: ફાગણ : ૨૦૧૧ : આત્મધર્મ–૧૩૭ : ૧૪૭ :
× × × ऐसैं अभिप्राय अनुसार प्ररुपणतैं तिस प्रवृत्ति विषै दोऊ नय बनें हैं। × × ×
[– मो. मा. प्र. अध्याय ७ दिल्ही की आवृत्ति पृ. ३६७]
× × × इस प्रकार जानने का नाम ही दोऊ नयनि का ग्रहण है [– मो, मा. प्र. ,, पृ. ३६८]
रहस्यपूर्ण चिट्ठी
तत्त्व के अवलोकन कालमें समय अर्थात् शुद्धात्मा को युक्ति–मार्गतैं अर्थात् नय–प्रमाणतैं पहले जाने × × ×
पं. टोडरमल्लजी की रहस्यपूर्णचिट्ठी
[– गुज. मो. मा. प्र. पृ. ३४५]
[२६] चिद्विलास
यातैं युक्ति नय प्रमाण है सो जाणिये। [–चिद्विलास पृ. ८]
[२७] जैन सिद्धांत प्रवेशिका
१ प्रश्नः– पदार्थोंको जानने के कितने उपाय है?
उत्तरः– चार उपाय हैं–लक्षण, प्रमाण, नय और निक्षेप।
७३ प्रश्नः– आगमप्रमाण किसको कहते हैं?
उत्तरः– आप्तके वचन आदिसे उत्पन्न हुए पदार्थ के ज्ञानको।
८५ प्रश्नः– नय किसको कहते हैं?
उत्तरः– वस्तुके एकदेशको जाननेवाले ज्ञानको नय कहते हैं।
८७ प्रश्नः– निश्चयनय किसको कहते हैं?
उत्तरः– वस्तुके किसी असली अंशके ग्रहण करनेवाले ज्ञान को निश्चयनय कहते हैं।
[२८] जैन सिद्धांत दर्पण
इस नय वाक्य से उत्पन्न हुए ज्ञान को नय कहते हैं अर्थात् नय वाक्य को द्रव्यनय और उस उस नय वाक्य से पैदा हुए
ज्ञान को भावनय कहते हैं। [जै. सि. दर्पण पृ. २३]
जिसका अभेदरूप विषय है उसको निश्चयनय कहते हैं। [जै. सि. दर्पण पृ. ३४]
આ રીતે, અનેક શાસ્ત્રાધારોથી આ લેખમાં એ વાત સ્પષ્ટ બતાવી છે કે–
* નય તે જડ નથી પણ શ્રુતજ્ઞાનનો અંશ છે.
* નયને જ્ઞાનાત્મક કહેવો તે ઉપચાર નથી, પણ નયને શબ્દાત્મક કહેવો તે ઉપચાર છે.
* નય અને નયના વિષયની અભેદવિવક્ષાએ, નયના વિષયભૂત પદાર્થને પણ નય કહેવામાં આવે છે.
* નયને અને પદાર્થને વિષય–વિષયીપણું છે.
* નય તેના વિષયભૂત અર્થનો ‘ગ્રાહક’ છે, ત્યાં ‘ગ્રાહક’નો અર્થ ‘જાણનાર’ છે.
ભગવાન શુદ્ધાત્માના સ્વરૂપને દેખનારો હોવાથી જે ઉપાદેય છે અને જે સમ્યક્ શ્રુતજ્ઞાનનો અંશ છે–એવો જે ‘નિશ્ચયનય,’ તે
નિશ્ચયનયને જડ કહેનારા કે માનનારા લોકો,–આશા છે કે આ વાંચ્યા પછી, પોતાની ગંભીર ભૂલ સમજશે, અને આ વાત લક્ષમાં લેશે
કે નિશ્ચયનય વગેરે નયો તે જડ નથી પણ જ્ઞાનનો અંશ છે; અને તેમાં ‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની’ એવું ભગવાન
કુંદકુંદાચાર્યદેવનું સૂત્ર પરમ અબાધિત છે. આવો નિર્ણય કરીને, પોતાના શ્રુતજ્ઞાનને શુદ્ધ સ્વભાવ તરફ વાળીને નિશ્ચયનયનું અવલંબન
કરવું તે જિજ્ઞાસુઓનું પરમ કર્તવ્ય છે.
(–પૂર્ણ.)