PDF/HTML Page 21 of 21
single page version
ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
------------------------------------------------------------------------------------------------------------------------
બને જ નહિ. જેને દ્રવ્યની પ્રતીત થઈ તેને દ્રવ્યના ત્રિકાળી પર્યાયોની પણ પ્રતીત થાય જ. જો પૂરી પર્યાયની પ્રતીત
ન આવે તો દ્રવ્યની જ પ્રતીત થઈ નથી. જેને એક અવસ્થાની પણ પ્રતીત નથી તેને તેવી અનંત અવસ્થાઓવાળા
દ્રવ્યની પ્રતીત ક્યાંથી હોય? શ્રદ્ધાનો વિષય નબળી પર્યાય નથી પરંતુ શ્રદ્ધાનો વિષય પરિપૂર્ણ દ્રવ્ય જ છે. પરિપૂર્ણ
દ્રવ્યની પર્યાય પણ પૂરી જ હોય તેથી સમ્યગ્દર્શન સાથે જ પૂર્ણ પર્યાયની પ્રતીત પણ ભેગી જ છે. સમ્યગ્દર્શનને અને
કેવળજ્ઞાનની પ્રતીતને આંતરો નથી એટલે કે સમ્યગ્દર્શન પ્રગટ થતાં તે જ વખતે પ્રતીતરૂપે કેવળજ્ઞાન પ્રગટે છે. જો
સમ્યક્શ્રદ્ધાના પહેલા જ સમયે પૂર્ણતાની પ્રતીત ન આવે તો પછી કઈ ક્ષણે આવશે? પૂર્ણ દ્રવ્યની પ્રતીત તે જ પૂર્ણ
પર્યાયની પ્રતીતનું કારણ છે. પૂર્ણ દ્રવ્યની પ્રતીત વડે જે સમયે સમ્યગ્દર્શન થયું તે જ સમયે જો કેવળજ્ઞાનની પ્રતીત ન
આવે તો ત્યાર પછીના કોઈપણ સમયે તે પ્રતીત થવાનું કારણ કોણ? જો સમ્યગ્દર્શન થતાં તે પ્રતીત ન પ્રગટે તો
પછી ચાર જ્ઞાન થતાં કે કેવળજ્ઞાન થતાં તે પ્રતીત થવાનું કારણ કોણ? તે પ્રતીત થવાનું કારણ શ્રદ્ધા સિવાય અન્ય
કોઈ નથી તેથી સમ્યક્્શ્રદ્ધાના પહેલા જ સમયે દ્રવ્યની પ્રતીત ભેગી અભેદપણે કેવળજ્ઞાનની પણ પ્રતીત હોય છે.
(૭૬) દ્રવ્યની પ્રતીત થતાં જ પૂર્ણતાનો ભરોસો થાય છે. જ્ઞાનનો સ્વભાવ પરિપૂર્ણ જાણવાનો છે તેથી
શ્રદ્ધાનો સ્વભાવ પણ તેને (જ્ઞાનને) પરિપૂર્ણપણે પ્રતીતમાં લેવાનો છે. પૂરા જ્ઞાનની પ્રતીતમાં કેવળજ્ઞાન સિવાય
અધૂરા જ્ઞાનની પ્રતીત હોય નહિ. દ્રવ્ય પૂરા સ્વભાવવાળું છે અને શ્રદ્ધા પૂરાની પ્રતીત કરે છે, ત્યારે દ્રવ્ય અને
શ્રદ્ધાની પર્યાય એક થાય છે, તે જ સમ્યગ્દર્શન છે. (ચાલુ...)
આત્મધર્મ – પ્રભાવના
આત્મધર્મ માસિકની ગ્રાહક સંખ્યા ગયા વર્ષના છેવટના મહિનાઓમાં સારા પ્રમાણમાં વધી હતી. તેથી નવા
ગ્રાહકોને સહેલાઈથી સમજાય એવા વ્યાખ્યાનો અને પ્રશ્નોત્તર આપવા માટે તેમ જ જુના નવા તમામ ગ્રાહકોને
તેઓની ભૂમિકા અનુસાર સ્વાધ્યાય માટે ઠીક રીતે લેખન આપી શકાય એ હેતુથી છેલ્લા ચાર મહિનાથી ચાર પાના
વધુ અપાય છે એ વધારાના ખર્ચને (જે વાર્ષિક હજારેક રૂપિયા થવા સંભવ છે) પહોંચી વળવા માટે શ્રી મુળજીભાઈ
ભગવાનજી ખારા–અમરેલી–એ રૂા. પ૦૦) પાંચસો આપેલા છે. તે માટે અભિનંદન.–રવાણી
કુંદકુંદ પ્રભુ કેવા હશે?
