ATMADHARMA With The permission of the Baroda Govt. Regd No. B, 4787
order No. 30-24 date 31-10-44
• ભગવાન શ્રી કુંદકુંદ – કહાન જૈનશાસ્ત્રમાળાનું ૩મું પુષ્પ •
પ્રવચનસર
ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવપ્રણીત શ્રી પ્રવચનસારની મૂળ ગાથાઓ, સંસ્કૃત છાયા
તથા અમૃતચંદ્રાચાર્ય–દેવરચિત સંસ્કૃત ટીકા અને તેનો અક્ષરશ: ગુજરાતી અનુવાદ આ
શાસ્ત્રમાં છે. તે ઉપરાંત મૂળ ગાથાઓનો ગુજરાતી પદ્યાનુવાદ (હરિગીત) પણ સાથે જ છે.
આ આખું પ્રવચનસાર–શાસ્ત્ર દ્વિરંગી છાપવામાં આવ્યું છે. તેમાં એકંદર લગભગ
૫૦૦ પૃષ્ઠ છે. આની પડતર કિંમત લગભગ રૂપિયા ૫–૦–૦ થાય છે, પરંતુ તેની કિંમત માત્ર
રૂપિયા ૨–૮–૦ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં હજાર ઉપરાંત નકલો ખપી ગઈ છે.
આ અનુવાદનું મહાકાર્ય વિદ્વાન્ ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ (B. Sc.) એ
પાંચ વર્ષના સતત્ પરિશ્રમે કર્યું છે.
આ શાસ્ત્રમાં આવતા વિષયોનું તેમજ તેના કર્તા આચાર્ય ભગવંતોના ઊંડા ઊંડા
હૃદયનું દિગ્દર્શન ટૂંકમાં પણ ઘણી જ અસરકારક ગંભીર શૈલીથી ઉપોદ્ઘાતમાં અનુવાદકે
કરાવ્યું છે. ઉપોદ્ઘાતના અંતમાં તેઓ જણાવે છે કે
“આ અનુવાદ મેં પ્રવચનસાર પ્રત્યેની ભક્તિથી અને ગુરુદેવની પ્રેરણાથી પ્રેરાઈને,
નિજકલ્યાણ અર્થે, ભવભયથી ડરતાં ડરતાં કર્યો છે. ***
“આ અનુવાદ ભવ્ય જીવોને જિનકથિત વસ્તુવિજ્ઞાનનો નિર્ણય કરાવી, અતીંદ્રિય
જ્ઞાન અને સુખની શ્રદ્ધા કરાવી, પ્રત્યેક દ્રવ્યનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય સમજાવી, દ્રવ્ય સામાન્યમાં
લીન થવારૂપ શાશ્વત સુખનો પંથ દર્શાવો, એ મારી અંતરની ભાવના છે. ‘પરમાનંદરૂપી
સુધારસના પિપાસુ ભવ્ય જીવોના હિતને માટે, શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ મહાશાસ્ત્રની
વ્યાખ્યા લખી છે. જે જીવો એમાં કહેલ પરમ કલ્યાણકર ભાવોને હૃદયગત કરશે તેઓ
અવશ્ય પરમાનંદરૂપી સુધારસના ભાજન થશે. જ્યાં સુધી એ ભાવો હૃદયગત ન થાય ત્યાં
સુધી નિશદિન એ જ ભાવના, એ જ વિચાર, એ જ મંથન, એ જ પુરુષાર્થ કર્તવ્ય છે. એ જ
પરમાનંદપ્રાપ્તિનો ઉપાય છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે તત્ત્વદીપિકાની પૂર્ણાહુતિ કરતાં
ભાવેલી ભાવના ભાવીને આ ઉપોદ્ઘાત પૂર્ણ કરું છું: “આનંદામૃતના પૂરથી ભરચક વહેતી
કૈવલ્યસરિતામાં જે નિમગ્ન છે; જગતને જોવાને સમર્થ એવી મહાજ્ઞાનલક્ષ્મી જેમાં મુખ્ય છે,
ઉત્તમ રત્નના કિરણ જેવું જે સ્પષ્ટ છે અને જે ઈષ્ટ છે–એવા પ્રકાશમાન સ્વ–તત્ત્વને જીવો
સ્યાત્કાર લક્ષણથી લક્ષિત જિનેંદ્રશાસનના વશે પામો.”
જૈનશાસનમાં ભગવાન કુંદકુંદદેવના પવિત્ર પરમાગમોનું અદ્વિતીય બહુમાન છે.
શ્રી સમયસારજીના હરિગીત–ગુટકાની જેમ શ્રી પ્રવચનસારજીનો પણ હરીગીત–
ગુટકો છપાયો છે. પ્રવચનસાર–હરિગીતની કિંમત ૦–૫–૦ છે.
પ્રાપ્તિસ્થાન
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ : સૌરાષ્ટ્ર