Atmadharma magazine - Ank 104
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
Atmadharm Regd. No. B. 4787
______________________________________________________________________________
ધર્મ
(‘દુર્ગતિમાં પડતાં બચાવે તેનું નામ ધર્મ’)
ર્મ એટલે શું?
‘ધારી રાખે તે ધર્મ’ એટલે કે આત્માને પોતાના શુદ્ધ
ચૈતન્યસ્વરૂપમાં ધારી રાખવો ને વિકારમાં ન જવા દેવો તેનું નામ ધર્મ છે.
અથવા ‘દુર્ગતિમાં પડતાં બચાવે તે ધર્મ છે.’ ત્યાં ‘દુર્ગતિ’ કહેતાં નરક
અને તિર્યંચ ગતિ જ ન સમજવી, પણ સંસારની ચારેય ગતિ તે દુર્ગતિ છે,
ને મોક્ષગતિ તે જ ખરેખર સુગતિ છે. જે ભાવથી આત્માને સંસારની ચાર
ગતિમાં રખડવું પડે તે ભાવ દુર્ગતિ છે. દુર્ગતિનો અર્થ આ પ્રમાણે થાય છેઃ
દુઃ એટલે ભૂંડું અને ‘ગતિ’ એટલે પરિણમન; મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાન અને
મિથ્યાચારિત્રરૂપ પરિણમનથી જીવને ચાર ગતિમાં પરિભ્રમણ થાય છે તેથી
ખરેખર તે મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે ભૂંડું–વિકારી પરિણમન તે જ
દુર્ગતિ છે. તે મિથ્યાદર્શન વગેરે વિકારી પરિણમનથી આત્માનો જે ઉદ્ધાર
કરે તેનું નામ ધર્મ છે. શુદ્ધ આત્મસ્વભાવના આશ્રયથી સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ નિર્મળ પરિણમન થતાં મિથ્યાદર્શનાદિરૂપ ભૂંડું પરિણમન થતું
નથી, તેથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ ધર્મ છે, અને તે જ ખરેખર
સુગતિ એટલે કે મોક્ષનું કારણ છે. આ રીતે ખરેખર બહારમાં આત્માની
સુગતિ કે દુર્ગતિ નથી; પણ આત્માના જે પરિણમનથી ભવભ્રમણ થાય તે
જ આત્માની દુર્ગતિ છે અને આત્માના જે પરિણમનથી મોક્ષદશા પ્રગટે તે
જ આત્માની સુગતિ છે.
જેને શુદ્ધ આત્મ સ્વભાવનું ભાન નથી અને પુણ્યમાં ધર્મ માને છે
એવા અજ્ઞાની જીવોને એમ લાગે છે કે સ્વર્ગ તે સુગતિ છે અને નરક તે જ
દુર્ગતિ છે. પણ જ્ઞાની તો જાણે છે કે મોક્ષદશા એ જ સુગતિ છે, ને નરક કે
સ્વર્ગ વગેરે ચારેય ગતિ દુર્ગતિ છે. જે ભાવે સ્વર્ગનો ભવ કરવો પડે તે
પુણ્યભાવ પણ વિકાર હોવાથી ખરેખર દુર્ગતિ છે. શુદ્ધ સ્વભાવના આશ્રયે
જેટલું શુદ્ધ પરિણમન થયું તે જ સુગતિ છે. ખરેખરી સુગતિ તે જ કહેવાય કે
જે પામ્યા પછી ફરીને કદી સંસારમાં અવતરવું ન પડે. એટલે મોક્ષદશાની
પ્રાપ્તિ તે જ ખરી સુગતિ છે.
(વીર સં. ૨૪૭૬ અષાડ વદ ૯ઃ પ્રવચનમાંથી)
*
પ્રકાશકઃ– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રકઃ–રવાણી એન્ડ કંપની વતી જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલયઃ મોટા આંકડિયા, તા. ૨૪–પ–પ૨