વી.સં.
શાસનમાં જ યથાર્થ છે...જૈન શાસનમાં સર્વજ્ઞ ભગવાને કહેલા ચૈતન્ય સ્વભાવની
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રથી જ મોક્ષના કારણરૂપ શુદ્ધભાવ થાય છે, તેથીજ જૈનધર્મની
શ્રેષ્ઠતા છે; માટે હે જીવ! આવા શુદ્ધભાવવડે જ જૈનધર્મનો મહિમા જાણીને તું તેને
અંગીકાર કર, અને રાગને–પુણ્યને ધર્મ ન માન. જૈનધર્મમાં તો ભગવાને એમ કહ્યું
છે કે પુણ્યને જ ધર્મ માને છે તે કેવળ ભોગને જ ઈચ્છે છે, કેમકે પુણ્યના ફળમાં તો
સ્વર્ગાદિના ભોગની જ પ્રાપ્તિ થાય છે; તેથી જેને પુણ્યની ભાવના છે તેને ભોગની
જ એટલે કે સંસારની જ ભાવના છે, પણ મોક્ષની ભાવના નથી.