સમજાય એમ કહે તો અનંતકાળે મહા દુર્લભ મનુષ્યપણું મળ્યું શું કામનું? આત્માના
ભાન વિના જગતમાં કૈંક કૂતરાં, અણશિયાં જન્મે–મરે છે, તેનો મહિમા નથી. તેમ
અનંતકાળે મહાન દુર્લભ મનુષ્યપણું પામી અપૂર્વ આત્મસ્વભાવને સત્સમાગમ વડે ન
જાણે તો તેની કાંઈ કિંમત નથી; અને જો પાત્રતા વડે આત્મસ્વભાવને જાણે તો તે
જ્ઞાનનો મહિમા અપાર છે.
વિના રહે નહીં. ભાઈ રે! અનંતકાળે મહાદુર્લભ મનુષ્યપણું મળ્યું, તેમાં કલ્યાણ ન કર્યું
તો ક્યારે કરીશ?