Atmadharma magazine - Ank 037
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ભૂતાર્થપણે નવેતત્ત્વોમાં એક આત્મા જ પ્રકાશમાન છે એમ જ્ઞાની જાણે છે; ભૂતાર્થસ્વભાવને જાણતાં પર્યાયને પણ
જાણી લેવાનો જ્ઞાનનો સ્વભાવ છે. ભૂતાર્થ સ્વભાવને જાણવો તે નિશ્ચય અને પર્યાયને જાણવી તે વ્યવહાર છે.
‘હું જીવ’ એવો રાગ અને ‘હું અજીવ નહિ’ એવો દ્વેષ તે બન્નેને જ્ઞાન જાણનાર છે, એ રીતે નવેતત્ત્વોમાં
એકલો આત્મસ્વભાવ જ પ્રકાશે છે.
હે શિષ્ય! જ્ઞાનસ્વરૂપ આત્માના ભાવમાં રાગમિશ્રિત નવ તત્ત્વોને જાણ્યા, ત્યાં સ્વસન્મુખ થતાં તે નવ
તત્ત્વના વિકલ્પ છૂટીને જ્ઞાનની સ્વસન્મુખતામાં એકલો આત્મા જણાય તેની પ્રતીત તે જ નિશ્ચય સમ્યગ્દર્શન છે.
(૪૩) આત્માર્થી કેવો હોય?
જેને દેવ–ગુરુ–ધર્મ પ્રત્યેનું વલણ તથા ભક્તિ નથી અને જે માત્ર સંસાર–પાપમાં જ લીન વર્તે છે તે તો તીવ્ર
દુઃખી છે, પાપ પરિણામ તો ઝેર જેવાં તીવ્ર દુઃખદાયક છે. અને દયા, દાન વગેરે પુણ્યભાવ તે ઓછાં દુઃખદાયક છે.
પરંતુ તે દયાદિ શુભભાવથી ધર્મ માનવો તેમાં તો મિથ્યાત્વનું અનંતદુઃખ છે. જે આત્માર્થી જીવ હોય તેને લક્ષ્મી
વગેરેની રુચિ છૂટી જાય, સંસાર તરફનો ઉલ્લાસભાવ છૂટીને સત્સ્વભાવ પ્રત્યે ઉલ્લાસભાવ આવે; સ્વભાવનું
બહુમાન આવતાં સત્ની પ્રભાવનાનો ભાવ આવે કે અહો, આવા સત્ સ્વભાવની જગતમાં જાહેરાત થાય, સત્ની
પ્રભાવના ખાતર મારું સર્વસ્વ અર્પી દઉં! સત્ની પ્રભાવના ખાતર મારાં તન–મન–ધન કામ આવે તેમાં હું મને ધન્ય
સમજું છું. આમ સ્વભાવ પ્રત્યેનો સાચો ઉલ્લાસ આવે ત્યારે તો તે આત્માર્થી કહેવાય અર્થાત્ તેને હજી તો ધર્મ
પામવાની પાત્રતા પ્રગટી છે. પછી સ્વભાવની જ રુચિ અને બહુમાન લાવીને તેનો અભ્યાસ કરે, તેનું જ શ્રવણ–
મનન કરીને યથાર્થ ઓળખાણ અને પ્રતીત કરતાં સમ્યગ્દર્શનરૂપી અપૂર્વ આત્મધર્મ પ્રગટે છે.
જેને આત્માની રુચિ અને બહુમાન આવે તે જીવને સત્દેવ–ગુરુ–ધર્મ પ્રત્યેનો ઉલ્લાસ અને સત્ની
પ્રભાવનાનો ભાવ આવ્યા વગર રહે જ નહિ. આત્માની રુચિ થઈ હોય છતાં પહેલાંના જેવા જ વિષય–કષાય કર્યા
કરે એમ બને નહિ; જિજ્ઞાસુ જીવને વિષય–કષાયાદિની તીવ્ર લીનતા ટળીને દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે રાગની દિશા વળે.
પણ તે જીવ રાગથી ધર્મ માને નહિ.
જો સત્દેવ–ગુરુ–ધર્મનાં પ્રેમ કરતાં સ્ત્રી, કુટુંબ શરીર ઉપરનો પ્રેમ વધારે હોય તો તે પાપપરિણામવાળો
મિથ્યાદ્રષ્ટિ છે.
