PDF/HTML Page 21 of 21
single page version
હા. જગજીવન નાગરદાસ,
(હ. કાન્તિલાલ રામજી)
રૂા. ૬૬, નીચેની રકમો.
(પમુભાઈ આર. ગાંધી, ભાયાણી હરિલાલ
ગટુલાલજી રાજમલ, શા. રાયચંદ ખીમજી, પન્નાલાલ
આર. શા. રળીયતબેન પાનાચંદ, નાની બેન હરગોવન,
રાયચંદ જીવરાજ, રવાણી માણેકચંદ ધનજી, ચંચળબેન
વણીવાળા).
૬૦૨૭૨ાા એકદંર રૂા. સાઈઠ હજાર, બસો બોંતેર, ને
ભૂલથી અપાઈ ગયો છે. તેને બદલે આ અંકનો નંબર
૧૪૩ ગણવાનો છે. “કારણ શુદ્ધ પર્યાય” ની લેખમાળા
સ્થળ સંકોચને કારણે આ અંકે છાપી શકાઈ નથી.
દરેક ચોમાસામાં તેમ જ અવારનવાર પૂ. ગુરુદેવના સત્સમાગમમાં આવીને વ્યાખ્યાન વગેરેનો લાભ લેતા હતા.
છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સોનગઢમાં જ રહેતા, પૂ. બેનશ્રીબેનના નીકટ સહવાસમાં રહેવાનું ભાગ્ય પણ તેમને મળ્યું
હતું. તેઓ ભદ્રિક અને સંતોષી હતા. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો. તેમને કેન્સરનું દર્દ હતું, છેલ્લા
કેટલાક દિવસોથી તે દરદે ગંભીર સ્થિતિ પકડી હતી. સ્વર્ગવાસ અગાઉ પાંચ દિવસ પહેલાં પૂ. ગુરુદેવ દર્શન કરાવવા
પધારેલા, ત્યારે ગુરુદેવે કહ્યું હતું કેઃ ‘આત્મા જ્ઞાયક છે.....શાંતિમાં રહેવું.....’ ગુરુદેવના દર્શનથી તેઓ ઘણા
ઉલ્લાસિત થયા હતા અને કહ્યું હતું કે ‘હું સીમંધર ભગવાનની જાત્રા કરવા જાઉં છું....’ આ સિવાય સ્વર્ગવાસના
આગલા દિવસે પણ પૂ. ગુરુદેવ દર્શન દેવા પધાર્યા હતા.
શ્રીદેવ–ગુરુની ભક્તિની વાત કરતાં, તેમ જ કહેતા કે આત્મા જાણનાર છે;–ત્યારે કોઈ કોઈવાર તેઓ ખૂબ જ
ઉલ્લાસ બતાવતા; – છેવટે પૂનમના રોજ દર્દના ગંભીર હુમલાથી તેમનો સ્વર્ગવાસ થયો. ઘણા વર્ષો સુધી પરમપૂજ્ય
ગુરુદેવના સત્સમાગમને લીધે, તેઓ દેવ–ગુરુની ભક્તિના સંસ્કાર તેમજ તત્ત્વ સમજવાની જિજ્ઞાસાનો ભાવ સાથે
લઈ ગયા છે. જીવન દરમિયાન પોતાની બધી મૂડી (જે લગભગ અગીયારસો હતીતે) શુભકાર્યોમાં વાપરવાની
વ્યવસ્થા તેઓ કરી ગયા છે; માસીબાની માંદગીના આ પ્રસંગે છેલ્લા છ–સાત દિવસ સુધી આશ્રમમાં ઘેરું વૈરાગ્યનું
વાતાવરણ છવાયેલું રહેતું. સ્વ. માસીબા ‘સીમંધર ભગવાનની યાત્રા’ ની પોતાની ભાવના પૂરી કરે અને પોતાનું
આત્મહિત સાધે–એમ ઇચ્છીએ.
શરણમાં વીતે અને પૂ. ગુરુદેવે બતાવેલા ચૈતન્યશરણને લક્ષગત કરીને તેના દ્રઢ સંસ્કાર આત્મામાં પડી જાય....તે
જીવન ધન્ય છે...ને જીવનમાં એ જ કરવા જેવું છે. કેમકે–
સમ્યક્ત્વ આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે.
પ્રકાશકઃ– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)