Atmadharma magazine - Ank 001
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 13

background image
: ૨ : આત્મધર્મ ૨૦૦૦ : માગશર :
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું
માસિક
આત્મધર્મ
વર્ષ ૧ લું અંક ૧ માગશર ૨૦૦૦
દર મહિનાની શુદ ૨ ના પ્રગટ થાય છે. શરૂ થતા નવા મહિનાથી જ ગ્રાહક થઈ શકાય છે.
વાર્ષિક લવાજમ રૂા. ૨–૮–૦ છુટક નકલ ૪ આના. પરદેશનું વા. લ. ૩–૨–૦ ગ્રાહકો તરફથી સૂચના આવ્યા વગર
નવા કે જૂના ગ્રાહકોને વી. પી. કરવામાં આવતું નથી.
લવાજમ પૂરૂં થયે લવાજમ પૂરૂં થયાની સ્લીપ છેલ્લા અંકમાં ચોંટાડી ગ્રાહકને જાણ કરવામાં આવે છે.
ગ્રાહક તરીકે ચાલુ રહેનારે કાં તો મની–ઓર્ડરથી લવાજમ મોકલી આપવું અથવા વી. પી. થી લવાજમ વસુલ કરવાની
સૂચના લખી જણાવવી.
મ. ઓ. કે વી. પી. કરવાની સૂચના નહિ આવે તો ગ્રાહક તરીકે ચાલુ રહેવા નથી ઈચ્છતા એમ સમજી માસિક મોકલવું
બંધ કરવામાં આવશે.
નમુનાની નકલ મફત મોકલવામાં આવતી નથી. માટે નમુનાની નકલ મંગાવનારે છ આનાની ટિકિટો મોકલવી.
સરનામાનો ફેરફાર અમોને તુરત જણાવવો કે જેથી નવો અંક નવા સરનામે મોકલાવી શકાય.
ગ્રાહકોએ પત્રવહેવાર કરતી વખતે પોતાનો ગ્રાહક નંબર અવશ્ય જણાવવા વિનંતિ છે.
વર્ષના કોઈ પણ મહિનાથી ગ્રાહકો નોંધવામાં આવતા હોવાથી, મહિના કરતાં અંકના પૂંઠા ઉપર મોટા અક્ષરે છાપવામાં
આવતા સંખ્યાંકની જ ગણતરી રાખવામાં આવે છે. જેટલામાં અંકથી લવાજમ ભરવામાં આવે તે અંકથી ગણીને બાર અંક
ગ્રાહકોને મોકલવામાં આવે છે. એટલે, ગ્રાહકોએ પણ મહિનાની નહિ પણ અંકોની સંખ્યાની જ ગણતરી રાખવી.
* સોલ એજન્ટ * શિષ્ટ સાહિત્ય ભંડાર * વિજયાવાડી, મોટા આંકડિયા કાઠિયાવાડ *
अबुध्धस्य बोधनार्थं मुनिश्वरा देशयन्त्य भूतार्थ मू।
व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना नास्ति।।
६।।
माणवक एव सिंहो यथा भवत्यनवगीत सिंहस्य।
व्यवहार एव हि तथा निश्चयतां यात्यनि श्च यज्ञस्य।।
७।।
पुरुषार्थ सिध्धयुपाय।
આત્માની અનાદિની સાત ભૂલો
૧. શરીરને પોતાનું માનવું. [તે જીવ તત્ત્વની વિપરીત
શ્રદ્ધા છે.]
૨. શરીર ઉપજતાં પોતે ઉપજ્યો અને શરીરનો નાશ થતાં
પોતાના નાશ થયો માનવો; [તે અજીવ તત્ત્વની
વિપરીત શ્રદ્ધા છે.]
૩. મિથ્યાત્વ રાગાદિ પ્રગટ દુઃખદાયક છે. છતાં તેનું સેવન કરી
સુખ માનવું. [તે આસ્ત્રવ તત્ત્વની વિપરીત શ્રદ્ધા છે.]
૪. શુભ અને અશુભ ભાવ બંધ છે. તેના ફળમાં રતિ,
વિપરીત શ્રદ્ધા છે.)
૫. વીતરાગી વિજ્ઞાન આત્મહિતનું કારણ છે તે કષ્ટદાયક
માનવું [તે સંવર તત્ત્વની વિપરીત શ્રદ્ધા છે.]
૬. શુભાશુભ ભાવની ઈચ્છાને ન રોકવી અને પોતાની
[નિજ] શક્તિને ખોવી. (તે નિર્જરા તત્ત્વની વિપરીત
શ્રદ્ધા છે.)
૭. નિરાકુળતાને શિવરૂપ (મોક્ષનું સ્વરૂપ) ન માનવી. [તે
મોક્ષ તત્ત્વની વિપરીત શ્રદ્ધા છે.]
[છ ઢાળાની બીજી ઢાળની ગાથા ૩–૫–૬–૭ ને આધારે]
અર્થ–મુનિરાજ અજ્ઞાનીને સમજાવવા અર્થે
અસત્યાર્થ જે વ્યવહારનયને ઉપદેશે છે; પરંતુ જે કેવલ
વ્યવહારને જ જાણે છે તેને તો ઉપદેશ આપવો જ યોગ્ય
નથી. વળી જેમ કોઈ સાચા સિંહને ન જાણતો હોય તેને તો
બિલાડું જ સિંહ છે; તેમ જે નિશ્ચયને ન જાણતો હોય તેને
તો વ્યવહાર જ નિશ્ચયપણાને પ્રાપ્ત થાય છે.
વ્રતાદિ છોડવાથી વ્યવહારનું હેયપણું થતું નથી.
પ્રશ્ન:–તમે વ્યવહારને અસત્યાર્થ અને હેય કહો છો
તો અમે વ્રત, શીલ, સંયમાદિ વ્યવહાર કાર્ય શા માટે
કરીએ? સર્વ છોડી દઈશું.
ઉત્તર:–કાંઈ વ્રત, શીલ, સંયમાદિનું નામ વ્યવહાર
નથી પણ, તેને મોક્ષમાર્ગ માનવો એ વ્યવહાર છે; તે છોડી
દે. વળી એવા શ્રદ્ધાનથી તેને તો બાહ્ય સહકારી જાણી
ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે; પણ એ તો પરદ્રવ્યાશ્રિત છે,
અને સાચો મોક્ષમાર્ગ તો વીતરાગભાવ છે તે સ્વદ્રવ્યાશ્રિત
છે. એ પ્રમાણે વ્યવહારને અસત્યાર્થ–હેય સમજવો; પણ
વ્રતાદિ છોડવાથી કાંઈ વ્યવહારનું હેય––પણું થતું નથી.
નીચલી દશાએ પ્રવૃત્તિમાં શુભ ભાવને છોડવાનું ફળ
વ્રતાદિને છોડી તું શું કરીશ? જો હિંસાદિરૂપ
પ્રવર્તિશ તો ત્યાં તો મોક્ષમાર્ગનો ઉપચાર પણ સંભવતો
નથી, તેથી ત્યાં પ્રવર્તવાથી શું ભલું થશે? ઊલટો નરકાદિ
પામીશ; માટે એમ કરવું એ તો અવિચાર છે. જો વ્રતાદિ
પરિણતિ મટી કેવલ વીતરાગ ઉદાસીન ભાવરૂપ થવું બને
તો ભલે એમ કર, પણ નીચલી દશામાં એમ થઈ શકે નહિ;
માટે વ્રતાદિ સાધન છોડી સ્વચ્છંદી થવું યોગ્ય નથી.