Atmadharma magazine - Ank 061
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
ATMADHARMA With the permision of the Baroda Govt. Regd No. B. 4787
Order No. 30 - 24 date 31 - 10 - 4
અનુસંધાન પાન ૧૫ થી ચાલુ
સુધાપાન કરી રહ્યા છે, તેવું ભગવાનનું સ્વરૂપ જેઓ નથી માનતા એટલે કે આત્માને પોતાના સ્વભાવથી જ
સુખ છે એમ જેઓ નથી માનતા તે જીવો પોતે મોક્ષસુખનું સુધાપાન પામવાના નથી, એટલે કે મોક્ષથી સદાય
દૂર વર્તતા થકા અભવ્યો છે. તેમને આત્માના સ્વાધીન સુખની શ્રદ્ધા નથી અને વિષયોમાંથી સુખ મેળવવા માગે
છે તેથી તે જીવો મૃગતૃષ્ણાની જેમ આકુળતાને જ અનુભવે છે. જેમ મૃગલાં જ્યાં પાણી નથી ત્યાં પાણીની
કલ્પના કરીને દોડે છે ને આકુળવ્યાકુળ થઈ દુઃખને જ અનુભવે છે, તેમ અજ્ઞાનીઓ–અભવ્યો શ્રીભગવાનનાં
પારમાર્થિક અતીંદ્રિય સુખનો સ્વીકાર કરતા નથી, અને પર વિષયોમાંથી આત્માને સુખ મળે એમ માનીને
વિષયોમાં ઝંપલાવે છે, તેઓ સદાય આકુળતામય દુઃખને જ ભોગવ્યા કરે છે. વિષયોથી પાર આત્માના અનાકુળ
સુખનો તેમને સ્પર્શ પણ નથી. અને જે જીવ ભગવાનના અતીન્દ્રિય સુખનો તરત જ સ્વીકાર કરે છે તે જીવને
વિષયોમાંથી સુખબુદ્ધિ ટળી જાય છે, ને તેનું જ્ઞાન વિષયોમાંથી પાછું ફરીને પોતાના અતીન્દ્રિય સ્વભાવમાં
પરિણમે છે, તેઓ આત્માના પારમાર્થિક સુખને અંશે અનુભવે છે ને તેઓ નિકટ ભવ્યો છે. સ્વભાવની હા
પાડનાર નિકટભવ્ય અને સ્વભાવની ના પાડનાર અભવ્ય–એમ શ્રી આચાર્યદેવે બે ભાગ પાડી દીધા છે.
અહો, કેવળ જ્ઞાનદશામાં કોઈ પણ બીજા પદાર્થોની અપેક્ષા વગર આત્મા પોતે જ પૂર્ણ સુખી છે, ત્યાં
જરા પણ આકુળતાનો સદ્ભાવ નથી, પૂર્ણ જ્ઞાન અને આનંદ સ્વરૂપે આત્મા જ થઈ ગયો છે. મારો આત્મા પણ
જ્ઞાન અને આનંદ સ્વભાવવાળો છે, મારા આત્માને જ્ઞાન અને સુખ માટે બીજા કોઈ પદાર્થોની અપેક્ષા નથી.
જેમ કેવળી ભગવાન એકલા જ્ઞાનપણે જ પરિણમે છે, રાગપણે પરિણમતા નથી તેમ મારો સ્વભાવ પણ તેવો જ
છે, કેવળી જેટલો જ મારો જ્ઞાનસ્વભાવ છે, જે પુણ્ય–પાપના ભાવો થાય છે તે રૂપે હું પરિણમતો નથી પણ
જ્ઞાનસ્વરૂપે જ હું પરિણમું છું. આ રીતે, કેવળી ભગવાનના પારમાર્થિક સુખની પ્રતીતિ કરતાં પોતાના
આત્મસ્વભાવની પ્રતીતિ પણ આવી જ જાય છે. માટે તે જીવ વર્તમાનમાં જ મોક્ષ લક્ષમીનો ભાજન થઈ ગયો
છે. માટે આચાર્યદેવ કહે છે કે, પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવે રહેનારા કેવળી ભગવંતોને પરિપૂર્ણ સુખ છે–આવું વચન
સાંભળીને જેઓ પહેલા ધડાકે હમણાં જ તેનો સ્વીકાર કરી લે છે તેઓ મોક્ષ–લક્ષ્મીનાં ભાજન નિકટભવ્યો છે.
