ATMADHARAM With the permissdon of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30/24 date 31-10-44
સુવર્ણપુરીમાં મહા માંગલિક મહોત્સવ
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામી છેલ્લાં દસ વર્ષ થયા સનાતન જૈનધર્મની અદ્ભુત પ્રભાવના
કરી રહ્યા છે, તેમના દ્વારા અધ્યાત્મજ્ઞાનનો ઘણો જ પ્રચાર થયો છે, તે પ્રચારથી હિંદભરમાં ઘણાં ભવ્યજીવોને
લાભ થયો છે અને તેથી ઘણા મુમુક્ષુઓ તેમના પ્રત્યક્ષ દર્શન તથા સત્સંગનો લાભ લે છે. સનાતન જૈનધર્મના
ખાસ અનુયાયી ઇંદોરના ધર્મપ્રેમી શ્રીમંત શેઠ સર હુકમીચંદજી એ પણ પૂ. ગુરુદેવ સંબંધે સાંભળ્યું હતું તેમ જ
‘આત્મધર્મ’ માસિક પત્ર દ્વારા તેમના વ્યાખ્યાનો વગેરે વાંચ્યા હતા, તેથી તેમને પૂ. ગુરુદેવનો પ્રત્યક્ષ પરિચય
કરવાની ઘણા વખતથી ભાવના હતી. ગત ચૈત્ર માસમાં તેઓ આવવાના હતા પરંતુ સંજોગવશાત્ આવવાનું
બન્યું ન હતું. આખરે વૈશાક વદ–૬ [તા. ૧–૬–૪પ] ના રોજ પરોઢીયે લગભગ ચાર વાગે તેઓ મોટર દ્વારા
સોનગઢ પધાર્યા. [વૈશાક વદ ૬ તથા ૮ ના દિવસોમાં વાર્ષિક પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગ હોવાથી તથા શેઠજી
આવવાના સમાચાર સાંભળવાથી બહારગામથી લગભગ એક હજાર માણસો આવ્યા હતા.] શેઠજી સાથે
દાનશીલા શેઠાણીજી કંચન બેન, દાનશીલા શેઠાણીજી પ્યાર કુંવરજી [શેઠજીના સ્વ. બંધુ કલ્યાણમલ્લજીના ધર્મ
પત્ની], શેઠ ફત્તેચંદ્રજી, શેઠ નાથાલાલજી, પં૦ જીવનધરજી, પં૦ નાથુલાલજી, સેક્રેટરી શ્રીયુત ગુલાબચંદજી તથા
હજારી મલજી–મુનિમ વગેરે હતાં; તેઓ આવ્યા તે દિવસે સવારે પહેલી જ વાર પૂ. ગુરુદેવના દર્શન કરતાં તેઓ
ઘણા આનંદમાં આવી ગયા હતા, અને સવારનું પૂ. ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન સાંભળતાં તેમના ઉપર જુદી જ
જાતની અસર થઈ હતી વ્યાખ્યાનમાં તેઓ બોલી ઉઠયા હતા કે–“कुंदकुंद भगवानने तो शास्त्रोमें सब कहा
है, किन्तु उसका रहस्य समजाने के लिये आपकाथ जन्म है.” જ્યારે વ્યાખ્યાનમાં સમ્યગ્દ્રષ્ટિ સંબંધી વાત
આવતી ત્યારે તેઓ ખૂબ આનંદમાં આવી જતાં અને વારંવાર ઉત્સાહથી બોલી ઉઠતાં કે “सम्यग्द्रष्टि के बिना
कोई यह बात नहि समज सक्ता, मिथ्याद्रष्टि–अज्ञानी जीव आपकी बात नहि स्वीकार सक्ता, सम्यग्द्रष्टि
जैसा जीवो ही आपकी बात समज सक्ता है, हमने बहोत आनंद होता है” આ વાક્ય તો તેઓ હમેશાં
વ્યાખ્યાનમાં અનેકવાર જુસ્સાથી બોલતા હતા.
સોનગઢમાં આવ્યાને હજુ તેમને છ કલાક થયા હતા અને પૂ. ગુરુદેવશ્રીનો એક કલાકનો જ પરિચય
થયો હતો, એટલા ટુંક વખતમાં તા–૧ ના રોજ વ્યાખ્યાન પછી તેમણે પોતા તરફથી રૂા. પ૦૦૧ ની સખાવત
સ્વાધ્યાય મંદિરને જાહેર કરી હતી. તથા તેમની સાથેના શેઠજી ફત્તેચંદજીએ રૂા. પ૦૧ જાહેર કર્યા હતા.
હમેશાં વ્યાખ્યાન પછી પોતે કોઈ ને કોઈ અધ્યાત્મનું પદ ગાતાં હતાં. તા. ૧ ના રોજ વ્યાખ્યાન પછી
દેરાસરજી, સમોસરણ મંદિર વગેરે જોયાં હતાં. સમવસરણમાં ‘શ્રી સીમંધર ભગવાન સન્મુખ શ્રી કુંદકુંદ
ભગવાન હાથ જોડીને વંદન કરતાં ઉભા છે’ તે દ્રશ્ય જોઈને આનંદિત થયા હતા અને આવું જ એક
સમવસરણ ઇંદોરમાં બનાવવાનું તેઓએ નક્કી કર્યું છે, તે માટે અહીંના સમવસરણનું માપ તથા ફોટો લઈ
લીધાં છે.
વૈશાખ વદ–૬ ના રોજ શ્રી સમવસરણ મંદિરની પ્રતિષ્ઠાનો વાર્ષિક મહોત્સવ હોવાથી પ્રભુશ્રીની રથયાત્રા
નીકળેલ હતી તેમાં તેઓ પધાર્યા હતા, ત્યાં પ્રભુશ્રીનું પૂજન વગેરે થયાં હતાં.
તા. –૨ [વૈ–વદ–૭] સવાર સુધીમાં પૂ. ગુરુદેવશ્રીના ત્રણ વ્યાખ્યાનો સાંભળ્યાં ત્યાં તો તેમના અંતરમાં
અપૂર્વ પ્રભાવ પડી ગયો, અને આવા અધ્યાત્મ જ્ઞાનની પ્રભાવના માટે જે થાય તે ઓછું છે એમ તેમને લાગી
આવ્યું અને ગઈ કાલે જાહેર કરેલ રૂા. પ૦૦૧ ની રકમમાં મોટો વધારો કરવાનો તેઓએ નિર્ણય કર્યો, વ્યાખ્યાન
પછી તેઓએ કહ્યું કે–“अहो सभाजनो! आपका बडा भाग्य हैं कि आप सत्पुरुषके अध्यात्म उपदेशका बडी
रुचिसे नित्य लाभ ले रहा हो. मैं तो तुच्छ आदमी हूं, आप तो बडे भाग्यवान हो। हमतो अल्प लाभ ले
सका हूं तौ भी हमारे आनंदका क्या कहूं? यदि यह अध्यात्म ज्ञान के लीये मेरा सब कुछ अर्पण किया
जाय तौ भी कम है. मैंने जो रकम कल कही है उनके लीये
(વધુ માટે જુઓ પાછળનું પાનું)