PDF/HTML Page 21 of 21
single page version
ATMADHARMA Regd. No. B. 4787
સૂચના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયેલાં પુસ્તકો, ધાર્મિક
ઉત્સવોના દિવસોએ એટલે કે તા. ૨૬–૮–૫૪થી તા. ૧૨–૯–૫૪ સુધી, નીચેના કમિશન
મુજબ પ્રાપ્ત થઈ શકશે.
૧. ગુજરાતી પુસ્તકોમાં નિયમસાર, પ્રવચનસાર, સમયસાર તથા
કાર્તિકેયાનુપ્રેક્ષામાં કમિશન અપાશે નહિ. આમાં લાગતથી પણ ઓછું મૂલ્ય પ્રથમથી જ
રાખવામાં આવ્યું છે. છતાં ગુજરાતી નિયમસાર તથા સમયસારમાં જે દસ–દસ પુસ્તકો
એક સાથે ખરીદે તેમને ૧૨ાા ટકા કમિશન આપવામાં આવશે. ગુજરાતી સમયસારના
પ્રવચનોના જે ૧ થી ૫ ભાગ છે, તેનો સંપૂર્ણ સેટ ખરીદનારને ૨૫ ટકા તથા
નિયમસારના પ્રવચનોના બે ભાગ છે તે, –એમ એકી સાથે આ સાત પુસ્તકો સામટાં
ખરીદનારને ૩૦ ટકા કમિશન આપવામાં આવશે.
આ તથા હિંદી પુસ્તકો સિવાયનાં શેષ પુસ્તકો ઉપર નીચે પ્રમાણે કમિશન
આપવામાં આવશે :–
૧. રૂા ૧ થી ૨૫ સુધીનાં પુસ્તકો ખરીદનારને ૬ા ટકા કમિશન.
૨. રૂા. ૨૬ થી ૧૦૦ સુધીનાં પુસ્તકો ખરીદનારને ૧૨ાા ટકા કમિશન.
૩. રૂા. ૧૦૦ ઉપરની કિંમતના પુસ્તકો ખરીદનારને ૨૫ ટકા કમિશન આપવામાં
આવશે.
* * *
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
તા: ક:– હિંદી પુસ્તકોનું મૂલ્ય પ્રથમથી જ પચ્ચીસ ટકા કાપીને જ નિર્ધારિત
કરવામાં આવ્યું છે, અને તે પુસ્તકો એ હિસાબે જ વેચવામાં આવે છે; એટલે હિન્દી
પુસ્તકોમાં વિશેષ કમિશન અપાશે નહિ.
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી અનેકાન્ત મુદ્રણાલય : વલ્લભવિદ્યાનગર (ગુજરાત)