Atmadharma magazine - Ank 099
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૯
સળંગ અંક ૯૯
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
પોષસંપાદકવર્ષ નવમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૮વકીલઅંકઃ ૩
જિજ્ઞાસુઓને જરૂરનું........
સમ્યગ્દર્શન પ્રગટ કરનાર જીવને
દેશનાલબ્ધિ જરૂર હોય છે; અને તે
દેશનાલબ્ધિ, સમ્યક્ત્વરૂપે પરિણમેલા
એવા સાક્ષાત્ જ્ઞાનીના નિમિત્તે જ પમાય
છે. એકલા શાસ્ત્રથી કે કોઈ મિથ્યાદ્રષ્ટિના
નિમિત્તથી દેશનાલબ્ધિ પમાતી નથી. જે
પોતે મિથ્યાદ્રષ્ટિ છે એવા જીવને જે
પોતાની દેશનાલબ્ધિના નિમિત્ત તરીકે
સ્વીકારે તે જીવમાં તો સમ્યગ્દર્શન
પામવાની પાત્રતા પણ હોતી નથી.–આ
બાબત દરેક જિજ્ઞાસુઓને બહુ જરૂરની
હોવાથી તે સંબંધી અગત્યનું લખાણ આ
અંકમાં અપાયું છે, તે દરેક જિજ્ઞાસુઓએ
બરાબર સમજવું.
*
છુટક નકલ૯૯વાર્ષિક લવાજમ
ચાર આનાશાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિકત્રણ રૂપિયા

PDF/HTML Page 3 of 21
single page version

background image
* ભાવના *
“અહો, એક ચિદાનંદી ભગવાન
સિવાય બીજા કોઈ ભાવને મનમંદિરમાં
આણું નહિ, એક ચૈતન્યદેવને જ ધ્યેયરૂપ
બનાવીને તેના ધ્યાનની લીનતાથી
આનંદકંદ સ્વભાવની રમણતામાં હું કયારે
પૂર્ણ થાઉં! એકલા ચૈતન્યસ્વભાવનો જ
આશ્રય કરીને કેવળજ્ઞાન પ્રગટ કરવું તે
તીર્થંકરોના કુળની ટેક છે......અનંતા
તીર્થંકરો જે પંથે વિચર્યા તે જ પંથના
ચાલનારા અમે છીએ. હું ચિદાનંદ નિત્ય છું
ને સંસાર બધો અનિત્ય છે; મારો આનંદકંદ
ચિદાનંદ સ્વભાવ એ જ મને શરણ છે,
જગતમાં બીજું કાંઈ મને શરણ નથી. –
આવી ભાવના પણ દુર્લભ છે. અહો! જ્યારે
આવી ભાવના ભાવીને તીર્થંકર ભગવાન
દીક્ષા લેતા હશે તે કાળ અને તે પ્રસંગ કેવો
હશે! જીવને આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રની ભાવના પણ અનંતકાળમાં દુર્લભ
છે.”
લાઠીઃ દીક્ષાકલ્યાણક પ્રવચનમાંથી.
*

PDF/HTML Page 4 of 21
single page version

background image
પોષઃ ૨૪૭૮ઃ ૪૭ઃ
* વઢવાણ શહેરના ભાઈશ્રી ચુનીલાલ લક્ષ્મીચંદ શાહ કારતક વદ ૨ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ
તત્ત્વના જિજ્ઞાસુ હોવા ઉપરાંત વઢવાણ–મુમુક્ષુમંડળના એક આગેવાન સભ્ય હતા. પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે તેમને
ખાસ ભક્તિ હતી, અને આંખોની તકલીફ હોવા છતાં પોતાનો ઘણો સમય તેઓ સ્વાધ્યાયમાં ગાળતા હતા.
સ્વર્ગવાસ પહેલાં બે દિવસ અગાઉ–કારતક સુદ પૂનમે મુમુક્ષુમંડળને પોતાને ઘેર બોલાવીને આત્મસિદ્ધિ વગેરેની
સ્વાધ્યાય કરાવી હતી.
*
* લાઠીના ભાઈશ્રી લાલજી વાલજી શેઠ કારતક વદ ૧૦ ના રોજ સોનગઢમાં સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ
લાઠી–મુમુક્ષુમંડળના એક આગેવાન હતા. પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે તેમને ભક્તિ હતી અને કેટલાક વખતથી
સત્સમાગમનો લાભ લેવા માટે તેઓ સોનગઢ રહેતા હતા. માત્ર દોઢ દિવસની બ્લડ પ્રેશરની બીમારીમાં તેમનો
સ્વર્ગવાસ થઈ ગયો હતો.
*
* માત્ર ત્રેવીસ વર્ષની ભરયુવાન વયે રાજકોટના ભાઈ શ્રી હસમુખલાલ ચંદુલાલ મહેતાનો (શેઠ
નાનાલાલ કાળીદાસના પુત્રી વિજયાબેનના સુપુત્રનો), માગસર સુદ ૨ ના રોજ રંગુનમાં ખટારાના અકસ્માતથી
સ્વર્ગવાસ થઈ ગયો છે. તેઓ મોટરસાઈકલ ઉપર જતા હતા ત્યાં પાછળથી એક ખટારો અથડાતાં તેઓ ઊથલી
પડયા અને ખટારાનું પૈડું તેમની છાતી ઉપર જ થંભી ગયું. આ અકસ્માત બાદ ચારેક કલાકમાં તેમનો સ્વર્ગવાસ
થઈ ગયો. તેમના માતા–પિતાના તેઓ એકના એક પુત્ર હતા. તેમનો સ્વભાવ નમ્ર અને હસમુખો હતો. પૂ.
ગુરુદેવશ્રી પ્રત્યે તેમને ભક્તિ હતી અને અનેકવાર તેઓ સોનગઢ આવતા. તત્ત્વ સમજવાનો પણ તેમને ઉલ્લાસ
હતો.
તેમના સ્વર્ગવાસનો આ પ્રસંગ આત્માર્થી જીવોને માટે ઘણો જ વૈરાગ્યપ્રેરક છે. આ પ્રસંગના સમાચાર
સાંભળતાં જ પૂ. ગુરુદેવશ્રીને પણ એવી ઘેરી વૈરાગ્યપ્રેરણા જાગી હતી કે અનેક દિવસો સુધી તો પ્રવચનમાં પણ
તે પ્રસંગનું ઉદાહરણ આપીને વૈરાગ્યપ્રેરક ઉપદેશ આપતા હતા; તેમાં તેઓ શ્રી કહેતાં કેઃ ‘અહો! જુઓ તો
ખરા.....આવી જુવાનજોધ વયમાં દેહ છોડી છોડીને જીવો ચાલ્યા જાય છે. જેણે જીવનમાં દેહથી જુદા ચૈતન્યનું
ભાન કર્યું હોય તેને તો સમાધિમરણે દેહ છૂટે છે. જેની દ્રષ્ટિ આત્મા ઉપર છે તેની દ્રષ્ટિમાં તો દેહનો સંયોગ અને
વિયોગ એ બંને સરખાં જ છે. આ મનુષ્યજીવન પામીને ચૈતન્યની સંભાળ કરવા જેવી છે. મનુષ્યભવ તો ઘણા
જીવો પામે છે ને આત્માના ભાન વિના ઘણા મરે છે, પણ જેણે આત્માનું ભાન કરીને સમાધિમરણે દેહ છોડયો
તેનો મનુષ્યઅવતાર સફળ છે. આવા પ્રસંગ ઉપરથી તો વૈરાગ્ય લેવા જેવો છે.....એક સમય પણ પ્રમાદ કરવા
જેવો નથી. ખરેખર ઊજ્જવળ આત્માઓનો સ્વતઃ વેગ તો વૈરાગ્યમાં ઝંપલાવવું એ જ છે.
ભાઈ હસમુખના સ્વર્ગવાસનો આ પ્રસંગ બન્યા પછી, તેમના માતા–પિતાએ પણ હવે તો નિવૃત્તિ લઈને
આત્માર્થજીવન ગાળવા જેવું છે.
સ્થૂળ જીવોને આવા બનાવોમાં ‘અકસ્માત’ જેવું લાગે, પણ ખરેખર અકસ્માત કાંઈ નથી; એ તો બધું
જગતના ક્રમબદ્ધ નિયમ પ્રમાણે જ થાય છે. જે સમયે જે થવાનું છે તે બધું સર્વજ્ઞના જ્ઞાનમાં પહેલેથી ભાસ્યું છે;
ત્યાં અકસ્માત કોને કહેવો? કરોડપતિ જેના કુટુંબીજનો હોય, છતાં શું તેના મૃત્યુની ક્ષણમાં એમ સમયનો પણ
ફેરફાર કોઈ કરી શકે તેમ છે? ઉપરથી ઈંદ્ર ઉતરે તો પણ કોઈને બચાવી શકે તેમ નથી. ઈંદ્રને ચાર બાજુ હજારો
અંગરક્ષક દેવોના ટોળાં હાથમાં ચામર લઈને ઊભા હોય.......પણ જ્યાં આયુષ્ય પૂરું થાય ત્યાં કોઈ તે ઈંદ્રને પણ
બચાવવા સમર્થ નથી.
‘સંસારની સ્થિતિ જ એવી છે. તેમાં ચૈતન્ય સિવાય બીજું કોઈ શરણ નથી; માટે પોતે સંસારનો મોહ
છોડીને સમયમાત્રના પણ પ્રમાદ વગર આત્માનું શરણ કરી લેવા જેવું છે.’

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૪૮ઃ આત્મધર્મઃ ૯૯
શક્તિઓ
(૨)
* ચિતિ શક્તિ *
*
જડત્વસ્વરૂપ ચિતિશક્તિ છે; અજડત્વ એટલે ચેતનત્વ તે ચિતિશક્તિનું સ્વરૂપ છે.–આવી ચિતિશક્તિ
આત્માના જ્ઞાનમાત્રભાવમાં ઊછળે છે.
પુદ્ગલ તે જડસ્વરૂપ છે ને આત્મા અજડત્વસ્વરૂપ છે; જેમ જડસ્વરૂપ પુદ્ગલમાં ચેતનપણું જરાય નથી
તેમ અજડત્વસ્વરૂપ આત્મામાં જડપણું જરાય નથી. રાગ પણ પરમાર્થે આત્માનું સ્વરૂપ નથી તેથી તે પણ જડ
છે. રાગમાં કે શરીરાદિમાં અટકવાનું આત્માનું સ્વરૂપ નથી. આત્મામાં ચેતનપણું પૂરેપૂરું છે, તેમાં રાગનો કે
જડનો અભાવ છે.–આવી આત્માની ચિતિશક્તિ છે.
આ ચિતિશક્તિ આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપી છે, એટલે આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે
ચેતનરૂપ છે, તેમાં જડપણું નથી. જડના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે જડરૂપ છે, તેમાં ચેતનપણું નથી. આત્મામાં
જડપણું બિલકુલ નથી એમ કહેતાં જડના લક્ષે થયેલા ભાવો પણ આત્માના સ્વરૂપમાં નથી–એ વાત તેમાં આવી
જાય છે. ચૈતન્યમૂર્તિ આત્માના દ્રવ્ય–ગુણ કે પર્યાય કોઈનું એવું સ્વરૂપ નથી કે રાગમાં અટકે. જે રાગમાં અટકે
તેને આત્માની પર્યાય ગણી નથી. ચૈતન્ય તરફ વળીને અભેદ થાય તે જ આત્માની પર્યાય છે, રાગમાં અટકે તે
ચૈતન્યની પર્યાય જ નથી.
આ તો અંતરની દ્રષ્ટિની વાત છે. જ્યાં અંતર સ્વભાવમાં દ્રષ્ટિ થઈ ત્યાં ધર્મી જીવ રાગમાં અટકતો જ
નથી; રાગને તે પોતાનું સ્વરૂપ માનતો જ નથી, તેની દ્રષ્ટિ તો અખંડ ચૈતન્યબિંબ આત્માને જ સ્વીકારે છે.
આત્માની ચૈતન્યશક્તિ છે, તે રાગમાં અટકે એવો તેનો સ્વભાવ નથી.
પહેલાં આત્માની જીવત્વશક્તિ બતાવી, તેનાથી આત્મા અનાદિઅનંત જીવે છે. તે જીવત્વની સાથે જો આ
ચૈતન્યશક્તિ ન હોય તો આત્મા જડ થઈ જાય; માટે આ ચિતિશક્તિ જુદી વર્ણવી છે. ચિતિશક્તિ વડે જ
આત્માનું જીવત્વ જણાય છે. આત્મા ચિતિશક્તિને લીધે સદા જાગૃતસ્વરૂપ છે. પુદ્ગલમાં તો જીવત્વ પણ નથી
અને ચૈતન્યપણું પણ નથી, આત્મામાં જીવત્વ છે અને તે જીવત્વ ચૈતન્યમય છે. જીવત્વશક્તિનું લક્ષણ
ચિતિશક્તિ છે; આત્માનું જીવત્વ કેવું છે?–કે ચિત્શક્તિમય છે. એ
અહો! અત્યારે તો પૂ. ગુરુદેવશ્રી જેવા મહાન સંત આપણને આત્માનું શરણ બતાવીને
અપૂર્વ કલ્યાણપંથે પ્રેરી રહ્યા છે. આવો ઉત્તમ અને મંગલ યોગ તારી સમક્ષ મોજૂદ હોવા છતાં,
અરે જીવ! આવા પ્રસંગે આર્ત્તધ્યાન કરીને તારા આત્માને પાપબંધનથી શા માટે બાંધવો
જોઈએ? ? ? આ ટાણે તો ખરેખર આત્મા તરફનો ઉલ્લાસ પ્રગટ કરીને સંસારના સમસ્ત
પ્રસંગનો ઉલ્લાસ તોડી નાખવા જેવું છે.
અહો! સંસારમાં ઉગ્રમાં ઉગ્ર સંકટ પ્રસંગે પણ જે સંતોએ પોતાના સહજ વૈરાગ્યને
છોડયો નથી પણ ઊલટી તેમાં વૃદ્ધિ કરી છે તે સંતોના ચરણમાં નમસ્કાર હો! *

