ATMADHARMA Regd. No. B. 4787
બે હજાર પાનાંનું ઉચ્ા આધ્યાત્મિક સાહિત્ય
માત્ર રૂ। ૮) માં
પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીએ સમયસાર ઉપર જે પ્રવચનો કર્યાં છે તે
અનુક્રમે છપાઈને પ્રસિદ્ધ થાય છે. તેમાં ચાર ભાગ પ્રસિદ્ધ થઈ ગયા છે.
અનાદિકાળથી સંસાર–પરિભ્રમણમાં જીવ શા કારણે રખડી રહ્યો છે અને તેનું
એ સંસાર–પરિભ્રમણ કઈ રીતે મટે? તે આ પ્રવચનોમાં ખાસ વિશિષ્ટ શૈલિથી,
ઘણી સહેલી રીતે સમજાવવામાં આવ્યું છે. આ સમયસાર–પ્રવચનોના ભાગ ૧–
૩–૪ દરેકની કિંમત ૩–૦–૦ છે અને ભાગ બીજાની કિંમત ૧–૮–૦ છે, એ રીતે
ચાર ભાગની એકંદર કિંમત રૂ। ૧૦–૮–૦ થાય છે. પરંતુ દિવાળી સુધીમાં ચારે
ભાગનો સેટ એક સાથે ખરીદ કરનારને નીચે પ્રમાણે ખાસ લાભ આપવાનું
નક્કી કર્યું છે:–
(૧) સાડાદસ રૂપિયાની કિંમત આપીને ચારે ભાગ એક સાથે ખરીદનાર
જિજ્ઞાસુને એક વર્ષ સુધી આત્મધર્મના ગ્રાહક ગણવામાં આવશે;
તેમણે આત્મધર્મનું લવાજમ ભરવું પડશે નહિ. અથવા તો–
(૨) ચારે ભાગનો સેટ એક સાથે ખરીદ કરનારને રૂ। સાડાદસને બદલે
ફક્ત આઠ રૂ। માં આપવામાં આવશે.
(૩) ચાર ભાગમાંથી કોઈ ભાગ છૂટક ખરીદનારને સાડા–બાર ટકા
વળતર કાપી આપવામાં આવશે.
દરેકે દરેક જિજ્ઞાસુઓએ પૂ. ગુરુદેવશ્રીના સમયસાર–પ્રવચનોનું ઓછામાં
ઓછું એક પુસ્તક તો અવશ્ય વાંચી જવા ખાસ ભલામણ છે.
: પ્રાપ્તિસ્થાન :
શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
મુદ્રક : – ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય : મોટા આંકડિયા (જિ. અમરેલી) તા. ૧૫ – ૮ – ૫૦
પ્રકાશક : – શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા (જિ. અમરેલી)