Atmadharma magazine - Ank 128
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
* દયા *
લોકો કહે છે કે દયા પાળો! પણ ભાઈ રે! આત્માના
ભાન વગર તારો આત્મા આ ભવભ્રમણમાં ભાવમરણે
મરી રહ્યો છે ને અનંતુ દુઃખ ભોગવી રહ્યો છે તેની તો
દયા પાળ! અરે રે! હવે મારો આત્મા આ અવતારથી કેમ
છૂટે? આ ભયંકર ભાવમરણના ત્રાસથી મારો આત્મા કેમ
છૂટે? એનો અંતરમાં વિચાર તો કર. પાપના ફળમાં દુઃખી
થઈ રહેલા ઢોર વગેરેને દેખીને તો જગતના ઘણા જીવોને
દયા આવે છે; પરંતુ જ્ઞાનીને તો, પુણ્યના ફળ ભોગવી
રહેલા દેવો ઉપર પણ દયા આવે છે; કેમકે આત્માના ભાન
વગર પુણ્યના ફળમાં લીન થઈ ગયા છે તેથી પાપ
બાંધીને ઢોરમાં રખડશે. આત્માના ભાન વગર દેવો પણ
દુઃખી છે. માટે હે ભાઈ! આ ભવભ્રમણથી હવે તને થાક
લાગ્યો હોય અને તારા આત્માની તને દયા આવતી હોય
તો હવે અંતરમાં વિચાર કર કે મારું વાસ્તવિક સ્વરૂપ શું
છે? આ દેહથી ભિન્ન મારો આત્મા શું ચીજ છે? આવો
વિચાર કરીને સત્સમાગમે તેની ઓળખાણ કરવી તે
ભવભ્રમણથી છૂટવાનો ઉપાય છે.
પ્રકાશક:–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
મુદ્રક:–જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય : વલ્લભવિદ્યાનગર (ગુજરાત)