PDF/HTML Page 6 of 21
single page version

background image
પોષઃ ૨૪૭૮ઃ ૪૯ઃ
રીતે ચિતિશક્તિથી જીવત્વ ઓળખાય છે અને જીવત્વથી આખું દ્રવ્ય લક્ષમાં આવે છે. બધી શક્તિઓના પિંડરૂપ
દ્રવ્યને ઓળખવાનું લક્ષણ ‘જ્ઞાન’ છે, તે જ્ઞાનમાત્રભાવમાં આ બધી શક્તિઓ ભેગી જ પરિણમે છે.
આત્મદ્રવ્યમાં અનંત શક્તિઓ છે. જો એક જ શક્તિ હોય તો તો તે શક્તિ પોતે જ દ્રવ્ય થઈ જાય, એટલે
શક્તિનો અભાવ થાય, અને શક્તિનો અભાવ થતાં દ્રવ્યનો પણ અભાવ થાય. અનંત શક્તિના સ્વીકાર વગર
દ્રવ્યનું અસ્તિત્વ જ સિદ્ધ થઈ શકતું નથી.
આત્માની ચિતિશક્તિ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં છે એટલે કે દ્રવ્ય–ગુણ ને પર્યાય ત્રણેય ચૈતન્યસ્વરૂપ
છે. ચિતિશક્તિ વગર ‘જીવનશક્તિ જીવની છે’–એમ કઈ રીતે ઓળખાય? જો આત્મામાં ચિતિશક્તિ ન હોય તો
આત્મા જડ થઈ જાય ને જીવનશક્તિ પણ જડની થઈ જાય. માટે આત્માને જ્ઞાનમાત્ર કહેતાં આવી ચિતિશક્તિ
પણ ભેગી આવી જ જાય છે.
અનંતી શક્તિ બતાવીને અહીં આત્માનો મહિમા બતાવ્યો છે. ચૈતન્યમૂર્તિ જાગૃતજ્યોત આત્માની સામે
જોવા માટે આ શક્તિઓનું વર્ણન છે. જેમ લોકો કરિયાવર પાથરે છે તેમાં ખરેખર તો જીવતી કન્યાની જાહેરાત
થાય છે કે ‘આ કરિયાવર આ બાઈનો છે.’ પણ જો તે કન્યા જ મરી ગઈ હોય તો કરિયાવર કોનો? તેમ અહીં
શક્તિઓનું વર્ણન છે તે બધો જીવનો કરિયાવર છે, જીવની ઋદ્ધિ છે, તે જીવની જાહેરાત કરે છે. આ શક્તિઓ
વડે તે શક્તિને ધારણ કરનાર એવા જીવને જો ન ઓળખે અને જડઋદ્ધિવાળો કે રાગવાળો જ જીવને માને તો તે
જીવે ચૈતન્યમય જીવને મરી ગયેલો માન્યો છે. એટલે કે તેને શુદ્ધ અનંતશક્તિસંપન્ન જીવની શ્રદ્ધા નથી.
જીવત્વશક્તિ, ચિતિશક્તિ વગેરે શક્તિઓ છે તે તો જીવતાજાગતા જીવની જાહેરાત કરે છે. જીવ વગર શક્તિઓ
કોની? શુદ્ધ જીવની પ્રતીત વગર આ શક્તિઓની ઓળખાણ થાય નહિ.
પૂર્વે જીવત્વશક્તિમાં કહ્યા હતા તે પાંચ બોલ અહીં પણ લાગુ પાડવા કે આ ચિતિશક્તિ કોઈ પરના,
વિકારના, પર્યાયના કે એકેક શક્તિના આશ્રયે નથી માટે તે કોઈની સામે જોવાથી આ શક્તિની યથાર્થ કબૂલાત
થતી નથી, પણ અનંતધર્મના પિંડરૂપ આત્માના આશ્રયે જ આ શક્તિ રહેલી છે તેથી તેની સામે જોઈને જ આ
શક્તિની યથાર્થ કબૂલાત થઈ શકે છે.
અનંત અનંત શક્તિઓનાં પિંડરૂપ ચૈતન્યતત્ત્વ છે, તે કોઈ નિમિત્તથી કે રાગથી ઓળખાતું નથી પણ
ચૈતન્યપ્રકાશથી ઓળખાય છે. રાગ તો આંધળો છે, તેનામાં ચિતિશક્તિ નથી, આત્મા પોતાની ચિતિશક્તિવડે
સદા જાગતો–સ્વપરપ્રકાશક છે.
જુઓ! આત્માની અનંતશક્તિઓમાં કયાંય પણ બહારની ક્રિયા કે વ્યવહારનો શુભરાગ આવતા નથી;
આત્માની અનંતી શક્તિમાં કયાંય તેની તો કિંમત જ કરતા નથી. અજ્ઞાની કહે છે કે ‘જુઓ, અમારી ક્રિયા!
અને જુઓ, અમારો વ્યવહાર!–તે કરતાં કરતાં કેટલો ધર્મ થાય?’ જ્ઞાની તેના વ્યવહારનો ઉપહાસ કરે છે કે
અરે! હાલ રે હાલ, જોઈ તારી ક્રિયા, અને જોયો તારો વ્યવહાર! આત્માના સ્વરૂપમાં તેનું અસ્તિત્વ જ કોણ
ગણે છે? તેં માનેલી શરીરની ક્રિયા તો જડ છે, તેનો આત્મામાં તદ્ન અભાવ છે અને ક્ષણિક રાગરૂપ વ્યવહારની
લાગણી તે પણ ચૈતન્યનો સ્વભાવ નથી; એ રીતે તારી માનેલી ક્રિયાનું અને વ્યવહારનું અસ્તિત્વ જ
આત્મસ્વભાવમાં નથી, તો પછી તેનાથી આત્માનો ધર્મ થવાની વાત જ કયાં રહી?
અહીં તો આત્મામાં ત્રિકાળ રહેનારી આત્માની શક્તિઓનું વર્ણન છે; તેમાં એકેક શક્તિ સામે જોવાથી
પણ ધર્મ થતો નથી તો પછી શરીરની ક્રિયાથી કે રાગથી ધર્મ થાય એ વાત કેવી? બધી શક્તિઓ આત્માના
આશ્રયે રહેલી છે, તે આત્માના આશ્રયે જ ધર્મ થાય છે.
આ જીવત્વશક્તિ, ચિતિશક્તિ વગેરે બધી શક્તિઓ આત્મામાં ભાવસ્વરૂપ છે, તે બધી શક્તિઓનો
એકરૂપ પિંડ તે આત્મદ્રવ્ય છે. ચિતિશક્તિ ચેતનદ્રવ્યને ઓળખાવનારી છે, પણ રાગાદિને કરનારી નથી. રાગમાં
ચેતનપણું નથી, એટલે ચિતિશક્તિ તો આત્મામાં રાગનો અભાવ બતાવે છે. આત્મા અજડત્વસ્વરૂપ છે એટલે કે
પરિપૂર્ણ ચૈતન્યસ્વરૂપ છે–એમ કહ્યું તેમાં પરનો, વિકારનો અને અલ્પજ્ઞતાનો આત્માના સ્વભાવમાંથી નિષેધ
થઈ જ ગયો.–આત્માની અનંત શક્તિમાં આવી એક ચિતિશક્તિ છે. આત્માને ઓળખીને તેના આશ્રયે
જ્ઞાનમાત્રભાવનું પરિણમન થતાં આ શક્તિ પણ તેમાં ભેગી જ પરિણમે છે. અખંડ આત્માના આશ્રયે તેની બધી
શક્તિઓ એક સાથે જ પરિણમે છે. તેમાંથી બીજી ચિતિશક્તિનું વર્ણન પૂરું થયું *

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ પ૦ઃ આત્મધર્મઃ ૯૯
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’
(પ)
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭
નયોદ્વારા આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે તેના
ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં વિશિષ્ટ અપૂર્વ
પ્રવચનોનો સાર
(અંક ૯૮ થી ચાલુ)
*
(જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કેઃ ‘પ્રભો! આ આત્મા કોણ
છે ને તેની પ્રાપ્તિ કઈ રીતે થાય છે?’ તેના ઉત્તરમાં
આચાર્યદેવ કહે છે કે આત્મા અનંત ધર્મોવાળું એક દ્રવ્ય છે અને
અનંત નયોવાળા શ્રુતજ્ઞાન–પ્રમાણ વડે સ્વાનુભવથી તે જણાય
છે. પ્રમાણ વડે જણાતા આત્માનું અહીં ૪૭ નયોથી વર્ણન ચાલે
છે. તેમાં દ્રવ્યનય, પર્યાયનય તેમ જ સપ્તભંગીના અસ્તિત્વ–
નાસ્તિત્વ આદિ સાત નયો–એમ કુલ નવ નયોથી જે વર્ણન કર્યું
તેનું વિવેચન અત્યારસુધીમાં આવી ગયું છે, ત્યારપછી
આગળનું અહીં આપવામાં આવે છે.)
(૧૦) વિકલ્પનયે આત્માનું વર્ણન
ત્મદ્રવ્ય વિકલ્પનયે, બાળક, કુમાર અને વૃદ્ધ એવા એક પુરુષની માફક, સવિકલ્પ છે.
અહીં વિકલ્પનો અર્થ ભેદ છે. જેમ એક પુરુષમાં બાળક, કુમાર અને વૃદ્ધ એવા ભેદ પડે છે તેમ ભેદનયથી
આત્મા ગુણ–પર્યાયના ભેદવાળો છે. વસ્તુમાં અનંત ગુણો છે તેમને પરસ્પર કથંચિત્ ભેદ છે અને તેની ક્રમેક્રમે
થતી પર્યાયોમાં પણ પરસ્પર ભેદ છે. વસ્તુમાં દર્શન–જ્ઞાન–ચારિત્ર ઇત્યાદિ જે ભેદ છે તેને વિકલ્પ કહેવાય છે.
વિકલ્પ એટલે રાગ નહિ પણ વિકલ્પ એટલે ભેદ. એક આત્મા જ એક સમયમાં ભેદવાળો છે. વિકલ્પનયથી જોતાં
આત્મા અનંત ગુણ–પર્યાયોના ભેદપણે ભાસે છે, એવો તેનો ધર્મ છે. જેમ પુરુષ એક હોવા છતાં તે બાળક,
યુવાન વગેરે ભિન્ન ભિન્ન અવસ્થાઓરૂપે જણાય છે, તેમ આત્મા વસ્તુપણે એક હોવા છતાં તેનામાં ગુણ–
પર્યાયના ભેદ પણ છે. ગુણ–પર્યાયના ભેદ પડે છે તે કાંઈ ઉપાધિ નથી, વિકાર નથી, દોષ નથી, પણ વસ્તુનું
સ્વરૂપ જ છે. દ્રષ્ટાંતમાં તો પુરુષની બાળ, યુવાન ને વૃદ્ધ દશા એમ સાથે નથી પણ ક્રમે છે, બાળપણા વખતે
યુવાનપણું નથી ને યુવાનપણા વખતે વૃદ્ધપણું નથી; પરંતુ સિદ્ધાંતમાં તે પ્રમાણે નથી; સિદ્ધાંતમાં તો આત્મામાં
અનંત ધર્મો એક સાથે જ કથંચિત્ ભેદરૂપ રહેલા છે, એક ધર્મ પહેલો ને બીજો ધર્મ પછી–એવા પ્રકારનો ભેદ
નથી, પણ દર્શન તે જ્ઞાન નહિ, જ્ઞાન તે દર્શન નહિ–એવા ભેદથી દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે અનંતધર્મો એક સાથે
જ રહેલા છે. એક સમયમાં અનંતા ગુણો છે; ‘અનંતા ગુણો’ એમ કહેતાં

