Atmadharma magazine - Ank 034
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page  


PDF/HTML Page 17 of 17

background image
ATMADHARMA With the permison of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30 - 24 date 31 - 10 - 4
• સસુવર્ણપુરી – સમાચાર •
(૧) પૂ. શ્રી સદ્ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે.
(૨) અષાઢ સુદ ૮ થી ૧૫ સુધી શ્રી નંદિશ્વરદ્વીપ–
અષ્ટાહ્નિકા–મહોત્સવ યથાયોગ્ય ઉજવવામાં આવ્યો હતો.
આ આઠ દિવસો દરમ્યાન, શ્રી નંદિશ્વરદ્વીપે રહેલી
શાશ્વત્ જિનપ્રતિમાઓનું પૂજન વગેરે કરવા માટે દેવો
ત્યાં જાય છે અને આઠ દિવસ મહોત્સવ કરે છે.
(૩) અષાઢ વદ ૧ ના રોજ શ્રી વીરશાસન જયંતિ
મહોત્સવ–દિન ઉજવવામાં આવ્યો હતો. તે દિવસનો
કાર્યક્રમ નીચે મુજબ હતો–
સવારે પ થી ૫
।। શ્રી સદ્ગુરુવંદન–સ્તુતિ.
।। થી ૬।। શ્રી વીર–પૂજન તથા દિવ્યધ્વનિ પૂજન.
થી ૭।।। શ્રી પરમાગમ શાસ્ત્રોની રથયાત્રા.
૮ થી ૯ શ્રી સદ્ગુરુદેવનું વ્યાખ્યાન.
(અષ્ટપ્રાભૃત–બોધપ્રાભૃત–ગાથા–૧૬–૧૭)
૯ થી ૯।। શ્રી જ્ઞાનપૂજા
બપોરે ૧।। થી ૨।। બૃહત્દ્રવ્ય સંગ્રહનું વાંચન.
૩ થી ૪ પૂ. સદ્ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન.
(શ્રી સમયપ્રાભૃત ગાથા–૭)
૪ થી ૫ જિનમંદિરમાં ભક્તિ.
સ્તવન–૧. જિનેંન્દ્રસ્તવનાવલી પા. ૬.
સ્તવન–૨. જિનેંદ્રસ્તવનાવલી પા. ૨૨.
સાંજે ૬।।। થી ૭ આરતી.
૭ થી ૮ મોક્ષમાર્ગ પ્રકાશકનું વાંચન.
૮ થી ૯ રાત્રિચર્ચા.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી પ્રકાશિત
પુસ્તકો નીચેના સ્થાનોએથી પણ મળી શકશે:–
૧. મુંબઈ:– શ્રી “કુંદકુંદ સ્ટોર્સ” સ્વદેશી મારકેટ,
કાલબાદેવી.
૨. કરાંચી:– શેઠ મોહનલાલ વાઘજી, સુતાર સ્ટ્રીટ,
રણછોડલાઈન
૩. મોરબી:– મહેતા જગજીવન કાસીદાસ
૪. ગોંડલ:– ખત્રી વનમાળી કરસનજી, કાપડના
વેપારી.
આ ઉપરાંત વઢવાણ કેમ્પ, વઢવાણ શહેર, વીંછીયા
તથા લાઠીના ‘શ્રી જૈન સ્વાધ્યાય મંદિર’ માંથી મળશે.
આફ્રિકામાં સત્ધર્મ પ્રચાર
ચાલુ માસમાં આફ્રિકામાં ગુજરાતી આત્મધર્મ
માસિકના ૨૩૦–ગ્રાહકો થયા છે.
હાલમાં ‘આત્મધર્મ’ માસિક ગુજરાતી અને હિંદી
ભાષામાં પ્રગટ થાય છે, ગુજરાતી–આત્મધર્મના
અત્યારે ૧૯૬૩ ગ્રાહકો છે અને હિંદી આત્મધર્મના
૮૪૩ ગ્રાહકો છે.
. ગ્રાહકોને.
* કોઈ આકસ્મિક કારણે અંક મોડો ન થયો હોય
તો ‘આત્મધર્મ’ દર માસની સુદ બીજે નિયમિત
બહાર પડે છે. એટલે તે અરસામાં અંક ન મળે તો
તરત એકાદ અઠવાડિયામાં તેની ફરિયાદ કરવી.
* બધા અંકો બે વખત ચેક કરીને ખૂબ તકેદારી
પૂર્વક પોસ્ટ કરવામાં આવે છે; છતાં અકસ્માતે ગુમ
થયેલા અંકોની ફરિયાદોને અમારી પાસે નકલો હોય
છે ત્યાંસુધી તો પહોંચી વળવાનો અમે હમેશાં પ્રયત્ન
કરીએ છીએ પરંતુ એવા ગુમ થયેલા કોઈ પણ અંકો
ભરપાઈ કરી આપવાનું કાયદેસરનું કશું બંધન
અમારે માથે રહેતું નથી તેની ગ્રાહકોએ કૃપા કરી
નોંધ લેવી.
* લવાજમ તથા વ્યવસ્થા સંબંધીનો પત્ર
વ્યવહાર કરતી વખતે પોતાનો ગ્રાહક નંબર લખવા
ખાસ વિનતિ છે. વ્યવસ્થાપક
ચાલુ વર્ષથી શરૂ થયેલા નવા ગ્રાહકેને
આપ આ વર્ષથી જ આત્મધર્મના ગ્રાહક થયા છો
એથી આપને ભલામણ કરુ છું કે આપ ખરેખર
આત્મધર્મ માસિકનું અભ્યાસ અને મનનપૂર્વક
વાંચન કરવા ઈચ્છતા હો તો પહેલાં તથા બીજા
વર્ષની ફાઈલ જરૂર વસાવો; કારણકે વાંચકની કક્ષા
અને જિજ્ઞાસાને અનુરૂપ એવું ક્રમબદ્ધ સાહિત્ય
આત્મધર્મની શરૂઆતથી આજ સુધીમાં અપાયું છે.
જમુ રવાણી