Atmadharma magazine - Ank 085
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 21

background image
શ્રી પરમાત્મ – પ્રકાશ – પ્રવચનો
લેખાંક ૧૯ મો] • [અંક ૮૩ થી ચાલુ
વીર સં. ૨૪૭૩ ભાદરવા વદ ૩
() જ્ઞ પ્ર : હવે શ્રીગુરુ કહે છે કે હે શિષ્ય! તું જીવ અને અજીવને લક્ષણભેદ વડે
જુદા ઓળખ, તેમને એક ન જાણ–
जीवाजीव म एक्कु करि लक्खण भेएं भेउ।
जो परु सो परु भणमि मुणि अप्पा अप्पु अभेउ।।
३०।।
ભાવાર્થ:– હે પ્રભાકરભટ્ટ! તું જીવ અને અજીવને એક ન કર, –બંનેને એક ન માન. કેમ કે તેમનામાં
લક્ષણભેદે ભેદ છે. જે પરના સંબંધથી ઉત્પન્ન થયેલા એવા રાગાદિ વિભાવો છે તેને જીવસ્વભાવથી જુદા
સમજ, અને આત્માને આત્માના સ્વભાવથી અભેદ જાણ એમ હું (યોગીન્દ્રદેવ) કહું છું.
() ક્ત શ્ર િ : અહીં આચાર્યદેવ કહે છે કે હું આવો જીવસ્વભાવ વર્ણવું છું અને તું
તેવો જીવસ્વભાવ જાણ. હું કહું છું અને તું સમજ–એવી વક્તા–શ્રોતાના ભાવની સંધિપૂર્વક જ કથન છે.
() ત્ જા ? : જીવનું લક્ષણ શુદ્ધ ચૈતન્ય છે; શરીર–મન–વાણી કે શાસ્ત્ર ભણવા
તરફનો જે રાગ તેનાથી આત્મા જણાય તેવો નથી, સમ્યગ્જ્ઞાન વડે જ જણાય તેવો છે, –જાણનાર
ચૈતન્યસ્વભાવ દ્વારા જ આત્મા જણાય તેવો છે. શરીરાદિ તો અજીવ છે, ને આત્માની ક્ષણિક દશામાં જે રાગાદિ
ભાવો થાય તે પણ, જીવનો સ્વભાવ નહિ હોવાથી અજીવ છે. શુદ્ધ ચૈતન્યભાવનો પિંડ તે જ જીવ છે; તે કોઈ
નિમિત્તથી, ઈન્દ્રિયોથી, કે વ્યવહારથી જણાતો નથી; સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે પરની શ્રદ્ધાથી, પરના લક્ષે
થતા જ્ઞાનથી કે વ્રતાદિમાં થતી રાગની મંદતાથી આત્મા જણાતો નથી. કેમ કે એ બધું તો જીવ પૂર્વે કરી ચૂક્યો
છે, તે બધા પરાશ્રય ભાવ છે. શ્રી આચાર્યદેવ કહે છે કે ‘વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાય છે અથવા તો વ્યવહાર
તે પરમાર્થનું સાધન છે’ એમ અમે જ્યાં કહ્યું હોય ત્યાં પણ તે વ્યવહારનું અવલંબન છોડાવીને પરમાર્થનું જ
અવલંબન કરાવવાનો હેતુ છે, વ્યવહારનું અવલંબન કરાવવાનું પ્રયોજન નથી.
વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાય છે માટે તું વ્યવહારમાં ન અટકતાં પરમાર્થને જ સમજી લેજે, એમ પરમાર્થ
તરફ જોર દેવા માટે તે કથન ઉપચારથી કર્યું હતું. જે જીવ વ્યવહારનો આશ્રય છોડીને પરમાર્થ સમજી જાય તે
જીવને માટે ઉપચારથી કહેવાય કે ‘વ્યવહાર દ્વારા પરમાર્થ સમજ્યો. ’ પણ જે જીવ વ્યવહારમાં જ અટકી રહે છે તે
જીવને પરમાર્થ કદી સમજાતો નથી, અને પરમાર્થ સમજ્યા વગર તેનો વ્યવહાર તે યથાર્થ વ્યવહાર હોતો નથી.
શુદ્ધ ચૈતન્યમય આત્મા છે, તેમાં રાગાદિ નથી તેમજ રૂપ–રસ–ગંધ–શબ્દ વગેરે નથી. શ્રી સમયસારજી
ગાથા ૪૯ માં કહે છે કે જીવ ચૈતન્યસ્વરૂપ છે, તે શબ્દ–રસ–રૂપ–ગંધ રહિત છે, અને જડનો આકાર તેનામાં
નથી. શરીરના આકારથી આત્માનો ચૈતન્યઆકાર જુદો છે. આવો ચૈતન્યસ્વરૂપ આત્મા ઈન્દ્રિયો વડે જણાતો
નથી, રાગ વડે જણાતો નથી. ઈન્દ્રિયો કે રાગાદિ બંને જીવનું સ્વરૂપ નથી, માટે તેઓ જીવ નથી, ––અજીવ છે.
ચિદ્રૂપ નિજવસ્તુ ભગવાન આત્મા છે તેને જાણો અને એથી વિરુદ્ધ ભાવોને છોડો.
(૧૯૨) સ્વભાવ સમજવા માટે ઘણી બુદ્ધિ (જ્ઞાના ઉઘાડ) ની જરૂર નથી પણ યથાર્થ રુચિની જરૂર છે.
પ્રશ્ન:– આ વાત તો ઘણી સૂક્ષ્મ અને ઊંચી છે. એટલે ઘણી બુદ્ધિ હોય તો જ આ સમજાય ને? ઓછી
બુદ્ધિવાળાને ક્યાંથી સમજાય?
ઉત્તર:– યથાર્થ તત્ત્વ સમજવા જેટલી બુદ્ધિ તો બધામાં છે, પણ તત્ત્વની યથાર્થ રુચિ હોવી જોઈએ.
જુઓ, એક મોટો બૅરિસ્ટર વકીલ હોય અને બીજો અભણ ભરવાડ હોય, બુદ્ધિની હીનાધિકતા હોવા છતાં બંનેને
પોતાની સ્ત્રી ઉપરના પ્રેમમાં ફેર પડતો નથી. વકીલ પોતાની સ્ત્રી ઉપર જેવો પ્રેમ કરે તેવો જ પ્રેમ ભરવાડ પણ
પોતાની સ્ત્રી ઉપર કરી શકે છે. વકીલને ઘણી બુદ્ધિ હોય માટે તે વધારે પ્રેમ કરી શકે અને ભરવાડને ઓછી બુદ્ધિ
છે માટે તે વધારે પ્રેમ ન કરી શકે–એમ નથી. કેમકે બુદ્ધિનો વધારો કે ઘટાડો તેની સાથે રુચિનો સંબંધ નથી.
ઓછી બુદ્ધિવાળો જીવ હો કે વધારે બુદ્ધિવાળો જીવ હો, બંને પોતાને રુચેલા પદાર્થમાં ‘આ ઠીક છે, આમાં મને
સુખ છે’ એવો
(અનુસંધાન માટે જુઓ, ટાઈટલ પૃષ્ટ ૩જું)