PDF/HTML Page 8 of 21
single page version

background image
પોષઃ ૨૪૭૮ઃ પ૧ઃ
જ કથંચિત્ ભેદ સિદ્ધ થઈ જાય છે. એક ધર્મને બીજા ધર્મથી જો ભેદ ન હોય તો અનંતા ધર્મો જ ન રહે.
આત્મા એક દ્રવ્ય હોવા છતાં તેના સ્વભાવમાં અનેકપ્રકારતા છે, તેને વિકલ્પનય જાણે છે.
દ્રવ્ય એક છે ને ગુણો અનંત છે; તે ગુણોમાં એક ગુણ બીજા ગુણપણે થતો નથી એવો ભેદ છે.
દ્રવ્ય એક છે ને પ્રદેશો અસંખ્ય છે; તેમાંથી એક પ્રદેશ બીજા પ્રદેશપણે નથી એવો ભેદ છે.
દ્રવ્ય એક અને પર્યાયો અનંત; એકેક ગુણની એકેક પર્યાય, એ રીતે અનંત ગુણોની અનંતી પર્યાયો એક
સમયમાં છે. તેમાં એક ગુણની પર્યાય બીજા ગુણની પર્યાયપણે નથી એવો ભેદ છે. અથવા એક વસ્તુની
ત્રણકાળની અનંત પર્યાયો છે, તેમાંથી એક સમયની પર્યાય તે બીજા સમયની પર્યાયથી ભેદવાળી છે.
વળી દ્રવ્ય–ગુણ–પર્યાયને પણ પરસ્પર કથંચિત્ ભેદ છે. જે દ્રવ્ય છે તે ગુણ નથી, ગુણ તે પર્યાય નથી; ‘દ્રવ્ય’
અને ‘ગુણ’–એમ બંનેના નામ જુદા, દ્રવ્ય એક અને ગુણો અનંત–એમ બંનેની સંખ્યા જુદી, ઇત્યાદિ
પ્રકારે ભેદ પડે છે.
–આવો આત્માનો ભેદ ધર્મ છે; વિકલ્પનયથી જોતાં આત્મા ભેદવાળો જણાય છે. પણ એ ધ્યાન રાખવું કે
ભેદધર્મ વખતે જ અભેદધર્મ પણ સાથે જ છે. અભેદતાને ચૂકીને એકાંત ભેદવાળો જ માને તો તેને ભેદનય ન
કહેવાય. તે તો એકાંત મિથ્યા માન્યતા છે.
બધા આત્મા ભેગા થઈને તો એક–અદ્વૈત નથી, પરંતુ એક જુદો આત્મા પણ સર્વથા અદ્વૈત નથી, તેમાં
પણ કથંચિત્ ભેદ છે. અહીં ‘કથંચિત્ ભેદ’ કહ્યો તેનો અર્થ ‘પરથી કથંચિત્ ભેદ ને કથંચિત્ પર સાથે અભેદ’ –
એમ ન સમજવો. પરથી તો તદ્ન ભેદ જ છે–જુદાપણું જ છે, પણ અહીં તો પોતામાં ને પોતામાં જ કથંચિત્ ભેદ–
અભેદપણું છે, તેની આ વાત છે. આ ભેદ તે અશુદ્ધતા નથી, દોષ નથી પણ વસ્તુનો ધર્મ છે; શુદ્ધ આત્મામાં પણ
આવો ભેદધર્મ છે. સિદ્ધના આત્મામાંથી જ્ઞાન–દર્શન–ચારિત્ર ઇત્યાદિના ભેદો નીકળી જતા નથી, સિદ્ધના
આત્મામાં પણ તેવા ભેદ છે, તેને વિકલ્પ કહેવાય છે. સિદ્ધને રાગરૂપ વિકલ્પ નથી પણ આવો ગુણ–ભેદરૂપ
વિકલ્પ છે.–આમ વિકલ્પનયવાળો સાધક જાણે છે, સિદ્ધને કાંઈ નય હોતા નથી.
સિદ્ધ ભગવાનને સાદિ–અનંત સિદ્ધદશા રહેતી હોવા છતાં ક્ષણે ક્ષણે તેમની પર્યાય પલટયા કરે છે, પહેલા
સમયની પર્યાય બીજા સમયે રહેતી નથી, એવો ભેદ છે. ક્ષણે ક્ષણે પર્યાયનું પલટવું તે કાંઈ ઉપાધિ નથી પણ
વસ્તુનો સ્વભાવ છે. સિદ્ધને પણ દરેક સમયે નવી નવી આનંદમગ્ન પર્યાયો થયા કરે છે. આત્માની અપૂર્ણ
પર્યાયનો નાશ થઈને પૂર્ણ પર્યાય પ્રગટ થાય, પણ પછી તે પૂર્ણ પર્યાયનો નાશ થઈને ફરીને અપૂર્ણ પર્યાય થાય
એમ કદી ન બને. અને પૂર્ણદશા પ્રગટી ગયા પછી પરિણમન બંધ થઈ જાય–એમ પણ નથી, પૂર્ણદશા થયા પછી
એવી ને એવી પૂર્ણદશાપણે સદાય પરિણમન થયા જ કરે છે. ત્યાં પણ ગુણભેદ અને પર્યાયભેદ રહે છે, આવો
આત્માનો ભેદધર્મ છે. આ ધર્મ દરેક પદાર્થમાં અનાદિઅનંત છે.
હવે ભેદધર્મની સામે અભેદધર્મ કહે છે.
*
(૧૧) અવિકલ્પનયે આત્માનું વર્ણન
ત્મદ્રવ્ય અવિકલ્પનયે, એક પુરુષમાત્રની માફક અવિકલ્પ છે. જેમ એક પુરુષ બાલ–યુવાન–વૃદ્ધ એવા
ભેદ વિનાનો એક પુરુષમાત્ર જ છે. તેમ અભેદનયથી આત્મા અભેદ છે. અનંતગુણો હોવા છતાં આત્મા કાંઈ
અનંત થઈ જતા નથી, આત્મા તો એક જ છે. જેમ બાલ, યુવાન ને વૃદ્ધ ત્રણે અવસ્થામાં રહેનારો પુરુષ તો એક
જ છે, જે બાલ અવસ્થામાં હતો તે જ યુવાન અવસ્થામાં છે,–એ રીતે પુરુષપણે તેમાં ભેદ નથી પડતા, પુરુષપણે
તો એક જ છે; તેમ ગુણ–પર્યાયના ભેદ હોવા છતાં દ્રવ્યપણે તો આત્મા એક અભેદ છે. અભેદનયથી આત્માને
જુઓ તો તેમાં ભેદ નથી, આવો આત્માનો અભેદધર્મ છે. વસ્તુમાં જો ભેદ ન હોય તો અનંત ધર્મો ન હોઈ શકે,
અને જો અભેદ ન હોય તો વસ્તુની એકતા ન હોઈ શકે અથવા દરેક ગુણ પોતે જ સ્વતંત્ર વસ્તુ ઠરે. ગુણો અનંત
હોવા છતાં તેનો ધરનાર ગુણી તો

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ પ૨ઃ આત્મધર્મઃ ૯૯
એક જ છે. શક્તિઓ અનંત અને શક્તિમાન એક–એ રીતે વસ્તુમાં ભેદ–અભેદ ધર્મ છે. અભેદનયમાં તો
નિગોદથી સિદ્ધ સર્વ અવસ્થામાં રહેલો એક અભેદ આત્મા જ ભાસે છે, નિગોદ અને સિદ્ધ એવી પર્યાયના ભેદો
તેમાં ભાસતા નથી. જેમ બાલ, યુવાન, વૃદ્ધ દશામાં પુરુષ તો પુરુષ જ છે તેમ અશુભ, શુભ કે શુદ્ધ સર્વે
અવસ્થામાં આત્મા તો તે ને તે જ છે; અવસ્થાના કે ગુણના ભેદ પાડયા વગર એક અભેદ આત્માને લક્ષમાં લ્યે
તેનું નામ અભેદનય અથવા અવિકલ્પનય છે.
વસ્તુમાં ભેદધર્મ અને અભેદધર્મ બંને એક સમયમાં એક સાથે છે; આત્મા ત્રણેકાળે આવા ધર્મવાળો છે;
આવી અનંત ધર્મવાળી વસ્તુનું જ્ઞાન તે અનેકાન્ત છે. આવા જ્ઞાન વગર આત્માનો અનુભવ થાય નહિ.
જેમ રાજાને તેના વિશેષણોથી સંબોધન કરીને અરજી કરે તો જવાબ આપે, તેમ ચૈતન્યસ્વરૂપ આત્મા
ત્રણલોકનો રાજા છે–ત્રણલોકમાં શ્રેષ્ઠ પદાર્થ આત્મા છે, તેને તેના અનંતધર્મોથી જેમ છે તેમ સંબોધે–જાણે તો તે
જવાબ આપે એટલે કે તેનો અનુભવ થાય. અનંત ધર્મોવાળા આત્માને જેમ છે તેમ જાણ્યા વગર જ્ઞાન સાચું
થાય નહિ, ને તે જ્ઞાન વગર આત્માની પ્રાપ્તિ–અનુભવ–થાય નહિ. માટે જેણે ધર્મ કરવો હોય તેણે આત્માના
ધર્મો વડે આત્માને ઓળખવો જોઈએ.
૧૧ નયોથી આત્મદ્રવ્યનું વર્ણન કર્યું; હવે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ–એવા ચાર નયોથી
આત્મદ્રવ્યનું વર્ણન કરશે.
(–ક્રમશઃ)
*
રાજકોટ દિ. જિનમંદિર સંબંધે
રાજકોટ દિ. જૈનસમાજના કોઈ પણ ભાઈને આ મંદિરમાં ભગવાનના
ભક્તિપૂર્વક દર્શન–પૂજન કરવા સંબંધમાં ટ્રસ્ટીઓ તરફથી કોઈપણ પ્રકારનો
પ્રતિબંધ કરવામાં આવ્યો નથી અને આજે પણ તેવો કોઈ પ્રતિબંધ નથી.
રાજકોટ દિ. જૈનસમાજના સૌ કોઈ ભાઈ–બહેનો ભક્તિપૂર્વક દર્શન–પૂજન
કરવા ખુશીથી આવી શકે છે. પૂજા વખતે પૂજનની સર્વ સામગ્રી મંદિરમાંથી
હર્ષપૂર્વક પૂરી પાડવામાં આવે છે.
પૂજ્ય શ્રી કાનજી સ્વામી દિગંબર જૈનધર્મનો જે પરમસત્ય ઉપદેશ આપી
રહ્યા છે તેને અનુસરીને, આ જિનમંદિરમાં નિયત કરેલા વક્તાદ્વારા સ્વાધ્યાય
(–પ્રવચન) પદ્ધતિસર ચાલે છે અને તેનો લાભ લેવા માટે પણ કોઈ ઉપર
પ્રતિબંધ કરવામાં આવ્યો નથી, અને આજે પણ તેવો કોઈ પ્રતિબંધ નથી.
પૂજ્ય શ્રી કાનજી સ્વામી દિગંબર જૈનધર્મનો જે પરમસત્ય ઉપદેશ આપી
રહ્યા છે તેનાથી વિરુદ્ધ જેની માન્યતા હોય તેને, તથા માનાદિ કષાય પોષવા
માગતી વ્યક્તિને, કે બીજા કારણે ટ્રસ્ટીઓને યોગ્ય ન લાગે તેવી વ્યક્તિને આ
મંદિરમાં પ્રવચનાદિ કાર્ય કરવાની રજા ટ્રસ્ટીઓ આપી શકે નહિ, કેમ કે
ટ્રસ્ટીઓ ટ્રસ્ટના નિયમોને અનુસરવા બંધાયેલા છે.
રામજી માણેકચંદ દોશી
પ્રમુખઃ રાજકોટ–મંદિર ટ્રસ્ટ.
*

