PDF/HTML Page 21 of 21
single page version
ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
-------------------------------------------------------------------------------------------------------------------------------------
ધન્ય તે ધર્મકાળ
(ભરત ચક્રવર્તી સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા છે, આ ચોવીશીના પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના તેઓ
)
હંમેશની જેમ સમ્રાટ ભરત મહેલમાં બેઠા છે. પાસે નમિરાજ, વિનમિરાજ (ભરતના પુત્રોના મામા) તથા
તેઓના સેંકડો પુત્રો બેઠા છે.
ભરતે પૂછયું–આ કુમારોએ શું શું અધ્યયન કર્યું છે? ત્યારે જવાબ મળ્યો કે–તેઓ શસ્ત્ર–શાસ્ત્રાદિ અનેક
વિદ્યાઓમાં નિપૂણ છે. વિદ્યાધર–ઉચિત્ અનેક વિદ્યાઓ સિદ્ધ કરી છે, અને તેઓ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી પણ
સંયુક્ત છે. ભરતે તે કુમારોને ત્યાં બેસાડીને પોતાના પુત્રોને પણ બોલાવ્યા. ભરતના સેંકડો પુત્રો પંક્તિબદ્ધ થઈને
આવવા માંડયા. પહેલાં મધુરાજ, વિધુરાજ નામના બે કુમારોએ પિતાના ચરણમાં નમસ્કાર કર્યા અને બાકીના
કુમારોએ પણ નમસ્કાર કર્યા. કુમારોમાં કોઈ પંદર વર્ષના છે, અને કોઈ તેથી પણ નાની ઉંમરના છે.
ભરતે પોતાના પુત્રોને કહ્યું–બેટા, તમે જરા તમારા શાસ્ત્રાનુભવને તો બતાવો. ત્યારે તે કુશળ કુમારોએ
પોતાના શાસ્ત્રાનુભવને દર્શાવ્યો. ક્યારેક વ્યાકરણથી શબ્દસિદ્ધિ કરી, ક્યારેક ન્યાયશાસ્ત્રથી તત્ત્વસિદ્ધિ કરી અને
ક્યારેક એકધારાપ્રવાહી સંસ્કૃત બોલતા થકા આગમના તત્ત્વોનું પ્રતિપાદન કર્યું.
ભરતજી તેમના બોલવાથી પ્રસન્ન થયા. પરંતુ વિશેષ તત્ત્વચર્ચા કરાવવા ખાતર તે છૂપાવીને ફરીથી કહ્યું–
કુમારો! લોકરંજનની જરૂર નથી, મોક્ષસિદ્ધિને માટે શું સાધન છે તે કહો. બીજી ગડબડ છોડીને એ બતાવો કે કર્મોનો
નાશ કયા પ્રકારે થાય છે? તેના વિના આ બધું વ્યર્થ છે.
ભરતના પુત્રો નાની નાની ઉંમરના હોવા છતાં પણ જ્ઞાની હતા, તત્ત્વોના જાણનારા હતા, તેઓ પણ તે ભવે
મોક્ષ જનારા હતા. કુમારોએ જવાબ આપ્યો–પિતાજી! પહેલી ભૂમિકામાં ભેદરત્નત્રય આવે છે, ખરા, પણ કર્મોનો
નાશ તો અભેદ રત્નત્રયને ધારણ કરવાથી જ થાય છે. અભેદ રત્નત્રય જ કર્મોના નાશનો ઉપાય છે જ્યારે અભેદ
રત્નત્રયવડે કર્મનો નાશ થાય છે ત્યારે મોક્ષની સિદ્ધિ સ્વયં થાય છે.
ફરીથી ભરત મહારાજાએ પૂછયું કે–તે ભેદરત્નત્રયનું તથા અભેદરત્નત્રયનું સ્વરૂપ શું છે તે તો કહો. ત્યારે
પુત્રોએ કહ્યું–જિનદેવ–ગુરુની ભક્તિ, તથા અનેક આગમ–શાસ્ત્રોનું મનનપૂર્વક અધ્યયન કરવું તે ભેદરત્નત્રય છે.
(ભેદરત્નત્રયમાં શુભરાગ છે અને તે બંધનું કારણ છે.) તથા કેવળ પોતાના આત્મામાં લાગ્યા રહેવું તે
નિશ્ચયરત્નત્રય (અથવા અભેદરત્નત્રય) છે અર્થાત્ કેવળ પોતાના આત્માની શ્રદ્ધા, પોતાના આત્માનું જ્ઞાન અને
પોતાના આત્મામાં સ્થિરતા તે અભેદરત્નત્રય છે. (અભેદરત્નત્રય વીતરાગરૂપ છે અને તે જ મોક્ષનું કારણ છે.)
આ સાંભળીને નમિરાજ કહ્યું–કુમારોનું કહેવું બિલકુલ ઠીક છે.
ચક્રવર્તીએ નમિરાજને પૂછયું–શું ઠીક છે? કહો તો ખરા!
નમિરાજે ઉત્તર આપ્યો કે, ભેદરત્નત્રય તે મુક્તિનું કારણ નથી, પણ શુદ્ધ આત્માની શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક તેમાં જ
લીનતા કરવી તે અભેદરત્નત્રય જ શ્રેષ્ઠ મુક્તિમાર્ગ છે–એમ કુમારો કહેવા માગે છે, તે યથાર્થ છે.
ભરતજીએ પ્રશ્ન કર્યો–શું વ્યવહારથી જ પર્યાપ્તિ નથી? નિશ્ચયની શું જરૂરિયાત છે?
નમિરાજે કહ્યું–વ્યવહારથી સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે છે, પણ તેનાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી.
મોક્ષસિદ્ધિને માટે નિશ્ચયની આવશ્યકતા છે.
નમિરાજની વાત સાંભળીને ચક્રવર્તી પ્રસન્ન તો થયા પરંતુ પોતાના કુમારોની દ્રઢતા જોવા માટે, તે
છૂપાવીને
મુદ્રકઃ ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ
પ્રકાશકઃ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા. તા. ૨૨–૧૨–૪૬