એકતા થતી નથી. તારો સ્વભાવ નિરાલંબી છે, તે સ્વભાવના અવલંબન વડે જ તારી શોભા છે, સ્વભાવના
અવલંબનથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટીને પૂર્ણ પરમાત્મ દશા પ્રગટે છે. તારો સ્વભાવ પરથી નભતો નથી
અને પરથી દુભાતો નથી; ચૈતન્ય તત્ત્વ પરની અપેક્ષા રાખતું નથી.
આત્મા પોતે સ્વભાવથી ભગવાન છે. દરેક આત્મા પોતાની શક્તિનું ભાન કરીને તે શક્તિના વિકાસદ્વારા
ઓળખાણ ન કરી તો જીવનમાં શું કર્યું? આત્માનો જ્ઞાનસ્વભાવ પરિપૂર્ણ જાણવાનો છે પરંતુ અનાદિથી પોતે
પોતાને ભૂલીને જ્ઞાનનો ઉપયોગ પર તરફ કરી રહ્યો છે; પર વસ્તુમાં જ્ઞાનનું ડહાપણ બતાવે છે પરંતુ પોતાના
સ્વસામર્થ્યના ભાન વગર અનંતકાળથી સંસારમાં રખડી રહ્યો છે. કહ્યું છે કે–
એક ન પરખ્યો આત્મા ત્યાં રહ્યો દિગ્મૂઢ.
જાણપણું ધૂળમાં ગયું છે, તેનાથી આત્માને લાભ થયો નથી. જો એકવાર પણ ચૈતન્યને જાણે તો તેના સંસારનો
અંત આવી જાય. જેણે એક આત્મા જાણ્યો તેણે જાણવાયોગ્ય બધું જ જાણ્યું છે, જેણે એક આત્મા મેળવ્યો તેણે
મેળવવાયોગ્ય બધું જ મેળવી લીધું. એટલે આ જગતમાં જાણવાયોગ્ય હોય તો એક આત્મા જ છે અને મેળવવા
યોગ્ય એક આત્મા જ છે.
આત્માને જાણ્યા વગર રાગ મંદ પાડીને ત્યાગી થાય તોપણ તેણે આત્માને ખાતર કાંઈ જ કર્યું નથી. એ તો
ઘટાડયો તેમાં ધર્મ અથવા મુનિદશા માની બેઠો તે મહા મિથ્યાત્વ પોષીને સંસારમાં ડૂબી ગયા છે. માટે પ્રથમ સત્ય
સમજવું જોઈએ. સત્સ્વભાવના ભાન વિના કોઈ રીતે કલ્યાણ નથી.
આત્માના સમ્યગ્દર્શન વગર જે રાગ ટાળવા માગે તે યથાર્થપણે ટાળી શકે નહિ. વર્તમાન રાગ મંદ પડયો
દ્રષ્ટાંતઃ– કોઈના ઘરમાં મોટો ફણીધર નાગ નીકળ્યો હોય અને પકડવા જતાં ક્યાંક ખૂણે–ખાંચરે ભરાઈ બેઠો હોય.
લાંબો સાણસો વગેરે સાધન લાવતાં વાર લાગે તેમ હોય ત્યારે નાગ ઉપર ટાઢું પાણી છાંટીને તેને ઠારે છે. પરંતુ
પાણી છાંટીને ઠારવાથી નાગ સંબંધી ભય ટળ્યો કહેવાય નહિ. અલ્પકાળે પાણીની અસરમાંથી છૂટીને ફુંફાડા કરતો
બહાર નીકળશે...જ્યાં સુધી સર્પને જ પકડીને બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી ભય ટળે નહિ, તેમ આત્મામાં
મિથ્યાત્વરૂપી નાગ છે, કષાય મંદ કરે તો તેણે કષાયને ઠાર્યો છે, પણ જ્યાં સુધી મિથ્યાત્વરૂપી નાગ વિદ્યમાન છે ત્યાં
સુધી કષાય ટળે તો નહિ અને વાસ્તવિકપણે મંદ પણ ન થાય. મિથ્યાત્વને લીધે કષાયભાવની રુચિ તો ટળી નથી
તેથી વર્તમાન મંદ કષાયને અલ્પકાળમાં ટાળીને અતિ તીવ્ર કષાય વ્યક્ત કરશે. અનંત કષાયનું મૂળ મિથ્યાત્વ જ છે,
તે ટાળ્યા સિવાય વર્તમાન કષાય મંદ કર્યો દેખાય કે ત્યાગી દેખાય પરંતુ તેથી આત્મકલ્યાણ નથી.
વળી જેમ ઝાડનું મૂળ કાપી નાખવામાં આવે તો તેનાં ડાળ–પાન અલ્પકાળે નષ્ટ થઈ જાય છે; અને ડાળ–
તેને છેદી નાખ્યું છે તેને અન્ય કષાય પણ અલ્પકાળમાં નષ્ટ થઈ જશે; અને જેણે કષાયની મંદતા તો કરી છે પણ
સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વરૂપી મૂળને છેદ્યું નથી તેને તો અલ્પકાળે કષાય એવો ને એવો થશે. આજે ભલે જીવ દયા
પાળતો હોય તેમ દેખાય, પરંતુ મિથ્યાત્વના ફળમાં તે ભવિષ્યમાં કસાઈખાનાં માંડશે. કહેવાનો આશય એ છે કે
મિથ્યાત્વ એ જ સર્વ પાપનું મૂળ છે, તેને સૌથી પહેલાં ટાળવું જોઈએ.
આત્મા ત્રિકાળી તત્ત્વ છે; ત્રિકાળી તત્ત્વને પરની અપેક્ષાથી લક્ષમાં લ્યો નવ તત્ત્વોના ભેદ પડે છે. નવ