PDF/HTML Page 10 of 21
single page version

background image
પોષઃ ૨૪૭૮ઃ પ૩ઃ
સમ્યક્ત્વના નિમિત્તો
જિનસૂત્ર બહિરંગનિમિત્ત અને જ્ઞાની અંતરંગનિમિત્ત
શ્રી નિયમસાર શુદ્ધભાવઅધિકાર ગા. પ૩ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન
(વીર સં. ૨૪૭૮ કારતક સુદ પ–૭)
*
જિનસૂત્ર સમકિતહેતુ છે, ને સૂત્રજ્ઞાતા પુરુષ જે
તે જાણ અંતર્હેતુ, દ્રગ્મોહક્ષયાદિક જેમને. પ૩.
અર્થઃ સમ્યક્ત્વનું નિમિત્ત જિનસૂત્ર છે; જિનસૂત્રના જાણનારા પુરુષોને (સમ્યક્ત્વના) અંતરંગહેતુઓ કહ્યા છે,
કારણ કે તેમને દર્શનમોહના ક્ષયાદિક છે.
ટીકાઃ આ સમ્યક્ત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ–સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત
વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે. જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી
પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે (સમ્યક્ત્વપરિણામના) અંતરંગ હેતુઓ કહ્યા છે, કારણ કે તેમને
દર્શનમોહનીયકર્મના ક્ષયાદિક છે.
પોતાના શુદ્ધ કારણપરમાત્માની શ્રદ્ધા કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરનાર જીવને નિમિત્તો કેવાં હોય તે અહીં
બતાવે છે. સમ્યગ્દર્શન તો પોતાના આત્મસ્વભાવના આશ્રયે જ થાય છે, કાંઈ નિમિત્તના આશ્રયે સમ્યગ્દર્શન
થતું નથી. પણ જ્ઞાનનો સ્વ–પરપ્રકાશક સ્વભાવ છે તેથી સમ્યગ્દર્શનમાં નિમિત્તો કેવા હોય તે પણ જાણવું
જોઈએ. નિજ કારણપરમાત્માની સન્મુખ થઈને અપૂર્વ સમ્યક્ત્વ પ્રગટ કરનાર જીવને, શુદ્ધ કારણપરમાત્માનું
સ્વરૂપ બતાવનારાં જિનસૂત્ર તે બાહ્ય નિમિત્ત છે. અને, તે જિનસૂત્રનો આશય સમજાવનારા જ્ઞાની પુરુષ વગર
એકલા જિનસૂત્ર સમ્યક્ત્વનું નિમિત્ત થતા નથી,–એમ બતાવવા માટે સાથે સાથે એ વાત પણ કરી કે જિનસૂત્રને
જાણનારા જ્ઞાની પુરુષો સમ્યક્ત્વનું અંતરંગ નિમિત્ત છે. નિમિત્ત તરીકે શાસ્ત્ર કરતાં જ્ઞાનીની મુખ્યતા બતાવવા
માટે શાસ્ત્રને બાહ્ય નિમિત્ત કહ્યા છે અને જ્ઞાનીને અંતરંગ નિમિત્ત કહ્યા છે. અંતરંગ નિમિત્ત પણ પોતાથી પર છે
તેથી તે ઉપચાર છે.
વીતરાગની વાણી શુદ્ધ કારણપરમાત્માને ઉપાદેય બતાવનારી છે, તે જિનસૂત્ર છે. તે જિનસૂત્ર
સમ્યગ્દર્શનનું બહિરંગ નિમિત્ત છે. જે પોતે અંતર્મુખ થઈને શુદ્ધ કારણપરમાત્માને ઉપાદેયપણે અંગીકાર કરે તેને
તે વાણી બાહ્યનિમિત્ત છે. જુઓ, જિનસૂત્ર કેવાં હોય તે વાત પણ આમાં આવી ગઈ, કે પોતાના શુદ્ધ આત્માને
જ જે ઉપાદેય બતાવતાં હોય, પોતાના શુદ્ધ કારણપરમાત્માના આશ્રયે જ જે લાભ કહેતાં હોય તે જ જિનસૂત્ર છે;
અને એવા જિનસૂત્ર જ સમ્યક્ત્વમાં બાહ્યનિમિત્ત છે. એ સિવાય જે શાસ્ત્રો પરાશ્રયભાવથી લાભ થવાનું કહેતાં
હોય તે ખરેખર જિનસૂત્ર નથી અને તે સમ્યક્ત્વમાં નિમિત્ત પણ નથી. શાસ્ત્રોનું તાત્પર્ય તો વીતરાગતા છે, અને
તે વીતરાગતા અંતરના શુદ્ધ આત્માના જ અવલંબને પ્રગટે છે; તેથી તેવા શુદ્ધ આત્માનું અવલંબન કરવાનું
બતાવનારી જિનવાણી તે જ સમ્યક્ત્વમાં નિમિત્ત છે.

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ પ૪ઃ આત્મધર્મઃ ૯૯
સમ્યગ્દર્શન અંર્તસ્વભાવના અવલંબને જ પ્રગટે છે, અને જિનસૂત્ર પણ તે સ્વભાવનું જ અવલંબન
કરવાનું જ બતાવે છે, તેથી સમ્યગ્દર્શનનું બાહ્ય નિમિત્ત જિનસૂત્ર છે. અને તે જિનસૂત્રે કહેલા શુદ્ધ
કારણપરમાત્માનું સ્વરૂપ જાણનારા મુમુક્ષુઓ તે સમ્યક્ત્વના અંતરંગ હેતુ છે. જિનસૂત્ર જેવો શુદ્ધ આત્મા કહેવા
માગે છે તેવા શુદ્ધ આત્માને જે જાણે તેણે જે ખરેખર જિનસૂત્રને જાણ્યા કહેવાય. માત્ર શાસ્ત્રના શબ્દને જાણે પણ
તેમાં કહેલા શુદ્ધ આત્માને ન જાણે તો તે જીવે ખરેખર જિનસૂત્રને જાણ્યા ન કહેવાય. એ રીતે જિનસૂત્રના
જાણનારા એવા સમ્યગ્દ્રષ્ટિ જીવો જ બીજા જીવને સમ્યક્ત્વપરિણામના અંતરંગહેતુ છે, અને ત્યાં જિનસૂત્ર તે
બહિરંગહેતુ છે.
અહીં નિમિત્તમાં અંતરંગ અને બાહ્ય એવા બે પ્રકાર પાડીને સમજાવ્યું છે. અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટ
કરનાર જીવને એકલા શાસ્ત્રના શબ્દો જ નિમિત્ત નથી હોતા, પરંતુ તે શાસ્ત્રનો આશય બતાવનારા સમ્યગ્દ્રષ્ટિ
જીવ પણ નિમિત્ત તરીકે હોય જ છે એમ અહીં બતાવ્યું છે. જો કે અન્ય સમ્યગ્દ્રષ્ટિ પુરુષ પણ ખરેખર તો પોતાથી
બાહ્ય છે, પણ તે જીવનો અંતરંગ અભિપ્રાય પકડવો તે પોતાને સમ્યગ્દર્શનનું કારણ છે તેથી ઉપચારથી તે જીવને
પણ સમ્યગ્દર્શનના અંતરંગહેતુ કહ્યા છે. શાસ્ત્રના શબ્દો તો અચેતન છે અને આ સમ્યગ્દ્રષ્ટિ જીવ તો પોતે
સમ્યક્ત્વપરિણામે પરિણમેલો છે. તેથી શાસ્ત્ર કરતાં તે નિમિત્તની વિશેષતા બતાવવા માટે ‘અંતરંગ’ શબ્દ
વાપર્યો છે. તેના વિના એકલા પુસ્તકના નિમિત્તથી કોઈ જીવ અપૂર્વ સમ્યક્ત્વ પામી જાય–એમ બને નહિ.–આ
દેશનાલબ્ધિનો અબાધિત નિયમ છે.
અહીં તો જે જીવ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તેવા જીવને કેવું નિમિત્ત હોય તે ઓળખાવ્યું છે. અજ્ઞાનીને
પૂર્વે અનંતવાર જે દેશનાલબ્ધિ મળી તે દેશનાલબ્ધિની અહીં વાત નથી. કેમકે ઉપાદાન વગર નિમિત્ત કોનું?
સત્ સમજનારા જીવને સામે સત્રૂપે પરિણમેલા સમ્યગ્દ્રષ્ટિ જ નિમિત્ત હોય છે. અજ્ઞાનીની વાણી
સમ્યગ્દર્શનનું નિમિત્ત થતી નથી, કેમકે તે જીવ પોતે સમ્યક્ત્વરૂપે પરિણમ્યો નથી. જ્ઞાનીને તો પોતાને
દર્શનમોહના ક્ષયાદિક થયા છે તેથી તે સામા જીવને સમ્યક્ત્વ પરિણામમાં નિમિત્ત થઈ શકે છે. એ રીતે
સમ્યગ્દર્શનપરિણામમાં બાહ્ય નિમિત્ત વીતરાગની વાણી અને અંતરંગ–નિમિત્ત જેમને દર્શનમોહનો અભાવ થયો
છે એવા જિનસૂત્રના જ્ઞાતા પુરુષો છે.
જ્ઞાનનો સ્વભાવ સ્વ–પરપ્રકાશક છે. પરમ શુદ્ધ આત્મતત્ત્વની શ્રદ્ધા અને જ્ઞાન થતાં જ્યાં સ્વ–
પરપ્રકાશક જ્ઞાનસામર્થ્ય ખીલ્યું ત્યાં તે જ્ઞાન એમ જાણે છે કે જીવને સમ્યક્ત્વપરિણમનમાં સામે નિમિત્ત તરીકે
પણ સમ્યગ્દ્રષ્ટિ જ હોય. જો કે સમ્યક્ત્વપરિણામ પ્રગટ કરનાર જીવને તો જિનસૂત્ર તેમ જ જ્ઞાની એ બંને
નિમિત્તો પોતાથી બાહ્ય જ છે, પણ નિમિત્ત તરીકે તેમાં બાહ્ય અને અંતરંગ એવા બે ભેદ છે. જ્ઞાનીનો આત્મા
અંતરંગનિમિત્ત છે અને જ્ઞાનીની વાણી તે બાહ્યનિમિત્ત છે. એકવાર સાક્ષાત્ ચૈતન્યમૂર્તિ જ્ઞાની મળ્‌યા વગર
શાસ્ત્રના કથનનો આશય શું છે તે સમજાય નહિ. શાસ્ત્ર પોતે કાંઈ પોતાના આશયને સમજાવતું નથી, માટે તે
બાહ્યનિમિત્ત છે. શાસ્ત્રનો આશય તો જ્ઞાનીના જ્ઞાનમાં છે. જેઓ સમ્યગ્દ્રષ્ટિ છે તેમને અંતરંગમાં દર્શનમોહનો
ક્ષય વગેરે છે તેથી તે જ અંતરંગનિમિત્ત છે.
જે પાત્ર જીવમાં સ્વભાવનું અવલંબન લેવાની યોગ્યતા થઈ છે...શુદ્ધ કારણપરમાત્માનું અવલંબન લઈને
સમ્યક્ત્વ પ્રગટ કરવાની તૈયારી થઈ છે....તેવા જીવને સામે અંતરંગનિમિત્ત તરીકે પણ જેને દર્શનમોહના
ક્ષયાદિક થયા હોય તેવા જિનસૂત્રના જ્ઞાયક પુરુષો જ હોય છે, અને બાહ્યનિમિત્ત તરીકે જિનસૂત્ર હોય છે. આમાં
દેશનાલબ્ધિનો એ નિયમ આવી જાય છે કે પ્રથમ જ્ઞાની પુરુષની દેશના જ નિમિત્ત તરીકે હોય; એકલા શાસ્ત્ર કે
ગમે તેવા પુરુષની વાણી દેશનાલબ્ધિમાં નિમિત્ત ન થાય. દેશનાલબ્ધિ માટે એકવાર તો ચૈતન્યમૂર્તિ જ્ઞાની
સાક્ષાત્ મળવા જોઈએ.
આ નિયમસાર શાસ્ત્ર ઘણું અલૌકિક છે, અને તેની ટીકામાં પણ ઘણા અદ્ભુત ભાવો ખુલ્લા કર્યાં છે.
આ શુદ્ધભાવઅધિકારની છેલ્લી પાંચ ગાથાઓમાં રત્નત્રયનું સ્વરૂપ બતાવ્યું છે. પોતાનો સ્વભાવ
અનંતચૈતન્યશક્તિસંપન્ન ભગવાન કારણપરમાત્મા છે, તેના આશ્રયે જે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ પ્રગટે તે મુક્તિનું
કારણ છે. અંતરંગ શુદ્ધકારણતત્ત્વ એવો મારો આત્મા જ મારે

