રાગાદિકનો અકારક જ કહ્યો તે કઈ રીતે છે?
હવેની ત્રણ ગાથામાં આગમનું પ્રમાણ આપીને આચાર્યદેવ શિષ્યનું સમાધાન કરે છે:–
• ગથ: ૨૮૩ – ૮૪ – ૮પ •
‘અણપ્રતિક્રમણ દ્વયવિધ, અણપચ્ચખાણ પણ દ્વયવિધ છે,
–આ રીતના ઉપદેશથી, વર્ણ્યો અકારક જીવને. ૨૮૩.
અણપ્રતિક્રમણ બે–દ્રવ્યભાવે, એમ અણપચ્ચખાણ છે,
–આ રીતના ઉપદેશથી, વર્ણ્યો અકારક જીવને. ૨૮૪.
અણપ્રતિક્રમણ વળી એમ, અણપચ્ચખાણ દ્રવ્યનું, ભાવનું,
આત્મા કરે છે ત્યાં લગી, કર્તા બને છે જાણવું.’ ૨૮પ.
આ અલૌકિક ગાથાઓ છે. ‘ચૈતન્યસ્વભાવી ભગવાન આત્મા રાગાદિકનો અકર્તા છે’ એ વાત
આચાર્યદેવે પહેલાંં સ્ફટિકમણિનું દ્રષ્ટાંત આપીને યુક્તિથી તો સિદ્ધ કરી દીધી છે, અને હવે આગમનો આધાર
આપીને આચાર્યદેવ તે વાત સમજાવે છે. સર્વજ્ઞ ભગવાનના આગમ કેવાં હોય અને તે આગમની આજ્ઞા શું છે
તે વાત પણ આમાં આવી જાય છે.
આગમનો હુકમ છે કે ‘તું સ્વભાવનો આશ્રય કર, ને નિમિત્તનો આશ્રય છોડ!’ –તે એમ જાહેર કરે
છે કે વિકાર કરવાનો તારો સ્વભાવ નથી.
‘આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે; કારણકે, જો એમ ન હોય તો અપ્રતિક્રમણ અને
અપ્રત્યાખ્યાનના દ્વિવિધપણાનો ઉપદેશ બની શકે નહિ..’
રાગાદિભાવો નિમિત્તના આશ્રયે જ થાય છે, પણ સ્વભાવના આશ્રયે થતા નથી, માટે સ્વભાવથી
આત્મા રાગાદિભાવનો કર્તા નથી. રાગાદિભાવને કરવાનો જો આત્માનો સ્વભાવ હોય તો તે રાગરહિત કદી થઈ
શકે નહિ. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની ને નવતત્ત્વની શ્રદ્ધા, અગિયાર અંગનું જ્ઞાન અને પંચ મહાવ્રતનું પાલન
એવો જે વ્યવહારરત્નત્રયનો શુભરાગ તે પણ પરના જ અવલંબને થાય છે, વસ્તુસ્વભાવથી જોતાં આત્મા તે
વ્યવહારરત્નત્રયના રાગનો પણ અકર્તા જ છે. જુઓ તો ખરા! દરેકનો આત્મા આવો છે, દરેક આત્મા અંદર
ચૈતન્યપ્રભુ બિરાજી રહ્યો છે. આવા આત્માની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે, ને તે જ અપૂર્વ કલ્યાણનો ઉપાય
છે. ‘નિમત્તનો આશ્રય છોડ, વિકાર છોડ’ આવો આગમનો હુકમ છે તે એમ જાહેર કરે છે કે વિકાર કરવાનો
આત્માનો સ્વભાવ નથી. આગમનું ફરમાન છે કે તું નિમિત્તનો આશ્રય છોડ ને આત્માનો આશ્રય કર. કોઈ પણ
નિમિત્તના આશ્રયથી લાભ થાય–એવું ભગવાનના આગમનું ફરમાન નથી. જે કોઈ પણ પરના આશ્રયથી લાભ
થવાનું બતાવે તે કોઈ પણ દેવ, ગુરુ કે શાસ્ત્ર સાચાં નથી.
અંર્તસ્વભાવનું અવલોકન
જીવોએ પોતાના અંર્તસ્વભાવનું અવલોકન કરવાની કદી દરકાર કરી નથી. બહારમાં કાંઈક નવું દેખે તો
ત્યાં આશ્ચર્ય લાગે છે પણ અંદરમાં પોતે પરમેશ્વર શક્તિનો

PDF/HTML Page 8 of 21
single page version

background image
: આસો : ૨૪૭૭ આત્મધર્મ : ૨૫૩ :
પિંડ છે તેનો મહિમા લાવીને અંતર્મુખ કદી જોયું નથી. જેમ ઘરમાં મોટી કિંમતનો ઊંચો દાગીનો આવે તો તે
જોવા માટે બધા માણસો કેવી હોંશથી ભેગા થાય છે! તેમ ખરી રીતે તો આવા આત્માના સ્વભાવને જોવા માટે
બધાએ ભેગા થવું જોઈએ. શ્રીમદે પણ કહ્યું છે કે ‘અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર’ –આ સંસાર
અનાદિકાળથી છે, પણ જો અંતર્મુખ થઈને શુદ્ધ આત્માનું અવલોકન કરે તો ક્ષણમાં તેનો નાશ થઈ જાય છે.
સમયસારમાં આત્માનો સ્વભાવ બતાવતાં આચાર્ય ભગવાન કહે છે કે આત્મા રાગાદિક વિકારનો
અકર્તા જ છે; કેમ કે જો આત્મા પોતે સ્વભાવથી વિકારનો કર્તા હોય તો નિમિત્તના આશ્રયને અને વિકારને
છોડવાનો આગમનો જે હુકમ છે તેમાં વિરોધ આવે છે. –કઈ રીતે? તે વિશેષ કહેવાશે.
‘અહો! આ વાત કદી સાંભળી નથી’
અત્યારે ધર્મના નામે ઘણા ફેરફાર દેખાય છે. પુણ્યથી અને
પરથી ધર્મ મનાય છે. અનાદિથી જીવ જે માનતો આવ્યો છે તેનાથી
આ આત્મ–ધર્મની જુદી વાત છે. સત્ય વાત તો જેમ છે તેમ કહેવી પડે
અને તે માન્યે જ છૂટકો. સત્યને હળવું–સોઘું કરીને (વિપરીત) ન
મૂકાય. કોઈ કહે કે આ તો બહુ ઊંચા દરજ્જાની વાત છે, તો તેમ નથી,
કેમ કે આ તો ધર્મના પહેલાંમાં પહેલાં એકડાની વાત છે.
પુણ્ય–પાપ મારાં, શુભભાવ કરતાં કરતાં ધીમે ધીમે ધર્મ થશે–
એવી ઝેરી માન્યતાનું અર્થાત્ રાગ–દ્વેષ–અજ્ઞાનભાવનું વીતરાગનાં
નિર્દોષ વચનો વિરેચન કરાવી દે છે. મોક્ષાર્થીને કોઈ પણ બંધનભાવનો
આદર ન હોવો જોઈએ.
આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી વિરુદ્ધ ભાવને કોઈ ધર્મ
કહે તો તે વિકથા છે. સત્ય વાત અજાણ્યાને કઠણ લાગે કેમ કે પૂર્વે કદી
સાંભળી નથી, તથા કદાગ્રહીને વિરોધરૂપ પણ લાગે. પરંતુ સરળ અને
જિજ્ઞાસુ જીવો તો પોતાની શુદ્ધતાની વાત સાંભળી હર્ષથી નાચી ઊઠે
છે, અને કહે છે કે અહો! આવી વાત અમે કદી પણ સાંભળી નથી.
આત્માને ધર્મ માટે પુણ્યાદિ પરાશ્રયની જરૂર શરૂઆતમાં પણ
નથી. સાચી સમજણ વિના વ્રત, તપ વગેરેથી પુણ્ય બાંધી જીવ નવ
ગ્રૈવેયક સુધી ગયો, છતાં સ્વતંત્ર આત્મસ્વભાવને જાણ્યો નહિ, ને તેથી
તેનું ભવભ્રમણ ટળ્‌યું નહિ.
જુઓ, સમયસાર–પ્રવચનો ભાગ ૧ પૃ. ૧૧૬.

