ઃ ૨૭૧ઃ આત્મધર્મઃ ૪૮
હવે દિપાવલીના દિવસોમાં તે લક્ષ્મીપૂજન શા માટે કરવામાં આવે છે તે વિચારીએ–
દિપાવલીનો મંગળ દિવસ તે આત્મીકસ્વાધીનતાનું પર્વ છે, તે દિવસે (આસો વદ અમાસના રોજ) સંધ્યા સમયે
શ્રીવીરપ્રભુના મુખ્ય ગણધર શ્રીગૌતમપ્રભુજીને કેવળજ્ઞાનરૂપી અક્ષય લક્ષ્મી પ્રાપ્ત થઈ. તે વખતે દેવો અને મનુષ્યોએ
મહાન ઉત્સવ સાથે તે કેવળજ્ઞાનલક્ષ્મીની પૂજા કરી અને ત્યારથી લક્ષ્મી–પૂજન’ કરવાનો રિવાજ ચાલુ જ રહ્યો. તેથી
ખરી રીતે દિપાવલીના મંગળ પ્રભાતે કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ–આ યથાર્થ હકીકત નહિ જાણનારા
અને આત્મલક્ષ્મીને નહિ ઓળખનારા મૂર્ખ જીવો રૂપિયા–પૈસા વગેરેની પૂજા કરે છે. અને ચોપડાની શરૂઆતમાં પણ
એવી જ અજ્ઞાનમય ભાવનાને પોષણ આપે એવાં લખાણો લખે છે. પરંતુ–એક તરફ પ્રભુશ્રી મહાવીરભગવાનની
સિદ્ધદશા અને બીજી તરફ શ્રીગૌતમપ્રભુને કેવલજ્ઞાનલક્ષ્મીની પ્રાપ્તિ–એવી રીતે એ બે (સિદ્ધદશા અને અરિહંતદશાના)
સર્વોત્કૃષ્ટ મંગળ પ્રસંગો વખતે આત્માને આત્મભાવનાઓ વડે ઓતપ્રોત કરવો જોઈએ. અને ચોપડાની શરૂઆણમાં જે
સંસાર પોષક ભાવનાઓ લખાય છે તેને બદલે નીચેના ભાવવાળી ભાવનાઓ લખવી જોઈએ–
શ્રી મહાવીર પ્રભુની આત્મરિદ્ધિ અમને પ્રાપ્ત થાવ.
શ્રી ગૌતમપ્રભુની આત્મલક્ષ્મી અમને પ્રાપ્ત થાવ.
શ્રી નેમનાથભગવાનનો સદ્વૈરાગ્ય અમને પ્રાપ્ત થાવ.
શ્રી બાહુબલીજીનું અડગ આત્મબળ અમને પ્રાપ્ત થાવ.
શ્રી કુંદકુંદપ્રભુજીનું સ્વરૂપ–જીવન અમને પ્રાપ્ત થાવ.
શ્રી રત્નત્રયના ત્રણ અમૂલ્ય રત્નોનો અમને લાભ થાવ.
અમારું જીવન રત્નત્રયની આરાધનાથી પવિત્ર થાવ.
અમને આ વર્ષમાં આત્મલક્ષ્મીની ખૂબખૂબ વૃદ્ધિ થાવ અક્ષય ચૈતન્ય નિધાન મળો અને આ જડ–લક્ષ્મી
ઉપરનો મોહ સર્વથા નષ્ટ થઈ જાવ. ઉત્કૃષ્ટ જ્ઞાન–વૈરાગ્યરૂપી લક્ષ્મીથી સદાય અમારા જીવન–ભંડાર ભરપૂર રહો.
મુમુક્ષુઓનું જીવન ઉપર્યુક્ત ભાવનામય હોવું જોઈએ.
