“सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः”
વર્ષ અગિયારમું : સમ્પાદક : ચૈત્ર
અંક છઠ્ઠો રામજી માણેકચંદ દોશી સં. ૨૦૧૦
સમ્યગ્દશન અફર ઉપય
જાુઓ, આ સમકીતનો પુરુષાર્થ! આવો પુરુષાર્થ પૂર્વે
કદી જીવે કર્યો નથી. કોઈ કહે કે અમે પુરુષાર્થ તો ઘણો
કરીએ છીએ પણ સમકીત થતું નથી, તો જ્ઞાની કહે છે કે અરે
ભાઈ! તારી વાત જાૂઠી છે; યથાર્થ કારણ આપે અને કાર્ય ન
આવે એમ બને નહિ. જો કાર્ય નથી પ્રગટતું તો સમજ કે
તારા પ્રયત્નમાં ભૂલ છે. સમ્યગ્દર્શન થવાની જે રીત છે તે
રીતે અંતરમાં યથાર્થ પ્રયત્ન કરે અને સમ્યગ્દર્શન ન થાય
એમ બને જ નહિ. ખરેખર અપૂર્વ સમ્યગ્દર્શનો સાચો
ઉપાય શું છે તે જીવે જાણ્યું જ નથી, ને બીજા વિપરીત
ઉપાયને સાચો ઉપાય માની લીધો છે. જ્યાં ઉપાય જ ખોટો
હોય ત્યાં સાચું કાર્ય ક્યાંથી પ્રગટે? માટે અહીં આચાર્ય
ભગવાને સમ્યગ્દર્શનો સાચો અને અફર ઉપાય બતાવ્યો
છે. જો આ ઉપાય સમજે અને આ રીતે શુદ્ધનયનું અવલંબન
લઈને અંતરના જ્ઞાનાનંદસ્વભાવને પકડે તો સમ્યગ્દર્શનો
અપૂર્વ અનુભવ અને ભેદજ્ઞાન જરૂરી થઈ જાય.
વાર્ષિક લવાજમ [૧૨૬] છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
જૈન સ્વાધ્યાય મંદિર : સોનગઢ (સૌરાષ્ટ્ર)