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૨૫૪ : આત્મધર્મ ૨૪૭૭ : આસો :
“ધાર્મિકોત્સવ – પ્રવચનો”
[२]
[શ્રાવણ વદ ૧૩: સમયસાર ગા. ૨૮૩–૮૪–૮પ]
ભગવાનનો ઉપદેશ એમ જણાવે છે કે આત્મા સ્વભાવથી વિકારનો કર્તા નથી
આ અધિકાર સૂક્ષ્મ અને અપૂર્વ છે. અનાદિ કાળથી પોતાનો જે સ્વભાવ નથી સમજ્યો તે સ્વભાવને
સમજીને સંસારનો અંત આવે તેવી આ વાત છે.
આત્મા આ શરીરથી ભિન્ન કાયમ જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, તેમાં સ્વભાવથી વિકાર નથી; વિકાર તો ક્ષણે
ક્ષણે પરાશ્રયે ઉત્પન્ન થઈને નાશ પામે છે. આચાર્ય ભગવાન કહે છે કે વસ્તુસ્વભાવથી જોતાં તો આત્મા
વિકારનો અકારક જ છે, માટે જ ‘તું વિકારને છોડ’ એવો આગમનો ઉપદેશ છે. જો વિકારનો કર્તા થવાનો
આત્માનો સ્વભાવ હોય તો તે છોડવાનો ઉપદેશ કેમ હોય?
જો જીવ પર ઉપર રુચિ અને વલણ કરે તો અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન રહે છે, તેનો અર્થ એ થયો
કે સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરે તો તે વિકારનો કર્તા નથી. ‘મારો આત્મસ્વભાવ ઠીક નહિ ને પર પદાર્થ હોય તો મને
ઠીક’ એવો જે અજ્ઞાનીનો ભાવ છે તે બંધન ભાવ છે. જ્યાં સુધી પરને અને પરના આશ્રયે થતા વિકારને ઠીક
માને ત્યાં સુધી જીવને મિથ્યાત્વાદિનું અપ્રતિક્રમણ છે; પણ ‘તું પર દ્રવ્યના આશ્રયે થતા વિકારની રુચિ છોડ, તું
નિમિત્તના આશ્રયને છોડ’ એવો જે ભગવાનનો ઉપદેશ છે તે એમ જણાવે છે કે ખરેખર આત્મા સ્વભાવથી
વિકારનો કર્તા નથી. ‘પરથી તું પાછો ફર’ એવો જે ઉપદેશ છે તે આત્માના અકર્તાપણાને જ જાહેર કરે છે. જો
આત્મા વિકારનો અકર્તા ન હોય તો ‘તું પરથી પાછો ફર ને સ્વ તરફ વળ’ એવો ઉપદેશ જ ન બની શકે.
ભગવાન! અંદર ડોકિયું કરીને તું એકવાર આત્માને જો તો ખરો, કે મારો આત્મા વિભાવનો અકર્તા જ
છે; સ્વભાવની દ્રષ્ટિથી જોતાં આત્માને વિભાવનું કર્તાપણું છે જ નહિ. પર નિમિત્ત અને તેના લક્ષે થતો
વિકારભાવ, તેની સંધિ તોડ ને આત્મા સાથે સંધિ જોડ... એવો સર્વજ્ઞ ભગવાનનો ઉપદેશ આત્માના
અકર્તાપણાની જાહેરાત કરે છે.
પૂર્વે મને અમુક પરવસ્તુ મળી તો ઠીક અને પૂર્વે મને વિભાવ થયો તે ઠીક, પૂર્વે પુણ્ય બંધાયા તે સારા
હતાં–એવો ભાવ રહે તે અપ્રતિક્રમણ છે; અને ભવિષ્યમાં મને મહાવિદેહક્ષેત્ર અને તીર્થંકર ભગવાન વગેરે પર
વસ્તુ મળે તો ઠીક ને તેના લક્ષે થતો વિભાવ તે ઠીક એવો ભાવ રહે તે અપ્રત્યાખ્યાન છે. ––એવા ભાવોને તું
છોડ એવો આગમનો ઉપદેશ છે તે વિભાવનું અનિત્યપણું જણાવે છે, ને વિભાવરહિત શુદ્ધસ્વભાવનું નિત્યપણું
જણાવે છે. માટે આત્મા પોતાના કાયમી સ્વભાવથી ક્ષણિક વિભાવનો કર્તા નથી. આત્મા પર ભાવોથી પાછો
ખસીને સ્વભાવ તરફ આવી શકે છે, અને સ્વભાવ તરફ વળતાં વિકારભાવ થતો નથી કેમ કે વિકાર તે
આત્માનો સ્વભાવ નથી, આત્મા પોતાના સ્વભાવથી વિકારનો અકર્તા છે.
ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા! તારા સ્વભાવમાં વિકાર નથી, ક્ષણિક વિકારનો તું કર્તા નથી. તું પર
ઉપર લક્ષ ન કર, તું પર લક્ષે થતા વિભાવને સારા ન માન, ––એવો જે સર્વજ્ઞનો ઉપદેશ છે તે તારા
અકર્તાપણાને જાહેર કરે છે. પર નિમિત્ત ઉપર લક્ષ જાય તે કાયમી ચીજ નથી તેમ જ વિકાર પણ કાયમી ચીજ
નથી, તે ક્ષણિક છે, તે ક્ષણિક ભાવોને તું છોડ, એટલે

PDF/HTML Page 10 of 21
single page version

background image
: આસો : ૨૪૭૭ આત્મધર્મ : ૨૫૫ :
કે તેના કર્તાપણાને છોડીને તારા અકર્તા સ્વભાવ તરફ વળ. –આવો ઉપદેશ આત્માને સ્વભાવથી વિકારનું
અકર્તા પણું બતાવે છે.
પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન ક્યારે થાય?
અપ્રતિક્રમણનો કે અપ્રત્યાખ્યાનનો ભાવ કાંઈ ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં નથી, તે બંને ભાવ તો
વર્તમાનમાં જ છે, તેમ જ તે છોડીને પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો ભાવ પણ વર્તમાનમાં જ છે. વર્તમાન જે
ભાવ પર તરફ વળ્‌યો તેમાં અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન છે અને વર્તમાન જે ભાવ સ્વભાવ તરફ વળ્‌યો તે
ભાવ પોતે જ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન છે. પ્રતિક્રમણનો અને પ્રત્યાખ્યાનનો ભાવ જુદો જુદો નથી.
ભૂતકાળના કે ભવિષ્યના વિભાવની રુચિ તો વર્તમાન ભાવમાં છૂટે છે; વર્તમાન ભાવ જ્યાં સ્વ તરફ વળ્‌યો ત્યાં
તેમાંથી ભૂત–ભવિષ્યનું અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન છૂટી ગયું. માટે નક્કી થાય છે કે ભગવાન આત્મા
સ્વભાવથી વિકારનો અકર્તા જ છે. ધર્મી જીવને શ્રદ્ધા અપેક્ષાએ તો ક્ષણે ને પળે વિકારનું પ્રતિક્રમણ તેમ જ
પ્રત્યાખ્યાન વર્તી રહ્યું છે. જે જીવ રાગને પોતાનું કર્તવ્ય માને છે ને રાગરહિત જ્ઞાયકસ્વભાવ તરફ વળતો નથી
તે જીવ, ભલે મહાવ્રત પાળતો હોય તો પણ, ક્ષણે ને પળે મિથ્યાત્વ વગેરેનું અપ્રતિક્રમણને અપ્રત્યાખ્યાન જ કરી
રહ્યો છે. જે અજ્ઞાની જીવ પર્યાયદ્રષ્ટિથી વિકારનો કર્તા થઈ રહ્યો છે તેને આચાર્યદેવ સમજાવે છે કે–જો ભાઈ!
સ્વભાવદ્રષ્ટિથી તું વિકારનો અકર્તા છો, માટે વિકારની અને નિમિત્તની દ્રષ્ટિ છોડ. સ્વભાવના આશ્રયથી વિકાર
થતો નથી પણ નિમિત્ત–નૈમિત્તિક સંબંધથી જ વિકાર થાય છે, માટે સ્વભાવથી તું વિકારનો કર્તા નથી. –આમ
સમજીને સ્વભાવનો આશ્રય કર ને વિકારનું કર્તાપણું છોડ, તો સાચું પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન થાય.
આગમનો ઉપદેશ આત્માનું અકર્તાપણું જાહેર કરે છે
‘અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જે ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદે દ્વિવિધ (બે પ્રકારનો) ઉપદેશ છે
તે, દ્રવ્ય અને ભાવના નિમિત્ત–નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો, આત્માના અકર્તાપણાને જ જણાવે છે. ’
પૂર્વના પરદ્રવ્યથી પાછું ન ખસવું તે દ્રવ્ય અપ્રતિક્રમણ છે; અને પૂર્વના વિભાવથી પાછું ન ખસવું તે ભાવ
અપ્રતિક્રમણ છે. ––એમ બે પ્રકારનું અપ્રતિક્રમણ છે.
એ જ પ્રમાણે, ભવિષ્યમાં કોઈ પણ પરદ્રવ્ય મળે તો ઠીક એવો ભાવ તે દ્રવ્યઅપ્રત્યાખ્યાન છે; અને
ભવિષ્યનો વિકારભાવ ઠીક એવો ભાવ તે ભાવઅપ્રત્યાખ્યાન છે. –એમ બે પ્રકારનું અપ્રત્યાખ્યાન છે.
વર્તમાન પર્યાય સ્વભાવ તરફ ન વળતાં જેટલી પર તરફ વળે છે તેટલું અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન છે.
આ બંને પ્રકારના અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન છોડવા જેવા છે–એવો જે આગમનો ઉપદેશ છે તે આત્માના
અકર્તાપણાને જ બતાવે છે. જો આત્મા સ્વભાવથી તેમનો કર્તા હોય તો તે છોડવાનો ઉપદેશ હોઈ શકે નહીં.
દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે જે અપ્રતિક્રમણાદિનો ઉપદેશ છે તે એમ જાહેર કરે છે કે પરદ્રવ્ય
નિમિત્ત છે ને તેના આશ્રયે થતો વિકાર તે નૈમિત્તિક છે; આમ વિકારમાં પર સાથેના નિમિત્ત–નૈમિત્તિકપણાની
જાહેરાત થાય છે, પણ તેમાં આત્માની જાહેરાત થતી નથી, એટલે કે દ્રવ્ય અને ભાવનો જે નિમિત્ત–નૈમિત્તિક
સંબંધ છે તે આત્માનું અકર્તાપણું સિદ્ધ કરે છે. જ્યાં સુધી નિમિત્ત–નૈમિત્તિકસંબંધની દ્રષ્ટિ છે ત્યાંસુધી જ
આત્માને અપ્રતિક્રમણાદિનું કર્તાપણું છે, પણ સ્વભાવથી આત્મા વિકારનો કર્તા નથી.
મિથ્યાત્વનું પ્રતિક્રમણ ક્યારે થાય?
અહીં જે દ્રવ્ય અને ભાવનું નિમિત્ત–નૈમિત્તિકપણું છે તેના ઉપર અજ્ઞાનીની જ દ્રષ્ટિ છે, ને તે જ તેને
બંધનું કારણ છે. જ્ઞાનીને સ્વભાવની દ્રષ્ટિમાં પર સાથે નિમિત્ત–નૈમિત્તિકપણું તૂટી ગયું છે. આત્મા સિવાય
જગતની બધી ચીજો પરદ્રવ્ય છે, તેની રુચિથી મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. નિમિત્ત–નૈમિત્તિક સંબંધને જે
લાભનું કારણ માને તે નિમિત્ત તરફનું વલણ છોડીને સ્વ તરફ વળે નહિ ને તેને મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય
નહિ. તું પર નિમિત્તની રુચિ છોડ ને સ્વભાવ તરફ વળ–એવો ઉપદેશ ક્યારે બને? –કે જો સ્વભાવથી આત્મા
વિકારનો અકર્તા જ હોય તો જ તે ઉપદેશ બની શકે.

