ટળે છે, માટે આત્મા પરના અવલંબને જાણતો નથી. આમ જાણીને આત્માના જ્ઞાનસ્વભાવની સન્મુખ થતાં
નિજાનંદનો અનુભવ પ્રગટે છે, અને ભવભ્રમણનો અંત આવે છે. અરૂપી આત્મા રૂપી ઈન્દ્રિયોવડે જાણે–એમ
માનનાર આત્માના સ્વતંત્ર જ્ઞાનસ્વભાવનું ખૂન કરનાર મિથ્યાદ્રષ્ટિ છે, તે અનંત ભવભ્રમણમાં રખડે છે.
અજ્ઞાની માને છે કે હું તે અવસ્થાને કરું છું, મારું જ્ઞાન છે તેથી તે અવસ્થા થાય છે. –આ ઊંધી માન્યતાથી
જ્ઞાનસ્વભાવી આત્મા તેના લક્ષમાં આવતો નથી.
નિમિત્ત તરીકે હોય, પરંતુ જો સ્વભાવની સન્મુખતા છોડીને એકલી ઈન્દ્રિયોના અવલંબને જ જાણે તેમજ રસના
અવલંબને હું જાણું છું–એમ માને તો તેનું જ્ઞાન મિથ્યા છે, અને તે ઊંધી માન્યતામાં ત્રિકાળી સત્યના અનાદરનું
અનંતગુણું પાપ છે.
વિકારી દશા છે, તે આત્માથી બહાર ન હોય. બાહ્યમાં જીવને મારવાની ક્રિયા ન દેખાતી હોય પણ અંદરમાં ઊંધી
શ્રદ્ધાના સેવનનું મહાન પાપ સેવાતું હોય તે પાપને અજ્ઞાની જાણતો નથી. સર્વજ્ઞ ભગવાન કહે છે કે તું તારા
જ્ઞાનથી જ જાણે છે, પરથી જાણતો નથી. છતાં સર્વજ્ઞ ભગવાનનો અનાદર કરીને તેમજ પોતાના સત્ય
જ્ઞાનસ્વભાવનો અનાદર કરીને ‘પરથી હું જાણવાનું કામ કરું છું’ એમ જીવ માને છે તે જ મહાન પાપ છે.
તે અલ્પ દોષ છે ને રાગને ધર્મ માનવો તે મહાન દોષ છે. આત્માને કેવા સ્વરૂપે સમજે તો તે મહાન દોષ ટળે?
તેની વાત ચાલે છે.
શું છે? –જડ–ચેતનનો ભિન્ન ભિન્ન સ્વભાવ શું છે તે જાણવાની કદી દરકાર કરતો નથી. સંસારની રુચિવાળો
જીવ બાપ–દાદાની મૂડી જોવા માટે ચોપડા તપાસે છે, પણ અહીં આત્માની રુચિ પ્રગટ કરીને સર્વજ્ઞ–સંતોએ જે
રીતે જડ ચેતનની જુદી જુદી શક્તિ વર્ણવી છે તેને જાણવાની દરકાર કરતો નથી. ભગવાન સર્વજ્ઞદેવ અને
જ્ઞાનીઓ કહે છે કે ભાઈ! તારો આત્મા જ્ઞાનસ્વભાવી છે, રાગ પણ તારા સ્વભાવમાં નથી ને જડ ઈન્દ્રિયોથી
તારા જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. જડ ઈન્દ્રિયોથી આત્મા ભિન્ન છે, માટે ઈન્દ્રિયો વડે આત્મા રસને ચાખતો
નથી, તેથી આત્મા અરસ છે. આવા સ્વરૂપે આત્માને જે માનતો નથી અને ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન થવાનું માને છે
તેને ચૈતન્ય તરફ વળવાની શ્રદ્ધા થતી નથી, એટલે તેને આત્માની શાંતિ પ્રગટતી નથી. પહેલાંં તો,
ચૈતન્યસ્વભાવ જેવો છે તેવો શ્રદ્ધામાં લેવાની વાત છે.
થયા કરે છે. જીવ અને અજીવ બંને દ્રવ્યો ભિન્ન છે ને તેની અવસ્થાઓ પણ ભિન્ન ભિન્ન થાય છે. જીવમાં
જાણવાનો સ્વભાવ ત્રિકાળ છે, તેમાંથી જાણવાની અવસ્થા થાય છે. જાણવાની અવસ્થા ઈન્દ્રિય વગેરે પર
પદાર્થમાંથી કે રાગમાંથી આવતી નથી, પણ જ્ઞાનસ્વભાવમાંથી જ આવે છે. આત્મા ઈન્દ્રિયોવડે કે રાગવડે
જાણતો નથી પણ પોતાની જ્ઞાનઅવસ્થાથી જાણે છે.