PDF/HTML Page 21 of 21
single page version
ATMADHARMA Regd. No. B. 4787
શ્રી ‘જૈન વિદ્યાર્થીગૃહ’ સોનગઢ (સૌરાષ્ટ્ર)
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક
અહીં લગભગ દસ માસ પહેલાંં ઉપરોક્ત સંસ્થા ચાલુ કરવામાં આવી છે.
હાલ સંસ્થામાં છાત્રોની સંખ્યા અગિયારની છે. સંસ્થા હાલ ભાડાના અલગ
મકાનમાં ચલાવવામાં આવે છે. આ મકાન હાઈસ્કુલ તથા સમિતિની નજીકમાં જ
જાહેર રસ્તા ઉપર છે. તેમાં છાત્રોને રહેવા માટેની યોગ્ય સગવડ છે.
હાલ સંસ્થાનું અલગ રસોડું નથી, આથી છાત્રો સમિતિને રસોડે જમે છે;
પરંતુ આગામી નવા સત્ર (ટર્મ) થી સંસ્થાનું પોતાનું અલગ રસોડું ખોલવાનું
છે.
માસિક ફી વિદ્યાર્થી દીઠ રૂા. ૨૫– રાખવામાં આવેલી છે.
અહીં હાઈસ્કૂલમાં અંગ્રેજી પહેલા ધોરણથી એસ. એસ. સી. (મેટ્રિક)
સુધીના અભ્યાસની વ્યવસ્થા છે. ઉપરાંત પરમોપકારી પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી
કાનજી સ્વામી જેવા મહાન, અદ્વિતીય, આધ્યાત્મિક સંતના સમાગમનો અપૂર્વ
લાભ તથા ધાર્મિક શિક્ષણનો સુંદર યોગ પણ અહીં મળે તેમ છે.
દસ વર્ષના, અને દસ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ, કે જેઓ ગુજરાતી
પાંચમું અને તેથી ઉપર અભ્યાસ કરતા હોય તેમને અહીં આ સંસ્થામાં દાખલ
કરવામાં આવે છે.
સંસ્થાનું નવું સત્ર (ટર્મ) તારીખ ૧લી માર્ચ ૧૯૫૩ થી શરૂ થવાનું છે.
માટે, નવા સત્ર (ટર્મ) થી જેમને દાખલ થવા ઈચ્છા હોય, તેઓએ
અત્યારે અગાઉથી જ, નીચેના સરનામે વેળાસર લખી, સંસ્થાના ધારાધોરણ તથા
પ્રવેશપત્ર મંગાવી, તારીખ ૧૫મી ફેબુ્રઆરી ૧૯૫૩ સુધીમાં ભરી મોકલવા.
–મોહનલાલ કાળીદાસ જસાણી,
લી. હિંમતલાલ છોટાલાલ શાહ,
મંત્રીઓ,
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
પ્રકાશક :– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રક :– રવાણી એન્ડ કંપની વતી જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય: મોટા આંકડિયા, તા. ૧૬–૧–૫૩