Atmadharma magazine - Ank 055
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page  


PDF/HTML Page 33 of 33

background image
ATMADHARMA With the permission of Baroda Govt. Regd No. B. 4787
order No. 30-24 date 31-10-44
મનમાં હોય તેવું જ વચનમાં બોલે–એવી સરળતા
રાખે, પણ માન્યતા એવી હોય કે આ વચન બોલવાની
ક્રિયા હું કરું છું અને આનાથી મને લાભ થાય છે,–તો
તેવા જીવને સાચી સરળતા નથી, તેણે વક્ર માન્યતા
કરીને પોતાના આખા ચૈતન્ય સ્વભાવને છૂપાવ્યો તે
જ પરમાર્થે અનંત કપટ છે.
શ્રીગુરુ વગેરેના ઉપકારને જે છૂપાવે છે તે તો
વ્યવહારમાં પણ સરળ નથી, તેને ઉત્તમ વીતરાગી
સરળતા તો હોય જ નહિ. જેને વ્યવહાર સરળતા
પ્રગટી હોય તે જીવ ગુરુ પાસે એમ વિનયથી પ્રગટ કરે
કે પ્રભો, હું પામર મૂઢ હતો, પામર હતો, આજ સુધી
મને કાંઈ જ ખબર ન હતી, આપની કૃપાથી જ મને
અપૂર્વ સત્ય મળ્‌યું–એમ સીધો સરળ થઈને, અર્પણતા
લાવીને સ્વભાવનું બહુમાન કર્યા વગર તો વ્યવહાર
સરળતા
પણ હોય નહિ, અને તેને દોષ ટાળીને
વીતરાગતા પ્રગટે નહિ. પહેલાંં તો બરાબર ઓળખાણ
કરવી જોઈએ કે શું ધર્મ છે ને શું દોષ છે? પોતાના
પરમાર્થ સ્વભાવને જાણીને તેના આશ્રયે સ્થિર રહેતાં
રાગ–દ્વેષરૂપ માયાની ઉત્પત્તિ જ ન થાય–એ ઉત્તમ
આર્જવ ધર્મ છે. મુનિઓને તેવી ઘણી સ્થિરતા પ્રગટી
હોય છે, પણ તેમને જે અલ્પ રાગ હોય તે ટાળીને
સંપૂર્ણ વીતરાગી સ્થિરતા પ્રગટાવવાનો પુરુષાર્થ તેઓ
કરે છે. અને ગૃહસ્થોએ પ્રથમ તો એવી સાચી
ઓળખાણ કરવી જોઈએ અને દોષ ટાળીને સ્થિરતા
વધારવાની ભાવના કરવી જોઈએ. જે પોતાના
આત્મામાં આવી સાચી ઓળખાણ કરે અને
વીતરાગભાવ પ્રગટ કરે તેણે જ સાચા દશ લક્ષણ પર્વ
ઉજવ્યા કહેવાય.
એ રીતે ઉત્તમ આર્જવ ધર્મનું વ્યાખ્યાન પૂરું થયું.
ઉપયોગમાં ક્રમ શા કારણે છે?
છદ્મસ્થ જીવોને જ્ઞાનોપયોગ અને
દર્શનોપયોગમાં ક્રમ પડે છે અને એક ઉપયોગ
અંતર્મુહૂર્ત કરતાં વધારે કાળ સ્થિર રહેતો નથી પણ
બદલી જાય છે. આ રીતે ઉપયોગ બદલવાનું અને તેમાં
ક્રમ પડવાનું કારણ શું છે? કેવળજ્ઞાનીને જ્ઞાન–દર્શન
બંને ઉપયોગ સાથે જ હોય છે અને તેમનો ઉપયોગ
એક જ્ઞેયથી બીજા જ્ઞેય ઉપર બદલતો નથી. છદ્મસ્થને
ઉપયોગ બદલે છે અને ક્રમ પડે છે તેનું કારણ રાગ
નથી પરંતુ જ્ઞાન–દર્શનનો પર્યાય જ ક્ષયોપશમભાવે છે
તેથી તેમાં ક્રમ પડે છે અને ઉપયોગ બદલે છે. બારમા
ગુણસ્થાને વીતરાગતા છે, ત્યાં રાગ ન હોવા છતાં
ઉપયોગમાં ક્રમ તો પડે છે અને ઉપયોગ બદલે પણ છે.