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૨૫૬ : આત્મધર્મ ૨૪૭૭ : આસો :
વિકારભાવ તે નૈમિત્તિક, ને પરદ્રવ્ય તે નિમિત્ત;–એમ વિકારનું નિમિત્ત–નૈમિત્તિકપણું પર સાથે છે, પણ
આત્માના સ્વભાવ સાથે નથી, માટે આત્મા તેનો અકર્તા જ છે. આવા આત્મસ્વભાવની દ્રષ્ટિ થતાં જ
મિથ્યાત્વનું પ્રતિક્રમણ થઈ જાય છે. ખરી રીતે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરવું નથી પડતું પણ જ્યાં સ્વભાવ તરફ
વળ્‌યો ત્યાં મિથ્યાત્વની ઉત્પત્તિ જ ન થઈ, એટલે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય છે.
જુઓ! આ પ્રતિક્રમણ કરવાની વાત ચાલે છે. બધા પાપમાં સૌથી મોટું પાપ મિથ્યાત્વનું છે, સૌથી
પહેલાંં તે મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય છે. અનાદિના મિથ્યાત્વનું પ્રતિક્રમણ કર્યા વિના ધર્મની શરૂઆત થતી
નથી. જેણે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરવું હોય તેણે શું કરવું? –કે આત્માનો જ્ઞાનસ્વભાવ વિકારનો અકર્તા છે–
એમ સમજીને પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરતાં મિથ્યાત્વનું પ્રતિક્રમણ થઈ જાય છે, ને ભવિષ્યના મિથ્યાત્વનું
પ્રત્યાખ્યાન પણ ભેગું જ થઈ જાય છે. અનાદિથી એક સેકંડમાત્ર પણ જીવે આવું પ્રતિક્રમણ કર્યું નથી. જો
એકવાર પણ આવું પ્રતિક્રમણ કરે તો અલ્પકાળમાં મૂક્તિ થયા વિના રહે નહિ.
અહો! આત્માનો નિરપેક્ષ અકર્તા સ્વભાવ! તેમાં અંતર્મુખ થા!
વાહ! જુઓ તો ખરા, આચાર્યદેવ આત્માનો નિરપેક્ષસ્વભાવ બતાવે છે. કોઈ પણ નિમિત્તની ઉપાધિ
ભગવાન આત્માને નથી. વિભાવ અને વિભાવના નિમિત્તો–એ બંનેનો આત્મા અકર્તા છે. વિભાવમાં પરદ્રવ્ય
નિમિત્ત છે, વિભાવ પરના આશ્રયે થાય છે પણ આત્માના આશ્રયે થતો નથી, માટે આત્મા સ્વભાવથી વિકારનો
અકર્તા છે. અહો! આવું અકર્તાપણું જેને ગોઠે તેને વિકારની રુચિ રહે જ નહિ. ચૈતન્યસ્વભાવ જ્ઞાનમૂર્તિ
ભગવાન આત્મા નિરપેક્ષ નિરાલંબી છે, કોઈ પણ પરનું આલંબન તેને નથી અને પરાવલંબને થતો વિકાર પણ
તેને નથી. આવા મહિમાવંત પોતાના સ્વભાવને ન માનતાં જેણે એક પણ પરદ્રવ્યની કે પરના આશ્રયે થતા
વિકારની રુચિ કરી તેણે સ્વભાવનો અનાદર કરીને ત્રણે કાળના વિભાવનું અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન કર્યું
છે, તે મોટો અધર્મ છે. હે ભાઈ! તે અધર્મને છોડીને હવે જો તારે ધર્મ કરવો હોય તો, આચાર્ય ભગવાન કહે છે
કે, પરવસ્તુ અને તેના આશ્રયે થતા વિભાવથી રહિત એવો તારો ચૈતન્યસ્વભાવ કાયમ છે તેની દ્રષ્ટિ કરીને
તેમાં અંતર્મુખ થા. જેણે અંતર્મુખ વલણ છોડીને કોઈ પણ બહિર્મુખ વલણથી લાભ માન્યો તે મિથ્યાદ્રષ્ટિ છે, –
પછી ભલે આ આત્મા સિવાય સિદ્ધ ભગવાન પ્રત્યે કે તીર્થંકર ભગવાન પ્રત્યેનું વલણ હોય, તોપણ તે ભાવથી
લાભ માને તે મિથ્યાદ્રષ્ટિ જ છે. માટે હે જીવ! તું પર ચીજની અને પર ચીજના આશ્રયે થતા વિકારની રુચિ
છોડ ને અંર્તસ્વભાવની રુચિ કર, એવો સર્વજ્ઞના આગમનો હુકમ છે, તે આત્માને વિકારનું અકર્તાપણું છે એમ
જાહેર કરે છે.
સ્વભાવસન્મુખ થઈને નિમિત્ત સાથેનો સંબંધ તોડવો તે ધર્મ છે.
સમ્યગ્દ્રષ્ટિએ પોતાના અકર્તા–જ્ઞાયક સાક્ષી–સ્વભાવને જાણ્યો છે, તેથી તેને પુણ્ય–પાપની ભાવના હોતી
નથી પણ પુણ્ય–પાપરહિત ચિદાનંદ આત્મસ્વભાવની જ ભાવના હોય છે. આત્મસ્વભાવ પોતે વિકારનું કારણ
નથી, વિકારનું નિમિત્ત પરવસ્તુ જ છે. –આમ જે દ્રવ્ય અને ભાવનો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ ભગવાને કહ્યો છે
તે આત્માના અકર્તાપણાને જાહેર કરે છે. જેણે નિમિત્ત–નૈમિત્તિકની સંધિ તોડી નાખી ને સ્વભાવ સાથે સંધિ
જોડી તે જીવ વિકારનો કર્તા થતો નથી. રાગના અને નિમિત્તના સંબંધને જાહેર કરતું જ્ઞાન આત્મસ્વભાવમાં
જોડાણ કરે છે ને નિમિત્ત સાથેના સંબંધને તોડી નાંખે છે; માટે આત્મા વિભાવનો અકર્તા છે. આવા આત્માની
રુચિ–પ્રતીતિ–મહિમા કરીને તેની સન્મુખ થવું તે ધર્મ છે.
આ વાત સમજ્યા વિના મિથ્યાત્વનાં મૂળ ઉખડે નહિ. નિરપેક્ષસ્વભાવને ન અનુમોદતાં નિમિત્ત–
નૈમિત્તિક–ભાવને અનુમોદવો તે જ અધર્મનું મૂળ છે; ને પર સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધની દ્રષ્ટિ છોડીને
નિરપેક્ષસ્વભાવની સન્મુખ થવું તે ધર્મનું મૂળ છે.

PDF/HTML Page 12 of 21
single page version

background image
: આસો : ૨૪૭૭ આત્મધર્મ : ૨૫૭ :
‘સ્વાનુભૂત્યા ચકાસતે’
[આત્માની ધર્મક્રિયા]



શ્રી સમયસારની ટીકાના મંગલાચરણમાં શુદ્ધ આત્માને નમસ્કાર કરતાં આચાર્યદેવ કહે છે કે ‘
नमः
समयसाराय स्वानुभूत्या चकासते’ સમયસાર એટલે શુદ્ધ આત્મા, તેને નમસ્કાર હો. તે આત્મા પોતાની જ
અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે, અર્થાત્ પોતાને પોતાથી જ જાણે છે–પ્રગટ કરે છે.
જુઓ! આમાં આત્માની ધર્મક્રિયાની વાત છે. આત્મા કઈ ક્રિયાથી પ્રકાશે છે? પોતાની જ અનુભવનરૂપ
ક્રિયાથી આત્મા પ્રગટે છે. રાગની ક્રિયાથી કે દેહની ક્રિયાથી આત્માને ધર્મ થાય–એ મિથ્યાદ્રષ્ટિઓએ માનેલી વાત
છે. વિકાર વડે કે દેહાદિની કોઈ ક્રિયા વડે આત્મા જણાતો નથી અને તે વડે આત્માનો ધર્મ થતો નથી. આત્માના
ધર્મની ક્રિયા તો જડથી અને રાગથી પાર છે. શુદ્ધ આત્માની સ્વાનુભૂતિ તે જ આત્માની ધર્મક્રિયા છે. જડ
શરીરની ક્રિયાથી તો આત્માને ધર્મ કે અધર્મ થતો નથી, ને પુણ્ય–પાપ તે વિકારની ક્રિયા છે તે ક્રિયા વડે
આત્માનો ધર્મ થતો નથી, અજ્ઞાની જીવે અનાદિથી પૈસામાં ને શરીરની ક્રિયામાં તથા પુણ્યમાં ધર્મ માન્યો છે તે
સંસારમાં રખડવાની ક્રિયા છે, તેમાં ધર્મ નથી. હું શુદ્ધ ચૈતન્યસત્તા છું–એમ આત્માના અનુભવરૂપ ક્રિયાથી ધર્મ
થાય છે, એ ક્રિયા જ મોક્ષનું કારણ છે. જ્ઞાનને અંર્તસ્વભાવમાં વાળીને એકાગ્ર કરવું તે સ્વાનુભૂતિની ક્રિયા છે,
તેનાથી આત્મા જણાય છે. દયાદિ પુણ્યની ક્રિયાથી કે શરીરાદિ જડની ક્રિયાથી આત્મા જણાતો નથી.
ચૈતન્યસ્વભાવની રુચિ અને તેના આશ્રયની અંતરની જ્ઞાનક્રિયાથી જ સમ્યગ્ક્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ થાય
છે. આ રીતે જ્ઞાનસ્વભાવની એકાગ્રતાથી જ ધર્મ થાય છે.
સમ્યગ્દર્શન થયા પછી પણ જે વ્રતાદિના વિકલ્પો થાય છે તે રાગ છે, તે ખરેખર આત્માની ધર્મક્રિયા
નથી. જ્યાં વ્રતાદિના રાગની રુચિ છે ત્યાં તો આત્મા પ્રકાશતો જ નથી; વ્રતાદિની રુચિવાળો જીવ મિથ્યાદ્રષ્ટિ
છે, તે રુચિ છૂટીને જ્ઞાનસ્વભાવની રુચિ થાય–તે ક્રિયાથી આત્મા પ્રકાશે છે–જણાય છે. કોઈ નિમિત્તથી કે પુણ્ય–
પાપથી આત્મા જણાતો નથી, રાગરહિત અંતરની સ્વાનુભૂતિથી જ આત્મા જણાય છે. પહેલાંં પર તરફની રુચિ
હતી તે પલટીને જ્ઞાનસ્વભાવ તરફ રુચિને ફેરવી, તે રુચિ પલટવાની ક્રિયા થઈ, તે ક્રિયા વડે આત્મા પોતે
પોતાને જાણે છે. રાગ અને પરની ક્રિયા વિનાનો અંતરનો ચૈતન્યસ્વભાવ છે તે પોતે જ પોતાને જાણે છે, પોતે
જ પોતાને પ્રગટ કરે છે. સ્વભાવના આશ્રયે જ સમ્યગ્જ્ઞાનની ક્રિયાનો ઉત્પાદ થાય છે. દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે પર
તરફના લક્ષે કષાયની મંદતાથી શુભપરિણામ થાય તે પુણ્ય છે, વિકાર છે, તેથી તે અધર્મ છે, તેને ધર્મ માને તે
અધર્મી છે. ધર્મ તો અંર્તસ્વભાવમાં એકાગ્રતારૂપ સ્વાનુભૂતિની ક્રિયાથી જ થાય છે. શુભરાગ થાય તે
સ્વાનુભૂતિની ક્રિયા નથી ને તેનાથી આત્મા જણાતો નથી. અંતરમાં જ્ઞાનની એકાગ્રતારૂપ સ્વાનુભૂતિથી આત્મા
પોતે પોતાને સ્વજ્ઞેય કરે છે. આ જ સમ્યગ્દર્શન થવાની રીત છે.
શુદ્ધ આત્મા પરથી જણાય તેવો નથી. શ્રવણ પણ પર ચીજ છે, તે શ્રવણથી આત્મા જણાય તેવો નથી;
શ્રવણના લક્ષે તો શુભરાગ થાય છે. જે જીવમાં યથાર્થ લાયકાત અને સમજણની તૈયારી હોય તેને સત્
શ્રવણનો

