Atmadharma magazine - Ank 151
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 21

background image
વર્ષ તેરમું : સમ્પાદક: વૈશાખ
અંક સાતમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૨
અનાથના નાથનો અવતાર
અહા! ધન્ય તે વૈશાખ સુદ બીજ... અને ધન્ય તે ઉમરાળા
નગરી... કે જ્યાં માતા ઉજમબાએ કહાનકુંવર જેવા ધર્મરત્નને
જન્મ આપીને ભારતના અનાથ આત્માર્થીઓને સનાથ કર્યા... એ
મંગલ જન્મની આજે ૬૭ મી વધાઈ છે!
આખું ભારત જાણે કે ભૂલું પડી ગયું હતું... ને... સંતની
છાયા વિના અનાથ બની ગયું હતું... એવા સમયે ભૂલા પડેલા
આત્માર્થી જીવોનો ઉદ્વાર કરવા પૂ. ગુરુદેવનો અવતાર થયો... શ્રી
તીર્થંકર ભગવંતોના અપ્રતિહતમુક્તિમાર્ગમાં સ્વયં નિઃશંકપણે
વિચરતા થકા પૂ. ગુરુદેવ આત્માર્થી જીવોને પણ એ માર્ગે દોરી
રહ્યા છે કે હે મોક્ષાર્થી જીવો! તીર્થંકર ભગવંતો જે માર્ગે મુક્ત થયા
તે માર્ગ આ જ છે... આ સિવાય બીજો કોઈ મુક્તિનો માર્ગ છે જ
નહિ. તમે નિઃશંકપણે આ માર્ગે ચાલ્યા આવો.
જેમનો જન્મ ભવ્યજનોને આનંદકારી છે એવા પૂ. ગુરુદેવ
જયવંત વર્તો!
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)