મને કોને કુંદકુંદ પ્રભુ કેવા હશે...?
ક્યાં રહેતાં હશે?....શું કરતા હશે...?... મને૦૧.
સીમંધર દેવના દર્શન કરીને
સંદેશો લાવનાર કેવા હશે?... મને૦૨.
‘સાર–સમય’ કેરી બંસરી બજાવી
હૈયા ડોલાવનાર કેવા હશે?... મને૦૩.
દર્શન મહત્તા ને ચેતનની શુદ્ધતા
વિશ્વે ગજાવનાર કેવા હશે?... મને૦૪.
નિશ્ચય નિહાળનાર શાસન શોભાવનાર
સુધાના સીંચનાર કેવા હશે?... મને૦પ.
– (જિનેન્દ્ર–સ્તવન–મંજરી પા. ૩૯૯)
સુવર્ણપુરી–સમાચાર
(૧) પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી સુખ શાંતિમાં બિરાજે છે. (૨) હાલ સવારના પ્રવચનમાં શ્રી અષ્ટપ્રાભૃત
વંચાય છે, તેમાં પાંચમું ભાવપ્રાભૃત પૂરું થયું છે અને છઠ્ઠું મોક્ષ પ્રાભૃત શરૂ થયું છે. બપોરે શ્રી સમયપ્રાભૃત વંચાય
છે, તેમાં ૩૨ ગાથા વંચાઈ ગઈ છે. બપોરે વ્યાખ્યાન પહેલાં ભાઈઓમાં પંચાધ્યાયીનું વાંચન ચાલે છે, તેમાં પહેલાં
અધ્યાયની ૧૮૦ ગાથા વંચાઈ ગઈ છે. આ ઉપરાંત હંમેશા સવારે જિનમંદિરમાં પૂજન, બપોરે જિનમંદિરમાં ભક્તિ,
સાંજે જિનમંદિરમાં આરતિ અને રાત્રે ભાઈઓ માટે ચર્ચા એ સામાન્ય કાર્યક્રમ છે. (૩) કારતક સુદ ૭ના રોજ
‘પંડિત પ્રવર ટોડરમલજી’ નો દેહાંત થયો હતો, તે દિવસે ‘પંડિત પ્રવર વીર ટોડરમલ્લજી સ્મૃતિ દિન’ મનાયો હતો.
(૪) અષ્ટાહ્નિનકા પર્વ કારતક સુદ ૮ થી ૧પ સુધી શ્રી અષ્ટાહ્નિનકા મહોત્સવ મનાયો હતો. આ દિવસો દરમિયાન
નંદિશ્વરદ્વીપે રહેલા શાશ્વત જિનમંદિરોમાં બિરાજમાન શાશ્વત જિનપ્રતિમાઓનું પૂજન કરવા માટે દેવો જાય છે અને
ત્યાં આઠ દિવસ સુધી પૂજન, ભક્તિ ઇત્યાદિ વડે મહોત્સવ ઊજવે છે આ મહોત્સવ વર્ષમાં ત્રણ વાર (કારતક,
ફાગણ તથા અષાઢ માસની સુદ ૮ થી ૧પ સુધી) આવે છે. (પ) માગશર વદ ૮ શાસનમાન્ય ભગવાનશ્રી કુંદકુંદ
આચાર્ય દેવને શાસન રક્ષક આચાર્ય પદવી મળ્યાનો માંગલિક દિવસ છે.
મુદ્રકઃ– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ.
પ્રકાશકઃ– જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, આત્મધર્મ કાર્યાલય, મોટા આંકડિયા, તા. ૧૯–૧૧–૪૬