તેથી, રાગ હોય તો જ ઉપયોગ બદલે–એમ નથી પણ
જ્ઞાન–દર્શનના પરિણમનની અપૂર્ણતા (–
ક્ષયોપશમભાવ) ને કારણે ઉપયોગ બદલે છે.
સાતમાથી બારમા ગુણસ્થાન સુધીમાં પણ ઉપયોગ
બદલાય છે, શ્રુતજ્ઞાનનું અવલંબન છે અને વચ્ચે
ઉપયોગ બદલતાં દર્શનઉપયોગ પણ આવી જાય છે.
(ચર્ચામાંથી: રાજકોટ તા. ૨૩–૧૧–૪૪)
ચોથા ગુણસ્થાને વર્તતા ધર્માત્માનું સ્વરૂપ છે.
બહારની ક્રિયા ઉપરથી સ્વરૂપ જાગૃતિનું માપ કાઢી
શકાતું નથી. શરીરથી શાંત બેઠો હોય તો જ
અનાકુળતા કહેવાય અને લડાઈ કરતા દેખાય તે વખતે
અનાકુળતા
જરાય હોઈ જ શકે નહિ–એમ નથી. અજ્ઞાની જીવ
બહારથી શાંત બેઠેલો દેખાય છતાં અંતરમાં તો તે
વિકારમાં જ તન્મય વર્તતો હોવાથી એકાંતપણે આકુળતા
જ ભોગવે છે–તેને સ્વરૂપ–જાગૃતિ જરાય નથી. અને
જ્ઞાની જીવો લડાઈ વખતે પણ અંતરમાં તે વિકારભાવ
સાથે તન્મયપણે વર્તતા નથી, તેથી તે વખતે પણ તેમને
અંશે આકુળતારહિત શાંતિનું વેદન હોય છે–એટલી
સ્વરૂપ–જાગૃતિ તો ધર્માત્માને વર્તતી જ હોય છે. આવી
સ્વરૂપ–જાગૃતિ તે ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી.
મિથ્યાત્વ
‘હું કર્તા, હું કરું છું, હું કેવું કરું છું? ’ આદિ જે
વિભાવ છે તે જ મિથ્યાત્વ અહંકારથી કરી સંસારમાં
અનંત દુઃખ પ્રાપ્ત થાય; ચારે ગતિમાં રઝળે.
કોઈનું દીધું દેવાતું નથી; કોઈનું લીધું લેવાતું નથી,
જીવ ફોકટ કલ્પના કરી રઝળે છે. જે પ્રમાણે કર્મ ઉપાર્જન
કરેલાં હોય તે પ્રમાણે લાભ, અલાભ, આયુષ, શાતા,
અશાતા મળે છે. પોતાથી કાંઈ અપાતું લેવાતું નથી.
અહંકારે કરી ‘મેં આને સુખ આપ્યું, મેં દુઃખ આપ્યું, મેં
અન્ન આપ્યું’ એવી મિથ્યાભાવના કરે છે, ને તેને લઈને
કર્મ ઉપાર્જન કરે છે. મિથ્યાત્વે કરી ખોટો ધર્મ ઉપાર્જન
કરે છે. (બીજી આવૃત્તિ પૃ. ૪૩૬) શ્રીમદ્ રાજચંદ્ર
‘તણખલાંના બે કટકા કરવાની શક્તિ પણ અમે
ધરાવતા નથી; અધિક શું કહેવું? ’ શ્રીમદ્ રાજચંદ્ર