અને આ સાંભળીને જે જીવો સીધો નકાર કરે છે તેઓ અભવ્યો છે. સ્વભાવના સુખની વાત સાંભળતાં
અંતરમાં સીધે સીધી બેસી જાય છે ને ઉત્સાહથી હા પાડે છે તે નિકટભવ્ય છે.
હા પાડનારને અંતરમાં કેટલી જવાબદારી છે? ‘આત્માની કેવળ જ્ઞાનદશામાં જ પારમાર્થિક સુખ છે’
આટલો યથાર્થ સ્વીકાર કર્યો તે જીવને સ્વભાવ સુખનો આદર થયો અને પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં સુખની
માન્યતા ટળી. શરીરમાં સુખ નહિ, સંયોગમાં સુખ નહિ, શુભ ભાવમાં પણ સુખ નહિ, એ બધાયથી જુદા એકલા
આત્મસ્વભાવમાં જ સુખ છે–એમ આત્મસ્વભાવનો જ સ્વીકાર થઈ ગયો, તેથી તે જીવ નિકટ મોક્ષગામી છે.
‘જેઓ આ વચનનો હમણાં જ સ્વીકાર કરે છે તેઓ નિકટભવ્યો છે’ એમ કહીને અહીં ઉપાદાન–
નિમિત્તની સંધિ બતાવી છે. આચાર્ય ભગવાન કહે છે કે અમે પોતે નજીકમાં મોક્ષ જનારા છીએ, જેઓ અમારાં
વચનોનો એટલે કે વચનોમાં જે ભાવ કહેવાનો આશય છે તે ભાવ સમજીને તેનો–હમણાં જ સત્કાર કરે છે તે
જીવો પણ શીવશ્રીનાં (મોક્ષલક્ષ્મીનાં) પાત્ર છે. અમે નજીક મોક્ષગામી નિમિત્ત તરીકે છીએ ને અમારા
નિમિત્તથી જે જીવે સ્વભાવનો સત્કાર કર્યો તે જીવનું ઉપાદાન પણ અલ્પ–કાળમાં મોક્ષ પામવાની તૈયારીવાળું છે.
હે જીવ! એક ભવે મોક્ષ પામનારા એવા ધર્માત્માની સતનો પડકાર કરતી વાણીને નિમિત્ત તરીકે
સાંભળીને જો તને પહેલા જ ધડાકે ઉલ્લાસથી અંતરથી હકાર આવ્યો, તો નિમિત્ત અને ઉપાદાનના ભાવમાં
એકતા થઈ એટલે કે જેમ નિમિત્તરૂપ–વાણી કહેનારા અલ્પકાળમાં મોક્ષ જવાના છે તેમ તેનો હકાર કરનાર તું
પણ મોક્ષ પામવા માટે જ ચાલ્યો આવે છે. અને–તને નિકટ મુક્તિગામી જીવની વાણી નિમિત્તરૂપ મળી અને એ
પરમ સત્વાણીનો જો તું નકાર કર તો તું નિકટ નિગોદગામી છે. અમે જોરશોરથી કહીએ છીએ કે કેવળી
ભગવાનને પારમાર્થિક સુખ છે, તેમને જરાય ખેદ કે આકુળતા નથી;–તે વાતની જો તને નિઃશંકતા થઈ ગઈ તો
તું પણ નિકટ મુક્તિગામી છો. પણ જો તેમાં જરાય શંકાપડી તો તું દૂર ભવ્ય છો.
શ્રી કુંદકુંદભગવાન ભવ્ય જીવોને મોક્ષ માટે આમંત્રણ આપે છે: અમારા ઘરે મોક્ષદશાની રસોઈ તૈયાર થઈ
અનુસંધાન ટાઈટલ પાન ૨ જું
મુદ્રક: – ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર
પ્રકાશક: – શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા તા. ૩ – ૧ – ૪૮