Atmadharma magazine - Ank 046
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page  


PDF/HTML Page 21 of 21

background image
ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
------------------------------------------------------------------------------------------------------------------------
૩. અલ્પ પ્રયાસે– સહજ પુરુષાર્થથી; સદ્ગુરુના સમાગમે સાચો પુરુષાર્થ કરે તો અલ્પ પ્રયાસે માનાદિક
અવગુણ ટળે.
૪. સ્વછંદ–પોતાની ઊંધી માન્યતા; જો પોતાનો સ્વછંદ છોડી સત્સમાગમ કરે તો આત્મલાભ થાય.
પ. સમકિત–સમ્યગ્દર્શન; આત્માની સાચી ઓળખાણ; જે જીવ સ્વછંદ છોડીને સદ્ગુરુના લક્ષે વર્તે છે અને
તેમણે કહેલા આત્મસ્વભાવની સમજણ કરે છે તે જીવ અવશ્ય સમ્યગ્દર્શન પામે છે. *
તાકીદનું કાર્ય
આત્મધર્મ માસિકના વિશેષ પ્રચાર માટે શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી આત્મહિત કરવા ઇચ્છતા
ભાઈ બહેનો તથા સદ્વાચનનો પ્રચાર કરતી સંસ્થાઓને ગુજરાતી આત્મધર્મની પ૦૦ નકલ ત્રણ ત્રણ માસ માટે
એક વર્ષ સુધી નમૂનાર્થ મફત મોકલવાનું નક્કી થયું છે.
એથી આત્મધર્મના ગ્રાહકો પોતાના પરિચયમાં આવતા સત્ધર્મના જિજ્ઞાસુઓ તથા સંસ્થાઓના શક્ય
તેટલા વધુ સરનામા તાકીદે મોકલાવી આપે. આશા છે કે આ કાર્ય ગ્રાહકો તુરત જ કરશે.–જમનાદાસ રવાણી
લવાજમ વધે છે
કાગળ, છપાઈ અને વ્યવસ્થા ખર્ચની મોંઘાઈ તેમજ હવે પછીથી (પાંચમાં વર્ષથી) મારું નિર્વાહ ખર્ચ
આત્મધર્મ કાર્યાલય ઉપર રાખવાનું હોવાથી ગુજરાતી આત્મધર્મ માસિકનું વાર્ષિક લવાજમ રૂ. ૨–૮–૦ ને બદલે ૩–
૦–૦ પરદેશ માટે ૩–૮–૦ રાખવાનું નક્કી કર્યું છે.
એથી આત્મધર્મના ગ્રાહકોએ નવા વર્ષનું લવાજમ ઉપર પ્રમાણે મોકલવાનું રહે છે. આશા છે કે ગ્રાહકો આ
વાતને લક્ષમાં રાખી લવાજમ ઓછું મોકલવાની ભૂલ ન કરે.–જમનાદાસ રવાણી
શ્રી જૈનદર્શન શિક્ષણ વર્ગ
પ્રથમ શ્રાવણ સુદ પ થી પ્ર. શ્રાવણ વદ ૮ સુધી પુખ્ત ઉંમરના ગૃહસ્થો માટે જે શિક્ષણવર્ગ ખોલવામાં આવ્યો
હતો. તેમાં એકંદર ૪પ ગૃહસ્થોએ ભાગ લીધો હતો. વર્ગમાં શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકાનો બીજો અધ્યાય તથા શ્રી દ્રવ્ય
સંગ્રહમાંથી ગાથા–સુધી શીખવવામાં આવ્યું છે. એ શીખવા માટે વર્ગમાં દાખલ થયેલા ગૃહસ્થો ઘણો ઉલ્લાસ
બતાવતા હતા. અને હવેથી દર વર્ષે આવો વર્ગ ખોલવા માટે માગણી કરી છે.
ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપની દીવાલે લખાયેલાં જ્ઞાન, ધ્યાન, ભક્તિ અને વૈરાગ્ય પ્રેરક
* પવિત્ર વચનામૃતો *
(૧) હે શિવપુરીના પથિક! પ્રથમ ભાવને જાણ. ભાવરહિત લિંગથી તારે શું પ્રયોજન છે? શિવપુરીનો પંથ
જિનભગવંતોએ પ્રયત્ન સાધ્ય કહ્યો છે. – ભાવપ્રાભૃત
(૨) સૂણી ‘ઘાતિકર્મવિહીનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે;’ શ્રદ્ધે ન તેહ અભવ્ય છે ને ભવ્ય તે સંમત કરે. –
પ્રવચનસાર
(૩) હે ભાઈ જો તારી શક્તિ હોય તો અહો! ધ્યાનમય પ્રતિક્રમણાદિક કરજે અને જો એટલી શક્તિ ન હોય
તો ત્યાં સુધી શ્રદ્ધા જરૂર કરજે. – નિયમસાર
(૪) કુંદ પુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોના (–ચારણ
ઋદ્ધિધારી મહામુનિઓના) સુંદર હસ્ત કમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરત ક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી
છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંદ્ય નથી? અર્થાત્ સર્વથી વંદ્ય છે.
– ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ
(પ) યતીશ્વર (શ્રીકુંદકુંદ સ્વામી) રજઃસ્થાનને– ભૂમિતળને છોડીને ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા
હતા તે દ્વારા હું એમ સમજું છું કે, તેઓ શ્રી અંદરમાં તેમજ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પૃષ્ટપણું વ્યક્ત
કરતા હતા. (અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પૃષ્ટ હતા અને બહારમાં ધૂળથી અસ્પૃષ્ટ હતા.) – વિંધ્યગિરિ
શિલાલેખ
પ્રવચનસાર–ગુજરાતી
ગુજરાતી ભાષામાં છપાતું પ્રવચનસાર, ભાષાંતર તેમજ છપાઈમાં થતી ઢીલને કારણે, પ્રગટ કરવામાં વિલંબ
થશે. પ્રગટ થયાનું જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી અગાઉથી પૈસા ભરેલા ભાઈઓ ધીરજ રાખે.–શાંતિલાલ પો. શાહ
_______________________________________________________________________________
મુદ્રકઃ ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા તા. ૩૦–૮–૪૭