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૨૫૮ : આત્મધર્મ ૨૪૭૭ : આસો :
વિકલ્પ તો ઊઠે; પણ તે સમજે છે કે આ વિકલ્પ તે રાગ છે, તે રાગ વડે આત્મા જણાય તેવો નથી, અંતરમાં
જ્ઞાનથી આત્મા જણાય છે અને સંભળાવનાર સદ્ગુરુ પણ તેને એવું જ સંભળાવે છે. જ્ઞાન જ્ઞાનમાં એકાગ્રતા
કરે એવી ક્રિયાથી ધર્મ અને મુક્તિ થાય છે, એ સિવાય બીજી કોઈ ક્રિયાથી ધર્મ કે મુક્તિ થતી નથી.
અહીં માંગળિકમાં જ આચાર્યદેવે સ્વાનુભૂતિની વાત કરીને આત્માનું પ્રત્યક્ષપણું બતાવ્યું છે.
સ્વાનુભૂતિમાં આત્મા પ્રત્યક્ષ છે. આત્માને પોતાને પોતાની ખબર ન પડે એમ માનનાર જીવને ધર્મનું ભાન
નથી. આત્મા સર્વથા પરોક્ષ નથી. આત્માને સર્વથા પરોક્ષ માને એટલે કે એકલા પરના ને રાગના જ આશ્રયે
કામ કરે એમ માને તો તે જીવ ધર્મી નથી. નીચલી દશામાં સાધકને પરોક્ષજ્ઞાન પણ ભલે હો, પરંતુ પોતે
પોતાના જ્ઞાનસ્વભાવના સ્વસંવેદનમાં તો પ્રત્યક્ષ છે. જો સ્વસંવેદન પ્રત્યક્ષ ન હોય ને સર્વથા પરોક્ષ જ હોય તો
તે ધર્મી નથી. સાધકને પણ સ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ છે, સર્વથા પરોક્ષ નથી. પરના આશ્રયે કામ કરે એવો
જ્ઞાનનો સ્વભાવ નથી; એટલે કેવળજ્ઞાન થતાં સંપૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન ખીલી જાય છે ને પરોક્ષજ્ઞાનનો અભાવ થઈ
જાય છે.
જે સર્વથા ગુણગુણીભેદ માને છે એટલે કે આત્મા અને જ્ઞાનને સર્વથા જુદા માને છે તે, આત્માનું જ્ઞાન
બહારથી આવે છે એમ માને છે. આત્માના અંતરના આશ્રયે જ્ઞાન આવે છે તેમ ન માનતાં, પર નિમિત્તના
આશ્રયે બહારથી જ્ઞાન આવે છે એમ જે માને છે તેણે ગુણ–ગુણીનો સર્વથા ભેદ માન્યો છે. આત્મા પોતાની
સ્વાનુભૂતિથી જ પ્રકાશે છે–એમ કહેવામાં, ગુણગુણીના સર્વથા ભેદની માન્યતાનું ખંડન થઈ જાય છે.
વળી, ‘આત્માની સમ્યક્શ્રદ્ધા થતાં ચારિત્ર અને વીતરાગતા પણ સાથે જ પ્રગટી જવા જોઈએ,
સમ્યગ્દર્શન થયા પછી રાગ બિલકુલ થવો જ ન જોઈએ’ એમ કોઈ માને તો તેણે ગુણગુણીને સર્વથા અભેદ
માન્યા છે. આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર વગેરે અનંત ગુણો છે ને તેમનું કાર્ય કથંચિત્ ભિન્ન ભિન્ન છે, એટલે
સમ્યક્શ્રદ્ધા પછી ચારિત્ર પૂરું થતાં વચ્ચે અમુક કાળ લાગે છે. શ્રદ્ધામાં પરિપૂર્ણ ગુણીને પકડતાં તે જ ક્ષણે બધા
ગુણોની શુદ્ધતા એક સાથે પૂરી પ્રગટી જવી જોઈએ એમ જે માને તેણે વસ્તુના કથંચિત્ ગુણગુણીભેદને જાણ્યો
નથી, એટલે તેણે અનેકાંતમય આત્મસ્વભાવને જાણ્યો નથી.
અહીં પ્રત્યક્ષ–પરોક્ષપણામાં પણ અનેકાન્ત છે. આત્માને સર્વથા પરોક્ષ જ માને તો પરનું અવલંબન
છૂટીને સાધકદશા જ ન થઈ શકે. અને આત્માને સર્વથા પ્રત્યક્ષ જ માને તો છદ્મસ્થને આત્મજ્ઞાન જ સિદ્ધ ન
થાય એટલે સાધકદશા જ સિદ્ધ ન થાય. સર્વથા પ્રત્યક્ષજ્ઞાન તો કેવળીને હોય છે. નીચલી દશામાં સમ્યગ્દ્રષ્ટિને
આત્માનું જ્ઞાન થતાં તે સર્વથા પ્રત્યક્ષ થઈ જાય–એમ નથી. સર્વથા પ્રત્યક્ષ તો કેવળજ્ઞાનમાં હોય, સાધકપણામાં
સર્વથા પ્રત્યક્ષ ન હોય. સાધકદશામાં આત્મા કથંચિત્ પ્રત્યક્ષ હોય ને કથંચિત્ પરોક્ષ પણ હોય. સ્વાનુભૂતિની
અપેક્ષાએ સાધકને પણ આત્મા પ્રત્યક્ષ છે, પણ કેવળજ્ઞાનીની જેમ અસંખ્યપ્રદેશો પ્રત્યક્ષ દેખાતા નથી. જેણે એક
સાથે જ સર્વથા પ્રત્યક્ષ જ્ઞાન થઈ જવાનું માન્યું, પણ અંશે પ્રત્યક્ષ સાથે પરોક્ષજ્ઞાન પણ હોય છે એમ ન માન્યું,
તેણે ગુણગુણીભેદ ન માનતાં ગુણગુણીને સર્વથા અભેદ માન્યો છે. તથા સાધકને અંશે પણ પ્રત્યક્ષજ્ઞાન ન થાય
તે સર્વથા પરોક્ષ જ હોય–એમ માને તો તેણે ગુણગુણીનો સર્વથા ભેદ માન્યો છે.
અનાદિનું મિથ્યાજ્ઞાન ટળીને જ્ઞાનની અંતરની સ્વાનુભવક્રિયા થતાં તે ક્ષણે જ પૂર્ણપ્રત્યક્ષ કેવળજ્ઞાન થઈ
જતું નથી, પણ સ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ છે, આનંદનો અનુભવ પ્રત્યક્ષ છે. આનું નામ આત્માની સ્વાનુભૂતિ
એટલે કે ધર્મની ક્રિયા છે. બહારથી જ્ઞાન થાય એમ માનવું તે તો સ્થૂળ મિથ્યાત્વ છે. બહારથી તો આત્માનું જ્ઞાન
થતું નથી, ને અંતરમાં જ્ઞાનથી આત્માને જાણતાં તે ક્ષણે જ પૂર્ણ જ્ઞાન પ્રગટી જાય એમ પણ નથી; તે જ્ઞાનમાં
પૂર્ણ સ્વભાવ જણાયો છે પણ હજી પૂર્ણતા પ્રગટી ગઈ નથી. વિકાર તે આત્માનો સ્વભાવ નથી, વિકાર વગરનો
આત્માનો પરિપૂર્ણ સ્વભાવ છે; તે સ્વભાવ જ્ઞાનમાં જણાય તેની સાથે જ બધો વિકાર ટળી જવો જોઈએ–એમ
માનનાર પણ આત્માના અનંત ગુણોને જાણતો નથી. જેમ છે તેમ બધા પડખેથી આત્માને જાણ્યા વગર તેની
યથાર્થ સમ્યક્શ્રદ્ધા થાય નહિ, સમ્યક્–

