Atmadharm Regd. No. B. 4787
______________________________________________________________________________
‘સમયસારનો શ્રોતા’
(કામ એક આત્માર્થનું....બીજો નહિ મન રોગ)
*
‘સમયસાર’ નું શ્રવણ કરનાર પાત્ર
શિષ્ય કેવો હોય? શ્રી આચાર્યદેવે
આત્મસ્વભાવનું જે એકત્વસ્વરૂપ સમયસારમાં
સમજાવ્યું છે તે સદ્ગુરુગમે શ્રવણ કરવામાં તેને
અપૂર્વ ઉત્સાહ છે.....હોંશ છે.....રુચિ છે. અનંત–
પૂર્વકાળે નહોતું સાંભળ્યું એવા અપૂર્વભાવે તે
આત્માના એકત્વસ્વભાવનું
શ્રવણ....પરિચય....મંથન કરે છે; તેથી, ચોથી
ગાથામાં કહેલ ‘એકત્વસ્વભાવની વાત જીવોએ
કદી સાંભળી નથી.....’ એવા પ્રકારમાંથી હવે તે
બહાર નીકળી ગયો છે....અને હવે તો ‘દર્શાવું
તો કરશો પ્રમાણ’ એ કથન અનુસાર તે
પોતાના સ્વાનુભવથી પ્રમાણ કરવા તૈયાર થયો
છે. તેણે જ્ઞાનીની ઉપાસનાપૂર્વક એકત્વ
સ્વભાવનું શ્રવણ કર્યું છે. તેની રુચિથી હા
પાડીને વારંવાર પરિચય કર્યો છે....અને....છઠ્ઠી
ગાથામાં દર્શાવેલ ‘ભગવાન જ્ઞાયકસ્વભાવ’
નો અનુભવ પ્રગટ કરવા તે કટિબદ્ધ થયો છે.
–આવો સુપાત્ર જીવ સમયસારનો શ્રોતા
છે, અને તે અલ્પકાળમાં જ શુદ્ધાત્માને પ્રાપ્ત કરે
છે. અહો! સંતોની કૃપાએ, જે દુર્લભ તે તેને
સુલભ થયું છે.
–શ્રી સમયસાર ગા. ૪–પ–૬ ઉપરનાં પ્રવચનો ઉપરથી
પ્રકાશકઃ–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટાઆંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રકઃ–ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી) તા. ૨૯–૧–પ૨