Atmadharma magazine - Ank 149
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page  


PDF/HTML Page 21 of 21

background image
ATMADHARMA Regd. No. B. 4787
સંસાર ઊભો કર્યો છે; અને પરથી પોતાના શુદ્ધ જ્ઞાનાનંદ આત્મસ્વભાવનું યથાર્થ શ્રવણ–મનન કરીને તેની સમ્યક્–
શ્રદ્ધા–જ્ઞાન ને રમણતા પ્રગટ કરવી તે મોક્ષનો ઉપાય છે. પ્રથમ સત્સમાગમે સત્યનું શ્રવણ કરી, તેને લક્ષમાં લઈને
સત્યનો પક્ષ કરવો તે ધર્મની શરૂઆતનો ઉપાય છે. માટે આ જે સત્ય કહેવાય છે તેનું લક્ષ કરીને સત્યનો પક્ષ કરો ને
અસત્યનો પક્ષ છોડો.
નેમિનાથ ભગવાને શું કર્યું?
–જીવનનું ખરું ધ્યેય શું?
આ ગીરનારના સહેસ્રાવનમાં ભગવાનશ્રી નેમિનાથ પરમાત્મા કેવળજ્ઞાન પામ્યા. તે કેવળજ્ઞાન કયાંથી
આવ્યું? ચૈતન્યશક્તિમાં જે સર્વજ્ઞતા હતી તે પ્રગટી. ભગવાનને ચૈતન્યશક્તિનું ભાન તો પહેલેથી હતું, પછી તે
ચૈતન્યશક્તિમાં એકાગ્રતા વડે રાગનો નાશ કરીને ભગવાન કેવળજ્ઞાન પામ્યા. તેમ દરેક આત્મામાં કેવળજ્ઞાનશક્તિ
પડી છે, તે સ્વભાવશક્તિનું જ્ઞાન કરીને તેમાં એકાગ્ર થવું તે કેવળજ્ઞાન પ્રગટ કરવાની રીત છે. માટે જિજ્ઞાસુએ
ભગવાન જેવા પોતાના આત્મસ્વભાવની ઓળખાણ કરવી તે જ પ્રથમ કરવાનું છે, ને તે જ ધર્મની શરૂઆતની
અપૂર્વ ક્રિયા છે. આત્મસ્વરૂપની સાચી સમજણ કરીને અપૂર્વ સમ્યક્ત્વ પ્રગટ કરવું ને મિથ્યાત્વ ટાળવું તથા ત્યાર
પછી આત્મસ્વરૂપમાં લીનતા વડે અસ્થિરતાને ટાળીને કેવળજ્ઞાન પ્રગટ કરવું તે જીવનનું ખરું ધ્યેય છે; તેને બદલે
જીવનમાં જેણે સાચી શ્રદ્ધા પણ ન કરી, આત્માની સમજણ પણ ન કરી તેણે આ મનુષ્યપણું પામીને ખરેખર કાંઈ કર્યું
નથી.
‘સૌરાષ્ટ્રમાં ત્રણ કલ્યાણક પ્રાપ્ત વૈરાગ્યમૂર્તિ નેમિનાથ ભગવાનનો જય હો!’
સમ્યક્ત્વના મહિમા સૂચક
પ્રશ્નોત્તર
પ્રશ્નઃ– જગતમાં કોણ સાચો પંડિત છે?
ઉત્તરઃ– સિદ્ધિ કરનાર એવા સમ્યક્ત્વને જેણે સ્વપ્નામાં પણ મલિન કર્યું નથી તે જ સાચો પંડિત છે.
(–મોક્ષપાહુડ ૮૯)
પ્રશ્નઃ– જિનવરદેવે ગણધરાદિ શિષ્યોને જે ધર્મ ઉપદેશ્યો તે ધર્મનું મૂળ શું છે?
ઉત્તરઃ– ભગવાને ઉપદેશેલા ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. –
‘दंसणमूलो धम्मो’
(–દર્શનપાહુડ ૨)
મુદ્રકઃ– જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલયઃ વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
પ્રકાશકઃ– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)