નક્કી કરીને, પછી પર્યાયનું લક્ષ છોડીને અને ગુણભેદનું લક્ષ પણ છોડીને ચિન્માત્ર
આત્માને લક્ષમાં લ્યે છે.
–આ રીતે એકલા ચિન્માત્ર આત્માનો અનુભવ કરતાં જ સમ્યગ્દર્શન થાય છે ને મોહ ટળી
જાય છે.
છે તે ઓળખે અને હું પણ એવો જ ભગવાન છું–
ભગવાનનાં દર્શન છે, તે જ આત્મસાક્ષાત્કાર અથવા ભગવાનનો સાક્ષાત્કાર છે.
પોતાના આત્મામાં જે કિંચિત્ પણ ફેર પરમાર્થે માને તેને ભગવાનનો ભેટો–ભગવાનનો
સાક્ષાત્કાર કે ભગવાનના દર્શન થાય નહીં.
ઓળખાણના સંસ્કાર સહિત જ્યાં જશે ત્યાં આત્માની સાધના ચાલુ રાખીને અલ્પકાળમાં
મુક્તિ પામશે. પણ જો જીવનમાં આત્માની ઓળખાણના સંસ્કાર ન નાંખ્યા તો દોરા
વગરની સોયની માફક આત્મા ભવભ્રમણમાં ક્યાંય ખોવાઈ જશે. જેમ દોરે પરોવેલી
સોય ખોવાતી નથી તેમ આત્મામાં જો સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી દોરો પરોવી લ્યે
તો આત્મા ચોરાસીના અવતારમાં રખડે નહિ.
છે તેમ અહીં આત્માની રુચિ કરીને બરાબર ધ્યાન રાખવું જોઈએ. અંતરમાં મેળવણી
કરીને સમજવું જોઇએ. માંગળિક તરીકે આ અપૂર્વ વાત છે. ‘આ કાંઈક અપૂર્વ છે,
સમજવા જેવું છે’–એમ ઉત્સાહ લાવીને ૬૦ મિનિટ બરાબર ધ્યાન રાખીને સાંભળે તો ય
બીજા કરતાં જુદી જાતના પુણ્ય થઈ જાય, અને આત્માના લક્ષે અંતરમાં સમજીને આ
ભાવરૂપે પરિણમી જાય તેને તો અનંતકાળમાં અપ્રાપ્ત એવો સમ્યગ્દર્શનનો અપૂર્વ લાભ
થાય. આ વાત સાંભળવી પણ મોંઘી છે અને સમજવી તે તો અભૂતપૂર્વ છે.
પવિત્ર ક્રિયા છે ને તેમાં મિથ્યાત્વાદિક અધર્મની ક્રિયાનો અભાવ છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રના નિર્મળ ભાવરૂપ જે પર્યાય પરિણમે છે તે જ ધર્મ ક્રિયા છે, તે ક્રિયા રાગરહિત
છે, રાગ હોય તે ધર્મની ક્રિયા નથી. ધર્મી જાણે છે કે મારા સ્વભાવના અનુભવમાં જ્ઞાન–
દર્શન–આનંદની નિર્મળ ક્રિયા થાય છે તેમાં હું છું, પણ રાગની ક્રિયામાં હું નથી.