ATMADHARM Regd No. B, 4787
પ્રાથમિક ભૂમિકાના જિજ્ઞાસુઓને ખાસ ઉપયોગી
ધાર્મિક સાહિત્ય
આત્માદિ અરિતત્વના જેહ નિરૂપક શાસ્ત્ર;
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ ત્યાં આધાર સુપાત્ર.
આ દુર્લભ માનવ જીવન પામીને જે જીવોને અંતરમાં આત્મકલ્યાણની કંઈ પણ જિજ્ઞાસા જાગી છે એવા
પાત્ર જીવોનું સૌથી પહેલું કર્તવ્ય એ છે કે જ્ઞાની પુરુષના સત્સમાગમે સત્ય તત્ત્વજ્ઞાનનો નિર્ણય કરવો. જે જીવો
સત્સમાગમમાં કાયમ રહી ન શકતા હોય તે જીવોએ પ્રતિદિન સત્પુરુષની વાણીનું મંથન કરવું જોઈએ.
ગૃહાવાસમાં ફસેલા જીવોને માટે સત્પુરુષના અંતર્મંથન એ સંજીવની સમાન છે.
સત્પુરુષની વાણીના શ્રવણનું સૌભાગ્ય પ્રાપ્ત થવું બહું જ દુર્લભ છે....આ કાળે જિજ્ઞાસુઓના પ્રબળ પુણ્યોદયે
પૂ. ગુરુદેવશ્રીની પરમકલ્યાણકારી દેશનાનો લાભ મુમુક્ષુઓને નિરંતર મળી રહ્યો છે. આત્મસ્વભાવને દર્શાવનારી
એ પવિત્ર વાણીનો લાભ ભારતના અને ભારતની બહારના, હજારો જિજ્ઞાસુઓ મેળવી શકે તે માટે તે પવિત્ર
વાણી શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થાય છે. અત્યાર સુધીમાં ૫૫ ઉપરાંત પુસ્તકોનું પ્રકાશન થઈ
ગયું તેમાંથી પ્રાથમિક ભૂમિકાવાળા જિજ્ઞાસુઓને ઉપયોગી કેટલાંક પ્રકાશનોની વિગત અહીં આપી છે–
(૧) સમયસાર–પ્રવચનો દરેક આત્મા સ્વભાવ સામર્થ્યથી અત્યારે જ સિદ્ધ ભગવાન જેવો છે, તેનું એ
સ્વરૂપ સમજાવીને સિદ્ધપણાના લક્ષે ધર્મની શરૂઆત કરાવનારી પૂ. ગુરુદેવશ્રીની વાણી આ પ્રવચનો રૂપે છપાઈ
છે. ધર્મની શરૂઆત કરવાના કામી દરેક જિજ્ઞાસુઓએ સમયસાર પ્રવચનો અવશ્ય વાંચવા જોઈએ. સમયસાર
પ્રવચનોના ચાર ભાગ છપાયા છે, પાંચમો ભાગ છપાય છે. બીજા ભાગની કિંમત રૂા. ૨–૦–૦ છે. બાકીના દરેક
ભાગની કિંમત રૂા. ૩–૦–૦ છે.
સમયસાર–પ્રવચનોના ચોથા ભાગમાં કર્તાકર્મ અધિકાર ઉપરનાં પ્રવચનો છે; જીવ શું કાર્ય કરી શકે છે ને
શું નથી કરી શકતો? ધર્મી જીવ કેવી ક્રિયાનો કર્તા થાય છે ને અધર્મી જીવ કેવી ક્રિયાનો કર્તા થાય છે?–એ
બાબતનો અતિ સ્પષ્ટ ખુલાસો આ પ્રવચનોમાં ભરેલો છે. જડપદાર્થોની ક્રિયા તે કોઈ આત્મા કરી જ નથી
શકતો, વિકારી ક્રિયાનો કર્તા અધર્મી જીવ થાય છે ને ધર્મી જીવ તો પોતાના નિર્મળ ભાવની ક્રિયાને જ કરે છે.–
એ વાત આ પ્રવચનો લોકોત્તર શૈલીએ સચોટપણે સમજાવે છે. ક્રિયાનું ખરું સ્વરૂપ સમજવા માટે આ કર્તાકર્મ
અધિકાર ઉપરનાં પ્રવચનોની સ્વાધ્યાય કરવા યોગ્ય છે.
સમયસાર–પ્રવચનો
ભાગ. ૧ ગાથા ૧ થી ૧૩ પૃ. ૫૬૬ કિં. ૩–૦–૦ ભાગ. ૨ ગાથા ૧૪ થી ૨૨ પૃ. ૨૪૧ કિં. ૨–૦–૦
ભાગ. ૩ ગાથા ૨૩ થી ૨૮ પૃ. ૬૪૮ કિં. ૩–૦–૦ ભાગ. ૪ ગાથા ૬૯ થી ૧૪૪ પૃ. ૫૨૦ કિં. ૩–૦–૦
ભાગ. ૫....[બંધઅધિકાર]............... છપાય છે.
[સમયસાર પ્રવચનોના પહેલા બે ભાગ હિંદી ભાષામાં પણ છપાયા છે. ભાગ. ૧ કિંમત રૂા. ૬–૦–૦
ભાગ બીજો: કિંમત રૂા. ૫–૦–૦]
(૨) આત્મસિદ્ધિ–પ્રવચનો : (શ્રીમદ્રાજચંદ્ર કૃત આત્મસિદ્ધિ, ઉપરનાં પ્રવચનો) આત્માનું સ્વરૂપ
નહિ સમજવાથી જ જીવ અનંત દુઃખ પામ્યો છે ને હવે આત્માની સાચી સમજણ કરવાથી જ તે દુઃખ ટળે;
આત્માનું સ્વરૂપ સમજવાની જેને જિજ્ઞાસા જાગી હોય તેને, તેની શંકાઓનું નિવારણ કરીને આત્માનું સ્વરૂપ
આમાં સમજાવ્યું છે. આ આત્મસિદ્ધિ પ્રવચનોમાં લૌકિકથી તદ્ન ભિન્ન વાતને પણ અત્યંત સહજ અને સાદી
શૈલીથી સમજાવી છે. પ્રાથમિક જિજ્ઞાસુઓને આ પુસ્તક વાંચવાની ભલામણ કરવામાં આવે છે. બે આવૃત્તિ
ખલાસ થઈ ગઈ છે. ત્રીજી આવૃત્તિ પૃ. ૬૩૦ કિંમત. ૩–૮–૦ (અનુસંધાન ટાઈટલ પાન ૩)
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી મોટા આંકડિયા, (જીલ્લા અમરેલી)
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, (જીલ્લા અમરેલી) તા. ૮–૪–૫૧