– પાછળના પાનાથી ચાલુ–
૭૧.ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપમાં મંગળ પ્રસંગપ૯૩૯૪.શ્રીમંડપમાં માંગલિક પ્રવચનપ૯૬
૭૨.ભગવાન શ્રી સીમંધર જિન પ્રતિષ્ઠાનો છઠ્ઠો વાર્ષિક મહોત્સવપ૯૨૯પ.શ્રુતપંચમી અને આપણી ભાવના૮૧૪૬
૭૩.ભગવાન શ્રી મહાવીરે શું કર્યું અને શું કહ્યું?૭૧૩પ૯૬.સ્વભાવની ભાવના૧
૭૪.ભક્તિ૭૧૨૧૯૭.સ્વભાવનો અનુભવ કરવાની રીત૧૧૨૩પ
૭પ.ભેદભક્તિ અને અભેદભક્તિ૩૪૧૯૮.સ્વતંત્રતા ત્યાં યથાર્થતા અને યથાર્થતા ત્યાં વીતરાગતાખાસ૧૯૪
૭૬.મહાવીર સ્તુતિ૬૧૦૧૯૯.સ્વતઃ સિદ્ધશક્તિને પરની અપેક્ષા નથી૧૧૨૩૬
૭૭.મિથ્યાદ્રષ્ટિનું વર્ણન૭૧૩૩૧૦૦.સત્ય પુરુષાર્થ–ભગવતી પ્રજ્ઞા૨૨પ
૭૮.મુક્તિનો ઉપાય૩૪૩૧૦૧.સનાતન જૈન–શિ. વર્ગખાસ૨૦૬–
૨૧૪
૭૯.મુમુક્ષુની આત્મજાગૃતિ૧૧૨૩૩૧૦૨.સમયસારજી ગાથા એકના પ્રવચનના આધારે કેટલાક
પ્રશ્નોત્તર ૩, ૪, ૬, ૬પ૭,
૭૬,
૧૧૯,૧૨પ
૮૦.મોક્ષશાસ્ત્ર અર્થાત્ તત્ત્વાર્થ સૂત્રપ૮૧૧૦૩.સમયસાર પ્રશ્નોત્તર૨૩૪
૮૧.રાણપુર તથા બોટાદમાં શ્રી જિન મંદિરની તૈયારી૭૧૩૪૧૦૪.સમયસાર પ્રતિષ્ઠા.૭૧૨૨
૮૨.રુચિનું વલણ૭૧૩૩૧૦પ.સમ્યક દર્શનનો અપાર મહિમા૭૧૨૨
૮૩.લક્ષ્મીપૂજન૧૨૨૭૦૧૦૬.સમ્યગ્દર્શન ગુણ છે કે પર્યાય?૧૦૨૧પ
૮૪.વ્યવહારનું અસ્તિત્વ અને તેનું હેયપણું૧૪૧૦૭.સમ્યક્ દ્રષ્ટિની પ્રશંસા૭૧૩૨
૮પ.વ્યાખ્યાનો અને ચર્ચાઓનો ટૂંકસાર૧,
૩,
૪,
પ,
૬
૧૦૩
૧૦૮.સાચું શું?૨૨૭
૮૬.વનયાત્રાખા
સ૧૮૮૧૦૯.સુવર્ણપુરી સમાચાર૨૪૦
૮૭.વસ્તુ સ્વભાવ૭૧૨૩૧૧૦.સુર્વણકી કસોટી૭૧૪૩
૮૮.વીંછીયામાં જૈન મંદિર અને સ્વાધ્યાય મંદિરનું ખાત મુહૂર્તપ૯૧૧૧૧.સોનગઢ જૈસા વાતાવરણ સારા હિંદમેં ફૈલજાવે૬૧૨૦
૮૯.શ્રી દિ. જૈન વિદ્વત્ પરિષદપ૮૧૧૧૨.હે જીવ, જ્ઞાનીઓનો ઉપદેશ તારા માટે છે૯૧૬૮
૯૦.શ્રી દિ. જૈન વિદ્વત્ પરિષદ્ તૃતિય અધિવેશન૬૧૧૦૧૧૩.હે જીવ તું વિચાર કર! !ખાસ૧૮પ
૯૧.શ્રી. દિ. જૈન વિદ્વત્ પરિષદ્નો મહત્ત્વપૂર્ણ ઠરાવ૬૧૧૧૧૧૪.જ્ઞાની સ્થાપે છે, અજ્ઞાની ઉથાપે છે.૨૨૧
૯૨.શ્રી મદ્ રાજચંદ્ર૧૦૨૧૭૧૧પ.જ્ઞાની અને અજ્ઞાનીનું મહાન અંતર૮૧પ૩
૯૩.શ્રી જીનવર સ્તોત્ર૬૧૦૭