PDF/HTML Page 14 of 21
single page version

background image
: આસો : ૨૪૭૭ આત્મધર્મ : ૨૫૯ :
શ્રદ્ધા વગર સ્વાનુભૂતિ થાય નહિ ને આત્મા પ્રકાશે નહિ. આત્મા પોતાની સ્વાનુભૂતિથી ચકાસે છે ને તે
સ્વાનુભૂતિ આત્માની ઓળખાણ તથા શ્રદ્ધાથી થાય છે.
‘કેવળી ભગવાનની જેમ આત્માના અસંખ્ય પ્રદેશો અને અનંતગુણો પ્રત્યક્ષ જણાય તો જ સમ્યગ્જ્ઞાન
થયું કહેવાય, નહિતર ત્યાં સુધી મિથ્યાજ્ઞાન કહેવાય’ ––એમ માનનારને પણ વસ્તુસ્વરૂપનું ભાન નથી. નીચલી
દશામાં સાધક ધર્માત્માને સ્વસંવેદનપ્રત્યક્ષથી આત્માનું સમ્યગ્જ્ઞાન થવા છતાં, તે ક્ષણે જ પૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન
પ્રગટતું નથી. છતાં જેવો કેવળી ભગવાને આત્માને જાણ્યો છે તેવો જ આત્મા સ્વસંવેદન પૂર્વક અનુમાનથી
સાધકના જ્ઞાનમાં આવી ગયો છે એટલે તેને પણ સમ્યગ્જ્ઞાન થયું છે. શ્રદ્ધામાં આખો આત્મા આવ્યો છતાં તે
ક્ષણે પર્યાયમાં આખો પ્રગટે નહિ–આવો અનેકાંતસ્વભાવ છે. શ્રદ્ધામાં પૂરો પરમેશ્વર આવ્યો છે છતાં પર્યાયમાં
હજી પામરતા છે, જ્ઞાનમાં પૂર્ણ સ્વભાવ આવ્યો છે છતાં જ્ઞાન પોતે હજી પૂરું પરિણમતું નથી, ––વસ્તુ–સ્વરૂપ જ
આવું અનેકાંતાત્મક છે. જેમ છે તેમ વસ્તુને ખ્યાલમાં લઈને નિર્ણય કરશે તો જ જ્ઞાન વસ્તુના સ્વભાવ તરફ
વળશે. વસ્તુસ્વરૂપના યથાર્થ નિર્ણય વગર નિર્વિકલ્પતા થાય નહિ.
સાધકદશામાં આત્મા પોતે પોતાને ન જાણી શકે, કેવળજ્ઞાન થાય ત્યારે જ આત્મા જણાય–એમ જે માને
છે તે સાધકપણામાં આત્માને સર્વથા પરોક્ષ જ માને છે એટલે તે અજ્ઞાની છે. સાધકદશામાં આત્માને સર્વથા
પરોક્ષ જ માને તો તેને આત્માનું સ્વસંવેદનપ્રત્યક્ષ ક્યાંથી થાય?
વળી, સાધકને આત્મજ્ઞાન થતાં ત્યાં પૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન જ થઈ જવું જોઈએ ને પરોક્ષજ્ઞાન બિલકુલ હોવું જ
ન જોઈએ–એમ જો સાધકદશામાં આત્માને સર્વથા પ્રત્યક્ષ જ માને તો તે પણ મિથ્યા છે, તેની માન્યતામાં તો
બારમા ગુણસ્થાન સુધીના બધા જીવો અજ્ઞાની ઠરશે એટલે સાધકદશાનો જ અભાવ થશે, સાધકદશાના
અભાવમાં સિદ્ધદશાનો પણ અભાવ ઠરશે. સાધકને સ્વસંવેદનપ્રત્યક્ષની સાથે પરોક્ષજ્ઞાન પણ ભલે હો, પણ
તેની શ્રદ્ધાનું જોર તો સ્વભાવસન્મુખ જ વર્તે છે, તે શ્રદ્ધાના જોરે તેના જ્ઞાનમાં સ્વસંવેદનપ્રત્યક્ષ વધતું જાય છે
ને પરોક્ષપણું ઘટતું જાય છે. જો પરોક્ષજ્ઞાનને ન માને તો સાધકદશા જ સાબિત ન થાય.
‘સાધકને સ્વભાવના આશ્રયે સમ્યક્ મતિ–શ્રુત જ્ઞાન પ્રગટ્યા તેની ખબર ન પડે, પણ કેવળજ્ઞાન થાય
ત્યારે તેની ખબર પડે’ –એમ માનનાર પણ અજ્ઞાની છે, કેમ કે જ્ઞાન પોતે પોતાને નથી જાણતું એમ તેઓ માને
છે. નીચલી દશામાં પ્રગટેલું સમ્યગ્જ્ઞાન પણ નિઃસંદેહપણે પોતે પોતાને જાણે છે. થોડા જ્ઞાનમાં પણ સ્વસંવેદનથી
પૂર્ણ આત્માને તથા પોતાને (–ઉઘડેલા સમ્યગ્જ્ઞાનને) જાણવાની તાકાત છે. ઘણું જ્ઞાન થયા પછી જ જ્ઞાન પોતે
પોતાને જાણી શકે–એવું નથી. જ્યાં જ્ઞાનસ્વભાવના આશ્રયે જ્ઞાનની ક્રિયા થઈ ને સમ્યગ્જ્ઞાન ખીલ્યું તે ક્ષણે જ
જ્ઞાનસ્વસંવેદનથી પોતે પોતાને જાણે છે–આવો જ્ઞાન સ્વભાવ છે. આવા સ્વાનુભૂતિથી પ્રકાશમાન શુદ્ધ આત્માને
જાણવો તે અપૂર્વ માંગળિક છે; આ જ ધર્મ છે. આ સિવાય બીજી કોઈ રીતે ધર્મ થતો નથી.
નીચલી દશામાં સમ્યગ્જ્ઞાનની સાથે અલ્પ રાગ–દ્વેષ પણ હોય છે, પણ જ્ઞાની જાણે છે કે તે અધર્મ છે,
જેટલું રાગરહિત સ્વસંવેદન થયું તેટલો જ ધર્મ છે. કોઈ એમ કહે કે ‘રાગ–દ્વેષ તો અધર્મ છે માટે જ્યાં રાગ–દ્વેષ
હોય ત્યાં ધર્મનો અંશ પણ ન હોય.’ –તો એમ નથી. રાગ–દ્વેષ પોતે ધર્મ નથી એ વાત સાચી, પણ અલ્પ રાગ–
દ્વેષ હોવા છતાં સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનરૂપ ધર્મ હોઈ શકે છે. રાગને ધર્મ માને તો તો શ્રદ્ધા–જ્ઞાન પણ મિથ્યા જ છે.
પરંતુ રાગરહિત જ્ઞાનસ્વભાવને જાણીને તેની શ્રદ્ધા થઈ હોય ને રાગ સર્વથા ટળ્‌યો ન હોય તો તેથી કાંઈ શ્રદ્ધા–
જ્ઞાન મિથ્યા થઈ જતા નથી. તેમ જ ત્યાં રાગ–દ્વેષરૂપ અધર્મ છે માટે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનમાં ખામી છે એમ પણ
નથી; રાગ–દ્વેષ હોવા છતાં ક્ષાયકશ્રદ્ધા પણ હોય છે. કેમ કે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વગેરે અનંતગુણો છે તે સર્વથા
અભેદ નથી. પૂર્ણની શ્રદ્ધા થયા પછી પૂર્ણદશા પ્રગટતાં વાર લાગે છે. પરંતુ, પૂર્ણતા પ્રગટ થવાનો સ્વભાવ છે તે
પ્રતીતમાં આવ્યો એટલે અલ્પકાળે પૂર્ણતા પ્રગટ થયા વિના રહેશે નહિ.
આત્માનો સ્વભાવ પોતે પોતાની સ્વાનુભૂતિથી જણાય તેવો છે એટલે પોતે પોતાને જાણી શકે છે; તે
સ્વાનુભૂતિ ઇંન્દ્રિયોથી ને રાગથી પાર છે. આવી સ્વાનુભૂતિ તે જ મુક્તિનો માર્ગ છે, તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર ત્રણે સમાઈ જાય છે.
–વીર સં. ૨૪૭૬ પ્ર૦ અષાડ સુદ ૧૦. શ્રી સમયસાર કલશ
૧ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી.

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૨૬૦ : આત્મધર્મ ૨૪૭૭ : આસો :
અનેકાન્ત
[અનેકાન્ત દરેક વસ્તુને ‘પોતાથી પૂર્ણ’ ને ‘પરથી પૃથક્’ જાહેર કરે છે]

દરેક વસ્તુ અનેકાંન્તસ્વરૂપથી નક્કી થાય છે. એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી અસ્તિ–નાસ્તિ
આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે. દરેક વસ્તુ પોતાપણે અસ્તિરૂપ છે ને પરપણે
નાસ્તિરૂપ છે, આવા અસ્તિ–નાસ્તિરૂપ અનેકાન્ત વડે દરેક વસ્તુનું સ્વરૂપ નક્કી થાય છે. આ જ ન્યાયે,
ઉપદાન–નિમિત્ત, નિશ્ચય–વ્યવહાર અને દ્રવ્ય–પર્યાય એ દરેક બોલનું સ્વરૂપ પણ અસ્તિ–નાસ્તિરૂપ અનેકાન્ત
વડે નીચે મુજબ નક્કી થાય છે:– –
નિમિત્ત સંબંધી અનેકાન્ત
ઉપાદન અને નિમિત્ત એ બંને ભિન્ન પદાર્થો છે; બંને પદાર્થો પોતપોતાના સ્વરૂપે અસ્તિરૂપ છે ને બીજાના
સ્વરૂપે નાસ્તિરૂપ છે; આ રીતે નિમિત્ત સ્વપણે છે ને પરપણે નથી, નિમિત્ત નિમિત્તરૂપે અસ્તિરૂપે છે ને
ઉપાદાનપણે તે નાસ્તિરૂપ છે. એટલે ઉપાદાનમાં નિમિત્તનો અભાવ છે તેથી ઉપાદાનમાં નિમિત્ત કાંઈ કરી શકે
નહિ. નિમિત્ત નિમિત્તનું કાર્ય કરે ને નિમિત્ત ઉપાદાનનુ કાર્ય ન કરે–આવું અનેકાન્તસ્વરૂપે છે. આવા
અનેકાન્તસ્વરૂપે નિમિત્તને જાણે તો જ નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય છે. ‘નિમિત્ત નિમિત્તનું કાર્ય પણ કરે ને
નિમિત્ત ઉપાદાનનું કાર્ય પણ કરે’ એમ કોઈ માને તો તેનો અર્થ એ થયો કે નિમિત્ત પોતાપણે અસ્તિરૂપ છે ને
પરપણે પણ અસ્તિરૂપ છે, એમ થતાં નિમિત્તપદાર્થમાં અસ્તિ–નાસ્તિરૂપ પરસ્પર વિરુદ્ધ બે ધર્મો સિદ્ધ ન થયા,
માટે તે માન્યતા એકાંત છે. એટલે ‘નિમિત્ત ઉપાદાનનું કાંઈ પણ કાર્ય કરે’ એમ જેણે માન્યું તેણે આસ્તિ–
નાસ્તિરૂપ અનેકાન્ત વડે નિમિત્તના સ્વરૂપને જાણ્યું નથી પણ પોતાની મિથ્યા કલ્પનાથી એકાંત માની લીધું છે;
તેણે ઉપાદાન–નિમિત્તની ભિન્નતા નથી માની પણ તે બંનેની એકતા માની છે તેથી તેની માન્યતા મિથ્યા છે.
ઉપાદાન સંબંધી અનેકાન્ત
ઉપાદાન સ્વપણે છે ને પરપણે નથી, એમ ઉપાદાનનો અસ્તિ–નાસ્તિરૂપ અનેકાન્તસ્વભાવ છે. ઉપાદાનના
કાર્યમાં ઉપાદાનના કાર્યની અસ્તિ છે ને ઉપાદાનના કાર્યમાં નિમિત્તના કાર્યની નાસ્તિ છે. ––આવા અનેકાન્ત વડે
દરેક વસ્તુનું ભિન્ન ભિન્ન સ્વરૂપ જણાય છે, તો ઉપાદનમાં નિમિત્ત શું કરે? કાંઈ જ કરે નહિ. જે આમ જાણે તેણે
ઉપાદાનને અનેકાન્તસ્વરૂપે જાણ્યું છે; પણ ‘ઉપાદાનમાં નિમિત્ત કાંઈ પણ કરે’ ––એમ જે માને તેણે ઉપાદાનના
અનેકાન્ત સ્વરૂપને જાણ્યું નથી પણ એકાન્તસ્વરૂપે માન્યું છે, તેથી તેની માન્યતા મિથ્યા છે.
નિશ્ચય અને વ્યવહાર સંબંધી અનેકાન્ત
ઉપાદાન નિમિત્તની જેમ નિશ્ચય અને વ્યવહારનું પણ અનેકાન્તસ્વરૂપ છે. નિશ્ચય છે તે નિશ્ચયપણે
અસ્તિરૂપ છે ને વ્યવહારપણે નાસ્તિરૂપ છે; વ્યવહાર છે તે વ્યવહારપણે અસ્તિરૂપ છે ને નિશ્ચયપણે નાસ્તિરૂપ
છે. આ પ્રમાણે કથંચિત્ પરસ્પર વિરુદ્ધ બે ધર્મો હોવાથી તે અનેકાન્તસ્વરૂપ છે. નિશ્ચય અને વ્યવહારનો
એકબીજામાં અભાવ છે એમ અનેકાન્ત બતાવે છે, તો વ્યવહાર નિશ્ચયમાં શું કરે?
વ્યવહાર વ્યવહારનું કાર્ય કરે ને વ્યવહાર નિશ્ચયનું કાર્ય ન કરે એટલે કે વ્યવહાર બંધનનું કાર્ય કરે ને
અબંધપણાનું કાર્ય ન કરે, આવો વ્યવહારનો અનેકાન્તસ્વભાવ છે. એને બદલે વ્યવહાર વ્યવહારનું પણ કાર્ય કરે
ને વ્યવહાર નિશ્ચયનું કાર્ય પણ કરે–એમ જે માને તેણે વ્યવહારના અનેકાન્તસ્વરૂપને જાણ્યું નથી પણ વ્યવહારને
એકાંતપણે માન્યો છે.