PDF/HTML Page 12 of 21
single page version

background image
પોષઃ ૨૪૭૮ઃ પપઃ
ઉપાદેય છે–એવી નિર્વિકલ્પ શ્રદ્ધા–તે નિશ્ચયસમ્યક્ત્વ છે. તે સમ્યક્ત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ જિનસૂત્ર
છે. વીતરાગ–સર્વજ્ઞદેવના મુખકમળમાંથી નીકળેલી અને સમસ્ત પદાર્થોનું સ્વરૂપ કહેવામાં સમર્થ એવી વાણી તે
સમ્યક્ત્વપરિણામનું બાહ્ય નિમિત્ત છે.–પણ તે વાણી કોની પાસેથી સાંભળેલી હોવી જોઈએ?–જ્ઞાની પાસેથી જ
તે વાણી સાંભળેલી હોવી જોઈએ, તે બતાવવા માટે અહીં અંતરંગનિમિત્તની ખાસ વાત મૂકી છે કે જે મુમુક્ષુઓ
છે એવા ધર્મી જીવો પણ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુ હોવાને લીધે સમ્યક્ત્વના અંતરંગનિમિત્ત છે, કેમ કે
તેમને દર્શનમોહના ક્ષયાદિક છે. શાસ્ત્ર કરતાં ધર્મી જીવનો આત્મા મુખ્ય નિમિત્ત છે તે બતાવવા માટે અહીં તેમને
અંતરંગહેતુ કહ્યા છે. સમ્યગ્દર્શનમાં ધર્મી જીવની વાણી તે બાહ્યનિમિત્તકારણ છે, અને સમ્યગ્દર્શનાદિરૂપે
પરિણમેલો તેમનો આત્મા તે અંતરંગનિમિત્તકારણ છે.
શુદ્ધ આત્મસ્વભાવની રુચિથી અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટ કરનાર જીવને એકલી વીતરાગની વાણી જ
નિમિત્ત નથી હોતી, પરંતુ સમ્યગ્દર્શન–જ્ઞાનાદિરૂપે પરિણમેલા ધર્મી જીવ પણ નિમિત્તરૂપે હોય જ છે; તેથી
નિમિત્ત તરીક તે અંતરંગહેતુ છે. પણ આ આત્માની અપેક્ષાએ તો તે પણ બાહ્યકારણ જ છે. વાણી કરતાં આત્મા
ઉપર વધારે વજન આપવા માટે જ તેને અંતરંગહેતુ કહ્યા છે. સમ્યક્ત્વનું ખરું (પરમાર્થ) અંતરંગકારણ તો
પોતાનો શુદ્ધ કારણપરમાત્મા જ છે. તેની અપેક્ષાએ તો જ્ઞાની તેમ જ વાણી એ બંને બાહ્ય હેતુઓ છે.
સમ્યક્ત્વના પરમાર્થકારણનું તો પૂર્વે ખૂબ વર્ણન કર્યું, અત્યારે તો તેના નિમિત્તની વાત ચાલે છે; નિમિત્તમાં
અંતરંગ અને બાહ્ય એવા બે પ્રકાર કહીને અહીં જ્ઞાનીના આત્માને મુખ્યહેતુ તરીકે બતાવ્યો છે.
અહીં અંતરંગહેતુઓ તરીકે ‘મુમુક્ષુઓ’ લીધા છે. કેમ કે અત્યારે કહેનાર તરીકે સાક્ષાત્ કેવળી ભગવાન
અહીં નથી; વીતરાગની વાણી અત્યારે તો મુમુક્ષુઓ એટલે કે ચોથા–પાંચમા–છઠ્ઠા ગુણસ્થાને વર્તતા ધર્માત્માઓ
પાસેથી મળે છે, તેથી ઉપચારથી તે મુમુક્ષુઓને અંતરંગહેતુઓ કહ્યા છે. તે મુમુક્ષુઓને પોતાને અંતરમાં
દર્શનમોહના ક્ષય વગેરે વર્તે છે તેથી તે સમ્યક્ત્વના અંતરંગહેતુ છે. જેને દર્શનમોહ ટળ્‌યો ન હોય એવો
મિથ્યાદ્રષ્ટિ જીવ સમ્યક્ત્વનું નિમિત્ત થાય નહિ.
સામા જ્ઞાની પણ આ આત્માથી બાહ્ય છે તેથી તે ઉપચારથી હેતુ છે; અને વાણી કરતાં તેમના આત્માનો
અભિપ્રાય તે મુખ્ય નિમિત્ત છે એમ બતાવવા તેને ઉપચારથી અંતરંગહેતુ કહ્યા છે. ધર્મી જીવનો અંર્તઅભિપ્રાય
શું છે તે સમજીને પોતે પોતામાં તેવો અભિપ્રાય પ્રગટ કરીને સમ્યગ્દર્શન પામે તેમાં જ્ઞાની અંતરંગનિમિત્તકારણ
છે. અને વાણી તે બાહ્ય કારણ છે. આ બંને કારણ વ્યવહારથી જ છે. નિશ્ચયકારણ તો પોતાનો શુદ્ધ
કારણપરમાત્મા જ છે. તેના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ કરે ત્યારે નિમિત્ત કેવું હોય તે અહીં ઓળખાવ્યું છે.
કોઈ જીવ સમ્યક્ત્વમાં માત્ર બાહ્યનિમિત્તને (શાસ્ત્રને) જ સ્વીકારે ને અંતરંગનિમિત્ત તરીકે જ્ઞાનીને ન
સ્વીકારે તો તેણે ખરેખર સમ્યક્ત્વને જ જાણ્યું નથી. સમ્યક્ત્વપણે પરિણમીને જેમણે દર્શનમોહના ક્ષયાદિક કર્યા
છે એવા સમ્યગ્દ્રષ્ટિને જ સમ્યક્ત્વના નિમિત્ત તરીકે ન સ્વીકારતાં, જે જીવ એકલા શાસ્ત્રથી કે કોઈ પણ
મિથ્યાદ્રષ્ટિના નિમિત્તથી પણ સમ્યગ્દર્શન થઈ જવાનું માને તેને તો સમ્યક્ત્વના સાચા નિમિત્તનું પણ ભાન
નથી. આ ગાથામાં સમ્યક્ત્વના અંતરંગ તેમ જ બાહ્ય બંને નિમિત્તોનું યથાર્થ સ્વરૂપ બતાવ્યું છે.
જયવંત વર્તો! તે પરમ કલ્યાણકારી સમ્યક્ત્વ,
અને તેના અંતર–બાહ્ય નિમિત્તો!
*
– સુધારો –
‘આત્મધર્મ’ અંક ૯૮ પૃ. ૩૩ કોલમ ૨ લાઈન ૧ માં “આત્માના
અસ્તિત્વમાં જ્ઞાનની નાસ્તિ છે” એમ છપાયું છે તેને બદલે “શાસ્ત્રના
અસ્તિત્વમાં જ્ઞાનની નાસ્તિ છે” એ પ્રમાણે સુધારીને વાંચવું.
*

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ પ૬ઃ આત્મધર્મઃ ૯૯
શ્રી નિયમસારની પ૩ મી ગાથાનું
સ્પષ્ટીકરણ
*
શ્રી નિયમસાર શાસ્ત્ર આચાર્યશિરોમણિ ભગવાન કુંદકુંદાચાર્યદેવે રચ્યું છે અને તેના પર સંસ્કૃત ટીકા
અધ્યાત્મમસ્ત મહામુનિવર શ્રી પદ્મપ્રભમલધારિદેવે રચી છે. અહીંથી (સોનગઢથી) શ્રી નિયમસારનો ગુજરાતી
અનુવાદ પ્રકાશિત થયો છે. તેમાં પ૩ મી ગાથાનો જે અર્થ કરવામાં આવ્યો છે તેના વિષે એક ભાઈએ શંકા વ્યક્ત
કરી છે અને તે અર્થને વિપરીત કહ્યો છે. વસ્તુતઃ તો પ્રસ્તુત અર્થ જ ટીકા સાથે પરિપૂર્ણ રીતે બંધબેસતો અને
ન્યાયસંગત છે; છતાં તે વિષે શંકા ઉપસ્થિત કરવામાં આવી હોવાથી નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવું ઉચિત ધારું છું.
મૂળ ગાથા, તેની સંસ્કૃત છાયા અને સંસ્કૃત ટીકા નીચે પ્રમાણે છેઃ
सम्मत्तस्स णिमित्तं जिणसुत्तं तस्स जाणया पुरिसा।
अंतरहेऊ भणिदा दंसणमोहस्स खयपहुदी।।५३।।
सम्यक्त्वस्य निमित्तं जिनसूत्रं तस्य ज्ञायकाः पुरूषाः।
अन्तर्हेतवो भणिताः दर्शनमोहस्य क्षयप्रभृतेः।।५३।।
अस्य सम्यक्त्वपरिणामस्य बाह्यसहकारिकारणं वीतराग–सर्वज्ञमुखकमलविनिर्ग्गतसमस्तवस्तु–
प्रतिपादनसमर्थद्रव्यश्रुतमेव तत्त्वज्ञानमिति। ये मुमुक्षवः तेप्युपचारतः पदार्थनिर्णयहेतुत्वात् अंतरंगहेतव
इत्युक्ताः दर्शनमोहनीयकर्मक्षयप्रभृतेः सकाशादिति।
ગાથા અને ટીકાનો અનુવાદ નીચે પ્રમાણે કરવામાં આવ્યો છેઃ
[सम्यक्त्वस्य निमित्तं] સમ્યક્ત્વનું નિમિત્ત [जिनसूत्रं] જિનસૂત્ર છે; [तस्य ज्ञायकाः पुरुषाः]
જિનસૂત્રના જાણનારા પુરુષોને [अन्तर्हेतवः] (સમ્યક્ત્વના) અંતરંગ હેતુઓ [भणिताः] કહ્યા છે,
[दर्शनमोहस्य क्षयप्रभृतेः] કારણકે તેમને દર્શનમોહના ક્ષયાદિક છે.
આ સમ્યક્ત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ–સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત
વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે. જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ–
નિર્ણયના હેતુપણાને લીધે (સમ્યક્ત્વપરિણામના અંતરંગહેતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શનમોહનીયકર્મના
ક્ષયાદિક છે.
ટીકાકાર મુનિવરના અભિપ્રાયમાં મૂળ ગાથાનો શો અર્થ છે તે, ગાથા અને ટીકા સરખાવીને, આપણે
જોઈએઃ–
‘सम्यक्त्वस्य निमित्तं जिनसूत्रं’ એટલો ગાથાનો જે ભાગ છે તેની ટીકા ‘अस्य सम्यक्त्वपरिणामस्य
बाह्यसहकारिकारणं वीतरागसर्वज्ञमुखकमलविनिर्ग्गतसमस्तवस्तुप्रतिपादनसमर्थद्रव्यश्रुतमेव तत्त्वज्ञानमिति’
એ પ્રમાણે છે; માટે ટીકાના અર્થ સાથે સરખાવતાં નિઃસંદેહપણે સ્પષ્ટ થાય છે કે ગાથાના તે ભાગનો અર્થ
‘સમ્યક્ત્વનું નિમિત્ત જિનસૂત્ર છે’ એમ જ થઈ શકે.
‘तस्य ज्ञायकाः पुरुषाः अन्तर्हेतवो भणिताः दर्शनमोहस्य क्षयप्रभृतेः’ એટલો જે ગાથાનો ભાગ છે
તેની ટીકા ‘ये मुमुक्षवः तेप्युपचारतः पदार्थनिर्णयहेतुत्वात् अंतरंगहेतव इत्युक्ताः दर्शनमोहनीयकर्मक्षयप्रभृतेः
सकाशादिति’ એ પ્રમાણે છે; માટે ગાથાના આ ભાગનો અર્થ આમ જ થઈ શકે કે ‘જિનસૂત્રના જાણનારા
પુરુષોને (સમ્યક્ત્વના) અંતરંગહેતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શનમોહના ક્ષયાદિક છે.’
આ સિવાય બીજો કોઈ અર્થ ટીકા સાથે સંગત જ નથી.
ગાથાનું વિસ્તૃત રૂપ તે જ ટીકા અને ટીકાનું સંક્ષિપ્ત રૂપ તે જ ગાથા. ગાથામાં સંક્ષેપથી સમાયેલા કસને
વિકસાવવામાં આવે તો ટીકા બને અને ટીકાના વિસ્તારને ઘટ્ટ બનાવીને સંક્ષેપવામાં આવે તો ગાથા બને. આ

