Atmadharma magazine - Ank 153
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
મોક્ષમાર્ગી મુનિ કેવા હોય?
* અને *
શ્રાવકોનું કર્તવ્ય શું
(મોક્ષપ્રાભૃત ગા. ૮૦ થી ૮૯ ઉપરના પ્રવચનોમાંથી)
અહો! મોક્ષના સાધક મુનિવરો જગતથી એકદમ નિસ્પૃહ હોય છે, એ
વીતરાગી સંતો અંતરમાં એકાગ્ર થઈને આત્માના આનંદનો અનુભવ
કરવામાં એવા લીન છે કે શરીરને વસ્ત્રથી ઢાંકવાની કે ઉદીષ્ટ આહાર
લેવાની વૃત્તિ તેમને ઊઠતી નથી. –આવા જ મુનિઓ મોક્ષમાર્ગી છે. આ
સિવાય જેમને અંતરમાં ચૈતન્યની ધ્યાનદશા થઈ નથી ને શુભરાગમાં જ ધર્મ
માનીને વર્તે છે એવા દ્રવ્યલિંગી મુનિઓને મોક્ષમાર્ગમાં સ્વીકારવામાં
આવતા નથી.
હે શ્રાવક!
હે શ્રાવક! સમ્યગ્દર્શનને મેરુવત નિશ્ચલ ધારણ કરીને તેને ધ્યાવ!
સિદ્ધિકર એવા સમ્યક્ત્વને જેણે સ્વપ્ને પણ મલિન કર્યું નથી તે ધન્ય છે.....
શૂરવીર છે.....કૃતકૃત્ય છે.....પંડિત છે.....આ પ્રમાણે સમ્યક્ત્વનો પરમ મહિમા
જાણીને તેને અંગીકાર કરો.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ આ મોક્ષપ્રાભૃતમાં મોક્ષમાર્ગી મુનિવરોની કેવી દશા હોય તે કહે છેઃ પહેલાં તો
મોહરહિત ભાવનિર્ગંથતા હોય; ને બાહ્યમાં પણ વસ્ત્રાદિ રહિત નિર્ગ્રંથ દશા હોય. મોક્ષમાર્ગી સંતોને જ્ઞાન–આનંદ
સ્વભાવના અનુભવ સહિત તેમાં એટલો ઝૂકાવ થઈ ગયો છે કે ઘણા જ અતીન્દ્રિય આનંદના વેદનમાં લીન છે, ત્યાં
બહારના લૌકિક કાર્યોની તો વૃત્તિ જ નથી ઊઠતી. હું તો એકાકી જ્ઞાનસ્વભાવ છું, તે સિવાય ત્રણ લોકમાં કાંઈ પણ
મારું નથી.–આવા અંતરના અનુભવપૂર્વક અંતરના એકાકી આત્મામાં લીન થઈને તેમાં રમણતા કરે છે,
આતમરામમાં રમણતા કરે છે, ને ક્ષણેક્ષણે નિર્વિકલ્પ આનંદમાં લીન થાય છે.–આવી મોક્ષના સાધક મુનિઓની દશા
હોય છે.
હું તો આનંદસ્વભાવથી ભરેલો એકાકી આત્મા છું, જ્ઞાન–આનંદમય આત્મા સિવાય બહારમાં બીજું કાંઈ
પણ મારું નથી;–આવા શ્રદ્ધા–જ્ઞાન ઉપરાંત વારંવાર તેની ભાવના કરીને તેમાં લીનતાનો પ્રયત્ન કરે છે.–આવા
અષાઢઃ ૨૪૮૨
ઃ ૧પ૭ઃ