Atmadharma magazine - Ank 040
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
-------------------------------------------------------------------------------------------------------------------------------------
એકલું સમ્યગ્દર્શન તે શું ધર્મ નથી? અને એ સમ્યગ્દર્શન માટે સાચી સમજણનો અભ્યાસ કરવો તે શું ધર્મની ક્રિયા
નથી? પરંતુ મિથ્યાદ્રષ્ટિને તે દેખાતું નથી, એને તો કેટલા દિવસ આહાર છોડયો અને કેટલો ત્યાગ કર્યો અથવા
કેટલી પડિમા લીધી–એ દેખાય છે અને એના ઉપરથી ધર્મનું માપ કાઢે છે. પરંતુ આહાર છૂટયો તે કાંઈ ઉપવાસ નથી.
મહાવીરાદિ ભગવંતોને સાધકદશામાં આત્માનુભવનો સહજ આનંદ વધી જતાં આહારની ઇચછા તૂટી ગઈ–તે
ઉપવાસ હતા. માત્ર આહાર છોડે પણ આત્માના સહજાનંદની ઓળખાણ પણ ન હોય, અરે! શુભપરિણામનું પણ
ઘણાને તો ઠેકાણું ન હોય–એ તે કાંઈ ઉપવાસ છે? બહારમાં આહાર ન આવ્યો તેથી શું? અંદરમાં તો તીવ્ર
કષાયભાવે આર્ત્તધ્યાન કરી પાપ બાંધી રહ્યો છે. લોકોએ ઉપવાસનું જે સ્વરૂપ માન્યું છે તે સાચું નથી.
(૯૦) જેને આત્માની પ્રતીત છે તેને પોતાની મુક્તિ માટે શંકા પડતી નથી. આત્મામાં પુરુષાર્થનું જ
બળવાનપણું છે, કર્મનું બળવાનપણું કદી છે જ નહિ. મારા આત્મામાં નિદ્ધત્ત અને નિકાચીત કોઈ કર્મો છે જ નહિ.
આત્માના ભાનમાં મુક્તિની પ્રતીત પોતાને થઈ જાય છે, અને કર્મોનું ધણીપણું તેને રહેતું નથી. આત્માની શ્રદ્ધા
વગર નવ્વાણું તો શું પણ ગમે તેટલી જાત્રા કરે તોપણ ધર્મમાં તેની કાંઈ કિંમત નથી. અરે ભાઈ! તારે ધર્મ કરવો છે
ને? તો તું આત્મા છો કે નહિ, તારું સ્વરૂપ શું છે–તે જાણ્યા વગર ધર્મ ક્યાંથી થશે? જેમાંથી ધર્મદશા પ્રગટ કરવી છે
તે વસ્તુને તો જાણી નથી, તો કાંઈ બહારથી ધર્મદશા આવે તેમ નથી. સૌથી પહેલો ધર્મ તો સમ્યગ્દર્શન જ છે, જ્યાં
તે સમ્યગ્દર્શન નથી ત્યાં ધર્મનો લવલેશ પણ નથી. અત્યારે તો ધર્મને નામે પણ હા–હો હરિફાઈ ચાલી રહ્યાં છે;
ધર્મના નામે કોઈ ભલે લાખો રૂપિયા ખર્ચે પરંતુ તેને જો હા–હો હરિફાઈનો ભાવ હોય તો પાપ જ છે, અને જો રાગ
મંદ કરે તો પુણ્ય છે. પરંતુ ધર્મ તો સમ્યગ્દર્શનને આશ્રિત છે. સમ્યગ્દર્શન વગર જીવ જે કાંઈ કરે તે બધુંય સંસારનો
હેતુ છે. સમ્યગ્દર્શન વગરનું જ્ઞાન તે પણ સંસારનું કારણ છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ લખ્યું છે કે–‘અનંતકાળથી જે જ્ઞાન
ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને
નમસ્કાર.’ સમ્યગ્દર્શન વગર મોક્ષમાર્ગ પ્રગટે નહિ અને ભવકટી થાય નહીં.
સત્દેવ, સત્ગુરુ અને સત્શાસ્ત્રનો વિવેક થયો અને ચૈતન્યસ્વભાવની ઓળખાણ વડે વિકારનો પણ જ્ઞાતા છું
એવો આત્માનો વિવેક પ્રગટયો તેને સત્નો સ્વીકાર થયો, આખા સ્વાધીન સત્ને સ્વીકાર્યું એટલે કે સમ્યગ્દર્શન થયું,
તેને કર્મો ટળી જ જાય છે એમાં શંકા નથી.
– સાતમી ગાથાનો ભાવાર્થ –
(૯૧) ધર્માત્માને ચારિત્રની અસ્થિરતાને લીધે જે રાગાદિ થાય તેના તે સ્વામી થતા નથી, પણ તે વખતેય
સમ્યગ્દર્શનની એવી જાગૃતિ વર્તે છે કે આ પુણ્ય–પાપ તે હું નથી, હું તેનો જ્ઞાતા છું. વિકાર રહિત જ્ઞાતાસ્વભાવની
રુચિ અને ધણીપણું થયું હોવાથી તેમને વિકારની રુચિ અને સ્વામીત્વ ટળી ગયું છે. સમ્યગ્દ્રષ્ટિને પુરુષાર્થની
નબળાઈને કારણે ભક્તિ વગેરેના શુભપરિણામ થાય અને વિષયાદિના અલ્પ અશુભપરિણામ પણ થાય પરંતુ તે
ભાવનું સ્વામીત્વ નથી કેમ કે રુચિ સ્વભાવમાં વળી છે. સ્વભાવથી ખસીને જે વિષયાદિના રાગ પરિણામ થાય છે
તેને તે દુઃખદાયક માને છે, સ્વભાવ સિવાય અન્ય કોઈ વિષયોમાં સ્વપ્નેય સુખ માનતા નથી.
આત્મધર્મના છૂટક અંકો
નીચે પ્રમાણેના– ફાઈલ સિવાય–વધારાના અંકો આત્મધર્મ કાર્યાલયમાં સિલક છે તો જે ભાઈ બહેનોને તે
અંકો સળંગ ફાઈલમાં ખૂટતા હોય તેઓ સત્ત્વર મંગાવી લે એવી વિનંતી છે. ત્રણ માસ પછી પાછલા વર્ષનો એક
પણ અંક સિલકમાં નહિ રાખતા પ્રચારાર્થે આપી દેવામાં આવશે. તો જે અંકોની જરૂર હોય તે દરેક અંકની એક
પ્રતના ૪ આના કિંમત મોકલીને અંકો તુરત જ મંગાવી લેશો.
અંક વર્ષ૧૦૧૧૧૨
પહેલું વર્ષx૧૪x૧૦૪૩૧૩૨૧૧પ૧૬૪
બીજું વર્ષ૪પ૪૩૩૬x૩૧x૪૨
ત્રીજું વર્ષ૪૦૧પ૨૩૨૭૨પ૩૦૨૯૨પx૧૦
પ્રાપ્તિસ્થાનઃ આત્મધર્મ કાર્યાલય, મોટા આંકડિયા (કાઠિયાવાડ)
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
મુદ્રકઃ ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા. તા. ૩–૧–૪૭