PDF/HTML Page 21 of 21
single page version
ATMADHARM Regd. No. B 4787
જિનરાજની આજ્ઞા–
વી ત રા ગ ભા વ એ જ ધ ર્મ
“सराग भाव में धर्म कदाचि न होय यह जिनराजकी आज्ञा है। तातैं
सर्व जीवा सराग भाव ने छोड वीतराग भाव ने भजो। वीतराग भाव है सो
ही धर्म है, और धर्म है सो ही दया है। दया में अरु वीतराग भाव में भेद
नाहीं। सराग भाव है सो ही अधर्म है। और धर्म मांही यह नेम है–सराग
भाव सो हिंसा जाननी। और जेता धर्म का अंग है सो वीतराग भाव ने
अनुसरता है, वा वीतराग भाव ने कारन है। ताहीं तें धर्म नाम पावे है।
और जेता सराग भाव है सो पाप का अंग है वा सराग भाव ने कारन है। ते
अधर्म नाम पावे हैं। और अन्य जीव की दया आदि बाह्य कारन विषें धर्म
होय वा न होय। जो वा क्रिया विषें वीतराग भाव मिलें तो ता विषें धर्म
होय, और वीतराग भाव नाहीं मिलें तो धर्म नाहीं। अरु हिंसा असत् आदि
बाह्य क्रिया विषे कषाय अंस मिलें तो पाप उपजे, और कषाय अंस नाहीं
मिलें तो पाप नाहीं। तातैं यह नेम ठहरया––वीतराग भाव ही धर्म है।”
[ज्ञानानन्द श्रावकाचारः पृ० १५३]
* ઉપરના કથનો ગુજરાતી અર્થ
સરાગ ભાવમાં ધર્મ કદી પણ ન હોય–એવી જિનરાજની આજ્ઞા છે; માટે
સર્વે જીવો સરાગ ભાવને છોડી વીતરાગભાવને ભજો. જે વીતરાગભાવ છે તે જ
ધર્મ છે, અને ધર્મ છે તે જ દયા છે. દયામાં અને વીતરાગભાવમાં ભેદ નથી. જે
સરાગ ભાવ છે તે જ અધર્મ છે. અને ધર્મમાં તો આવો નિયમ છે કે સરાગ ભાવ
તે હિંસા જાણવી. તથા જેટલા ધર્મના અંગ છે તે બધા વીતરાગ ભાવને
અનુસરનારા છે અથવા વીતરાગ ભાવનું કારણ છે, તેથી જ તે ધર્મ એવું નામ
પામે છે. અને જેટલો સરાગ ભાવ છે તે પાપનું (અધર્મનું) અંગ છે, અથવા
સરાગ ભાવનું કારણ છે, તે અધર્મ એવું નામ પામે છે. અને અન્ય જીવની દયા
વગેરે બાહ્ય કારણો વિષે તો ધર્મ થાય કે ન થાય. –જો તે ક્રિયા વિષે વીતરાગ
ભાવ મળે તો તે વિષે ધર્મ થાય. અને જો વીતરાગ ભાવ ન મળે તો ધર્મ ન
થાય. તેમ જ હિંસા, અસત્ વગેરે બાહ્ય ક્રિયાઓ વિષે જો કષાયનો અંશ મળે તો
પાપ ઊપજે, અને જો કષાયનો અંશ ન મળે તો પાપ ન થાય. તેથી આ નિયમ
નક્કી થયો કે–વીતરાગ ભાવ તે જ ધર્મ છે.
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી) તા. ૫–૭–૫૧