પોતે જ છે, તો જાણનાર પોતે પોતાના સ્વભાવને કેમ ન જાણી શકે? સ્વભાવની રુચિ ને મહિમાથી અવશ્ય ઝટ
જાણી શકે છે.
લૂગડાં છોડયાં તે ચારિત્રદશા હશે? કે આલીદુવાલિ મનાવે છે તેવું ચારિત્ર હશે? ચારિત્રદશા લૂગડામાં, લૂગડાના
ત્યાગમાં, શરીરમાં કે દયાદિની વૃત્તિમાં નથી. પરમ સ્વભાવના નિજાનંદરસનો અનુભવ તે ચારિત્રદશા છે. એ
ચારિત્રદશાને દુઃખરૂપ માને તે અજ્ઞાની છે. સ્વભાવના વેદનમાંથી આનંદના ઝરણાંનો અનુભવ થાય તેનું નામ
ચારિત્રદશા છે; એવા ચારિત્ર આચારના પાળ–નાર સંતો તે આચાર્ય–ઉપાધ્યાય–મુનિ છે, તેમને અહીં નમસ્કાર
છે. અહીં દર્શન–જ્ઞાન–ચારિત્ર તપ અને વીર્ય એવા પાંચ ભેદથી સમજાવ્યું છે પણ ખરેખર પાંચ જુદા નથી,
શુદ્ધસ્વરૂપના સંવેદનમાં જ નિશ્ચય પંચાચાર સમાઈ જાય છે.
સ્વભાવામાં જ સહજ આનંદરૂપ તપશ્ચરણસ્વરૂપ (ચૈતન્યના પ્રતપનરૂપ) પરિણમન તે તપ છે, ત્યાં ઈચ્છાનો
નિરોધ છે. આનું નામ સમ્યક્ તપ છે. પણ બે દિવસ આહાર છોડ્યો ને ઘી–દૂધ ન લીધા તેથી તપ માની લીધો
તે મિથ્યાદ્રષ્ટિ છે.
છઠ્ઠની તપસ્યા તમે કરો છો!’ ત્યારે તે સાંભળીને તપની તીવ્ર અભિમાની તે વ્યક્તિએ કહ્યું કે– ‘ભાઈ,
ગૌતમસ્વામી તો છઠ્ઠના પારણા વખતે ઘી–ગોળ (વિગય) વાપરતા અને હું તો તે નથી વાપરતો.’ તેનો આશય
એવો હતો કે ગૌતમ–ભગવાન કરતાં પણ મારો તપ ઊંચો છે. જ્ઞાની કહે છે કે–અરે પામર! ઘી–ગોળ (વિગય)
છોડયાં તેમાં જ તારો તપ આવી ગયો? ગણધરદેવની તું મહાન વિરાધના કરી રહ્યો છે. અહો, ક્યાં ભગવાન
ગૌતમગણધર, અને ક્યાં તું! હજી સમ્યક્શ્રદ્ધાનું પણ તને ઠેકાણું નથી! બહારના પદાર્થો છૂટવાથી તપ થઈ જતો
નથી પણ સહજ આનંદસ્વરૂપમાં પરિણમન કરતાં ઈચ્છા તૂટી જાય છે તે જ તપ છે.
પાંચ આચાર મુનિઓને હોય છે. સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને દર્શન તથા જ્ઞાન આચાર હોય છે પણ પાંચે આચાર
હોતા નથી.
વ્યવહાર આચાર હોય છે. વ્યવહાર આચાર તે રાગરૂપ છે, પણ નિશ્ચય પંચાચાર પ્રગટ્યા વગર તો શુભરાગને
વ્યવહારઆચાર પણ કહેવાય નહિ.
વગર જે એકલા શુભરાગરૂપ વ્યવહાર પંચાચાર હોય તેનાથી નિશ્ચયપંચાચાર પ્રગટતા નથી. અહીં ટીકામાં
પંચાચાર મુનિને કેવા હોય છે તેનું સ્વરૂપ હવે કહે છે.