PDF/HTML Page 16 of 21
single page version

background image
: આસો : ૨૪૭૭ આત્મધર્મ : ૨૬૧ :
વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય અર્થાત્ વ્યવહાર નિશ્ચયનું કારણ થાય–એમ ખરેખર માને તેણે
નિશ્ચય અને વ્યવહારને જુદા ન જાણ્યા પણ બંનેને એક જ માન્યા, એટલે તે પણ એકાંત માન્યતા થઈ.
દ્રવ્ય અને પર્યાય સંબંધી અનેકાન્ત
દ્રવ્ય–પર્યાય સંબંધી અનેકાન્તસ્વરૂપ આ પ્રમાણે છે; દ્રવ્ય દ્રવ્યપણે છે ને આખું દ્રવ્ય એક પર્યાયપણે નથી,
પર્યાય પર્યાયપણે છે ને એક પર્યાય આખા દ્રવ્યપણે નથી. તેમાં દ્રવ્યના આશ્રયે ધર્મ થાય છે, પર્યાયના આશ્રયે
ધર્મ થતો નથી. પર્યાયબુદ્ધિથી ધર્મ થાય એમ માનવું તે એકાંત છે. દ્રવ્યના આશ્રયે ધર્મ થાય છે તેને બદલે
પર્યાયના આશ્રયે જેણે ધર્મ માન્યો તેની માન્યતામાં પર્યાયે જ દ્રવ્યનું કામ કર્યું એટલે પર્યાય તે જ દ્રવ્ય થઈ ગયું,
તેની માન્યતામાં દ્રવ્ય–પર્યાયનું અનેકાન્તસ્વરૂપ ન આવ્યું. દ્રવ્યદ્રષ્ટિથી–દ્રવ્યના આશ્રયે જ ધર્મ થાય ને
પર્યાયબુદ્ધિથી ધર્મ ન થાય એમ માનવું તે અનેકાન્ત છે.
આ પ્રમાણે એકાન્ત અનેકાન્તનું સ્વરૂપ સમજવું. જે જીવ આવું અનેકાન્ત વસ્તુસ્વરૂપ સમજે તે જીવ
નિમિત્ત, વ્યવહાર કે પર્યાયનો આશ્રય છોડીને પોતાના દ્રવ્યસ્વભાવ તરફ વળ્‌યા વગર રહે નહીં, એટલે
સ્વભાવના આશ્રયે તેને સમ્યગ્દર્શન–જ્ઞાનાદિ ધર્મ થાય; આ રીતે અનેકાન્તની ઓળખાણથી ધર્મની શરૂઆત
થાય છે. જે જીવ આવું અનેકાન્તસ્વરૂપ ન જાણે તે કદી પરનો આશ્રય છોડીને પોતાના સ્વભાવ તરફ વળે નહિ
ને તેને ધર્મ થાય નહિ.
–અષાડ સુદ ૧ વીર સં. ૨૪૭૬ રાત્રિચર્ચામાંથી.
એક વૈરાગ્ય – પ્રસંગ
સોનગઢમાં ભાદરવા વદ ત્રીજના દિવસે ભાઈ શ્રી હિંમતલાલ
છોટાલાલના ધર્મપત્ની લાભકુંવરબેનનો ૩પ વર્ષની વયે, ફક્ત બાર કલાકના
આકસ્મિક વ્યાધિથી સ્વર્ગવાસ થયો છે. સ્વ૦ લાભુબેન છેલ્લાં કેટલાક વખતથી
શ્રાવિકાશાળામાં જઈને ઉત્સાહપૂર્વક તત્ત્વનો અભ્યાસ કરતા હતા. તેમના અંત
સમયના એકાદ કલાક પહેલાંં પૂ. ગુરુદેવશ્રી તેમને દર્શન કરાવવા પધારેલા, અને
જ્યારે પૂ. ગુરુદેવશ્રીએ માંગળિક સંભળાવી લીધું કે તરત જ મોટા અવાજે ‘“
શાંતિ’... એમ ઉત્સાહપૂર્વક તે બોલી ઊઠ્યા હતા; તેમનો ઉત્સાહ જોઈને પૂ.
ગુરુદેવશ્રીએ કહ્યું: ‘બેન! આત્માનું ધ્યાન રાખજો!’ આ ઉપરથી છેવટ સુધીની
તેમની જાગૃતિ જણાઈ આવે છે. જીવનમાં કરેલા સત્સમાગમના સંસ્કાર સાથે લઈ
જઈને તેમણે પોતાનું જીવન સાર્થક કર્યું છે. ખરેખર! આ ક્ષણભંગુર જીવનમાં
સત્સમાગમ એ જ જીવને શરણ છે. જીવનની આવી ક્ષણભંગુરતા દેખીને
મુમુક્ષુઓએ તો ક્ષણમાત્રના પણ પ્રમાદ વગર શીઘ્ર આત્મકાર્ય કરી લેવા જેવું છે.
લાભુબેનના સ્વર્ગવાસના બીજે દિવસે ભાઈશ્રી હિંમતભાઈ મુંબઈથી
આવી પહોંચ્યા; આ પ્રસંગે તેમણે આર્ત–રૌદ્રધ્યાન ન કરતાં ખૂબ ધૈર્ય રાખીને
પોતાના જીવનને વૈરાગ્ય તરફ વાળ્‌યું છે અને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અંગીકાર કરી
છે, તે પ્રશંસનીય છે.
સ્વ૦ લાભુબેનના સ્મરણાર્થે આત્મધર્મના ગ્રાહકોને એક પુસ્તક ભેટ
આપવા માટે શેઠ છોટાલાલ નારણદાસ ઝોબાળિયા તરફથી રૂા. ૧૦૦૧
આપવામાં આવ્યા છે; તે ઉપરાંત રૂા. પ૦૨ જુદા જુદા ખાતામાં તેમણે આપ્યા
છે. તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૨૬૨ : આત્મધર્મ ૨૪૭૭ : આસો :
‘આત્મધર્મ’ ના લેખોની કક્કાવારી
વર્ષ આઠમું: અંક ૮પ થી ૯૬
વિષય અંક–પૃષ્ઠ વિષય અંક–પૃષ્ઠ
अ–आ–उ–ए ‘આત્મધર્મ’ ના લેખોની કક્કાવારી ૯૬–૨૬૨
અગ્નિ અને આત્મા ૯૧–૧૪૨ આફ્રિકામાં મુમુક્ષુ–મંડળની સ્થાપના ૮૬–૨૨
અનંત ભવભ્રમણના મૂળને છેદી નાંખનારું નિશ્ચય– ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વભાવ ૯૦–૧૩પ
સમ્યગ્દર્શન કેમ પ્રગટે? ૮પ–૧૦ ‘ઉત્પાદ–વ્યય–ધૌવ્યયુક્ત સત્’ ૯૧–૧પ૨
અનુપમ મોક્ષમાર્ગ ૮પ–૪ એક વૈરાગ્ય સમાચાર ૯૨–૧૭૯
અભિનંદન–પત્ર (પૂ. ગુરુદેવના ૬૨મા જન્મોત્સવ એક વૈરાગ્ય–પ્રસંગ ૯૬–૨૬૧
પ્રસંગે: કાવ્ય) ૯૨–પત્રિકા क–क्ष–ख–ग–च
અરે, મોહ! ૮૮–૭૧ કલ્યાણ ૯૨–૧૬૩
અવતાર બંધ થવાનો ઉપાય ૮૮–૮૦ ક્યારે નિહાળું સીમંધરનાથને રે..! (કાવ્ય) ૮૮–૭૧
‘અવસર બાર બાર નહિ આવે’ ૯૪–૨૦૧ ક્ષણ લાખેણી જાય છે! ૮પ–૧
અહો! અહો! શ્રી સદ્ગુરુ! ૯૧–૧૪પ ખેડૂતની જિજ્ઞાસા! ૯૨–૨૬૧
અહો, રત્નત્રય–મહિમા! ૯પ–૨૨પ ગ્રાહકોને સૂચના ૮૭–૭૦
‘અહો! વાણી તારી...’ ૮૮–૭૯ ચૈતન્યતત્ત્વનો મહિમા અને દુર્લભતા ૯૩–૧૮૨
અહો! વીતરાગી તાત્પર્ય ૮૭–૬૭
અહો! આ વાત કદી સાંભળી નથી ૯૬–૨પ૩ ચૈતન્યભગવાનના દર્શન કરવા માટેનું આંગણું
અનેકાન્ત ૯૬–૨૬૦ કેવું હોય? ૮પ–૧૪
અહો! પુરુષાર્થ ૯૬–૨૬પ ‘ચૈતન્યભાનુનો ઉદય’ ૯૧–૧૪૪
આચાર્યદેવ આત્મવૈભવથી શુદ્ધ આત્મા દેખાડે છે ૮૯–૮૩ ज–झ–झ
આજ પધાર્યા સીમંધરનાથ(સ્વાગતનું ભવ્ય ચિત્ર) ૮૯–૧૧૯ જિજ્ઞાસુ શિષ્યને શ્રીગુરુ ભવભ્રમણના અંતનો
ઉપાય સમજાવે છે... ૮પ–પ
આજ મારા હૃદયમાં આનંદસાગર ઊછળે (કાવ્ય) ૮૯–૧૧૯ ‘જિનપ્રતિમા જિનસારખી’ ૮૯–૮૮
આજીવન બ્રહ્મચર્યનો એક આદર્શ પ્રસંગ ૯૨–૧૬૨ જિનરાજની આજ્ઞા ૯૩–૨૦૦
આજે ભેટ્યા... એ ભગવાન! ૮૯–૮૩ જિનવાણીમાતા જાગૃત કરે છે. ૯૨–૧૭૯
આત્મ–માર્ગ ૮૮–૭૮ જિનેશ્વરદેવના લઘુનંદનની શ્રદ્ધા કેવી હોય? ૯૧–૧૪૩
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’ (૧) જીવને સંસારપરિભ્રમણ અને દુઃખ શા કારણે
[પ્રવચનસારના પરિશિષ્ટ ઉપરનાં પ્રવચનો] ૯૪–૨૧૩ થાય છે? (જૈનદર્શન શિક્ષણવર્ગનો નિબંધ) ૯૩–૧૯૯
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’ (૨) ૯પ–૨૨૭ જીવે પુણ્યની વાત સાંભળી છે, –ધર્મની વાત કદી
આત્મા ડોલી ઊઠે છે!
૯૨–૧૬૩ સાંભળી નથી ૮૬–૩૭
આત્માર્થીના મનોરથગર્ભિત શ્રી સદ્ગુરુ–સ્તુતિ ૮૯–૧૨૦ જે જીવ આત્માર્થી હોય તે શું કરે? ૯૧–૧૪પ
આત્માર્થીનું પહેલું કર્તવ્ય: (૧) ૮પ–૧૦ જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે ૯૩–૧૮૯
આત્માર્થીનું પહેલું કર્તવ્ય: (૨) ૮પ–૧૪ જૈન તિથિ દર્પણ ૮૬–૪૦
આત્માર્થીનું પહેલું કર્તવ્ય: (૩) ૮૬–૨૭ જ્ઞાનીની શિખામણ ૮૮–૮૦
આત્માર્થીનું પહેલું કર્તવ્ય: (૪) ૮૬–૩૦ જ્ઞાયકસ્વભાવી શુદ્ધ જીવનો અનુભવ તે જ નવ–
આત્માર્થીનું પહેલું કર્તવ્ય: (૫) ૯૧–૧૪૭ તત્ત્વના જ્ઞાનનું પ્રયોજન છે અને તે જ સમ્યગ્દર્શન છે. ૯૪–૨૦૭
આત્માર્થીનું પહેલું કર્તવ્ય: (૬) ૯૨–૧૬૮ ઝેર ઉતારવાનો મંત્ર ૮૯–૯૭
આત્માર્થીનું પહેલું કર્તવ્ય: (૭) ૯૨–૧૮૩ त–थ–द–ध
આત્માર્થીનું પહેલું કર્તવ્ય: (૮) ૯૪–૨૦૭ તીર્થંકરોના કુળની ટેક ૯૧–૧૪૩
આત્માર્થીનું પહેલું કર્તવ્ય: (૯) ૯પ–૨૩૯ .... તો મનુષ્યપણું શું કામનું? ૯૩–૧૮૧

