૨ હે ભગવંતો! મારા જ્ઞાનમાંથી રાગાદિને કાઢી નાંખીને હું આપને સ્થાપું છું.
૩ જેણે પોતાના આત્મામાં સિદ્ધને સ્થાપ્યા તેનું પરિણમન સિદ્ધદશા તરફ વળ્યું.
૪ સમયસારની શરૂઆતથી પદે–પદે આત્મામાં સિદ્ધોની સ્થાપના થતી જાય છે ને વિકાર ટળતો જાય છે.
૫ ‘અમે પ્રભુતાના પંથે પડેલા સંતો, તારી (–શ્રોતાની) પર્યાયમાં પણ પ્રભુતા સ્થાપીએ છીએ.’
૬ આત્મામાં સિદ્ધભગવાન જેવી તાકાત છે તે દેખીને તેનામાં સિદ્ધપણું સ્થાપીએ છીએ.
૭ જેણે આત્માના ઉલ્લાસથી સિદ્ધપણાની હા પાડી તે પણ સિદ્ધોની જાતમાં ભળી જશે.
૮ હે ભવ્ય! આવા આત્માનું લક્ષ બાંધ તો સહેજે સમ્યગ્દર્શન થયા વિના રહેશે નહિ.
૯ શ્રોતા કેવા છે? –કે પોતાના સ્વભાવની વાત અપૂર્વ ઉલ્લાસપૂર્વક સાંભળે છે.
૧૦ જેવા ભાવે વક્તા કહે છે તેવા જ ભાવે શ્રોતા સાંભળે છે, એ રીતે વક્તા–શ્રોતાની સંધિ છે.
૧૧ શ્રોતાને એક આત્માર્થ સાધવાનું જ કામ છે, બીજો કોઈ રોગ તેના મનમાં નથી.
૧૨ વળી તે ઉલ્લાસિત વીર્યવાન છે, –હા પાડીને હોંસથી સાંભળે છે.
૧૩ સિદ્ધને પહેલાંં નહોતો ઓળખતો ને હવે ઓળખ્યા, તેથી તે તરફનો ઉલ્લાસ ઊછળે છે.
૧૪ સર્વજ્ઞને પહેલાંં નહોતા જાણ્યા, ને હવે જાણ્યા, તેથી વીર્યનો વેગ જ્ઞાનસ્વભાવ તરફ વળી ગયો છે.
૧૫ સિદ્ધોની સંખ્યા સદાય વૃદ્ધિગત જ છે, જેણે સિદ્ધોને સ્વીકાર્યા તેની પર્યાય પણ સદા વૃદ્ધિગત જ છે.
૧૬ હે જીવ! આ વાતની હા પાડ! –હા જ પાડજે, ના પાડીશ નહીં.
૧૭ આત્માના સિદ્ધપણાની વાત સાંભળતાં જ શ્રોતા સ્વસન્મુખ લક્ષ ફેરવવા માંગે છે.
૧૮ ‘હું સિદ્ધ, તું પણ સિદ્ધ’ –એનો હકાર આવતાં જ લક્ષ પલટી જાય છે.
૧૯ અમે સ્વસન્મુખ લક્ષ ફેરવેલા, તને સ્વસન્મુખ લક્ષ ફેરવાવીએ છીએ.