Atmadharma magazine - Ank 124
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page  


PDF/HTML Page 21 of 21

background image
ATMADHARMA Regd. No. B. 4787
‘જાણનર’ ન
જાણવો
જાણનાર વિના જાણ્યું કોણે?
આ શરીર, મકાન વગેરે પર વસ્તુ જણાય છે,
પણ જાણ્યું કોણે? તે જાણનાર કોણ છે તેને જાણ્યા
વિના પરનું જ્ઞાન યથાર્થ થાય નહિ. પર જણાય છે,
તેનો જાણનાર હું છું એમ જો જાણનાર તત્ત્વનો
નિર્ણય કરે તો જાણપણું એકલા પરમાં ન રોકાતાં સ્વ
તરફ વળે. હું પોતે જાણનાર કોણ છું? બધુંય જણાય
છે તેનો જાણનાર પોતે કેવો છે? –એમ સ્વતત્ત્વનો
નિર્ણય જોઈએ. જાણનાર પોતે કોણ છે તે જાણ્યા
વિના જાણપણું સાચું થાય નહિ. હું જાણનાર છું એવો
પોતાના સ્વભાવનો નિર્ણય કરે તો તે પરનો પણ
જાણનાર રહે છે. પરનું કરવામાં કે રાગમાં તે અટકતો
નથી એટલે તેનું જ્ઞાન સ્વ તરફ વળે છે. જાણનાર
તત્ત્વની જેને ખબર નથી તે પરને જાણતાં ત્યાં જ
અટકે છે એટલે આત્મા તરફ તેનું જ્ઞાન વળતું નથી.
માટે બધાયને જાણનાર પોતે કોણ છે તેની ઓળખાણ
કરવી જોઈએ.
(વીર સં. ૨૪૮૦, માગશર
સુદ ૧૦ ના પ્રવચનમાંથી)
પ્રકાશક :– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
મુદ્રક :– જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય : વલ્લભવિદ્યાનગર (ગુજરાત)