PDF/HTML Page 18 of 21
single page version

background image
: આસો : ૨૪૭૭ આત્મધર્મ : ૨૬૩ :
થાક્યાનો વિસામો ૯૨–૧૮૦ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા ૯૦–૧૨૬
દિવ્યધ્વનિમાં ભગવાને કહેલી પ્રભુતા ૯૨–૧૭૮ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા ૯૦–૧૨૬
દુનિયામાં કોણ મહિમાવંત? ૯૦–૧૨૧ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા ૯૨–૧૬૨
ધન્ય એ અવતાર! ૯૧–૧૪૬ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા ૯૩–૧૮૩
ધન્ય એ સીમંધરપ્રભુનો પ્રતિષ્ઠા–મહોત્સવ! ૮૯–૮૩ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા ૯૪–૨૦૨
ધન્ય તે જન્મ! ૯૧–૧૪૧ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા ૯૬–૨૬૪
ધન્ય તે મુનિવરા! ૯પ–૨૪૬ ભક્તો કહે છે: અમને ભગવાન ભેટ્યા! ૮૯–૧૧૩
ધન્ય નિહાળું સીમંધરનાથને રે... (કાવ્ય) ૮૯–૧૧૮ ભગવાન આત્માની પ્રસિદ્ધિ ૯પ–૨૩૯
ધન્ય હો, તે રાજમાર્ગી મુનિવરોને! ૯૦–૧૩૪ ભગવાનના ભક્તના હૃદયમાં ઊછળતી
ધર્મક્રિયા ૯૪–૨૦૨ ભક્તિની લહરીઓ ૮૯–૯૦
ધર્મની વિધિ અને ધર્મનાં નિમિત્ત ૯પ–૨૪૨ ભગવાનની ભાવના કોને જાગે? ૮૯–૧૧પ
ધર્મનું ફળ ૯૪–૨૧૩ ભગવાન શ્રી કુંદકુંદ–કહાન જૈન–શાસ્ત્રમાળાના
“ધાર્મિકોત્સવ–પ્રવચનો” [] ૯૬–૨૪૯ ગુજરાતી પ્રકાશનો ૮૭–૪૨
“ધાર્મિકોત્સવ–પ્રવચનો” [] ૯૬–૨પ૪ ભગવાન શ્રી કુંદકુંદ–કહાન જૈન–શાસ્ત્રમાળાના
न–प હિંદી–પ્રકાશનો ૮૭–૬૯
‘નમો અરિહંતાણં’ ૮૯–૯૮ ભગવાન શ્રી સીમંધરજિન–સ્વાગત–અંક ૮૯–૮૩
નવતત્ત્વનું જ્ઞાન તે સમ્યગ્દર્શનનો વ્યવહાર છે ૮૬–૩૦ ભગવાને કહેલાં નવ તત્ત્વો ૯૦–૧૨૨
નવતત્ત્વનું સ્વરૂપ: તેમાં જીવ અજીવના ‘ભાવે ભવનો અભાવ’ ૯૧–૧પ૧
પરિણમનની સ્વતંત્રતા ૯૨–૧૬૮ ભૂતાર્થસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન ૯૧–૧૪૭
નવતત્ત્વો અને ધર્મ ૯૦–૧૨૬ ‘ભોગી નહિ પણ યોગી’ ૯૧–૧૪૬
નિશ્ચયસમ્યગ્દર્શનનો માર્ગ ૮૬–૨૭ म–ल–व
નિયમસાર ૯૬–૨૬૬ મહોત્સવ ૮૮–૭૧
પદાર્થના સ્વરૂપનું સૂક્ષ્મવિજ્ઞાન ૯૨–૧૬૪ મહોત્સવના સમાચાર ૯૦–૧૨૭
પદાર્થોનો પરિણામસ્વભાવ ૮૭–૬૩ મંગલ–જન્મોત્સવ ૯૨–૧૬૨
પરમ કલ્યાણનું મૂળિયું સમ્યગ્દર્શન પ્રગટવા
માટેની ભૂમિકા ૯૩–૧૮૩ મુક્તિ અને સંસાર
૮૬–૩પ
પરમશ્રુત... અપૂર્વ વાણી ૯૧–૧૪પ મોક્ષતત્ત્વ ૮૬–૩૮
પરમાત્માની ભક્તિ ૯૧–૧૪૨ મોક્ષતત્ત્વનું સાધન ૮૮–૭૧
પહેલાંં... અને હવે.. ૯૧–૧૪૪ ‘મોક્ષની મંડળીમાં ભળી જા? ’ ૮પ–૯
પુણ્ય અને ધર્મ ૯૩–૧૯૪ મોક્ષાર્થીને મુક્તિનો ઉલ્લાસ ૮૯–૧૧૨
પુણ્ય, પાપ અને ધર્મ સંબંધમાં આત્માર્થી લોકોને ખબર નથી ૮૮–૭૩
જીવનો વિવેક કેવો હોય? ૮૮–૭૯ વસ્તુવિજ્ઞાન–અંક ૮૭–૪૧
પૂજારી જોઈએ છે ૮૬–૪૦ ‘વિચરંતા વીસ જિનને વંદું ભાવે’ ૮૯–૧૧૭
પ્રકાશ પહેલાંંની સંધ્યા ૮૯–૧૧પ વિદ્યાર્થીઓ માટે શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ ૯૧–૧પ૮
પ્રભાવના (સ્મૃતિ અને આભાર) ૮૯–૮૭ વીતરાગના ભક્ત કેવા હોય? ૮૯–૧૦૨
પ્રાથમિક ભૂમિકાના જિજ્ઞાસુઓને ખાસ ઉપયોગી વીતરાગભાવ એ જ ધર્મ ૯૩–૨૦૦
ધાર્મિક સાહિત્ય ૯૦–૧૪૦ વીતરાગી વિજ્ઞાનમાં જણાતો વિશ્વના
પ્રાથમિક ભૂમિકાના જિજ્ઞાસુઓને ખાસ ઉપયોગી
જ્ઞેયપદાર્થોનો સ્વભાવ ૮૭–૪૩
ધાર્મિક સાહિત્ય ૯૧–૧૬૦ વીતરાગનાં વચન ૯૬–૨૪૭
પ્રૌઢ વયના ગૃહસ્થો માટે: જૈનદર્શન શિક્ષણવર્ગ ૯૩–૧૯૩
ब–भ श–श्र
બાદશાહનો હુકમ ૮૯–૮૯ શુદ્ધ ઉપયોગ તે ધર્મ (૧) ૮૮–૭૪
બાહ્યપ્રવૃત્તિની મીઠાસ ૮૮–૭૩ શુદ્ધ ઉપયોગ તે ધર્મ (૨) ૯૪–૨૦૩
બોટાદ શહેરમાં જિનમંદિરનું ખાતમુહૂર્ત ૯પ–૨૨૬ શુદ્ધ ચૈતન્યની ઉપાસનાનો ઉપાય–સામ્યભાવ ૯૧–૧પ૭

