મુદ્રક:– હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ. ભાવનગર (સૌરાષ્ટ્ર)
પ્રકાશક:– સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી હરિલાલ દેવચંદ શેઠ–ભાવનગર (સૌરાષ્ટ્ર)
ATMADHARMA Regd. No. B. 4787
મહાશરણ
સર્વજ્ઞદેવો સમસ્ત કર્મને અવિશેષપણે બંધનું સાધન
કહે છે તેથી (એમ સિદ્ધ થયું કે સર્વજ્ઞદેવોએ) સમસ્ત કર્મને
નિષેધ્યું છે અને જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે.
––જો સમસ્ત કર્મને નિષેધવામાં આવ્યું છે તો પછી
મુનિઓને શરણ કોનું રહ્યું? તે કહે છે:–
શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ
કર્મ–એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં, અને એ
નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં મુનિઓ કાંઈ અશરણ નથી;
કારણ કે જ્યારે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તે છે ત્યારે જ્ઞાનમાં
આચરણ કરતું–રમણ કરતું–પરિણમતું જ્ઞાન જ તે
મુનિઓને શરણ છે; તેઓ તે જ્ઞાનમાં લીન થયા થકા પરમ
અમૃતને પોતે અનુભવે છે–આસ્વાદે છે.
[જુઓ સમયસાર, કલશ ૧૦૩–૧૦૪]
રાજા... ભીખ માગે છે!
પોતાના આનંદનિધાનને ભૂલેલું...આત્માના
અતીન્દ્રિય–આનંદને નહિ પામેલું આખું જગત ભીખારી છે,
કેમકે ઇંદ્રિય–વિષયો પાસે આનંદની ભીખ માંગી રહ્યું છે...
તેને સર્વજ્ઞદેવ અને સંતો સંબોધે છે કે–
અરે વિષયોના ભીખારી! તું તો ચૈતન્ય રાજા!!
રાજા થઈને તું ભીખ કાં માંગ? તારામાં તો
અતીન્દ્રિય–આનંદના નિધાન ભરેલા છે તેને ભૂલીને તું
ઇંદ્રિય–વિષયો પાસેથી આનંદની ભીખ કાં માગ!! એ
ભીખારીપણું છોડ...ને તારા આનંદ નિધાનને સંભાળીને
અતીન્દ્રિય આનંદને ભોગવ.
–પૂ. ગુરુદેવ.