Atmadharm Regd. No. B. 4787
______________________________________________________________________________
... તો ભવસમુદ્રથી તરી જાય
આત્માનો સ્વભાવ શું?.... કે જ્ઞાન. જ્ઞાન સિવાય
આ જડ શરીર–મન–વાણીને લક્ષમાંથી છોડી દ્યો ને
અંદરની શુભ–અશુભ લાગણીને પણ લક્ષમાંથી છોડી
દ્યો, તે બધાથી પાર અંતરમાં એકલા જ્ઞાનને લક્ષમાં
લ્યો,–તે જ્ઞાનસ્વભાવી આત્મા છે.
જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે; જગતના કોઈ
જ્ઞેયોથી દબાઈ જાય એવો જ્ઞાનનો સ્વભાવ નથી પણ
બધા જ્ઞેયોથી જુદું રહીને તેને જાણે એવો જ્ઞાનનો
સ્વભાવ છે એટલે જ્ઞાનનો તરવાનો સ્વભાવ છે.
પરંતુ અજ્ઞાનીને પોતાના જ્ઞાનસ્વભાવનો
મહિમા આવતો નથી તેથી પરનો મહિમા કરી કરીને તે
સંસાર–સમુદ્રમાં ડૂબે છે. જો જ્ઞાનની મહત્તા ભાસે તો તો
સંસાર–સમુદ્રથી તરી જાય, કેમ કે જ્ઞાનનો તરવાનો
સ્વભાવ છે.
જેમ મોટા ઉછળતા સમુદ્રમાં પડવા છતાં લાકડું
ડૂબતું નથી પણ તરે છે, કેમ કે પાણીમાં તરવાનો તેનો
સ્વભાવ છે; તેમ અનંતા જ્ઞેયોથી ઊછળતા સમુદ્રની
મધ્યમાં રહેવા છતાં મારા જ્ઞાનનો સ્વભાવ તેમનાથી
ભિન્ન રહીને તરવાનો છે, મારા જ્ઞાનનો સ્વભાવ
બધાને જાણવાનો છે પણ કયાંય પરમાં અહંપણું કરીને
અટકે એવો મારા જ્ઞાનનો સ્વભાવ નથી.–આમ જો
પોતાના જ્ઞાનમહિમાની પ્રતીત કરે તો જીવને અપૂર્વ
સમ્યગ્દર્શન થાય અને તે ભવ–સમુદ્રથી તરી જાય.
–પ્રવચનમાંથી
*
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા. (અમરેલી)
મુદ્રકઃ ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલયઃ મોટા આંકડિયા, (અમરેલી) તા. ૧૨–૬–પ૩