। ધ મ ન મ ળ સ મ્ય ક દ શ ન છ ।
પોષ સંપાદક વર્ષ આઠમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૭ વકીલ અંક ત્રીજો
“વસ્તુવિજ્ઞાન – અંક”
આ અંકમાં શ્રી પ્રવચનસારની ૯૯મી ગાથાનાં
પ્રવચનો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. એ ગાથાના ઊંડાણમાં
રહેલું વસ્તુસ્વરૂપનું યથાર્થ વિજ્ઞાન પૂ. ગુરુદેવશ્રીએ વિશિષ્ટ
છણાવટપૂર્વક આ પ્રવચનોમાં પ્રગટ કર્યું છે; અને તેથી આ
અંકનું નામ ‘વસ્તુવિજ્ઞાન–અંક’ રાખવામાં આવ્યું છે.
જો કે આ પ્રવચનો ‘શ્રી સદ્ગુરુ–પ્રવચન–પ્રસાદ’
દ્વારા પ્રગટ થઈ ગયાં છે અને તેની છૂટક સેંકડો નકલ પણ
જિજ્ઞાસુઓમાં વેંચાણી છે, પણ આત્મધર્મના સમસ્ત વાચકો
તેનો લાભ મેળવી શકે તે માટે તે આ અંકમાં પ્રસિદ્ધ
કરવામાં આવ્યાં છે.
૯૯ મી ગાથા ઉપરના પ્રવચનો એક જ અંકમાં એક
સાથે આવી જાય તે હેતુથી આ અંકમાં ૧૦ પાનાં વધારીને
૨૦ ને બદલે ૩૦ પાનાં છાપ્યાં છે. આગામી અંકમાં તેટલા
પાનાં ઓછા અપાશે.
છુટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
જૈન સ્વાધ્યાયમંદિર – સોનગઢ – સૌરાષ્ટ્ર