Atmadharma magazine - Ank 156
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 41

background image
સંતોની શીતલ છાયામાં
“અમ બાળકોને ચરણોમાં રાખજો.સર્વ પર્યાયે કરજો સહાય.
– વંદન કરું ભાવથી હું.”
આજ દિન સુવર્ણ ઊગ્યો ગુરુજીના પ્રતાપથી, મહા ભાગ્ય ખીલ્યાં આજ મારે નાથ આવ્યા આંગણે. અમ
બાળના આધાર ગુરુજી, તરણ તારણ આપ છો, મુજ હૃદય ઊછળી જાય હું કઈ વિધ પૂજું નાથને? તુજ ગુણ
અપરંપાર પ્રભુજી બાળકો કેમ વર્ણવે? આનંદ હૃદયે ઊછળે પ્રભુ! આપનાં દર્શન થકી. નાચું બજાવું ભક્તિથી
ગુણ ગાન ગાઉં પ્રેમથી, આ બાળ વિનવે નાથ પ્રભુજી! ચાહું સેવા ચરણની. સત્ પંથના પ્રેરક પ્રભુ! જય જય
થજો તુજ જગતમાં, કલ્યાણકારી નાથ! મારાં વંદન હો તુજ ચરણમાં. ચૈતન્ય તણી વૃદ્ધિ કરી રહું આત્મશક્તિમાં
સદા, પ્રેર્યા કરો એ બોધ મુજને, ગુરુ કહાન ઉર વસિયા સદા. શુદ્ધાત્મની શક્તિ પ્રકાશી, સ્વરૂપગુપ્ત બનાવજો,
મુજને તમારી સાથ રાખી બ્રહ્મપદમાં સ્થાપજો. શાશ્વત તીર્થમાં સાથ રાખી, દર્શન અનંત ભગવંતનાં, આ દાસને
શિવપંથ સ્થાપી, રાખો તમારાં ચરણમાં.
[
ચિત્રમાં પૂજ્ય બેનશ્રીબેન અને ૨૦ બાલબ્રહ્મચારી બહેનોનું દ્રશ્ય છે. બ્રહ્મચર્યપ્રસંગ નિમિત્તે આશ્રમમાં
પૂ. ગુરુદેવને આહારદાન બાદ થયેલી સ્તુતિ અહીં આપી છે.]