જો આત્માના સ્વભાવની રુચિ કરતાં દેવ–ગુરુ–શાસ્ત્રની અને તે તરફના રાગની પ્રીતિ વધી જાય તો તે
પુણ્ય પરિણામવાળો મિથ્યાદ્રષ્ટિ છે.
(૪૪) ભક્તની ભાવના કેવી હોય?
ભગવાનનો સાચો ભક્ત કેવો હોય? કે જેમ ભગવાન પરિપૂર્ણદશાને પામ્યા છે તેમ હું પણ મારી શક્તિથી
પરિપૂર્ણ સ્વરૂપે છું, મારી શક્તિમાંથી જ મારી પૂર્ણદશા પ્રગટવાની છે; આમ ભગવાનનો ભક્ત આત્માને
ઓળખનારો હોય છે, પણ તે ભગવાન પાસેથી આશા રાખતો નથી. હે નાથ! હે વીતરાગી પરમાત્મા! આપે રાગાદિ
ટાળીને સત્ સ્વરૂપ પ્રગટ કર્યું છે, તમે તમારા સ્વભાવમાંથી ભગવાન થયા છો, મારા પૂરા સ્વભાવની પ્રતીત વડે
હવે હું ભગવાન થવાનો છું. પ્રભો, આપ વિકાર અને ભાવરહિત છો તેમ હું પણ એવા જ સ્વરૂપે છું. અવિનાશી
સ્વભાવમાં સ્થિર રહીને આપે નાશવાનભાવોનો નાશ કરીને પૂર્ણ પદ પ્રગટ કર્યું તેમ હે નાથ! હું પણ સ્વભાવના
ભાનપૂર્વક આ નાશવાન ભાવોનો નાશ કરીને અવિનાશીપદ પ્રગટ કરવાનો જ કામી છું. જેવી પૂર્ણતા આપે પ્રગટ
કરી છે તેવી જ પૂર્ણતા માટે મારો આત્મા લાયક છે, પણ હજી તેવી પૂર્ણતા પ્રગટી નથી તેથી પૂર્ણતા પ્રત્યેની રુચિ વડે
સ્તુતિનો વિકલ્પ ઉઠયો છે–આવા ભાન સહિત જ્ઞાનીની ભક્તિ હોય છે.
(૪પ) આત્માનું અચિંત્યપણું
શુદ્ધસ્વરૂપની ભાવના વાળો ભગવાનનો ભક્ત કહે છે કે–હે જિનેશ્વરદેવ! આપ સર્વ પ્રકારે શુદ્ધ છો, અચિંત્ય
છો. મન–વાણી દ્વારા આપના સ્વરૂપનું ચિંતવન કોઈ રીતે થઈ શકતું નથી. મન–વાણી–દેહથી કે પુણ્યના વિકલ્પથી
શુદ્ધાત્માનું ચિંતવન થઈ શકે તેમ નથી, પણ શુદ્ધાત્મસ્વરૂપ મન–વાણી–દેહ અને વિકલ્પથી પાર છે–એવું સ્વરૂપ આપે
પ્રગટ કર્યું છે. હે નાથ! અત્યારે મારું જ્ઞાન અપૂર્ણ છે–અલ્પ છે, તે અલ્પજ્ઞાનવડે કેવળજ્ઞાનાદિ સંપૂર્ણ જણાતાં નથી.–
એમ જાણીને ભક્તો કેવળજ્ઞાનની ભાવના કરે છે. આત્માનો સ્વભાવ કલ્પનામાં આવી શકે નહિ, કલ્પના તો રાગ
છે, રાગવડે અરાગી સ્વભાવ પ્રતીતમાં આવે નહિ. આ રીતે સ્વભાવ અને રાગવચ્ચે ભેદ પાડીને સ્વભાવનું
માહાત્મ્ય ભક્તો કરે છે. આત્માને અચિંત્ય કહ્યો એટલે મન–વાણી–દેહથી કે વિકલ્પથી તેનું ચિંતવન થઈ શકતું નથી
પણ જ્ઞાનવડે ચૈતન્યનું ચિંતવન થઈ શકે છે. જે આવા અચિંત્યસ્વભાવને જાણે તે જ ભગવાનની અચિંત્ય ભક્તિ
કરે. જેને અચિંત્ય આત્માનું માહાત્મ્ય આવ્યું તે આત્મા પોતે પણ અચિંત્ય જ છે. (ચાલુ...)