Atmadharma magazine - Ank 113
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page  

Download pdf file of magazine: http://samyakdarshan.org/D6v
Tiny url for this page: http://samyakdarshan.org/GqcGcv

PDF/HTML Page 21 of 21

background image
ATMADHARM Regd No. B. 4787
શ્રી ‘જૈન વિદ્યાર્થીગૃહ’ સોનગઢ (સૌરાષ્ટ્ર)
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક
દસ વર્ષથી ઉપરની ઉંમરના વિદ્યાર્થીઓ, કે જેઓ, ગુજરાતી
પાંચમું ધોરણ અને તેથી ઉપર ગુજરાતી કે અંગ્રજી અભ્યાસ કરતા હોય,
તેઓએ જો ઉપરોક્ત સંસ્થામાં દાખલ થવું હોય તો, ઉપરના સરનામે
લખી, સંસ્થાના ધારાધોરણ તથા પ્રવેશપત્ર મંગાવી ટર્મ શરૂ થતાં
સુધીમાં ભરી મોકલવાં.
સંસ્થાની નવી ટર્મ તા–૧–૩–૫૩ થી શરૂ થવાની છે.
વિદ્યાર્થીદીઠ માસિક ફી રૂા. ૨૫/– છે.
અહીં એસ. એસ. સી. (મેટ્રીક) સુધી હાઈસ્કૂલ છે. સંસ્થામાં
રહેતાં વિદ્યાર્થીઓને ફરજિયાત શ્રી જૈનદર્શનનો ધાર્મિક અભ્યાસ
અનુભવી શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે. તદુપરાંત અહીં પરમ
પૂજ્ય, પરમોપકારી ‘કાનજી સ્વામી’ જેવા મહાન આધ્યાત્મિક સંત
બિરાજતા હોઈ તેઓનાં અધ્યાત્મપૂર્ણ વ્યાખ્યાન શ્રવણનો પણ સુંદર
યોગ મળે તેમ છે.
આથી વિદ્યાર્થીઓ જલદી દાખલ થાઓ!
સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે વાર્ષિક પરીક્ષા ફેબ્રુઆરી માસમાં
હોઈ સૌરાષ્ટ્ર વસતા વિદ્યાર્થીઓને માર્ચમાં દાખલ કરવામાં આવશે.
જ્યારે સૌરાષ્ટ્ર બહાર મુંબઈ પ્રાંતમાં ચાલુ વર્ષે વાર્ષિક પરીક્ષા એપ્રીલ
માસમાં હોઈ તેવા વિદ્યાર્થીઓને આગામી ગ્રીષ્મ વેકેશન પછી જૂન
માસમાં પણ દાખલ કરવામાં આવશે. આવા વિદ્યાર્થીઓને અહીંની
હાઈસ્કૂલમાં પણ જૂન માસમાં દાખલ કરાવવા પ્રબંધ કરવામાં આવ્યો
છે. માટે આવા વિદ્યાર્થીઓનાં પ્રવેશપત્રો મે માસની આખર તારીખ
સુધી સ્વીકારવામાં આવશે.
લી. મંત્રીઓ,
શ્રી જૈન વિદ્યાર્થી–ગૃહ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, (જિલ્લો અમરેલી)
મુદ્રક:– રવાણી એન્ડ કંપની વતી જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય, મોટા આંકડિયા, તા. ૧૬–૧–૫૩