વગેરેની તકલીફ વહોરીને પણ અમારું આમંત્રણ સ્વીકાર્યું તે માટે અમે આપ સૌના ઋણી છીએ.
પવિત્ર ચરણકમળની રજથી જે ભૂમિ પુનિત થઈ હતી, પ્રસિદ્ધ કથાનુસાર જે ભૂમિમાં આચાર્ય મહારાજશ્રી
ઉમાસ્વામીના પવિત્ર હસ્તથી મહાન મોક્ષશાસ્ત્રની રચના થઈ હતી, તે ભૂમિમાં, ખેદનો વિષય છે કે, કાળ જતાં
યથાર્થ જૈન દર્શનની ભારે ઓટ આવી. તે એટલે સુધી કે દિગંબર જૈન ધર્મ લગભગ નષ્ટ જેવો થયો. એમ ધર્મના
લાંબા વિરહકાળ પછી (વિ. સં. ૧૯૨૪માં) મોરબી પાસે વવાણિયા ગામમાં મહાન તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી
નામના એક નરરત્નનો જન્મ થયો–જેમણે યથાર્થ જૈન દર્શનના રહસ્યને પામી, તેમનાં પત્રો દ્વારા તેમજ પરમશ્રુત
પ્રભાવક મંડળની સ્થાપના દ્વારા વાસ્તવિક જૈન દર્શનના પ્રચારનાં પ્રગરણ માંડયાં.
આનંદોદધિ ઉલ્લસ્યો; સમયસારના પરમ ગંભીર ભાવો ભાવુક હૃદયમાં પચાવતાં અમૃતસાગરનો અનુભવ થયો.
‘અહો! સ્વતંત્ર દ્રવ્ય, સ્વતંત્ર ગુણ, સ્વતંત્ર પર્યાય! દેહથી ભિન્ન, વિકારથી ભિન્ન, પરમ અદ્ભુત આનંદનિધાન!’
તે આનંદનિધાન બતાવનાર શ્રી સમયસારનું અને દિગંબર જૈન ધર્મનું સામ્રાજ્ય ગુરુદેવના હૃદયકમળમાં સ્થપાયું.
બસ, એ પવિત્ર પ્રસંગરૂપ મૂળિયામાંથી દિગંબર ધર્મના વ્યાપક પ્રચારનું વૃક્ષ આજે ફાલ્યું છે–જેના પરિણામે હજારો
ભવ્ય જીવો સત્ધર્મ પ્રત્યે પ્રેરાયા છે, લાખ ઉપરાંત સત્ધર્મનાં પુસ્તકો પ્રકાશન પામ્યાં છે અને જેના પરિણામે અમારા
આંગણે આજે દિગંબર જૈન ધર્મના અગ્રણી વિદ્વાનોનો વાત્સલ્યપૂર્ણ સત્કાર કરવા અમે ભાગ્યશાળી થયા છીએ.
અહો! જૈન દર્શન એ તો વસ્તુદર્શન છે કે જેનું જ્ઞાન થતાં જીવ પરાધીન દ્રષ્ટિથી છૂટી સ્વદ્રવ્યમાં સંતુષ્ટ થઈ શાશ્વત
સુખનિધિને પામે છે. એ પરમ કલ્યાણકારી દર્શનનું હાર્દ દરેક દ્રવ્યની સ્વતંત્રતા છે. તે સ્વતંત્રતાને પ્રકાશિત કરનાર
જ્ઞાનાંશનું–નિશ્ચયનયનું–નિરૂપણ કરીને વીતરાગ ભગવંતોએ આપણા પર પરમ ઉપકાર કર્યો છે. આપણને સૌને
ખેદની વાત છે કે જૈન દર્શનનું એ એક મુખ્ય અંગ–નિશ્ચયનય–આજે પક્ષઘાતથી પીડાઈ રહ્યું છે. જૈનસમાજમાં એ
નિશ્ચયનયના જ્ઞાનની ભારે ઉણપ વર્તી રહી છે. સમાજનો મોટો ભાગ એવી ભ્રમણામાં પડયો છે કે ‘જડ કર્મ
આત્માને હેરાન કરે છે,’ ‘વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પમાશે,’ ‘શુભ કરતાં કરતાં શુદ્ધતા થશે,’ ‘ઉપાદાનમાં
કાર્ય થવા માટે નિમિત્તની રાહ જોવી પડે છે.’ આવી અનેક માન્યતાઓ લોકોમાં જડ ઘાલીને પડી છે. આપણે
જાણીએ છીએ કે જ્યાં સુધી લોકોને નિશ્ચયનું જ્ઞાન નહિ થાય ત્યાંસુધી દ્રવ્યનું પરમ સ્વાતંત્ર્ય તેમને ખ્યાલમાં નહિ
આવે અને ત્યાંસુધી આવી ભ્રામક માન્યતાઓ નહિ ટળે તથા ખરું જૈનત્વ પ્રાપ્ત નહિ થાય. માટે જીવના
ત્રસસ્થાવરાદિ અને ગુણસ્થાનમાર્ગણાદિ ભેદો ઉપર તેમ જ કર્મની સ્થિતિ વગેરે ઉપર જે લક્ષ અપાય છે તે કરતાં
ઘણું વધારે લક્ષ જ્યારે ભેદવિજ્ઞાનના કારણભૂત અધ્યાત્મશાસ્ત્રોના જ્ઞાન ઉપર અપાશે તે દિવસ ધન્ય હશે, તે દિવસે
જ જૈન ધર્મની સંસ્કૃતિનો ખરો પ્રચાર થશે. અમારી પ્રભાવના પ્રેમ પ્રેરિત એ ભાવના છે કે આપ સમા જૈન દર્શનના
વિદ્વાનો દ્વારા સ્વતંત્ર દ્રવ્ય–ગુણ–પર્યાયનું જ્ઞાન વિશેષ વિશેષ પ્રચાર પામો, નાની નાની પુસ્તિકાઓના પ્રકાશક
મારફત પાઠશાળાના વિદ્યાર્થીઓ પણ એ