વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુંદર સગવડ
‘શ્રી જૈન વિદ્યાર્થીગૃહ’
(સોનગઢ સૌરાષ્ટ્ર)
અહિં લગભગ છેલ્લા બે વર્ષથી ઉપરો•ત બોર્ડિંગ ખોલવામાં આવેલી છે. આ બોર્ડિંગમાં જૈન
વિદ્યાર્થીઓ કે જેઓની ઉંમર ૧૧ વર્ષ અને તેથી વધુ હોય અને જેઓ ગુજરાતી પાંચમું ધોરણ અને
તેથી ઉપર ગુજરાતી કે અંગ્રેજી અભ્યાસ કરતા હોય તેઓને દાખલ કરવામાં આવે છે.
માસિક પૂરી ફી વિદ્યાર્થી દીઠ રુા.૨૫ રાખવામાં આવી છે.
અહિં એસ.અસ.સી. (મેટ્રીક) સુધીના અભ્યાસ માટે હાઈસ્કૂલ છે.
બોર્ડિંગમાં રહેતા વિદ્યાર્થીઓને ફરજિયાત શ્રી જૈન દર્શનનો અભ્યાસ કરાવવામાં આવે છે.
પૂર્ણ વ્યાખ્યાન શ્રવણનો અપૂર્વ લાભ મળે તેમ છે.
આબોહવા સૂકી, ખુશનુમા તથા આરોગ્યપ્રદ છે.
બોર્ડિંગમાં નિશ્ચિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને દાખલ કરવાના છે. આથી દાખલ થવા ઇચ્છતા
વિદ્યાર્થીઓએ નીચેના સરનામે તા.૧૫-૪-૫૪ સુધીમાં રુ.૧ ફોર્મ ફીનો મોકલી પ્રવેશપત્ર તથા
ધારાધોરણ મંગાવી ભરી તા.૨૦-૫-૫૪ સુધીમાં પરત મોકલી આપવા. તે પછી મોકલવામાં આવેલાં
પ્રવેશપત્રો સ્વીકારવામાં આવશે નહિ .
લી. મંત્રીઓ -
શ્રી જૈન વિદ્યાર્થી ગૃહ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
________________________________________________________
પ્રકાશકઃ- શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
મુદ્રકઃ- જમનાદાસ માણકચંદ રવાણી અનેકાન્ત મુદ્રણાલયઃ વલ્લભવિદ્યાનગર (ગુજરાત)