૯૨
: સંપાદક :
વકીલ રામજી માણેકચંદ દોશી
ખેડૂતની જિજ્ઞાસા
જીવ અજ્ઞાનને લીધે અનાદિકાળથી અવતારમાં બળદની જેમ દુઃખી થઈ રહ્યો
છે; છતાં તેનાથી છૂટવાની જિજ્ઞાસા પણ મૂઢ જીવને થતી નથી. નાના ગામડામાં એક
ખેડૂત પૂછતો હતો કે ‘મહારાજ! આત્મા અવતારમાં રઝડે છે, તે રઝડવાનો અંત આવે
ને મુક્તિ થાય, એવું કંઈક બતાવો!’ આવો જિજ્ઞાસાનો પ્રશ્ન પણ કોઈકને જ ઊઠે છે.
આવા મોંઘા ટાણાં ફરી ફરીને મળતાં નથી, માટે જિજ્ઞાસુ થઈ, અંતરમાં મેળવણી
કરીને સાચું આત્મસ્વરૂપ શું છે તે સમજવું જોઈએ; કેમકે જે શુદ્ધ આત્માને ઓળખે છે
તે જ શુદ્ધાત્માની પ્રાપ્તિ કરે છે.
–પ્રવચનમાંથી