PDF/HTML Page 14 of 21
single page version

background image
પોષઃ ૨૪૭૮ઃ પ૭ઃ
કસોટી પ૩ મી ગાથા ઉપર અજમાવીએ એટલે કે તેની ગાથાને (ગાથાના અર્થને) વિસ્તારીએ તો શ્રી
પદ્મપ્રભદેવકૃત ટીકા બને છે અને શ્રી પદ્મપ્રભદેવકૃત ટીકાને સંક્ષેપી નાખીએ તો તે મૂળ ગાથારૂપે (–ગાથાના
અર્થરૂપે) થઈને ઊભી રહે છે. આ રીતે સિદ્ધ થાય છે કે ગાથાનો જે અર્થ કરવામાં આવ્યો છે તે જ અર્થ વ્યાજબી
છે અને ટીકાકાર મહામુનિવરે તે જ અર્થને કુંદકુંદ–ભગવાનના હૃદયમાં રહેલો પારખીને ટીકારૂપે વિકસાવ્યો છે;
બીજો કોઈ અર્થ ઘટતો નથી.
અહીં એમ કહ્યું છે કે કોઈ જીવના સમ્યક્ત્વપરિણામમાં જિનસૂત્ર ‘બાહ્ય સહકારી કારણ’ છે અને અન્ય
મુમુક્ષુઓ* (સમ્યગ્દ્રષ્ટિઓ, મુનિઓ વગેરે) તે જીવના સમ્યક્ત્વપરિણામમાં ઉપચારથી ‘અંતરંગ હેતુઓ’ છે
કારણ કે તે મુમુક્ષુઓને (જ્ઞાનીઓને) દર્શનમોહના ક્ષયાદિક છે. અહીં કોઈ જીવના સમ્યક્ત્વપરિણામમાં તેનાથી
ભિન્ન એવા અન્ય જ્ઞાનીઓને અંતરંગહેતુભૂત કહ્યા હોવાથી ‘ઉપચાર’ શબ્દ વાપર્યો છે, અને તે જ્ઞાનીઓ
દર્શનમોહના ક્ષયાદિવાળા હોવાથી અર્થાત્ સમ્યક્ત્વપરિણામે પરિણમેલા હોવાથી તેમને (ભલે ઉપચારથી પણ)
‘અંતરંગ’ હેતુઓ કહ્યા છે. સમ્યક્ત્વપરિણમનરહિત કેવળ શાસ્ત્રપાઠી જીવોને દર્શનમોહના ક્ષયાદિ નહિ હોવાથી
તેઓ (ઉપચારથી પણ) અંતરંગ–હેતુપણાને પ્રાપ્ત નથી. જિનસૂત્રને પણ કોઈ રીતે અંતરંગ–હેતુપણું નથી. આ
રીતે કોઈ પણ જીવને સમ્યક્ત્વપરિણામ અર્થે, સમ્યક્ભાવે પરિણત અન્ય જ્ઞાનીપુરુષો અંતરંગનિમિત્ત છે એમ
અહીં મહામુનિવરે પ્રણીત કર્યું છે. જિનસૂત્રને અંતરંગનિમિત્ત કહ્યું નથી અને કેવળ શાસ્ત્રપાઠી મિથ્યાદ્રષ્ટિ
જીવોની તો અહીં ગણતરી જ કરી નથી.
અધ્યાત્મમસ્ત યોગીન્દ્રે આવી સ્પષ્ટ વાત કરી હોવા છતાં જો કોઈને સમ્યક્ભાવે પરિણમેલા
જ્ઞાનીપુરુષોનું (ઉપચારથી) અંતરંગ–હેતુપણું ભાસતું ન હોય અને જિનસૂત્રનું, શાસ્ત્રપાઠી મિથ્યાદ્રષ્ટિઓનું અને
સમ્યક્ત્વભાવે પરિણમેલા જ્ઞાનીપુરુષોનું–ત્રણેનું સમાનપણું જ ભાસતું હોય તો તેમણે મધ્યસ્થતાપૂર્વક ફરીફરીને
વિચારવું યોગ્ય છે અને મહામુનિવરોએ નિરૂપેલું જ્ઞાનીપુરુષોનું અંતરંગનિમિત્તપણું હૃદયમાં બેસાડવાયોગ્ય છે.
જેમ મહાત્માઓના જ્ઞાનમાં જ્ઞાનીપુરુષોને વિષે સમ્યક્ત્વનું અંતરંગ–નિમિત્તપણું સ્પષ્ટ ભાસ્યું તે જ્ઞાનને
અનંતશઃ વંદન હો!
–હિંમતલાલ જેઠાલાલ શાહ–સોનગઢ.
______________________________________________________________________________
*જ્ઞાનીઓને મુમુક્ષુઓ કહેવામાં આવે છે. શ્રી નિયમસારની ટીકામાં ઘણાં સ્થળોએ મુનિઓને પણ મુમુક્ષુઓ કહ્યા છે.
*
જ્ઞાનનું કાર્ય
પ્રશ્નઃ–આંખેથી દેખાય છે?
ઉત્તરઃ–ના, જ્ઞાનવડે જ દેખાય–જણાય. આંખ તો અનંત રજકણનો પિંડ છે,
તેને ખબર નથી કે અમે કોણ છીએ. પણ તેને જાણનારો (–આત્મા) તેનાથી જુદો
રહીને જાણ્યા કરે છે. જ્ઞાનવડે ટાઢું–ઊનું વગેરે જણાય છે. જ્ઞાન જ્ઞાનમાં જાણવાની
ક્રિયા કરે છે, તે જ્ઞાનની ક્રિયામાં જ્ઞાન અર્થાત્ આત્મા પોતે પોતાને જાણે અને પર
તેમાં ભિન્નપણે જણાય, એવો જ્ઞાનનો સ્વભાવ છે. તે (જ્ઞાન) દરેક આત્માનો ગુણ છે.
પોતે પોતાને જ્ઞેય કરે તો બધા ધર્મ જણાય છે. આ દેહમાં રહેલો આત્મા દેહથી જુદો છે
એમ ન જાણે તો અંતરમાં જુદાપણાના જ્ઞાનનું કાર્ય જે શાંતિ તે થાય નહિ, પણ
અજ્ઞાનનું કાર્ય અશાંતિ–જે જીવ અનાદિથી કરી રહ્યો છે તે–થાય.
સમયસાર–પ્રવચન ભાગ ૧ પૃ. ૧૭.
*

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ પ૮ઃ આત્મધર્મઃ ૯૯
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
(૩)
* દશિ શક્તિ *
*
(વીર સં. ૨૪૭પ કારતક સુદ પ)
જ્ઞાનમાત્ર આત્મસ્વભાવની દ્રષ્ટિ કરતાં આત્માની અનંત શક્તિઓનું નિર્મળ પરિણમન અભેદપણે થાય
છે, તેનું આ વર્ણન છે. અનંત શક્તિઓમાંથી અહીં કેટલીક શક્તિઓ વર્ણવે છે, તેમાં એકલા દ્રવ્યસ્વભાવનું જ
વર્ણન છે. આ જ ચૈતન્યની અવિનાશી લક્ષ્મી છે. આત્મામાં બધી શક્તિઓનું એક સાથે જ પરિણમન થાય છે
પણ અનેક શક્તિઓ સમજાવવા માટે અહીં તેમનું જુદું જુદું વર્ણન કર્યું છે. રાગાદિ ભાવો તો આત્માના ત્રિકાળી
સ્વરૂપમાં છે જ નહિ; આત્મામાં બહુ બહુ તો આવા અનંત ગુણોનો ગુણભેદ છે; પરંતુ અભેદ આત્માની દ્રષ્ટિ
વગર એકલા ગુણભેદના લક્ષથી પણ આત્મા જણાય તેવો નથી.
આત્મા જ્ઞાનમૂર્તિ છે, તેના સ્વભાવમાં શરીર નથી, કર્મો નથી, અને રાગાદિ વિકાર પણ નથી. પર્યાયમાં
વિકાર થાય તેને ગૌણ કરીને, જે એકલો જ્ઞાનમાત્ર દ્રવ્યસ્વભાવ છે તેની દ્રષ્ટિથી પરિણમતાં નિર્મળ જ્ઞાનાદિ
અનંત ગુણો એક સાથે ઊછળે છે, તે જ આત્મા છે. આત્માના સ્વભાવમાં શું–શું છે તેની આ વાત છે, આત્મામાં
શું–શું નથી તેની વાત અત્યારે નથી; આત્મામાં દેહાદિની ક્રિયા નથી, રાગ નથી–તેનું અત્યારે વર્ણન નથી, પણ
આત્મામાં અનંતશક્તિઓ અસ્તિરૂપ છે તેનું આ વર્ણન છે. અનંત શક્તિરૂપ સ્વભાવની અસ્તિ કહેતાં તેનાથી
વિરુદ્ધ એવા રાગાદિભાવની નાસ્તિ તેમાં આવી જ જાય છે.
સૌથી પહેલાં તો ચૈતન્યમાત્ર ભાવને ધારણ કરનારી જીવત્વશક્તિનું વર્ણન કર્યું, તે જીવત્વશક્તિ
જીવદ્રવ્યને ટકાવી રાખવાનું કારણ છે. અહીં તો ભેદથી વર્ણન કરીને સમજાવ્યું છે, ખરેખર કાંઈ જીવત્વશક્તિ
અને જીવદ્રવ્ય જુદાં નથી; દ્રવ્ય કાંઈ જીવત્વશક્તિથી જુદું નથી કે જીવત્વશક્તિ તેને ટકાવે. આત્મદ્રવ્યનો જ
ચૈતન્યસ્વરૂપે અનાદિઅનંત ટકી રહેવાનો સ્વભાવ છે, તેને અહીં જીવત્વશક્તિ તરીકે ઓળખાવ્યો છે. ત્યાર પછી
ચિતિશક્તિ વર્ણવીને આત્માનો ચૈતન્યસ્વભાવ બતાવ્યો.
જુઓ ભાઈ! દરેકેદરેક આત્માનું સ્વરૂપ અહીં કહેવાય છે તેવું જ છે. એકેક આત્મા પોતાની અનંત–
શક્તિનો ધણી પરમેશ્વર છે; પણ દેહ સામે નજર કરીને ત્યાં જ પોતાપણું માનીને પોતાની પ્રભુતાને ભૂલી રહ્યો
છે. તેને અહીં આત્માની પ્રભુતા ઓળખાવે છે. અરે જીવ! તું પામર નથી પણ અનંતશક્તિમાન પરમેશ્વર છો.
અત્યારે પણ આત્મા પોતે અનંતશક્તિથી ભરેલો પ્રભુ છે, પણ શ્રદ્ધા અને જ્ઞાનરૂપી આંખ આડા પાટા બાંધી
દીધા છે તેથી પોતે પોતાની પ્રભુતાને દેખતો નથી.
અનંત શક્તિનો પિંડ ચૈતન્યમૂર્તિ આત્મા છે; તેનામાં શરીર–મન–વાણી કે કર્મો તો ત્રણકાળમાં કદી રહ્યા
જ નથી; પર્યાયમાં એક સમયપૂરતો વિકાર અનાદિથી રહ્યો છે, પરંતુ તે વિકાર કદી આત્માના સ્વભાવપણે થઈ
ગયો નથી, ક્ષણિક વિકાર વખતે પણ કાયમી સ્વભાવનો અભાવ

