Atmadharma magazine - Ank 069
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page  


PDF/HTML Page 17 of 17

background image
ATMADHARMA With the permission of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
પ્રૌઢવયના ગૃહસ્થો માટે
શ્રી જૈનદર્શન શિક્ષણ વર્ગ
ગયા વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણ
સુદ ૨ (તા. ૨૭–૭–૪૯) બુધવારથી શરૂ કરીને
શ્રાવણ વદ ૧૨ (તા. ૨૧–૮–૪૯) રવિવાર
સુધી, સોનગઢમાં શ્રી જૈનસ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
તરફથી સાચા તત્ત્વજ્ઞાનના અભ્યાસની
શરૂઆત કરનારા ભાઈઓ માટે એક જૈન
શિક્ષણવર્ગ ખોલવાનું નક્કી કર્યું છે. આ વર્ગ
ખાસ પ્રૌઢ ઉંમરના જૈન ભાઈઓને અનુલક્ષીને
ખોલવામાં આવ્યો છે. જે મુમુક્ષુ ભાઈઓને
વર્ગમાં આવવાની ઈચ્છા હોય તેઓએ પોતાનું
નામ “શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ’
એ સરનામે તુરત મોકલી દેવું.
પુ. ગુરુદેવશ્રીનું સોનગઢમાં આગમન
લાઠીમાં પંચકલ્યાણક મહોત્સવ પૂરો
કરીને પૂ. ગુરુદેવશ્રીએ જેઠ સુદ ૯ ના રોજ
ત્યાંથી વિહાર કર્યો અને જેઠ સુદ પૂર્ણિમાએ
સોનગઢ પધાર્યા. પૂ. ગુરુદેવશ્રી પધાર્યા ત્યારે
સર્વે મુમુક્ષુ સંઘે અંતરના ઉમળકાથી સ્વાગત
કર્યું હતું. પૂ. ગુરુદેવશ્રી સુખશાંતિમાં સોનગઢ
બિરાજે છે. હાલ સવારે વ્યાખ્યાનમાં શ્રી
પ્રવચનસારનો જ્ઞેયઅધિકાર વંચાય છે અને
બપોરે શ્રી સમયસારજીનો સર્વ વિશુદ્ધજ્ઞાન
અધિકાર વંચાય છે.
ભરતના પુત્રોની વૈરાગ્ય ભાવના
[ભરતજીના નાની ઉંમરના પુત્રો
પોતાના મોટાભાઈ પાસે દીક્ષા લેવાની
ભાવના વ્યક્ત કરતાં કહે છે કે–
]
(૧) આત્મા તણા આનંદમાં મશગુલ રહેવા ઈચ્છતો,
નહિ દેહ બીજો ધારશું.
આનંદને અવધારશું.
(૩) વડીલ ભ્રાત હે! મેં દુઃખ બહુ સહ્યાં
અનંતકાળમાં બસ શરીર ફેરવ્યાં.
ધરમનો નહિ રંગ જેહને.
મરણ ને વળી જનમ તેહને
નરકમાં બહુ વેદના સહી
અરર! યાદથી કંપે દેહડી.
પરતણી ઘણી પ્રીત મેં કરી,
શરમ ના કદી લેશ મેં ધરી.
અમર આત્મા ઓળખ્યો હવે,
પરમ પાત્રતા મેળવી ખરે.
–બાળકોના સંવાદમાંથી.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય: મોટા આંકડિયા સૌરાષ્ટ્ર તા. ૬ – ૭ – ૪૯
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ: સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા: સૌરાષ્ટ્ર