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૨૬૪ : આત્મધર્મ ૨૪૭૭ : આસો :
શુદ્ધાત્માનું ધ્યાન તે જ ધર્મ; અને તે માટેની स–ह
પાત્રતાનું વર્ણન ૯૨–૧૭૩ સર્વજ્ઞ ક્યાં છે અને કેવા હોય? ૯૧–૧૪૬
શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ ૯૦–૧૩૪ સર્વજ્ઞના નિર્ણયમાં સમ્યક્પુરુષાર્થ ૯પ–૨૩૯
શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ ૯૧–૧પ૮ સંસારતત્ત્વ (૧) ૮પ–૧૭
શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ (પ્રૌઢ) ૯૩–૧પ૩ સંસારતત્ત્વ (૨) ૮૬–૨૩
શ્રી તીર્થંકર ભગવાનનો આદેશ ૮પ–૩ સંસારની સ્થિતિ અને ધર્માત્માની નિઃશંકતા ૯૧–૧૪૨
શ્રી પરમાત્મ–પ્રકાશ–પ્રવચનો (૧૯) ૮પ–૨ સંસારસાગર તારવા... (સ્તુતિ) ૮૯–૧૨૦
શ્રી વિદેહીનાથનું સ્વાગત (ભવ્ય ચિત્ર) ૮૯–૧૧૯ સાચા–ખોટાનો વિવેક ૮૮–૮૦
શ્રી સદ્ગુરુદેવને અંજલિ (૬૨ મા જન્મોત્સવ સાચી ભક્તિનું ફળ મુક્તિ ૮૯–૧૧૪
પ્રસંગે) ૯૧–૧૪૪
શ્રી સનાતન જૈન શિક્ષણવર્ગની પરીક્ષાના પ્રશ્ન–ઉત્તર૯૩–૧૯પ સાડા બાર વર્ષની તપસ્યા! ૮૬–૨૨
શ્રી સીમંધરનાથની પ્રતિષ્ઠા પ્રસંગે પૂ. ગુરુદેવના સાધકના સાથીદાર ૮૯–૯૧
શ્રીમુખથી વહેલી ભક્તિ–સરિતા ૮૯–૧૦૭ સિદ્ધપણાના લક્ષે સાધકપણાની શરૂઆત ૮પ–૧૩
શ્રી સીમંધરપ્રભુના પ્રતિષ્ઠા–મહોત્સવનાં કેટલાંક સુધારો (અંક ૮૮નો) ૮૯–૪૭
ઉલ્લાસભર્યાં સંસ્મરણો ૮૯–૮૩ સુધારો (અંક ૮૯–૯૦ નો) ૯૧–૧પ૯
શ્રી સીમંધર ભગવાન (–તેમના સંબંધમાં સુધારો (અંક ૯૧ નો) ૯૨–૧૭૨
જાણવાયોગ્ય કેટલીક વિગતો) ૮૯–૧૧૬ સુધારો (અંક ૯૨ નો) ૯૩–૧૮૨
શ્રી સીમંધર ભગવાન (ભવ્યચિત્ર) ૮૮–૮૨ સુવર્ણપુરી સમાચાર ૯૩–૧૮૨
‘શ્રુતદેવતા જયવંત હો’ ૯૨–૧૬૩ સુવર્ણપુરી સમાચાર ૯૪–૨૦૨
‘શ્રુતપંચમી ઊજવો’ ૯૨–૧૬૩ સુવર્ણપુરી સમાચાર ૯૫–૨૨૫
શ્રેણિકરાજા ૯૪–૨૦૬ સુવર્ણપુરી સમાચાર ૯૬–૨૪૮
સૌરાષ્ટ્રનું એક જાગૃત તીર્થંધામ: સોનગઢ ૯૦–૧૨૩
स्वानुभूत्या चकासते૯૬–૨પ૭
શ્રેણિકરાજા તીર્થંકર થશે, –એ કોનો પ્રતાપ? ૮૬–૨૧ ‘હે શિષ્ય! તું આવા આત્માની શ્રદ્ધા કર! ’ ૯૦–૧૨૯
હોંશથી હા પાડો! ૮૬–૨૬
બ્રહ્મચર્ય – પ્રતિજ્ઞા
ભાદરવા સુદ એકમના રોજ વીંછીયાના ભાઈશ્રી અમૃતલાલ બાવલ
ભાઈ તથા તેમના ધર્મપત્ની ગોમતીબેન–એ બંનેએ સજોડે પૂ. ગુરુદેવશ્રી પાસે
આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
દસલક્ષણ પર્વના ઉત્તમબ્રહ્મચર્ય ધર્મના દિવસે–ભાદરવા સુદ ૧૪ અનંત
ચતુર્દશીના રોજ–સવારમાં, બરવાળાના ભાઈ શ્રી પાનાચંદ ભાઈલાલ શાહે પૂ.
ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
ઉપરના જ દિવસે જોડીયાના ભાઈ શ્રી શાંતિલાલ ગીરધરલાલ મહેતા
તથા તેમના ધર્મપત્ની બેનકુંવરબેન–એ બંનેએ સજોડે પૂ. ગુરુદેવશ્રી પાસે
આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
ભાદરવા વદ પાંચમના રોજ નાગનેસના ભાઈ શ્રી હિંમતલાલ છોટાલાલ
ઝોબાળિયાએ પૂ. ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
–બ્રહ્મચર્ય લેનારા સર્વેને ધન્યવાદ!

PDF/HTML Page 20 of 21
single page version

background image
[જ્ઞાનીનાં વચન પુરુષાર્થ–ઉત્તેજક હોય છે]
(શ્રીમદ્ રાજચંદ્રના પત્રોમાંથી કેટલાક અવતરણો)
જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.
–આત્મસિદ્ધિ: ૧૩૦
આત્મા પુરુષાર્થ કરે તો શું ન થાય? મોટા મોટા પર્વતોના પર્વતો છેદી નાંખ્યા છે; અને કેવા કેવા વિચાર
કરી તેને રેલવેના કામમાં લીધા છે! * આ તો બહારનાં કામ છે છતાં જય કર્યો છે. આત્માને વિચારવો એ કાંઈ
બહારની વાત નથી. અજ્ઞાન છે તે મટે તો જ્ઞાન થાય.
અનુભવી વૈદ્ય તો દવા આપે, પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે; તેમ સદ્ગુરુ અનુભવ કરીને
જ્ઞાનરૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે.
બે ઘડી પુરુષાર્થ કરે તો કેવળજ્ઞાન થાય એમ કહ્યું. રેલવે આદિ ગમે તેવો પુરુષાર્થ કરે તો પણ બે ઘડીમાં
તૈયાર થાય નહીં; તો પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારો.
જે વાતો જીવને મંદ કરી નાંખે, પ્રમાદી કરી નાંખે તેવી વાતો સાંભળવી નહીં. એથી જ જીવ અનાદિ
રખડ્યો છે. ભવસ્થિતિ, કાળ આદિનાં આલંબન લેવાં નહીં. એ બધા બહાનાં છે.
જીવને સંસારી આલંબનો–વિટંબનાઓ–મૂકવાં નથી; ને ખોટાં આલંબન લઈને કહે છે કે કર્મનાં દળિયાં છે
એટલે મારાથી કાંઈ બની શકતું નથી. આવાં આલંબન લઈ પુરુષાર્થ કરતો નથી. જો પુરુષાર્થ કરે, ને ભવસ્થિતિ
કે કાળ નડે ત્યારે તેનો ઉપાય કરીશું. પણ પ્રથમ પુરુષાર્થ કરવો.
સાચા પુરુષની આજ્ઞા આરાધે તે પણ પરમાર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે.
જે માણસે લાખો રૂપિયા સામું પાછું વાળીને જોયું નથી, તે હવે હજારના વેપારમાં બહાનાં કાઢે છે; તેનું
કારણ અંતરથી આત્માર્થની ઈચ્છા નથી. જે આત્માર્થી થયા તે પાછું વાળીને સામું જોતા નથી. પુરુષાર્થ કરી સામા
આવી જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આવરણ, સ્વભાવ, ભવસ્થિતિ પાકે ક્યારે? તો કહે કે પુરુષાર્થ કરે ત્યારે.
પાંચ કારણો મળે ત્યારે મુક્તિ થાય. તે પાંચે કારણો પુરુષાર્થમાં રહ્યાં છે. અનંતા ચોથા આરા મળે, પણ
પોતે જો પુરુષાર્થ કરે તો મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતા કાળથી પુરુષાર્થ કર્યો નથી. બધાં ખોટાં આલંબનો લઈ
માર્ગ આડા વિઘ્નો નાંખ્યાં છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભવસ્થિતિ પાકી જાણવી. શૂરાતન હોય તો વર્ષનું કામ બે
ઘડીમાં કરી શકાય.
[પૃ. ૪૩૨]
જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હોય. અજ્ઞાની શિથિલ છે, તેથી એવા હીનપુરુષાર્થનાં વચનો કહે છે.
પંચકાળની, ભવસ્થિતિની, કે આયુષની વાત મનમાં લાવવી નહીં; અને એવી વાણી પણ સાંભળવી નહીં.
[પૃ. ૪૧૨]
ભવસ્થિતિ, પંચમકાળમાં મોક્ષનો અભાવ આદિ શંકાઓથી જીવે બાહ્ય વૃત્તિ કરી નાખી છે. પણ જો
આવા જીવો પુરુષાર્થ કરે, ને પંચમકાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લઈશું. તે ઉપાય
કાંઈ હાથી નથી, જળહળતો અગ્નિ નથી. મફતનો જીવને ભડકાવી દીધો છે. જીવને પુરુષાર્થ કરવો નથી; અને તેને
લઈને બહાનાં કાઢવા છે. આ પોતાનો વાંક સમજવો. સમતાની વૈરાગ્યની વાતો સાંભળવી, વિચારવી. બાહ્ય
વાતો જેમ બને તેમ મૂકી દેવી. જીવ તરવાનો કામી હોય, ને સદ્ગુરુની આજ્ઞાએ વર્તે, તો બધી વાસનાઓ જતી
રહે.
[પૃ. ૪૨૬–૭]
જીવોને એવો ભાવ રહે છે કે, સમ્યક્ત્વ અનાયાસે આવતું હશે; પરંતુ તે તો પ્રયાસ–પુરુષાર્થ–કર્યા વિના
પ્રાપ્ત થતું નથી. [પૃ. ૪૯૨]
સત્પુરુષની વાત પુરુષાર્થને મંદ કરવાની હોય નહીં. પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય. [પૃ. ૪૨૮]
પુરુષાર્થ કરે તો કર્મથી મુક્ત થાય. અનંત કાળનાં કર્મો હોય, અને જો યથાર્થ પુરુષાર્થ કરે તો કર્મ એમ ન
કહે કે હું નહીં જાઉં. બે ઘડીમાં અનંતા કર્મો નાશ પામે છે. આત્માની ઓળખાણ થાય તો કર્મ નાશ પામે.
[પૃ. ૪૧૭]
* અહીં આ કથન માત્ર દ્રષ્ટાંતરૂપ છે–એમ સમજવું.
(અહીં આપેલા અવતરણો ગુજરાતી બીજી આવૃત્તિના છે.)