Atmadharma magazine - Ank 004
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
ATMADHARMA Regd No. B. 4787
માંગલિક દિવસ
તીર્થધામ શ્રી સોનગઢ મધ્યે સં. ૧૯૯૭ ના ફાગણ સુદ ૨ ના
રોજ સનાતન જૈન દેરાસરમાં વીરહમાન તીર્થંકર શ્રી સીમંધર
ભગવાનની ભાવવાહિની પ્રતિમાની પ્રતિષ્ઠા પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુ
દેવશ્રી કાનજી સ્વામીના પવિત્ર હસ્તકમળ વડે કરવામાં આવી હતી
તે પ્રતિષ્ઠાનો મહોત્સવ એક અઠવાડિયું ચાલ્યો હતો. અને તેમાં
૧૫૦૦ મુમુક્ષુ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો.
તે દેરાસરમાં મૂળ નાયક ભગવાન શ્રી સીમંધર સ્વામી છે,
અને તેમની એક બાજુએ ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુની તથા
બીજી બાજુએ ભગવાન શ્રી પદ્મ પ્રભુ સ્વામીની ભાવવાહિની
પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તે દેરાસર ઉપર–ના ભાગમાં
ભગવાન શ્રી નેમનાથ પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુ દેવ સં. ૧૯૯૫ માં રાજકોટ
ચાતુર્માસ માટે પધાર્યા હતા, ત્યારે દશ માસ તેઓશ્રી રાજકોટમાં
રોકાયા હતા. તે વખતે સદ્ગુરુ દેવના ભક્તો શ્રીયુત નાનાલાલ
કાળીદાસ, બેચરલાલ કાળીદાસ તથા મોહનલાલ કાળીદાસે દેરાસર
બંધાવી આપવાની તેમની ભાવના પ્રગટ કરી હતી. અને તે ભાવના
થતાં તેમાં ઉપર મુજબ પ્રતિષ્ઠા થએલી છે. તે દેરાસરમાં સંખ્યાબંધ
મુમુક્ષુ ભાઈ બહેનો ભગવાનની પૂજા–દર્શન–આરતી અને ભક્તિનો
લાભ લીએ છે એ રીતે તે એક મહાન પ્રભાવનાનું કાર્ય નિવડયું છે.
પૂજ્ય સદ્ગુરુ દેવ સોનગઢમાં બિરાજતા હોય ત્યારે–સાંજના
વ્યાખ્યાન પછી હંમેશાં દેરાસરજીમાં એક કલાક નિયમ પૂર્વક
ભક્તિનું કાર્ય પૂજ્ય સદ્ગુરુ દેવની હાજરીમાં થાય છે.
દર સાલ પ્રતિમાની પ્રતિષ્ઠાના માંગલિક દિવસને મહોત્સવ
તરીકે ઉજવવામાં આવે છે. અને તે વખતે બહારથી સંખ્યાબંધ
મુમુક્ષુઓ એ મહોત્સવમાં ભાગ લેવા માટે આવે છે.
ભગવાન સીમંધર પ્રભુનું દેરાસર શેત્રુંજય ઉપર ઘણા વર્ષો
પહેલાંં બંધાયું છે, અને ભરતખંડમાં અનેક સ્થળોએ પણ છે. જે
લોકોને તે હકીકતની ખબર નથી તેઓને ભગવાન શ્રી સીમંધર
પ્રભુની પ્રતિમા કેમ પધરાવવામાં આવી તે સંબંધે તર્ક ઉઠયા કરે છે.
પણ જેઓ હકીકતથી વાકેફ છે તેઓ તો જાણે છે કે આ પ્રમાણેની
સ્થાપના ધર્માનુરાગનું એક નિમિત્ત છે.
આ સાલની ફાગણ સુદ ૨ ના રોજ પૂજ્ય સદ્ગુરુ દેવ
રાજકોટમાં બિરાજમાન છે, તેથી તે મહોત્સવ યથાવિધિ રાજકોટમાં
ઉજવવામાં આવશે.