PDF/HTML Page 16 of 21
single page version

background image
પોષઃ ૨૪૭૮ઃ પ૯ઃ
થઈ ગયો નથી. સ્વભાવ તો ત્રિકાળ અનંત શક્તિનો પિંડ એવો ને એવો છે. તે ત્રિકાળ સ્વભાવની પ્રતીતિ
કરતાં પરિણમનમાં સ્વરૂપનો લાભ થાય છે. દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ એવા ને એવા છે જ, પણ તેનો સ્વીકાર
કરતાં જ પર્યાયમાં તેનો લાભ થાય છે એટલે કે નિર્મળ પરિણમન થાય છે. તે પરિણમનમાં અનંતી શક્તિઓ
એક સાથે પરિણમે છે તેનું આ વર્ણન ચાલે છે. જીવત્વશક્તિ અને ચિતિશક્તિનું વર્ણન કર્યું. હવે ત્રીજી
દશિશક્તિનું વર્ણન કરે છેઃ
અનાકાર ઉપયોગમયી દશિશક્તિ છે. આત્મા પોતે જ અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત એક જ્ઞપ્તિમાત્ર
ભાવરૂપે હોવાથી તે જ્ઞાનમાત્ર છે; તે જ્ઞાનમાત્ર ભાવની અંદર આવી દશિશક્તિ પણ ભેગી જ છે.
જ્ઞાનમાત્રભાવમાં એક સમયમાં અનંતી શક્તિઓ ભેગી છે, આગળ–પાછળ નથી.
આ દશિશક્તિ અનાકાર ઉપયોગમય છે એટલે તેમાં પદાર્થોના વિશેષ ભેદ નથી પડતા; વિશેષ ભેદ
પાડયા વગર પદાર્થોની સામાન્યસત્તાને જ દર્શનઉપયોગ દેખે છે. આવી દર્શનક્રિયારૂપ આત્માની શક્તિ તેનું નામ
દશિશક્તિ છે.
‘આ જીવ છે, આ અજીવ છે’ એમ ભેદ પાડીને લક્ષમાં લીધું તે તો જ્ઞાન છે; સ્વ–પર, જીવ–અજીવ,
સિદ્ધ–નિગોદ એવા ભેદને લક્ષમાં ન લેતાં સામાન્યપણે ‘બધુંય સત્ છે’ એમ સત્તામાત્રને દેખવું તે દર્શન છે.
આત્મા અને બધા પદાર્થો સામાન્યપણે ધુ્રવરૂપે રહે છે ને વિશેષ અંશપણે બદલે છે. તેમાં સામાન્ય–
વિશેષ એવો ભેદ પાડયા વગર સત્તામાત્ર બધા પદાર્થોને દર્શન દેખે છે. અહીં ‘આકાર’ નો અર્થ વિશેષો અથવા
ભેદો છે. પદાર્થોના વિશેષો અથવા ભેદોને લક્ષમાં ન લેતાં, તેમની સામાન્ય સત્તામાત્રનું અવલોકન કરે છે તેથી
દર્શન–ઉપયોગ અનાકાર છે. ‘આ અનાકાર ઉપયોગ છે’ એમ જેણે લક્ષમાં લીધું તે તો જ્ઞાન છે. સ્વ અને પર,
સામાન્ય અને વિશેષ બધું સત્ છે, તે સત્માત્રને દર્શન ઉપયોગ દેખે છે. ‘બધું સત્ છે’ એટલે ‘સત્’ અપેક્ષાએ
પદાર્થોમાં જીવ–અજીવ ઇત્યાદિ ભેદ પડતા નથી. આનો અર્થ એમ ન સમજવો કે દર્શનઉપયોગ જીવ–અજીવ
બધાને એકમેકપણે દેખે છે. પદાર્થોની જેવી ભિન્ન ભિન્ન સત્તા છે તેવી જ દર્શનઉપયોગ દેખે છે; પરંતુ તે સત્તામાત્ર
જ દેખે છે એટલે કે ‘આ સત્ છે’ એટલું જ તે લક્ષમાં લ્યે છે; સત્માં ‘આ જીવ છે ને આ અજીવ છે, આ હેય છે
ને આ ઉપાદેય છે’ એવા વિશેષ ભેદ પાડીને જાણવું તે જ્ઞાનનું કાર્ય છે. દર્શનને, જ્ઞાનને, આનંદને, બધા દ્રવ્ય–
ગુણ–પર્યાયને અને ત્રણલોકના સમસ્ત પદાર્થોને વિકલ્પ વગર દર્શનશક્તિ દેખે છે, પણ તેમાં ‘આ જીવ છે, આ
જ્ઞાન છે’ એવા કોઈ ભેદ તે નથી પાડતી. ‘આ જીવ છે, આ અજીવ છે, આ સ્વ છે, આ પર છે’ એમ બધા
પદાર્થોને ભિન્ન ભિન્નપણે રાગ વગર જ્ઞાન જાણે છે. છદ્મસ્થને જ્ઞાન પહેલાં દર્શનઉપયોગ હોય છે, ને સર્વજ્ઞને
જ્ઞાનની સાથે જ દર્શનઉપયોગ હોય છે. છદ્મસ્થને પણ જ્ઞાન અને દર્શન બંનેનું પરિણમન તો એક સાથે જ છે,
પરિણમનમાં કાંઈ એવો ક્રમ નથી કે પહેલાં દર્શનશક્તિ પરિણમે અને પછી જ્ઞાનશક્તિ પરિણમે. શક્તિ તો બધી
એક સાથે જ પરિણમે છે, માત્ર ઉપયોગરૂપ વેપારમાં તેને ક્રમ પડે છે.
અનાકાર ઉપયોગરૂપ દશિશક્તિનું પરિણમન પણ જ્ઞાનની સાથે જ છે. છદ્મસ્થને પણ જ્ઞાન અને દર્શનના
પરિણમનમાં ક્રમ નથી. જ્ઞાનની સાથે જ દર્શનશક્તિ પણ ભેગી પરિણમે જ છે; બધી શક્તિઓ ભેગી જ પરિણમે
છે–એમ અહીં બતાવવું છે. આત્મસ્વભાવના લક્ષે જે જ્ઞાનમાત્રભાવ પરિણમ્યો તે જ્ઞાનમાત્રભાવમાં રાગાદિ
વિકાર ઊછળતા નથી પણ દર્શન વગેરે અનંતી શક્તિઓ ઊછળે છે. કેવળી ભગવાનને પહેલાં દર્શન અને પછી
જ્ઞાન થાય–એ માન્યતા તો મિથ્યા છે; પરંતુ છદ્મસ્થનેય પહેલાં દર્શન પરિણમે અને પછી જ્ઞાન પરિણમે એ વાત
કાઢી નાખી છે. જ્ઞાનમાત્રભાવમાં આત્માની બધી શક્તિઓ એક સાથે ઊછળી રહી છે એટલે જ્ઞાન અને દર્શનના
પરિણમનમાં સમયભેદ નથી.
અહો! આચાર્યદેવે નિમિત્તની કે વિકારની તો વાત કાઢી નાખી, ને અંદરના ગુણગુણીભેદના વિકલ્પને
પણ કાઢી નાખીને અનંતશક્તિથી અભેદ દ્રવ્યનું લક્ષ કરાવ્યું છે. કોઈ નિમિત્તના કે વિકારના આશ્રયે તો
આત્માના જ્ઞાન–દર્શન વગેરે ખીલતાં નથી, ને અંદર ગુણ–ગુણી–ભેદના વિકલ્પના આશ્રયે પણ જ્ઞાન–દર્શન
વગેરે ખીલતા નથી; અભેદ આત્માની આશ્રયે જ બધી શક્તિઓનું પરિણમન ખીલી જાય છે.

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૬૦ઃ આત્મધર્મઃ ૯૯
ભગવાન આત્મા એકેક સમયમાં પોતાની અનંતી રિદ્ધિને સાથે રાખીને પરિણમી રહ્યો છે; પણ પોતે
પોતાની રિદ્ધિનો મહિમા ભૂલીને પરના મહિમામાં મોહી પડયો છે. તેને આચાર્યભગવાન ચૈતન્યરિદ્ધિ દેખાડે છે કે
અરે જીવ! તારી અનંતી રિદ્ધિ તારામાં જ ભરી છે, માટે તારી રિદ્ધિને તું બહારમાં ન શોધ. તું તારા આત્માની
સામે જો તો તને તારી બેદહ રિદ્ધિ દેખાય. બહારના જડ પદાર્થોમાં તારા આત્માની રિદ્ધિ નથી, માટે બહારમાં તો
ન જો, અને તારામાં પણ અનંતી શક્તિના ભેદ પાડીને ન જો. કેમ કે તારો આત્મા બધી શક્તિથી અભેદરૂપ છે,
તેમાંથી એક શક્તિ જુદી નથી પડતી. એક શક્તિને જુદી પાડીને લક્ષમાં લેવા જતાં રાગની ઉત્પત્તિ થાય છે, પણ
કાંઈ વસ્તુમાંથી તે શક્તિ જુદી પડતી નથી. માટે અનંતશક્તિથી અભેદરૂપ આત્માને લક્ષમાં લેતાં પોતાની
અનંતી રિદ્ધિ પ્રતીતમાં આવી જાય છે; તેની પ્રતીત થતાં પરનો મહિમા ટળી જાય છે, એનું નામ પ્રથમ
સમ્યગ્દર્શનરૂપી અપૂર્વ ધર્મ છે.
આત્માની એક શક્તિમાં બીજી અનંતી શક્તિઓ પણ અભેદ છે. તેમાં એક દર્શનશક્તિ છે, તે
અનાકારઉપયોગમયી છે. બધા પદાર્થો છે–એમ બધાને સામાન્યપણે દેખવાની દર્શનની શક્તિ છે, પણ તેમાંથી
કોઈને આઘાપાછા કરવાની તેની શક્તિ નથી. દર્શન બધા પદાર્થોને સામાન્યપણે દેખે તેમાં આત્મા પોતે પણ
ભેગો જ છે, પણ ‘આ હું અને આ પર’ એવા ભેદ દર્શન નથી પાડતું.
જગતના બધા પદાર્થો સત્રૂપે છે; જગતમાં એક જીવ જ સત્ છે ને બીજું બધું ભ્રમ છે–એમ નથી; જીવ
છે.
આ દર્શનઉપયોગ સૂક્ષ્મ છે, છદ્મસ્થ તેને પકડી ન શકે પણ અનુમાનથી જાણી શકે. જે સમ્યગ્દર્શન અને
મિથ્યાદર્શન કહેવાય છે તે આ દર્શનઉપયોગના ભેદ નથી, તે તો શ્રદ્ધાની પર્યાયના પ્રકારો છે. ‘सम्यग्दर्शनज्ञान–
चारित्राणि मोक्षमार्गः’ કહ્યું છે તેમાં આ દર્શનઉપયોગની વાત નથી પણ સમ્યક્શ્રદ્ધાની વાત છે. દર્શનઉપયોગ તો
અજ્ઞાનીને પણ હોય છે, તે કાંઈ મુક્તિનું કારણ નથી. મોક્ષનું કારણ તો શુદ્ધઆત્માની શ્રદ્ધા–જ્ઞાન–રમણતારૂપ
શુદ્ધઉપયોગ છે. અહીં તો અનંતશક્તિવાળો આત્મા ઓળખાવવા માટે તેની દર્શનશક્તિનું વર્ણન કર્યું છે.
જગતમાં બધું સત્ છે તેને સામાન્યપણે દર્શન દેખે છે; તેમ જ, જગતમાં બધું સત્ હોવા છતાં તેમાં એક
જીવ ને બીજું અજીવ, એક સિદ્ધ ને બીજો નિગોદ, એક જ્ઞાની ને બીજો અજ્ઞાની–એમ જુદી જુદી વિશેષ સત્તા છે,
તેને જાણનાર જ્ઞાનઉપયોગ છે. દર્શન અને જ્ઞાન બંને શક્તિ આત્મામાં અનાદિઅનંત છે.
સામાન્ય સત્તા તરીકે બધુંય સત્ છે. દ્રવ્ય સત્ છે, ગુણ સત્ છે ને પર્યાયો પણ સત્ છે. અને વિશેષપણે
તેમાં દ્રવ્યના જીવ અને અજીવ એવા બે ભેદ છે, જીવના ગુણોમાં શ્રદ્ધા–જ્ઞાન–આનંદ વગેરે ભેદો છે, પર્યાયમાં
વિકાર અને નિર્મળ એવા ભેદો છે, ક્ષેત્રથી પણ અસંખ્ય પ્રદેશોનો ભેદ છે ને કાળથી પણ ભૂત–વર્તમાન–ભાવી
ઇત્યાદિરૂપે ભેદ છે. તેમાં વિશેષ ભેદોને લક્ષમાં ન લેતાં સામાન્ય સત્તામાત્રને દેખનારું દર્શન છે ને વિશેષપણે
જાણનારું જ્ઞાન છે. આ બંને શક્તિઓ આત્મામાં એક સાથે અનાદિઅનંત છે. તેમાં દર્શનશક્તિમાં સર્વદર્શીપણું
પ્રગટવાની તાકાત ભરી છે, ને જ્ઞાનશક્તિમાં સર્વજ્ઞતા પ્રગટવાની તાકાત ભરી છે. આ શક્તિની પ્રતીત કરતાં
વ્યક્તિની પ્રતીત પણ થઈ જાય છે. આ ત્રીજી શક્તિમાં દશિશક્તિ વર્ણવી છે તે સામાન્ય શક્તિરૂપ છે, ને પછી
નવમી સર્વદર્શિત્વ શક્તિ વર્ણવીને આ શક્તિનું પૂરું કાર્ય બતાવશે.
ધર્મ કેમ થાય તેની આ વાત ચાલે છે. પ્રથમ તો ધર્મ કયાં થાય? આત્માનો ધર્મ કયાંય નિમિત્તમાં થતો
નથી, દેહમાં થતો નથી ને શુભાશુભ વિકારમાં પણ થતો નથી; આત્માનો ધર્મ તો આત્માની નિર્મળપર્યાયમાં થાય
છે.–પણ તે ધર્મ કેમ થાય? તે ધર્મ કયાંય બહારમાં પર સામે જોવાથી ન થાય, તેમ જ પોતાની પર્યાય સામે
જોવાથી પણ ન થાય, પણ અનંતધર્મવાળા ત્રિકાળી આત્માની સન્મુખ દ્રષ્ટિ કરવાથી જ પર્યાયમાં ધર્મ થાય છે. તે
અનંતધર્મવાળા આત્માની શક્તિઓનું આ વર્ણન ચાલે છે.
આત્માના પરિણમનમાં અનંત શક્તિઓ ઊછળે છે, પણ જે રાગાદિ થાય તેને અહીં ચૈતન્યમૂર્તિ
આત્માના પરિણમનમાં લીધા જ નથી કેમ કે તે આત્માનો સ્વભાવ

