Atmadharma magazine - Ank 153
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
૬૭શાહ વાડીલાલ જીવરાજ, રાણપુર
૬૭શેઠ ભગવાનજી કચરાભાઈ,કીટાલે
૬૭દેવચંદ પરસોત્તમ મહેતા
હા.ધીરજલાલ, રાજકોટ
૬૭હેમકુંવરબેન નરભેરામ, જમશેદપુર
૬૭જમશેદપુર મુમુક્ષુ મંડળ, જમશેદપુર
૬૭ભાયાણી વૃજલાલ ફૂલચંદના
માતુશ્રી ધનીબાઈ,
લાઠી
૬૭ટોળિયા શાંતાબેન ગુલાબચંદ, મુંબઈ
૬૭કાન્તિલાલ ચુનીલાલ હા.લક્ષ્મીબેન,મુંબઈ
૬૭સ્વ.ગંગાબેન માણેકચંદ છગનલાલ,ધ્રાંગધ્રા
૨પ૨।।। રૂા. ૬૭ નીચેની રકમો (ભાયાણી હરિલાલ
જીવરાજ, જગજીવન કરસનજી,
અજવાળીબેન રતિલાલ, સમરત
ભીખાભાઈ,લાભુબેન, પરભાબેન
ચંપકલાલ, મંગુબેન, સુભદ્રાબેન,
હિંમતલાલ શીવલાલ, ચંપાબેન,
ઝવેરીબેન,જટુભાઈ વૈદ્ય,મીઠાલાલ
રૂપચંદ, સવિતાબેન શીવલાલ.
–––––––––––
૮૪૩૮૮
।। (ચોર્યાસી હજાર, ત્રણસો ને સાડી અઠયાસી
રૂપિયા)
– વૈશાખ સુદ પૂનમ સુધી.
પૂ. ગુરુદેવનો ૬૭ મો જન્મોત્સવ
* * * * *
અનેક આત્માર્થી જીવોના જીવન–આધાર, અને ભવભ્રમણથી થાકી ગયેલા જીવોના વિશ્રામસ્થાન એવા
પરમપૂજ્ય કહાનગુરુદેવનો ૬૭મો મંગલ–જન્મોત્સવ આ વૈશાખ સુદ બીજે વિવિધ ઉલ્લાસ અને ભક્તિપૂર્વક
ઊજવાયો હતો.
વહેલી સવારમાં ૬૭ દીપકોના ઝગમગાટથી ચારે દિશામાં પ્રકાશ ફેલાયો, મંગલ ઘંટનાદ થયા.....વાજિંત્રો
વાગ્યાં.......ને એ રીતે જન્મોત્સવની વધાઈ મળતાં જ ભક્તમંડળ દેવગુરુના દર્શન કરવા આવ્યું. ઉલટભેર જન્મની
વધાઈ ગાતાં ગાતાં સ્વાધ્યાયમંદિરને ત્રણ પ્રદક્ષિણા કરી ને ગુરુદેવના દર્શન–સ્તુતિ કરીને આનંદથી જયજયકાર
કર્યા. ત્યારબાદ જિનમંદિરમાં પૂજન અને પછી ‘પ્રવચન–યાત્રા’ નીકળી હતી. પ્રવચન બાદ ૬૭ મા જન્મોત્સવ
નિમિત્તે કેટલીક રકમો ‘જિનમંદિર જન્મોત્સવ ફંડ’ માં જાહેર કરવામાં આવી હતી.–જેની વિગત આ અંકમાં આપી
છે. અને દેશ–પરદેશથી ભક્તજનોના જન્મોત્સવની ખુશાલીના તથા પૂ. ગુરુદેવ પ્રત્યે ભક્તિભર્યા અભિનંદનના
અનેક સંદેશાઓ આવેલા તે સંભળાવવામાં આવ્યા હતા, અને પૂ. ગુરુદેવના મહાન ઉપકારો વ્યક્ત કરીને
જન્મોત્સવનો મહિમા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. બપોરના પ્રવચન પછી ભક્તિ સ્વાધ્યાયમંદિરમાં જ ઘણા
ઉલ્લાસપૂર્વક થઈ હતી, જન્મોત્સવની વધાઈ તથા “વાહવાજી વાહવા” ની ધૂન વગેરે ભક્તિથી ભક્તજનોને ઘણો
આનંદ થયો હતો. સાંજે ૬૭ દીપકોથી જિનમંદિરમાં આરતી થઈ હતી અને રાત્રે સ્વાધ્યાયમંદિરમાં તથા આશ્રમમાં
દીપકોની રોશની થઈ હતી. આમ વિવિધ આનંદ અને ઉમંગથી ગુરુદેવનો જન્મોત્સવ ઉજવાયો હતો. ભવ્ય જીવોના
પરમ હિતકારી પૂજ્ય ગુરુદેવ જયવંત વર્તો!
“સમાધિશતક”
પરમપૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં શ્રી પ્રવચનસાર વંચાતું હતું તે વૈશાખ સુદ ૧૪ ના રોજ પૂર્ણ થયું છે. અને
વૈશાખ વદ એકમથી શ્રી સમાધિશતક ઉપર પ્રવચનો શરૂ થાય છે. સમાધિશતક એ મહા સમર્થ આચાર્યશ્રી પૂજ્યપાદ
સ્વામીએ રચેલ વૈરાગ્યપૂર્ણ સુંદર અધ્યાત્મશાસ્ત્ર છે. અને તેના ઉપર પૂ. ગુરુદેવના અધ્યાત્મભાવનાથી ભરેલા
પ્રવચનો ચાલી રહ્યા છે. બપોરના પ્રવચનમાં શ્રી સમયસારજી (અગીયારમી વખત) વંચાય છે.
મુદ્રકઃ જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલયઃ વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)