PDF/HTML Page 21 of 21
single page version
ઈંડા નીચે એક લાખ સોનામહોર દાટી છે’ તેનો
આશય છોકરો સમજે નહિ અને મંદિરનું ઈંડું તોડવા
માંડે તો સોનામહોર મળે નહિ ને લક્ષ્મીવાળો થાય
નહિ. પણ પિતાનું હૃદય જાણનાર તેના કોઈ મિત્ર
પાસેથી તે લખાણનું રહસ્ય જાણે કે વૈશાખ સુદ
બીજને દિવસે સવારે દસ વાગે તે મંદિરના ઈંડાનો
છાંયો આપણા ઘરના ફળિયામાં જે જગ્યાએ આવે
ત્યાં સોનામહોર દાટી છે.–આમ પિતાના લખાણનો
ઊંડો આશય સમજીને, જે જગ્યાએ ધન હોય તે
જગ્યાએ ખોદે તો ધનની પ્રાપ્તિ થાય. તેમ પરમ
ધર્મપિતા શ્રી સર્વજ્ઞદેવ પ્રણીત શાસ્ત્રોમાં જે લખ્યું છે
તેની ગંભીરતા અને ઊંડપનું રહસ્ય શું છે તે અજ્ઞાની
સમજતો નથી અને પોતાની દ્રષ્ટિ પ્રમાણે અર્થ કરીને
બહારમાં આત્મધર્મને શોધે છે, તેને આત્મધનની
પ્રાપ્તિ થતી નથી. જો જ્ઞાની–સદ્ગુરુ પાસેથી તેનો
ગંભીર આશય અને રહસ્ય સમજે અને અંતરમાં જ
આત્મધર્મને શોધે તો આત્મામાંથી પવિત્ર ધર્મદશા
પ્રગટે. જેમ ડાહ્યો પિતા પોતાની લક્ષ્મી પારકા ઘરમાં
દાટવા ન જાય, તેમ આત્માનો ધર્મ બહારથી–પરના
આશ્રયથી–મળે એમ કદી ભગવાન કહે નહિ. જ્યાં
લક્ષ્મી દાટી હોય ત્યાં શોધે તો તે મળે; તેમ આત્માનો
ધર્મ કયાંય બહાર નથી પણ આત્મામાં જ છે–એમ
સમજીને આત્મસ્વભાવમાં શોધે તો આત્મધર્મ પ્રગટે.
મુદ્રકઃ– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી) તા. ૨૯–૧૨–પ૧