PDF/HTML Page 18 of 21
single page version

background image
પોષઃ ૨૪૭૮ઃ ૬૧ઃ
નથી. આત્માની અનંત શક્તિમાં એક દશિ શક્તિ છે, તેનો સ્વભાવ ‘બધું છે’ તેને દેખવાનો છે, પણ કયાંય
પરમાં પોતાપણું માનીને મોહ કરવાનો કે કાંઈ ફેરફાર કરવાનો તેનો સ્વભાવ નથી. આવી શક્તિવાળા પોતાના
આત્માની પ્રતીત કરે તો સ્વરૂપની સાવધાની જાગે અને મૂર્ચ્છા ટળી જાય. અનાદિથી એકેક સમયનો મોહ છે તે
આત્માનું ભાન કરતાં ટળી જાય છે. ત્રિકાળી અનંતશક્તિનો પિંડ હું છું–એમ જ્યાં સ્વીકાર થયો ત્યાં એક
સમયપૂરતો મોહ રહી શકે નહિ.
એક દર્શનશક્તિની યથાર્થ પ્રતીત કરતાં આખા આત્માની જ પ્રતીત થઈ જાય છે; કેમ કે દર્શનશક્તિમાં
બધી સત્તાને દેખવાનું સામર્થ્ય છે, તેમાં આત્માની સત્તા પણ આવી ગઈ; તેથી દર્શનશક્તિની પ્રતીતમાં તેના
વિષયભૂત આખો આત્મા પણ પ્રતીતમાં આવી ગયો. તેમાં અનંતશક્તિઓ અભેદપણે આવી જાય છે, પણ
વિશેષપણે સમજાવવા માટે ગુણના લક્ષણભેદથી ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે. આખા આત્માની કબૂલાત વગર
તેની એક શક્તિની પણ યથાર્થ કબૂલાત થતી નથી. એક દર્શનશક્તિએ લોકાલોકના સર્વ પદાર્થોને દેખી લીધા
એટલે એક શક્તિએ સર્વ શક્તિઓને કબૂલી લીધી; તેથી એક દર્શનશક્તિની પ્રતીત કરતાં ‘અનંત ગુણો છે’
એવી આત્મસામર્થ્યની પ્રતીત પણ થઈ જ ગઈ.
‘આ આત્મા છે ને આ રાગ છે; રાગને આત્માથી જુદો કરું’–એવા ભેદ દર્શનમાં નથી પડતા, દર્શન તો
દ્રવ્ય–ગુણ–પર્યાયના પણ ભેદ પાડયા વગર સત્તામાત્રને જ દેખે છે. ‘આ આત્મા છે, આ રાગ છે, રાગ મારું
સ્વરૂપ નથી’ એમ ભેદ પાડીને જ્ઞાન જાણે છે. દર્શનશક્તિની સાથે જ આવી જ્ઞાનશક્તિ પણ પરિણમે છે. તે
જ્ઞાનનું જ કાર્ય સ્વ–પરનો ને હેય–ઉપાદેયનો વિવેક કરવાનું છે.
દર્શનશક્તિ આત્માના અનાકાર ઉપયોગરૂપ છે; તેનો કાળ અનાદિઅનંત છે, પરિણમન એકેક સમયનું
છે. ક્ષેત્રથી તે અસંખ્યપ્રદેશરૂપ આત્માના આકારે છે. પ્રદેશત્વના નિમિત્તે જેવો આત્માનો આકાર છે તેવો જ તેની
દરેક શક્તિનો આકાર છે.
પ્રશ્નઃ– જો દર્શનને આકાર છે, તો તેને ‘અનાકાર’ કેમ કહ્યું છે?
ઉત્તરઃ– દર્શનને અનાકાર કહ્યું છે તે તો તેનો વિષય સામાન્ય સત્તામાત્ર જ છે તે અપેક્ષાએ કહ્યું છે.
દર્શનને પોતાને તો લંબાઈ–પહોળાઈરૂપ આકાર છે, પણ તે દર્શન પોતાના વિષયમાં ભેદ નથી પાડતું તે
અપેક્ષાએ તેને ‘અનાકાર’ કહેવામાં આવ્યું છે. ‘અનાકાર’ કહેતાં ભેદનો અભાવ સમજવો, પણ લંબાઈ–
પહોળાઈરૂપ આકારનો અભાવ ન સમજવો; લંબાઈ–પહોળાઈરૂપ આકાર તો દર્શનને પણ છે. દરેકેદરેક ગુણ
આકારવાળો જ છે. જેવડો વસ્તુનો આકાર છે તેવડો જ તેના દરેક ગુણનો આકાર છે. વસ્તુના બધા ગુણનો
આકાર એક સરખો હોય છે, કોઈ ગુણનો આકાર નાનો–મોટો નથી હોતો. જડ–ચેતન વગેરેનો ભેદ પાડીને
દેખતું નથી માટે દર્શન અનાકાર છે, પણ જો પોતાના અસંખ્ય પ્રદેશોરૂપ આકાર તેને ન હોય તો તેનું અસ્તિત્વ
જ કયાં રહે? અસંખ્યપ્રદેશોરૂપી ચૈતન્યમંદિરમાં આત્માની અનંતશક્તિઓનું વાસ્તુ છે. એક સૂક્ષ્મ રજકણથી
માંડીને સિદ્ધ ભગવાન, કોઈ પણ પદાર્થના દ્રવ્ય–ગુણ કે પર્યાય આકાર વગરના ન હોય; પછી ભલે આકાર
નાનો હોય કે મોટો, પણ આકાર વગરનું તો કોઈનું અસ્તિત્વ ન જ હોય. આત્માની દર્શનશક્તિનું ક્ષેત્ર તો
અસંખ્યપ્રદેશી જ છે પણ તેનામાં લોકાલોકને દેખી લેવાનું સામર્થ્ય છે; આકાર મર્યાદિત હોવા છતાં સામર્થ્ય
અમર્યાદિત છે.
આત્માના દર્શનઉપયોગમાં લોકાલોક સમાઈ જાય એવી તેની શક્તિ અનાદિઅનંત છે, જે તેની પ્રતીત કરે
તેને તેનું પરિણમન થઈને કેવળદર્શન પ્રગટે છે. અહીં આત્માની સ્વભાવશક્તિઓના વર્ણનમાં શુભને તો
કયાંય યાદ પણ નથી કર્યા, કેમ કે તેનો તો આત્માના સ્વભાવમાં અભાવ છે. આવી શુદ્ધશક્તિના પિંડરૂપ
આત્માને પ્રતીતમાં લેતાં જ બીજા બધાની રુચિ ખસી જાય છે, ને શક્તિઓનું નિર્મળ પરિણમન થઈ જાય છે–
એવી આ વાત છે. સત્સ્વભાવી ભગવાન આત્મા અનંતશક્તિનો ભંડાર સ્વયંસિદ્ધ છે; તે દ્રવ્ય નિરપેક્ષ, તેની
અનંતી શક્તિઓ પણ નિરપેક્ષ અને તેનું સમય સમયનું પરિણમન પણ બીજાથી નિરપેક્ષ છે. રાગને તો
આત્માના પરિણમનમાં ગણ્યો નથી. બધી શક્તિઓના નિર્મળ પરિણમનથી ઊછળતો જ્ઞાનમાત્ર ભાવ તે જ
આત્મા છે. આવા આત્માને પ્રતીતમાં લઈને સાધક જીવ પરિણમે છે તેને અનંતગુણોમાં પહેલી અવસ્થા પલટીને
બીજી નિર્મળ અવસ્થા

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૬૨ઃ આત્મધર્મઃ ૯૯
એક સાથે થાય છે. આવા આત્માની પ્રતીત અને બહુમાન સિવાય ધર્મના નામે જે કાંઈ કરે તે બધુંય રણમાં પોક
સમાન વ્યર્થ છે. જેમ નિર્જન વનમાં સિંહના પંજામાં ફસાયેલું હરણિયું ગમે તેટલા પોકાર કરે, પણ તે કોણ
સાંભળે?–ત્યાં તેને બચાવનાર કોઈ નથી; તેમ જીવ મિથ્યાત્વરૂપી વનમાં રહીને ગમે તેટલા ક્રિયાકાંડ કરે પણ
તેના પોકારને આત્મા સાંભળે તેમ નથી કેમ કે આત્માની તો તેને પ્રતીત નથી. અનંતશક્તિસંપન્ન
ચૈતન્યભગવાન હું જ છું–એમ પોતાના આત્માની પ્રતીત કરવી તે ધર્મનો મૂળ પાયો છે.
પોતાના ચૈતન્યભગવાનની પ્રતીત વગર બહારમાં તીર્થંકર ભગવાનની સામે જોયું, પણ ભગવાન તો
એમ કહે છે કે ‘તારું કલ્યાણ તારામાં છે માટે તું તારામાં જો; તારો આત્મા પણ અમારા જેવો જ પરિપૂર્ણ
શક્તિસંપન્ન છે.’–પણ જીવને તેનો વિશ્વાસ ન બેઠો, તેથી સમવસરણમાં તીર્થંકરભગવાન પાસે જઈને પણ એવો
ને એવો પાછો આવ્યો. માટે અહીં આચાર્યભગવાન કહે છે કે અહો! આત્મા ચૈતન્યભગવાન છે, તેની
અનંતશક્તિનો ભંડાર તેનામાં જ ભર્યો છે, તેની પ્રતીત કરો......તેનો મહિમા કરીને તેમાં અંતર્મુખ થાઓ. તમારા
કલ્યાણનું ક્ષેત્ર તમારામાં જ છે, આત્માના ગુણનું ક્ષેત્ર આત્માથી જુદું ન હોય. આત્માનું રહેઠાણ કયાંય બહારમાં
કે વિકારમાં નથી. પણ અનંતશક્તિનો ચૈતન્યપિંડ આત્મા પોતે જ પોતાનું રહેઠાણ છે.–તેનો વિશ્વાસ કરીને તેનો
આશ્રય કરતાં કલ્યાણ પ્રગટે છે.
(ત્રીજી દશિશક્તિનું વર્ણન પૂરું થયું.)
*
‘સિદ્ધસમાન સદા પદ મેરો’
શ્રી આચાર્યદેવ કહે છે કે–‘હું પ્રભુ છું, પૂર્ણ છું’–એમ
નક્કી કરીને તમે પણ પ્રભુત્વ માનજો. સર્વજ્ઞ ભગવાન અને
અનંત જ્ઞાની–આચાર્યોએ બધા આત્માને પૂર્ણપણે જોયા છે. તું
પણ પૂર્ણ છે, પરમાત્મા જેવો છે. જ્ઞાનીઓ સ્વભાવ જોઈને કહે
છે કે તું પ્રભુ છે, કારણ કે ભૂલ અને અશુદ્ધતા તારું સ્વરૂપ
નથી. અવસ્થામાં ક્ષણિક ભૂલ છે તેને અમે ગૌણ કરીએ છીએ.
ભૂલને અમે ન જોઈએ કારણ કે અમે ભૂલરહિત
આત્મસ્વભાવને મુખ્યપણે જોનારા છીએ. અને એવા પૂર્ણ
સ્વભાવને કબૂલ કરીને તેમાં સ્થિરતા વડે અનંત જીવો
પરમાત્મદશારૂપ થયા છે. તેથી તારાથી થઈ શકે તે જ કહેવાય
છે.........‘હું સિદ્ધ સમાન પ્રભુ છું’ એવો વિશ્વાસ તને તારાથી
ન આવે ત્યાં સુધી સર્વજ્ઞ પરમાત્માએ કહેલી વાતો તારા
અંતરમાં બેસે નહિ.
–શ્રી સમયસાર–પ્રવચનો ભાગ ૧ પૃ. ૩૦–૩૩.
*

PDF/HTML Page 20 of 21
single page version

background image
સંસારભ્રમણનું કારણ
અને તેનાથી છૂટવાનો ઉપાય
एवं अनादिकालं पंचप्रकारे भ्रमति संसारे।
नानादुःखनिधाने जीवः मिथ्यात्वदोषेण।।७२।।
इति संसारं ज्ञात्वा मोहं सर्वादरेण त्यक्त्वा।
तं ध्यायत स्वस्वभावं संसरण येन विनश्यति।।७३।।
એ રીતે, પાંચ પ્રકારના સંસારમાં આ જીવ
અનાદિકાળથી મિથ્યાત્વદોષને લીધે ભમે છે. કેવો છે સંસાર?–
અનેક પ્રકારના દુઃખોનું નિધાન છે.
એ રીતે, પૂર્વોક્ત પ્રકારના સંસારને જાણીને, હે ભવ્ય
જીવો! સર્વ પ્રકારના ઉદ્યમવડે મોહને છોડીને તે આત્મસ્વભાવને
ધ્યાવો–કે જેનાથી સંસારના ભ્રમણનો નાશ થાય.
–સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા.
*
અર્ધશ્લોકમાં મુક્તિનો ઉપદેશ
चिद्रूपः केवलः शुद्ध आनंदात्मेत्यहं स्मरे।
मुक्त्यै सर्वज्ञोपदोशः श्लोकार्द्धेन निरूपितः।।२२।।
‘હું ચિદ્રૂપ, કેવળ, શુદ્ધ, આનંદસ્વરૂપ છું એમ સ્મરણ
કરું છું;’ મુક્તિ માટેનો સર્વજ્ઞનો ઉપદેશ આ અર્ધ શ્લોકથી
નિરૂપિત છે.
– (તત્ત્વજ્ઞાન તરંગિણી અ. ૩)
*
પરમ ચૈતન્યરત્ન!
तदेवैकं परं रत्नं सर्वशास्त्रमहोदधेः।
रमणीयेषु सर्वेषु तदेकं पुरतः स्थितम्।।४३।।
તે એક ચૈતન્યસ્વરૂપ આત્મા જ સમસ્ત શાસ્ત્રરૂપી
મહાસમુદ્રનું પરમ રત્ન છે (અર્થાત્ તે ચૈતન્યરત્નની પ્રાપ્તિ
માટે જ સર્વશાસ્ત્રનું અધ્યયન કરવામાં આવે છે), સર્વે
રમણીય પદાર્થોમાં તે ચૈતન્યસ્વરૂપ આત્મા જ એક રમણીય
તથા ઉત્કૃષ્ટ છે.
– (પદ્મનંદીઃ એકત્વઅશીતિ અધિકાર)
*