PDF/HTML Page 21 of 21
single page version
ATMADHARMA Regd No. B. 4787
આ છે ગુરુદેવની ઘરગથ્થુ શૈલીનો એક નમૂનો
જેમ ચણાના સ્વભાવમાં મીઠાસની તાકાત ભરી છે,
કચાસને લીધે તે તૂરો લાગે છે ને વાવવાથી ઊગે છે,
પણ સેકતાં તેના સ્વભાવનો મીઠો સ્વાદ પ્રગટ થાય
છે ને પછી તે ઊગતો નથી;
તેમ આત્મામાં મીઠાસ એટલે અતીન્દ્રિય આનંદ
શક્તિરૂપે ભર્યો છે.
પણ તે શક્તિને ભૂલીને ‘રાગાદિ તે હું, શરીર તે હું’
એવી અજ્ઞાનરૂપી કચાસને લીધે તેને પોતાના આનંદનો
અનુભવ નથી પણ આકુળતાનો અનુભવ છે ને જન્મ–
મરણમાં અવતાર ધારણ કરે છે.
પોતાના સ્વરૂપ સન્મુખ થઈને તેમાં એકાગ્રતારૂપ
અગ્નિવડે સેકતાં સ્વભાવના અતીન્દ્રિય આનંદનો સ્વાદ
આવે છે ને પછી તેને અવતાર થતો નથી.
આ ચણાનું દ્રષ્ટાંત સેંકડો વાર પૂ. ગુરુદેવે પ્રવચનોમાં
આપ્યું છે. તદ્ન ઘરગથ્થુ સહેલી ભાષામાં સમજાવવાની
પૂ. ગુરુદેવની કેવી વિશિષ્ટ શૈલિ છે–તે આ ઉપરથી
ખ્યાલમાં આવશે.
આ રહ્યો આનંદનો સમુદ્ર
હે ભાઈ! એક વાર તારા આત્માની સામે
નજર તો કર કે અંદર શું ભર્યું છે!! જેમ મોટો દરિયો
ઊછળતો હોય પણ જોનાર આંખ બંધ કરે તો ક્યાંથી
દેખાય? દરિયો તો સામે જ છે પણ આંખ ઉઘાડીને
જુએ તો દેખાય ને! તેમ આ આત્મા પોતે જ જ્ઞાન ને
આનંદથી ભરેલો મોટો ચૈતન્યસમુદ્ર છે; પણ શરીર તે
હું ને રાગ જેટલો જ હું એવી ભ્રમણાને લીધે
અજ્ઞાનીને તે ચૈતન્યસમુદ્ર દેખાતો નથી. જો જ્ઞાનચક્ષુ
ઊઘાડીને અંતરમાં દેખે તો ભગવાન આત્મા દેહથી ને
રાગથી પાર, જ્ઞાન અને આનંદથી ભરેલો
ચૈતન્યસમુદ્ર ઊછળી રહ્યો છે–તે દેખાય.
મુદ્રક : હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર (સૌરાષ્ટ્ર)
પ્રકાશક : સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી હરિલાલ દેવચંદ શેઠ – ભાવનગર (સૌરાષ્ટ્ર)